માતા-પિતાના રસ્તે ચાલી નીકળેલી મલ્લિકાની મહેનતનું ‘પરિણામ’

માતા-પિતાના રસ્તે ચાલી નીકળેલી મલ્લિકાની મહેનતનું ‘પરિણામ’

Wednesday October 14, 2015,

7 min Read

મલ્લિકા ઘોષ અને ઈલિયાને ઘોષની અથાગ મહેનત અને ધ્યેય સુધીની લડતના પરિણામે ‘પરિણામ’ અસ્તિત્વમાં આવ્યું. અને આ ‘પરિણામ’ દ્વારા કેટલાંયે જીવનમાં એક અનેરો બદલાવ આવી રહ્યો છે. વર્ષ 2013માં ‘પરિણામ’ના સ્થાપક ઈલિયાને ઘોષના અવસાન બાદ તેમના પુત્રી મલ્લિકા ઘોષે જ સંપૂર્ણ જવાબદારી ઉઠાવી માતાના સપનાને સાકાર કરવામાં પોતાનુ ધ્યાન કેન્દ્રિત કર્યું. મલ્લિકાના મતે આ કામ અઘરૂ તો છે કામ પ્રત્યેની અનહદ સુધી લાગણી કામ કપરૂં હોવાનો અણસાર પણ નથી આવવા દેતી.

મલ્લિકાએ શાળાનું શિક્ષણ ઇંગ્લેન્ડની બોર્ડિંગ સ્કૂલમાંથી તેમજ કોલેજનું શિક્ષણ અમેરિકાની એક યુનિવર્સિટીમાંથી મેળવ્યું. મલ્લિકાએ સામાજિક ક્ષેત્રે ઝંપલાવતા પહેલા એક જાહેરાત કંપની સાથે પણ કામ કર્યું. તેના પિતાએ વર્ષ 2005માં ‘ઉજ્જીવન’ નામના એક માઇક્રોફાઇનાન્સ માળખાની સ્થાપના કરી. સમાજના ગરીબ વર્ગને ફક્ત નાણાંકીય મદદ જ નહીં, પરંતુ લોકોના સ્વાસ્થ્ય, શિક્ષણ, રહેણીકરણી અને સામાજિક સુધારા જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. આજે ‘પરિણામ’નો વિકાસ ઘણાં બહોળા પ્રમાણમાં થયો છે.

કોર્પોરેટ ક્ષેત્ર છોડી સમાજસુધારાના પગલે...

image


મલ્લિકાને ટી.વી અને ફિલ્મો જોવી ખૂબ જ ગમે છે માટે જ તેણે ઉચ્ચ શિક્ષણ પણ ફિલ્મ ક્ષેત્રે લીધું. અને ભણતર પૂર્ણ કરી એક જાહેરાત કંપની સાથે કામ શરૂ કર્યું. પરંતુ આ કામથી તેનું મન ઉઠવા લાગ્યું. મલ્લિકાના માતા-પિતા ‘ઉજ્જીવન’ અને ‘પરિણામ’ સંસ્થાઓ ચલાવતા અને અહીં તે પોતે લાખો કરોડોની જાહેરાતો બનાવતા. જ્યારે પણ તે તેના ઘરે જાય ત્યારે માતા-પિતા આ સંસ્થાઓની કામગીરી વિશે વાત કરતા. જો કે મલ્લિકાને તેના માતા-પિતાની આ બધી વાતો પોતાના કામની સરખામણીએ ઘણી જ નાની લાગતી. પણ જ્યારે મલ્લિકાએ આ સંસ્થાઓની મુલાકાત લીધી અને લોકોને મળ્યા ત્યારે જાણે એક પોતાનામાં એક હકારાત્મક પરિવર્તન દેખાયું.

