એક સમયે ચાલીમાં રહી STD બૂથ ચલાવતાં અરૂણ આજે 140 કરોડની ટ્રાવેલ કંપનીના માલિક!

1

એક સમયે 49 વર્ષીય અરૂણ ખરાટ પૂણેની ચાલીમાં રહેતા અને STD બૂથ ચલાવતાં. અને આજે, અરૂણ શહેરના અતિ પ્રતિષ્ઠિત વિસ્તારમાં રહે છે, અને 'વિંગ્સ ટ્રાવેલ્સ' નામની કંપનીના માલિક છે. 'વિંગ્સ ટ્રાવેલ્સ' એક એક કાર રેન્ટલ, રેડિયો કેબ અને સ્ટાફ ટ્રાન્સપોર્ટને સંભાળતી કંપની છે જેમાં 600 લોકો કામ કરે છે અને તેનું વાર્ષિક ટર્નઓવર રૂ.140 કરોડ છે.

શરૂઆતના દિવસોમાં, અરૂણને ક્યારેય ભણવામાં રસ ન હતો. અને ભણવાના પુસ્તકો તેના ભાઈને આપી દેતા જે આજે ડૉક્ટર છે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપ્યા બાદ, અરૂણ તેના કાકાની ચપ્પલની દુકાનમાં સમય પસાર કરવા લાગ્યા. અરૂણ પોતાનો ધંધો કરવાના વિચારથી ઘણાં જ પ્રભાવિત હતાં. ત્યારબાદ અરૂણ સરકારી પોલિટેક્નિક કોલેજમાં જોડાયા અને ડીપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો.

આવનારા થોડા વર્ષોમાં, ઘણી નોકરીઓ બદલ્યા બાદ, અરૂણે પોતાનો ટ્રાવેલ બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય કર્યો. તેમણે એક STD બૂથથી શરૂઆત કરી અને ધીરે ધીરે પ્રાઈવેટ બસ કંપનીના ટિકિટ એજન્ટ બન્યા. વર્ષ 1993-94માં તેમણે ગાડી ભાડે આપવાનું કામ શરૂ કર્યું. વર્ષ 1996માં તેમણે પોતે જ ગાડીઓ ખરીદવાનું અને ધીરે ધીરે ધંધો જમાવવાનું શરૂ કર્યું.    

આજે, 'વિંગ્સ ટ્રાવેલ્સ'ની કેબ્સ દેશના 9 શહેરોમાં- મુંબઈ, પૂણે, ગુરગાંવ, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ, ચંડીગઢ, અમદાવાદ તેમજ વડોદરા કાર્યરત છે. તેમણે પોતાનો આ ધંધો થાઈલેન્ડ સુધી વિસ્તાર્યો છે. અરૂણે, ધ વિકેન્ડ લીડરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું,

Image : (L) – The Hindu Business Line; (R) – Click India
Image : (L) – The Hindu Business Line; (R) – Click India
"આજે અમારી કંપની પાસે 475 જેટલી ગાડીઓ છે. 800થી વધુ લોકો માલિક ચાલક સ્કીમ હેઠળ અમારી સાથે કામ કરી રહ્યાં છે તો 5,500 જેટલી કેબ્સ કોન્ટ્રાક્ટ પર ચાલે છે."

અરૂણની 'વિંગ ટ્રાવેલ્સ'ને અન્યોથી અલગ પાડતી બાબત છે કે તેઓ નવીનીકરણ પર ભરોસો રાખે છે. આ વર્ષની શરૂઆતમાં, વિંગ્સ ટ્રાવેલ્સે, મુંબઈની LGBT કમ્યુનિટીના 300 જેટલા સભ્યોને પ્રાઈવેટ ટેક્સી ચલાવવા માટેની તાલીમ આપી હતી. હમસફર ટ્રસ્ટ સાથે ભેગા મળી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો જેથી LGBT કમ્યુનિટીને સારી તકો મળી રહે.

તેવી જ રીતે, બેંગલુરુમાં અરૂણ, તેમની કેબ્સમાં SOS ફીચર લાવ્યા જે કોઈ પણ યાત્રીની બૂમોથી સક્રિય થઇ જાય છે. આ અંગે અરૂણે ધ ન્યૂ ઇન્ડીયન એક્સપ્રેસને જણાવ્યું, 

"જો એવું લાગે કે કોઈ યાત્રી (કેબમાં મુસાફરી કરનાર) કોઈ મુશ્કેલીમાં છે, તો SOS ફીચર દ્વારા અમને તરત માલૂમ પડી જાય છે અને સ્ટાફ વહેલામાં વહેલી તકે અન્ય કેબને મદદ માટે મોકલી આપે છે."Related Stories