ના 'આયા', ના 'GAIA' ડોલી કુમાર તો અહીં લાંબા સમય સુધી ટકી રહેશે!

ના 'આયા', ના 'GAIA' ડોલી કુમાર તો અહીં લાંબા સમય સુધી ટકી રહેશે!

Tuesday December 01, 2015,

5 min Read

સુંદરતા વધારતા ઉત્પાદનો પાછળ ઘેલી ડોલી કુમારને લાગતું કે હું મારા માટે કાઈ પણ કરવા સમર્થ નથી! અને એક વાર તેને અચાનક સમજાઈ ગયું કે બાહ્ય સુંદરતા કરતા સારા સ્વાસ્થ્યનું મહત્વ વધુ છે અને અસલી સૌંદર્ય તો અંદરથી આવે છે!

તે કહે છે,

"તંદુરસ્ત સ્વાસ્થ્ય નથી, તો તમે કેવા ને ગમે કેટલા સૌંદર્ય પ્રસાધનો વાપરો છો, તેનું કોઈ મહત્વ નથી. માટે જ હું સુદરતાથી આગળનો વિચાર લાવી છું. મેં ઘણા વર્ષો સૌંદર્યના ક્ષેત્રમાં કામ કર્યું, પણ તે છોડી મેં ભારતના શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટેનાં ખાદ્ય વસ્તુઓનું નિર્માણ કરવા GAIAની સ્થાપના કરી. ગ્રીકમાં તેનો અર્થ છે: પૃથ્વીની દેવી."

આ નામને અનુરૂપ જ ડોલીની કંપની કુદરતી સામગ્રીનો જ ઉપયોગ કરે છે. તે કહે છે કે ધરતી અને માનવ બંનેમાં પુનઃ સર્જનની ક્ષમતા રહેલી છે. અને તેમના ઉત્પાદનો લોકોને યુવા હોવાની અનુભૂતિ આપે છે! અને તે જ ઈરાદા સાથે તેને તૈયાર પણ કરવામાં આવે છે!

image


2009માં દિલ્હીમાં અત્યંત સામાન્ય શરૂઆત કરનાર GAIA આજે માત્ર 6 વર્ષના સમયમાં એક બ્રાંડ બનીને ઉભરી છે, અને પોતાની ટીમ સાથે આખા દેશમાં જ્યારે કેલોગ્સ અને નેસ્લે જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ સામે અનેક ગણા મોટા ઓપરેશન્સ, સંસાધનો અને ટીમો સાથે એક અનોખી ઓળખ બનાવવામાં સફળ રહી છે.

ડોલીની કારકિર્દીનો સતત ચડતો ગ્રાફ

ડોલી પોતાની સફળતાનો શ્રેય પોતાના મળેલા અનુભવ, કામ કરવાના ઝનૂન, મૂલ્યો તથા લોકો પ્રત્યેની સહાનુભૂતિને આપે છે. તે માને છે કે GAIA પોતાના જ વ્યક્તિત્વ અને સિદ્ધાંતોનો વિસ્તાર છે. બ્રાન્ડની સફળતા પાછળ ઘણી બાબતો તે વાતને પ્રતિબિંબિત કરે છે.

ડોલી જન્મી દિલ્હીમાં. સાલ હતી 1972. નાગપુરમાં બેચલર ઓફ ટેકનોલોજી ઇન કોસ્મેટીક એન્જીનિયરીંગ પૂરું કર્યું. એમ.બી.એ. બાદ પોતાની કારકિર્દી શરુ કરી અને તેને ખૂબ જલદી કલરબાર કોસ્મેટીક્સમાં સહાયક નિર્દેશકના રૂપે કામ કરવાનો મોકો મળી ગયો. નવા જમાનાના સૌંદર્ય પ્રસાધનો આપવામાં તેની મહત્વની ભૂમિકા રહી. સતત કાર્યશીલ રહેવાના સ્વભાવ અને તેની ધીરજે તેને આગળનું પગલું ભરવામાં ખૂબ મદદ કરી.

કલરબારમાં સીઈઓ પદે પહોંચીને થોડા જ સમયમાં તેણે GAIAની સ્થાપના કરવા કંપનીમાંથી રાજીનામું આપી દીધું. પોતાની જ પ્રોડક્ટની બ્રાંડ બનાવી છૂટક વેચવાનું શરુ કર્યું. જેમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની ચીજો મુખ્ય હતી. તેને પોતાની પૈતૃક સંસ્થા માટે ઉત્પાદો શરુ કરનાર એક બીજી કંપની 'કોસ્મિક ન્યુટ્રાકોસ'ની પણ સ્થાપના કરી. આજે આ કંપની ભોજન તૈયાર કરવા ઉપરાંત તેને પેક કરે છે. સ્વાસ્થ્ય સપ્લીમેન્ટ અને વ્યક્તિગત દેખભાળ કરનાર પ્રોડકટ્સનું નિર્માણ કરે છે. વળી દેશના નામી બ્રાંડો માટે લેબલિંગનું કામ પણ કરે છે.

