સ્ટાર્ટઅપ્સ માટે હેલ્થકેર ક્ષેત્રમાં રહેલી તકો અને પડકારો

સ્ટાર્ટઅપ્સ માટે હેલ્થકેર ક્ષેત્રમાં રહેલી તકો અને પડકારો

Wednesday April 20, 2016,

2 min Read

રોજગારી અને આવક, બંને દ્રષ્ટિએ આપણા ભારત દેશ માટે હેલ્થકેર સેક્ટર અત્યંત મહત્ત્વનું છે. જ્યાં દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનું પ્રભુત્વ વધી રહ્યું છે ત્યારે હેલ્થકેર સેક્ટરમાં ટેકનોલોજીના કારણે ઘણાં નવા વિકલ્પો અને તકો દસ્તક આપી રહ્યાં છે. સાથે જ ભારત અને એમાં પણ ખાસ કરીને ગુજરાત મેડીકલ ટુરીઝમ ક્ષેત્રે આગેકૂચ કરી રહ્યું છે. તેવામાં નવા આઈડીયાઝ, ટેલીમેડીસીન્સ, એપ્લિકેશન ઈકોનોમીના કારણે હેલ્થકેર સેક્ટરને વધુ બળ મળે તેમ છે. 

સ્ટાર્ટઅપ્સ માટે પણ હેલ્થકેર સેક્ટરમાં ઘણી તકો રહેલી છે. તમને બધાથી અલગ પાડે તેવો કોઈ આઈડિયા અને કોઈ નવીન પ્રોડક્ટ સાથે તમે પણ હેલ્થકેર સેક્ટરનો લાભ લઇ શકે છે. ત્યારે હેલ્થકેર સેગમેન્ટના સ્ટાર્ટઅપ્સ તેમજ આ ક્ષેત્રમાં સફળતાપૂર્વક કામ કરી રહેલા નિષ્ણાતો એક પ્લેટફોર્મ પર આવી એકબીજાને સહયોગ આપી શકે તે માટે 'હેડસ્ટાર્ટ અમદાવાદ'ની આગામી 'સ્ટાર્ટઅપ સેટરડે' ઇવેન્ટની થીમ છે 'સ્ટાર્ટઅપ્સ માટે હેલ્થકેર ક્ષેત્રમાં રહેલી તકો અને પડકારો'.

image


આ ઇવેન્ટનું આયોજન 23 એપ્રિલ, શનિવારના રોજ, AMA ખાતે સાંજે 5:30થી 8:30 દરમિયાન કરાયું છે. જેમાં ડૉ. પુરવ ગાંધી. રાજનદીપ સિંઘ તેમજ રાજકુમાર પોપટ તેમની અત્યાર સુધીની સફર અને અનુભવો શેર કરશે. સાથે જ હેલ્થકેર સેક્ટરમાં પ્રવેશતા પહેલા અથવા તો શરૂઆતના તબક્કામાં સ્ટાર્ટઅપ્સે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કેવી રીતે આ ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય તેનું માર્ગદર્શન અપાશે.

સ્પીકર્સ:

ડૉ. પુરવ ગાંધી, CEO & ફાઉન્ડર, RemedySocial.com

રાજનદીપ સિંઘ, CEO, Kivi Technologies

રાજકુમાર પોપટ, CEO & ફાઉન્ડર, MeraPharmacy.com

આ ઇવેન્ટમાં રજીસ્ટ્રેશન કરવા ક્લિક કરો: Startup Saturday