મલ્લિકા આ અંગે કહે છે, “મને પહેલેથી જ બાળકો પસંદ છે. પ્રાણીઓ પણ એટલા જ પસંદ છે. સંસ્થાઓની મુલાકાત બાદ મેં નોકરી છોડીને સામાજીક ક્ષેત્રે કાર્યરત થવાનો નિર્ણય કર્યો. જો કે મારી પહેલી પસંદ ‘પરિણામ’ કે ‘ઉજ્જીવન’ નહોતી. મને બાળકો સાથે રહેવું હતું એટલે જ મેં એક નર્સરી સ્કૂલમાં ભણાવવાનું શરૂ કર્યું પરંતુ બે જ અઠવાડિયામાં મને લાગ્યું કે આ કામમાં કંઈ નવું કરવાનો મોકો નહીં મળે. એટલે મેં એ કામ પણ છોડી દીધું. ત્યારબાદ મેં ઘણાં NGO પર રિસર્ચ કર્યું પરંતુ તેમાં પણ કંઈ રસપ્રદ ના લાગ્યું. અને એ સમય દરમિયાન જ મારા પિતાએ ‘પરિણામ’ ને એક તક આપવાની સલાહ આપી અને બસ હું એક ઇન્ટર્ન તરીકે તેમાં જોડાઇ ગઇ. મારી માતાએ મને ઘણાં સારા પ્રોજેક્ટસ આપ્યા જેના કારણે મારી આ કામ પ્રત્યેની રૂચી વધુ ખીલી ઉઠી. નાણાંકીય શિક્ષણને લગતા પ્રોગ્રામ પર વિચારવાનું મેં શરૂ કરી દીધું અને પછી મને એક સમરકેમ્પની જવાબદારી પણ સોંપાઈ. અને ત્યારથી જ મેં નક્કી કર્યું કે હવે આ ક્ષેત્ર નથી છોડવું.”

વહીવટી ખર્ચ ઓછો રાખી લોકો સુધી વધુમાં વધુ મદદ પહોંચાડવી

‘પરિણામ’ સેક્શન 25 અંતર્ગત નોંધાયેલી NGO છે જે ગ્રાન્ટ અને ફંડિંગના આધારે કાર્યરત છે. ‘પરિણામ’ના ડોનર્સમાં માઇકલ એન્ડ સુઝાન ડેલ ફાઉન્ડેશન, સીટી ફાઉન્ડેશન, HSBC બેન્ક અને કેટલાક વ્યક્તિગત દાતાઓનો સમાવેશ થાય છે. ધીરે ધીરે તેમની કામગીરીની સુવાસ ફેલાતી ગઈ અને દાન મળવા લાગ્યું. પરિણામે, સંસ્થાને નાણાંની કોઈ સમસ્યા નહોતી રહી. “નાણાંની બાબતે હું એકદમ સ્પષ્ટ વિચાર ધરાવતી હતી. મારા મત મુજબ અમારો ઉદ્દેશ્ય વહિવટી ખર્ચ શક્ય હોય તેટલો ઓછો રાખી લોકો સુધી મદદ પહોંચાડવાનો છે. અમે અમારા કોઇ પણ લાભાર્થી પાસેથી નાણાં એકઠા કરતા નથી. અમે મારા પિતાની સંસ્થા ઉજ્જીવન સાથે પણ સંકળાયેલા છીએ. તેઓ અમને સીધુ ફંડિંગ તો નથી આપતા પરંતુ તેઓ અલગ અલગ વિભાગોમાં કાર્ય કરતા લોકોની મદદ અમને જરૂર આપે છે.” મલ્લિકાએ જણાવ્યું.

image


કેવા પ્રકારના પડકારોનો સામનો કર્યો?

શરૂઆતમાં ‘પરિણામ’ના રજીસ્ટ્રેશન વખતે તેમને ઘણી તકલીફ સહન કરવી પડી. તેમના માટે પડકારરૂપ કાર્ય હતું FCRAનું લાયસન્સ મેળવવાનું. “આ કાર્ય કોઇ પણ જાતની લાંચ આપ્યા વગર કરાવવું ઘણું અઘરું હતું અને મારી માતા લાંચ આપવાની બાબતમાં જરા પણ નહોતી માનતી.” આ લાયસન્સ મેળવતા તેમને લગભગ 3 વર્ષ લાગ્યા. શરૂઆતમાં મલ્લિકા કન્સલટન્ટ તરીકે જોડાયા હતા પરંતુ ત્યારબાદ તેમની માતાએ સંસ્થાની ઘણી જવાબદારી મલ્લિકાને સોંપી હતી. “જ્યારે અમે શરૂઆત કરી હતી ત્યારે અમે ફક્ત એક જ હેલ્થ કેમ્પ ચલાવતા હતા અને સાથે કેટલાક શૈક્ષણિક કાર્યક્રમો. પરંતુ હાલ અમે સમર કેમ્પ, નાણાંકીય શિક્ષણને લગતા કાર્યક્રમો પણ ચલાવીએ છે જેનો સીધો લાભ 1.5 લાખ જેટલા લોકોને મળે છે. આ સિવાય અમે 50 હજાર જેટલા બેન્ક એકાઉન્ટ્સ પણ ખોલ્યા છે. અમારો ‘અર્બન અલ્ટ્રા પૂઅર પ્રોગ્રામ’ પણ ખુબ જ પ્રચલિત થયો જેનો સીધો લાભ 30 પરિવારોમાંથી વધીને લગભગ 700 પરિવારોને મળે છે.”

વર્ષ 2013ના અંતમાં મલ્લિકાના માતાનું અવસાન થયા બાદ મલ્લિકા સામે ઘણાં નવા પડકારો ઉભા થયા. જેનો તેણે બહાદૂરીથી સામનો પણ કર્યો. “મારી માતા જેટલી ચોકસાઈથી કામ કરવું, બધાનું ધ્યાન રાખવું, દાતાઓ સાથે વાત કરવી, નાણાંકીય વ્યવહારો સંભાળવા એ તમામ બાબતો સારી રીતે સંભાળવી મારા માટે અઘરી હતી. તેમની ગેરહાજરીમાં સંપૂર્ણ રીતે તેમની જેમ કાર્ય સંભાળવુ ઘણું જ કપરુ હતુ. અમે લગભગ 4.5 વર્ષ સુધી સાથે કામ કર્યું અને તેમની હયાતી નથી. જોકે મારી સાથે મારો એક સુંદર સ્ટાફ છે.”

‘દિક્ષા’- ‘પરિણામ’નો નાણાંકીય શિક્ષણને લગતો કાર્યક્રમ

નાણાંકીય શિક્ષણ એટલે નાણાંને લગતી બાબતોનું પાયાનું શિક્ષણ. બેન્કમાં ખાતુ ખોલાવવું, બચત કરવા જેવી બધી જ બાબતો જે માતા પિતા બાળકોને શીખવે છે. “મને યાદ છે કે જ્યારે આટલું ઉચ્ચ શિક્ષણ લીધા પછી પણ મારે જ્યારે પહેલી વખત બેન્કમાં ખાતુ ખોલાવવા જવાનું હતું, ત્યારે મને એક ડર હતો. ક્યા દસ્તાવેજ માંગવામાં આવશે અને તેની પદ્ધતિ શું હશે. એટલુ જ નહીં, ખાતુ ખોલાવવા પણ મારે મારી માતા સાથે જવું પડ્યું હતું. આ સિવાય મારુ ATM કાર્ડ આવ્યા બાદ તેનો ઉપયોગ કરતી વખતે પણ એક ડરનો અનુભવ થતો હતો. પરંતુ જ્યારે ગરીબ વર્ગની વાત કરીએ તો તેમની આવક નહીવત જેટલી હોય છે અને તેવામાં તેમને ખાતુ તો શું બચતનો પણ વિચાર ન આવે. અને એટલે જ પ્રોગ્રામ ‘દિક્ષા’માં તે લોકોને હિસાબ રાખવા તેમજ ઉધારની ખાઈમાં ધકેલાતા કેવી રીતે બચવું જેવા મુદ્દાઓનું શિક્ષણ આપવામાં આવે છે.”

image


‘અલ્ટ્રા પૂઅર પ્રોગ્રામ’ એ ઈલિયાને ઘોષના મગજનો વિચાર હતો. તેઓ તેમનું ઉચ્ચ શિક્ષણ પૂરું કરીને સીટી બેન્કમાં કામ કરતા હતા. ત્યારબાદ તેમણે તેમના ઘરના ચણતર વખતે જોયું કે કોન્ટ્રાક્ટર્સ મજૂરો પાસેથી કેટલી ખરાબ પરિસ્થિતિમાં કામ લે છે તેમજ તેમનું આર્થિક શોષણ પણ કરે છે. અને આ લોકો હતા ‘અલ્ટ્રા પૂઅર’ જેમના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમણે ‘પરિણામ’ની શરૂઆત કરી.