તે કહે છે,

"મારી કારકિર્દી ક્યારેય યોજનાબદ્ધ રીતે આગળ નથી વધી. મારા ક્ષેત્રમાં એક જ પ્રકારનું કામ કરીને હું ઉબાઈ ગઈ હતી. મને અહેસાસ થયો કે લોકોના સ્વાસ્થ્ય માટે વચન આપે તેવી કોઈ જ પ્રોડક્ટ બજારમાં હતી જ નહીં. મેં આ જ વિચારથી સ્વાસ્થ્યની દેખભાળ કરે તેવા સપ્લીમેન્ટસ અને વિકલ્પો આ બે ક્ષેત્રમાં કામ ચાલુ કરી દીધું."

ડોલીને અફસોસ એ વાતનો છે કે હાર્ટએટેક આવે ત્યારે લાખોનો ખર્ચ કરવા તૈયાર થાય છે, તેવા લોકો સલામત સ્વાસ્થ્ય ઉત્પાદોની વાત આવે ત્યારે તેની ઉપેક્ષા કરે છે.

સફળતાના માર્ગે આવેલા પડકારો...

પોતાના પરિવારમાં પ્રથમ જ વ્યાવસાયિક સફળતા મેળવનારી ડોલી શરૂના દિવસોને યાદ કરે છે. તેને યોગ્ય પ્રતિભાઓને આકર્ષવા એ સૌથી મોટો પડકાર લાગ્યો કે જે લોકો સમાજમાં જઈને લોકોને તેમના જ સપનાઓ વેચી શકે.

image


તે કહે છે,

"હું માત્ર એટલું જ કહીશ કે હું ભગવાનની અત્યંત કૃપાપાત્ર છું. જે કોઈ મારી સાથે કામ કરવા યોગ્ય માણસો મને મળ્યા, તે બધા મારી સાથે ટકી ગયા અને આજે પણ તેઓ મારી સાથે કામ કરે છે."

2009-2010 માં બજારમાં ઉતર્યા પછી GAIA બે જ વર્ષમાં એક બ્રાંડ તરીકે પોતાની અલગ પહેચાન બનાવી છે અને આજે તેના ઉત્પાદો ભારતની 20000 દુકાનોમાં વેચાઈ રહ્યા છે. ડોલી માટે છૂટક વેપાર બહુ જ કઠીન કામ છે. શરૂમાં તો તેઓ બજારમાં પોતાની પ્રોડક્ટ વિશેની ગ્રાહકોની માન્યતાઓ ચકાસવા જતા. ડોલીને અનુભવ થયો કે લોકો એવું બોલતા કે આવી તો કાંઈક પ્રોડકટ્સ આવે ને જતી રહેશે. કેમ કે આનું તો નામ પણ એવું જ છે 'ગાયા'! અને જ્યારે દુકાનદારો કહેતા કે નવું તો છે, પણ લોકો ખરીદે છે! આ સાંભળીને એમને ખૂબ પ્રોત્સાહન મળતું. ધીરે ધીરે ઘણા વિક્રેતાઓએ માલ રાખવાનું ને વેચવાનું ચાલુ કર્યું અને લોકો તેને ખરીદતા ગયા.

વિસ્તારની યોજનાઓ...

GAIA હવે પોતાના અનેક ઉત્પાદોની સાધારણ શ્રેણીમાં લઇ બજારમાં આવી રહી છે ,જે મુખ્ય તો ડાયાબીટીસના દર્દીઓ માટે હશે, ઉપરાંત રમતના શોખીનો માટેની પણ એક શ્રેણી લાવી રહી છે.

ડોલી ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવામાં પોતે જ પોતાને રોલમોડેલ માને છે અને કહે છે,

"ઝનૂન, અનુશાસન અને કઠોર મહેનત આ ત્રણ જ શિખર પર પહોંચવાનાં સૌથી મોટાં રહસ્યો છે."

તે કહે છે કે કામ અને પોતાના જીવન વચ્ચે સંતુલન સાથે તે શાંતિપૂર્ણ જીંદગી જીવી રહી છે. પોતાની માતા અને સાસુ પાસેથી પણ પ્રેરણા લે છે અને પોતાના કામ સાથે પરિવારની જવાબદારીઓ પણ નિભાવી રહી છે.

તેના પતિ એક બહુરાષ્ટ્રીય કંપનીમાં ઊંચા હોદ્દા પર છે, પુત્ર બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ માટે અમેરિકામાં છે.

ડોલી સંગીતની શોખીન છે અને વ્યાયામ તથા યોગ તેના અન્ય પ્રેરણાસ્રોત છે. તે કહે છે,

"આ ઉપરાંત યાત્રા કરાવી, જુદા જુદા લોકોને મળવું અને તેમની સંસ્કૃતિ વિશે જાણવું તેમાં મને અકથ્ય આનંદની અનુભૂતિ થાય છે."

લોકો પહેલાં તેને માત્ર ઉપદેશ આપનાર તરીકે જોતા, હવે તેની સફળતાનો આ સંકેત સમજવો જોઇશે. તે આજે એક સ્વસ્થ જીવનશૈલી અપનાવીને પોતાની બ્રાંડનું સૂત્ર 'ફિલ યંગર, લિવ લોંગર' જીવવાનો પ્રયાસ કરી રહી છે.

લેખક- સાસ્વતિ મુખર્જી

અનુવાદક- YS ટીમ ગુજરાતી

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો