મુશ્કેલીઓને મ્હાત, સ્વપ્નને ઉડાન અને સાકાર થયું અદિતિનું ‘EngineerBabu’

0

જ્યારે કોઈ અદિતિ ચૌરસિયાને એમ કહે છે કે, તે એક છોકરી છે અને માટે આ કામ નહીં કરી શકે. ત્યારે અદિતિ તે કામ ત્યાં સુધી નથી મૂકતી કે જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે પૂર્ણ ન કરી લે. અદિતિ ચૌરસિયા સહ સંસ્થાપક છે ‘EngineerBabu’ની. તે આઈટી સાથે જોડાયેલી કંપની છે. જે ડિઝાઈનથી લઈને તેની સારસંભાળ સુધીનું તમામ કામ કરે છે. આ કંપની એનરોઈડ અને આઈઓએસ એપના વિકાસ, વેબ ડિઝાઈનનું કામ કરે છે. અદિતિનો જન્મ ખુજરાહોના એક નાનકડા ગામ મલેહરામાં થયો હતો. જ્યાં મહિલાઓની કંઈ ખાસ ઓળખ નથી. પરંતુ અદિતિના સ્વપ્ન આકાશથી પણ ઉંચા હતા, અને તેના માટે તેની દાદીએ તેને પ્રોત્સાહન પૂરુ પાડ્યું. અંગ્રેજી સ્કૂલમાં અભ્યાસ માટે તે દરરોજ 18 કિલોમીટર દૂર જતી હતી. તે સ્કૂલની બસમાં આવ જા કરતી હતી. અંગ્રેજી સ્કૂલમાં અભ્યાસ કરવાના કારણે ધીરે ધીરે લોકો તેના ચરિત્ર પર પ્રશ્ન ઉભો કરવા માંડ્યા.

સ્કૂલમાં શરૂઆતના સમયમાં જ અદિતિની દુનિયા બદલાઈ ગઈ. જ્યારે તે પાંચમા ક્લાસમાં હતી ત્યારે તેને પ્રથમ ડિવીઝન આવ્યો હતો, અને તેના મિત્રને ફર્સ્ટ રેન્ક આવ્યો હતો. જો કે ત્યારે અદિતિ આ વચ્ચેનું અંતર નહોતી સમજતી. તો તે પોતાના મિત્ર પાસે ગઈ અને તેને અભિનંદન આપ્યા, અને કહ્યું કે તે પણ પ્રથમ ડિવિઝન સાથે ઉત્તીર્ણ થઈ છે. તો તેના મિત્રે કહ્યું કે, તું માત્ર પ્રથમ ડિવિઝન સાથે પાસ થઈ છો. તેનો કોઈ મતલબ નથી. બસ ત્યારથી જ અદિતિની જીંદગી બદલાઈ ગઈ. અદિતિને વિશ્વાસ હતો કે, જો કોઈ નિર્ણય કરી લેવામાં આવે તો તે કામ કરવું જ છે, અને કામને લઈને લગન સાચી હોય તો કામ જરૂર સફળ થાય છે.

અદિતિનું કહેવું છે કે દરેક વ્યકિતની મગજશક્તિ એકસમાન હોય છે. બસ જરૂરીયાત હોય છે તેના ઉપયોગ માટે એક ઝનૂનની. તેણે સખત મહેનત શરૂ કરી, અને અભ્યાસની સાથોસાથ અન્ય પ્રવૃતિમાં પણ પોતાનું ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. તે એવું કરવા ઈચ્છતી હતી કે જે અન્ય ન કરી શકે. આ માટે તેણે કવિતા લખવાનું શરૂ કર્યું. જ્યારે લોકોએ તેને કહ્યું કે તે પીએમટીની પરીક્ષા પાસ નહીં કરી શકે, કારણકે તે ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં નબળી છે. તો તેણે આ બન્ને વિષયોમાં સખત મહેનત કરી સૌથી વધુ માર્કસ મેળવ્યા. અદિતિ પાયલોટ બનવા ઈચ્છતી હતી. પરંતુ પરિવારની નાણાંકીય સ્થિતિ સારી ન હોવાને કારણે તેનું આ સ્વપ્ન પૂર્ણ ન થઈ શક્યું. પરંતુ તેણે પોતાના સપનાને મરવા ન દીધું. બલ્કે તેને નવી દિશા આપી. જ્યારે તે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે તેના નાના ભાઈનો જન્મ થયો. તે માનસિક રીતે થોડો બિમાર હતો, અને ડૉક્ટર તેની સારી રીતે સારવાર ન કરી શક્યા અને જ્યારે 10મા ધોરણમાં હતી ત્યારે તેના ભાઈનું અવસાન થયું.