આ અલ્ટ્રા પૂઅર લોકો એવા વર્ગના છે જેમની માસિક આવક 500થી 1000 રૂપિયાની છે. તેમના ઘરમાં પાણી, વીજળી જેવી સુવિધાઓનો પણ અભાવ છે. તેમના બાળકો તો ભાગ્યે જ શિક્ષણ મેળવે છે. “આ માટે અમે ઘણાં અલ્ટ્રા પૂઅર પ્રોગ્રામ પર રીસર્ચ કર્યું. અમારા રીસર્ચ મુજબ આ પ્રકારના જેટલા પણ કાર્યક્રમો ચાલે છે તે ગ્રામીણ ક્ષેત્રે કાર્યરત છે માટે અમે શહેરમાં ગરીબ લોકો માઇક્રોફાઇનાન્સ મેળવી શકે તેટલી લાયકાત થાય તે માટે કાર્ય કરવાનું શરૂ કર્યું. તે લોકોને ઘરની સંભાળ રાખવી, શાકભાજી વેચવા જેવા કામો કરતા શીખવ્યા. આ સિવાય તેઓ સરકાર તરફથી મળતી આરોગ્યને લગતી સારવાર મફતમાં લેવા હક્કદાર છે ત્યારે આ પ્રકારની સેવાઓ કેવી રીતે લેવી તે પણ શીખવ્યું. તેમને આવકની સાથે નાણાંની બચત અને ખર્ચ વચ્ચેનું શિક્ષણ પણ પૂરું પાડ્યું. આ બધામાં મુખ્યત્વે તેમના બાળકોને યોગ્ય શિક્ષણ મળે તે જોવાનું પણ હતું. પરંતુ તેમની પાસે કોઇ પણ પ્રકારનું માધ્યમ નહોતું જેનાથી તેમને શિક્ષિત કરી શકાય માટે અમે ટ્યુશન સેન્ટર્સની શરૂઆત કરી જેમાં તેઓ પોતાનું ભણતર પૂરું કરી શકે. બાળકોના માતા-પિતા તેમાં પણ ખચકાટ અનુભવતા પણ શિક્ષણની તેમના બાળકો પર અસર જોઇ તેઓ પણ ઉત્સાહિત થઇ ગયા હતા.”

ભણતર માટે ધીરે ધીરે તેમણે કેટલીક શાળાઓ સાથે પણ વાતચીત કરી અને ક્રિસ્ટલ હાઉસ, હોપ ફાઉન્ડેશન, બિલ્ડિંગ બ્લોક જેવી આધુનિક શાળાઓએ આ કાર્યક્રમમાં યોગદાન આપવાનું નક્કી કર્યું. તેમણે ખૂબ જ ઓછા ખર્ચે આ બાળકોને ખૂબ સારી સુવિધા સાથે ભણતર આપવાનું શરૂ કર્યું.

“મારી માતાએ મને હંમેશાં કહ્યું હતું કે આરોગ્યને અને નાણાંને લગતા કાર્યક્રમો કરતા પણ સૌથી જરૂરી છે શિક્ષણને લગતા કાર્યક્રમો. પ્રથમ વર્ષમાં અમારી પાસે 17 બાળકો હતા જ્યારે બીજા વર્ષે 120.”

“પહેલા તો હું અને મારી માતા એવોર્ડથી દૂર જ રહેતા. અમને લાગતું કે આ બધી વસ્તુઓ કરતા માત્ર સારા કામ પર ધ્યાન આપવું વધુ હિતાવહ છે. પરંતુ ત્યારબાદ મને કોઇએ ‘ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ અને ‘સીટી બેન્ક ઇનજેન્યુઇટી એવોર્ડ’ની એપ્લિકેશન મોકલી. આ એવોર્ડ NGO માટે નહીં ખાસ પ્રોગ્રામ્સ માટે હતો. અને તેથી મેં ‘અલ્ટ્રા પૂઅર પ્રોગ્રામ’ માટેની એપ્લિકેશન મોકલી. અને આ પ્રોગ્રામ ઘણો જ નવો હોવાથી અમને એશિયા પેસિફિકનો એવોર્ડ મળ્યો. સાથે જ ઘણી મોટી પ્રેસ કવરેજ પણ!!”