શું ખરેખર આપણે ચિંતા કરીએ છીએ?

0

ભદ્રા નાનકડું ગલુડીયું છે. તે હજી માત્ર પાંચ મહિનાનું જ છે અને તેણે હાલમાં સમગ્ર દેશમાં લાગણીશીલતાનો જુવાળ ઊભો કર્યો છે. તે મારા શેરુ જેવી છે. મને હજી પણ તેની સામે જોવાની સ્ટાઈલ યાદ છે જ્યારે હું તેને ધ એસપીસીએ હોસ્પિટલમાં જોવા માટે ગયો હતો. તે બિમાર હતો. નાનકડાં રૂમમાં તેની આસપાસ બીજા ઘણાં શ્વાન હતા અને જેવો તેણે મને જોયો કે મારી પાસે દોડી આવ્યો. મેં તેને પ્રેમથી પસવાર્યો. તેની આંખોમાં હું એક આજીજી જોઈ શકતો હતો. તે કહેવા માગતો હતો કે મને અહીંયાથી લઈ જાઓ અને તે જન્મથી જે એપાર્ટમેન્ટ કોમ્પલેક્સ ખાતે રહ્યો છે ત્યાં મૂકી જાઓ. મેં ડૉક્ટર જોડે વાત કરી જેને તેની સારવાર સોંપવામાં આવી હતી. ડૉક્ટરને હજી તેના સ્વાસ્થ્ય અંગે ખાસ માહિતી પણ નહોતી. હું પાછો આવ્યો તો મેં જોયું કે ભદ્રાની જેમ જ તેની આંખો મને સતત શોધી રહી હતી. તેને જીવલેણ ગાંઠ થઈ હતી.

શેરુનો રંગ પણ તેવો જ હતો. તે ભદ્રા કરતા વધારે ઉંચો પણ હતો. મને તેની ઉંમર ખબર નહોતી. તે મારા એપાર્ટમેન્ટ કોમ્પલેક્સનો જ એક ભાગ હતો. હું જ્યારે તેને પહેલી વખત મળ્યો હતો ત્યારે તે ખૂબ જ સ્વસ્થ હતો, તે કાયમ મારી અને મારા બે પેટ જેમને હું ચક્કર મારવા લઈને નીકળતો તેમની પાછળ આવતો. તે પોતાના પર જ આશ્રિત હતો. તે સતત પોતાની પૂંછડી હલાવતો હતો. મારા નાનકડાં ગલુડીયાં ઘણી વખત તેની સામે નારાજગી વ્યક્ત કરતા પણ તે નહોતો કરતો. તે હંમેશા થોડું અંતર રાખીને ચાલતો અને બીજા કોઈ શ્વાનને અમારી નજીક પણ નહોતો આવવા દેતો. તે હંમેશા મારા ગલુડિયાઓને ભસતાં અથવા તેમની નજીક આવતા રખડતા શ્વાનોનું ધ્યાન રાખતો. મને ઘણી વખત તે રક્ષક જેવો લાગતો હતો, તેમની રક્ષા કરતો અને તેની હાજરીમાં અન્ય કોઈ શ્વાન તેમને નુકસાન નહોતા કરી શકતા. તેણે ક્યારેય કોઈને બચકું પણ નહોતું ભર્યું છતાં કેટલાક સભ્યો તેની પાછળ પડ્યા હતા. તેઓ તેને કોમ્પલેક્સની બહાર કાઢી મૂકવા માગતા હતા.

એક દિવસ તેને પસવારવા દરમિયાન મને ખ્યાલ આવ્યો કે તેના વાળ ખૂબ જ સખત છે. પહેલાં તો મેં ખાસ ધ્યાન આપ્યું નહીં. થોડા સમય પછી મેં જોયું કે તેના શરીર પરના વાળ ખરી રહ્યા છે. મેં મારા વેટરનરનો સંપર્ક સાધ્યો તો તેમણે કહ્યું કે, તેને ઈન્ફેક્શન થયું લાગે છે. તેમણે મને કેટલીક દવાઓ આપી જે હું તેને દૂખ અને અન્ય ખોરાકમાં ભેળવીને આપવા લાગ્યો. થોડા સમયમાં જ તફાવત દેખાવા લાગ્યો. તેના શરીર પર સુંવાળા વાળ આવવા લાગ્યા અને તે સ્વસ્થ દેખાતો હતો. એક દિવસ મેં તેના ગળાના ભાગે ઈજા થયેલી જોઈ. તેને સખત પીડા થતી હતી પણ તે રડતો નહોતો. મેં ફરીથી મારા ડૉક્ટરનો સંપર્ક સાધ્યો. મેં તેની ઈજાના ફોટા પાડ્યા અને ડૉક્ટરને બતાવ્યા. ડૉક્ટરે મને એપોઈન્ટમેન્ટ લખી આપી જે મારે તેના ઘા પર લાગવવાની હતી. તેને સખત દુઃખતું હોવા છતાં તે મને દવા લગાવવા દેતો હતો. મારા વેટરનરે મને કહ્યું કે મારે તેને એસપીસીએ, કેનાઈન હોસ્પિટલ ખાતે મોકલવો જોઈએ. મેં એમ્બ્યુલન્સ બોલાવી. તેઓ તેને લઈ ગયા. તે જવા માટે તૈયાર નહોતો અને ખૂબ જ ડરતો હતો.

ભદ્રા સદનસીબ હતી કે બે માળના મકાન પરથી ફેંકી દેવાયા છતાં તેને ખાસ ઈજા થઈ નહોતી. તેના પગમાં ફ્રેક્ચર હતું અને પીઠમાં થોડી ઈજા હતી પણ તે ત્રણ અઠવાડિયામાં સાજી થઈ જાય તેમ છે. લોકોને એ ખબર નહોતી કે તેને ફેંકી દેવાયા પછી તે કેવી રીતે આ ઈજા અને માણસોની ક્રુરતાના આઘાતમાંથી બહાર આવશે. તે સખત પીડામાં હતી અને તેને ખોરાક પાણી પણ આપવામાં આવતા નહોતા. તે ઉપરાંત તેની પીડા વધી ગઈ હતી અને તે ચાલી પણ નહોતી શકતી. કોઈને વિચાર પણ આવે છે કે તે સ્થિતિમાં તે કેવી રીતે જીવી હશે. આપણે માણસો તેનો ક્યારેય અનુભવ કરતા નથી, કારણ કે આપણે તો નાનકડી પીડામાં પણ ડોક્ટર પાસે દોડી જઈએ છીએ. પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ સતત આપણી સારસંભાળ તથા આપણા ભોજન માટે હાજર હોય છે. આ લોકોનું શું.

તે સિવાય બીજો એક શ્વાન હતો જેને હું દરરોજ ભોજન કરાવતો હતો. તેણે અચાનક મારા ફ્લેટ ખાતે આવવાનું બંધ કરી દીધું. મેં આસપાસ તેને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પણ ઘણા દિવસની મહેનત છતાં તે મળ્યો નહીં. એક દિવસ હું મારી કારમાં જતો હતો ત્યાં મને શ્વાનનો અવાજ સંભળાયો. તે મારી કારની આસપાસ દોડતો અને ભસતો હતો. હું કારમાંથી બહાર આવ્યો. તે એ જ શ્વાન હતો જેને હું શોધતો હતો. મેં તેની સામે જોયું સિટી મારી. તે સખત પીડામાં જણાતો હતો. મેં તપાસ કરી તો તેની પૂંછડીમાંથી લોહી નીકળતું હતું. તેને સખત પીડા થતી હતી. ત્યાં મોટો કાપો હતો. મને એમ થયું કે આટલા બધા મહિના પછી તે મારી પાસે જ કેમ આવ્યો. શું તેને ખરેખર કોઈ દાક્તરી મદદની જરૂર હતી. તેને એમ હતું કે આવા સમયે મારી પાસે હૂંફ મળી રહેશે. તે બોલી તો શકતો નહોતો પણ મેં માત્ર ધારી લીધું.