ભાઈના મોતને કારણે અદિતિ તૂટી ગઈ. ત્યારે તેણે નિર્ણય કર્યો કે તે અન્ય બાળકોને બચાવવા માટે ન્યૂરો સર્જન બનશે.અને સ્કૂલના અભ્યાસ બાદ તેણે સતત ત્રણ વર્ષ સુધી ડૉક્ટર બનવા માટે પ્રયત્ન કર્યો. પરંતુ તેને પ્રવેશ ન મળ્યો. આથી તે ખૂબ નિરાશ થઈ. અને પોતાની કવિતાને તેની હિંમત બનાવી. વર્ષ 2009માં કેટની પરીક્ષા દરમિયાન તેની મુલાકાત મયંક સાથે થઈ, જે પછીથી તેનો ખૂબ સારો મિત્ર બની ગયો. મયંકે અદિતિના દુ:ખોને સમજ્યા, અને તેને આ હાલતમાંથી બહાર નિકળવામાં મદદ કરી. અદિતિએ અનુભવ્યું કે તેના હજુ અનેક સપનાઓ છે. આથી તે તે સપનાઓને પૂર્ણ કરવા માટે આગળ વધવા લાગી. વર્ષ 2013માં એમબીએના અભ્યાસની સાથોસાથ તિતલિંયા ક્રિએશનમાં હેન્ડમેડ કાર્ડ બનાવવાની શરૂઆત કરી, અને આ કામમાં તેને નફો પણ થવા લાગ્યો, ત્યારે તેણે વિચાર્યું કે એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેના કામને આગળ વધારશે. પરંતુ એવું ન થઈ શક્યું. કારણકે, એમબીએ કર્યા બાદ અદિતિનો પરિવારના લોકો તેના પર નોકરી કરવા કે ઘર પરત ફરવા માટે દબાણ કરવા લાગ્યા. ત્યારે અદિતિ પાસે નોકરી શોધવા સિવાય અન્ય કોઈ ઉપાય ન રહ્યો.

‘EngineerBabu’ની શરૂઆત ગત્ત વર્ષે બે લોકોએ સાથે મળીને કરી છે.ત્યારે અદિતિ ઈન્દોરમાં એક મેનેજમેન્ટ સંસ્થામાં શિક્ષક તરીકે નોકરી કરી રહી હતી. જેથી કરીને તેના પરિવારના લોકો તેને લગ્ન અને નોકરી માટે દબાણ ન કરે. અદિતિએ પોતાના આ કામની જાણકારી અન્ય કોઈને નહોતી આપી. અને તે ચૂપચાપ પોતાના કામ સુધી પહોંચવા લાગી. તેની મહેનત રંગ લાવી. અને બે લોકોથી શરૂ થયેલી કંપનીમાં એક વર્ષની અંદર જ 50 લોકો કામ કરવા લાગ્યા. શરૂઆતમાં અદિતિએ અભ્યાસનું કામ ચાલુ રાખ્યું. પરંતુ જ્યારે તેની કંપની દુનિયાભરના 500 લોકો સાથે કામ કરનારી કંપની બની તો, તેણે નોકરી છોડવી પડી. ‘EngineerBabu’ના બીજા સહસંસ્થાપક મયંક છે. અદિતિ માને છે કે, જો કર્મચારી ખુશ હોય, ગ્રાહક ખુશ હોય અને સખત મહેનત કરવામાં આવે તો લક્ષ્ય મેળવવું મુશ્કેલ નથી. આજે અદિતિ એ વાતને લઈને ખુશ છે કે તે એક એ જગ્યા પર પહોંચી છે કે જે અન્યને નોકરી આપી શકે.

અદિતિનું કહેવું છે કે, શરૂઆતમાં અનેક રાત્રિ તેણે રડી રડીને પસાર કરી છે. પરંતુ ધીરે ધીરે આશા થકી તે આ કપરા સમયમાંથી બહાર નિકળી શકી. અદિતિ પોતાની દાદીને સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત માને છે. આ ઉપરાંત ક્રિસ્ટોફોર અને અબ્દુલ કલામનું પુસ્તક ‘વિંગ્સ ઓફ ફાયર’થી પ્રેરણા મેળવે છે. અદિતિ માને છે કે, આ પુસ્તકો વાંચવાને કારણે તેને પડકારો સામે લડવાની હિંમત મળે છે.

એક મહિલા હોવાને કારણે અદિતિનું માનવું છે કે, જે દિવસે દુનિયામાં મહિલાઓને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. તે તેની જિંદગીનો સૌથી સારો દિવસ હશે. અદિતિને ડાંસ ખાસ કરીને વેસ્ટર્ન અને હિપ હોપ તેમજ નવા લોકોને મળવાનું ખૂબ જ પસંદ છે. ભવિષ્યમાં તેની યોજના દુનિયાભરમાં પ્રવાસની છે. અદિતિ પોતાના ગામની મહિલાઓના વિકાસ માટે ઘણું બધું કરવા ઈચ્છે છે. જેથી કરીને તે મહિલાઓ શિક્ષણ મેળવી પુરુષો સાથે કદમથી કદમ મિલાવી ચાલી શકે. પોતાના ભવિષ્ય વિશે તે એક કવિતા થકી પોતાનો ભાવ પ્રગટ કરે છે.

તારો કી ચમક ફીકી પડ જાયે, ઉસ નૂર કી તલાશ હૈ

વક્ત ભી મેરે પીછે આએ, ઉસ ગુરુ કી તલાશ હૈ,

ઈરાદો કી ચમક રોશન હૈ,

મગર વો મંઝિલ મેરે લિયે પલકે બિછાએ, ઈસ એક દિન કી તલાશ હૈ!


લેખક- તન્વી દુબે

અનુવાદક- YS ટીમ ગુજરાતી

Related Stories