આવી જ એક બીજી ઘટના છે. એક દિવસ હું ઓફિસથી પાછો આવ્યો તો મેં એક શ્વાનને મારા ઘરના દરવાજા પાસે જોઈ જેની પાસે એક નાનકડું ગલુડિયું હતું. મેં ક્યારેય તેમને પહેલાં જોયા નહોતા. હું ઘણા શ્વાનને દરરોજ ખવડાવતો હતો. મેં તેને ક્યારેય જોઈ નહોતી. હું તેની પાસે ગયો. મેં નજીક જઈને જોયું તે ગલુડીયું સાવ નખાઈ ગયું હતું. તે સખત બિમાર હતું. મેં પલ્સ ચેક કરી. મેં તેને થોડું ખાવાનું આપ્યું પણ તે પરાણે ખાઈ શક્યું અને એકાદ બે વાર પૂંછડી હલાવી શક્યું. સામાન્ય રીતે કોઈ ગલુડિયા પાસે જાય તો તેની માતા શ્વાને મને કશું જ ન કર્યું. મેં મારા ડૉક્ટરને ફોન કર્યો. તેમણે મોડી રાત થઈ હોવાથી સવારે આવવા જણાવ્યું.

બીજા દિવસે સવારે મેં જોયું તો તે ગલુડિયાના શ્વાસ બંધ થઈ ગયા હતા અને તેની માતા ત્યાં જ હતી. મને એમ થયું કે તેની માતા તેને અહીંયા જ શા માટે લઈને આવી. તેને કોણે મારું એડ્રેસ આપ્યું હશે. તે અન્ય કોઈ સ્થળે કેમ ન ગઈ. તેને કેવી રીતે ખ્યાલ આવ્યો કે મારા ઘરે આવવાથી કોઈને કોઈ મદદ મળી રહેશે. તે મને તો કહી શકવાની નહોતી અને મને તેની ભાષા સમજાવાની નહોતી. હું જાણું છું કે, હું મારા પેટ્સ મોગુ અને છોટુ સાથે વાત કરી શકું છું. મને ખ્યાલ આવે છે કે તે ક્યારે ખુશ હોય છે અને ક્યારે ભૂખ્યા હોય છે. મોગુ તો પેટ ખરાબ હોય તો મને રાત્રે પણ જગાડે છે અને પોટી માટે બહાર લઈ જવા કહે છે, જો હું ઘણા કલાકો બહાર હોઉં તો તેને ચિંતા ન કરવા કહું છું, તેને એમ પણ કહું છું કે કોઈને પરેશાન ન કરતો અને શાંતિથી રહેજે. ગલીના શ્વાન સાથે તે થોડું મુશ્કેલ છે.

એક દિવસ મારા એપાર્ટમેન્ટમાં એક મહિલાને મેં ખૂબ જ ડરેલી જોઈએ. તેણે કહ્યું કે, તમારા કૂતરા રખડતાં હોય છે અને મને કરડી જશે તેવો ડર લાગે છે. મને હસવું આવતું હતું. આપણી સામાન્ય સમજ એવી જ હોય છે કે કૂતરું બચકું ભરશે. મને પણ હું ત્રીજા ધોરણમાં હતો ત્યારે કૂતરી કરડી હતી. મારી તેમના પ્રત્યેની લાગણી ક્યારેય ઓછી થઈ નહોતી. તે ઉંમર વધતા વધતી જ ગઈ હતી. અત્યારે હું તેમના વગરની મારી જિંદગીની કલ્પના કરી શકતો નથી. હું રખડતાં શ્વાનો સાથે પણ રમ્યો છું. હું જ્યારે પણ તેમને પુચકારતો તો તેઓ પૂંછડી હલાવતા આવી જતા. હું લુધિયાણા પેટ્રોલ પમ્પ ખાતે એક શ્વાનને મળ્યો હતો જેણે મારી સાથે હાથ મિલાવ્યો હતો. મેં તેને બિસ્કિટ આપ્યા હતા. રાની કે જેણે મને ઘણા વરસો પહેલાં બચકું ભર્યું હતું તે પણ ખરાબ નહોતી. તેને ભૂખ લાગી હતી અને હું હાથમાં બ્રેડ લઈને જતો હતો જે તેને જોઈતી હતી. તે મારી પાસેથી તે ખેંચવા મથતી હતી અને અંતે તેણે મને બચકું ભર્યું હતું. જો શ્વાન ખરેખર માણસોને નુકસાન કરતા હોય કે બચકાં ભરતા રહેતા હોય તો શેરુએ કેમ મને કે મારા કૂતરાંને કશું ન કર્યું. અથવા તો એ બધા જ જેમને હું ખવડાવતો હતો તે બધાએ કેમ ન કર્યું. તેમણે ક્યારેય નહોતું કર્યું. તેમને તો મારી હાજરીમાં વધારે સારું લાગતું હતું. તેઓ મારી સામે કૂદતા, ભસતા પણ મને ડરાવવા કે કરડવા નહીં પણ મારા પ્રત્યે લાગણી રજૂ કરવા અને મારી સાથે રમવા માટે. મેં ક્યારેય માણસ અને પ્રાણી વચ્ચે જંગ નથી જોયો.

શેરુ પોતાના અંતિમ સમયમાં તે સ્થળ છોડવા નહોતો માગતો જ્યાં તે રહ્યો હતો. હું તેને મદદ કરવા માગતો હતો. કોને ખબર હતી કે મારી હોસ્પિટલ લઈ જવાની કામગીરી તેના મનોબળને તોડી નાખશે અને તેનું જીવન ઘટાડી દેશે. હોસ્પિટલ ગયા બાદ તે બે અઠવાડિયા જીવ્યો અને એક દિવસ બપોરે તે ફસડાયો અને પછી ક્યારેય ઊભો ન થયો. મને જ્યારે ડૉક્ટરે તેના મોતની વાત કરી ત્યારે મને ઘણી પીડા થઈ. મને સતત ગુનાની લાગણી થતી હતી. મને મારા ઘરના દરવાજે મરી ગયેલા ગલુડિયા માટે પણ ગુનાની લાગણી થઈ. હું તે રાત્રે તે ગલુડિયાને હોસ્પિટલ ન લઈ ગયો તે બદલ મેં તેની માતાની માફી પણ માગી. મને તે બધા માટે દુઃખ થયું જેમને હું દરરોજ ભોજન કરાવતો હતો પણ યોગ્ય સાથ આપી શકતો નહોતો. તે લોકોને પણ સ્વમાન સાથે જીવવાનો અધિકાર છે. આપણા આ વિકસિત સમાજની ઘેલછામાં આપણે તેમની પીડાને સમજી શકીએ છીએ. મારો વિશ્વાસ કરો તેઓ ખૂબ જ પ્રેમાળ પ્રાણી છે. તેઓ તમારા પ્રેમના બદલામાં માત્ર પ્રેમ આપી શકે છે.

હું એવા એકપણ માણસને નથી મળ્યો જે એમ ન કહતો હોય કે કૂતરાં બચકાં નથી ભરતા. હું એવું નથી કહેતો કે તેઓ કરડતાં નથી, તેઓ બચકાં ભરે છે પણ ત્યારે જ જ્યારે તેમને પોતાને ભય હોય અથવા તો કોઈ મારતું હોય. તેઓ ભૂખ અને તરસથી પીડાતા હોય ત્યારે પણ કરડતા હોય છે, કારણે કે તેમને ખોરાક પાણીની જરૂર હોય છે. ગામડાંમાં કૂતરાને જૂની પરંપરા પ્રમાણે ભોજન અને પાણી આપવામાં આવે છે પછી તે પરંપરા હોય કે ધર્મના નામે હોય. ત્યાં માણસ અને પ્રાણી વચ્ચે કુદરતી સંબંધ હોય છે. શહેરોએ તેમને અનાથ કરી નાખ્યા. કૂતરા માટે કોઈ સુરક્ષિત જગ્યા જ નથી. તેઓ ખૂબ જ ખરાબ સ્થિતિમાં રહેતા હોય છે અને મોટાભાગે તો રસ્તા પર જ રહેતા હોય છે અને અનેક વાહનો નીચે કચડાઈને જીવ ગુમાવતા હોય છે. આપણે તેમને એકલા પાડ્યા, તેમને પરેશાન કર્યા, પીડા આપી અને છતાં આપણે તેમને જ દોષ દઈએ છીએ.

લેખક પરિચયઃ આશુતોષ

આશુતોષ ટીવીના ભૂતપૂર્વ એન્કર, પત્રકાર છે. તેઓ અત્યારે આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે.

(અહીં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે.)