કલાકાર, અભિનેતા, મોડલ, સંગીતકાર અને ફિલ્મ નિર્માતા સહુને એક મંચ ઉપર લાવતો ‘Greenroom’

0

ટેલીવિઝન ઉદ્યોગમાં 10 વર્ષ કરતાં પણ વધારે અનુભવ, સ્ટાર પ્લસ અને એનડીટીવીમાં કામ કર્યા બાદ લક્ષ્મી બાલસુબ્રહ્મણ્યમે ‘Greenroom’ની સ્થાપના કરી. તેના સહસ્થાપક પ્રવીણ કોકા એક તકનિકી ઉદ્યોગસાહસિક, સંશોધક અને ઉત્પાદન નિષ્ણાત છે. પ્રવીણે ભારત અને અમેરિકા બંનેમાં એક જીપીએસ તેમજ આરએએફ ટેકનોલોજી આધારિત ઉદ્યોગની શરૂઆત કરી અને સફળતાપૂર્વક તેને આગળ વધાર્યા. ‘Greenroom’ને આગળ વધારવા માટે તેમણે આ વર્ષની શરૂઆતમાં તે બંને ઉદ્યોગ પણ છોડી દીધા.

‘Greenroom’ એક પ્રતિભાબજાર છે. અહીં કલાકાર, કર્મચારીઓ કે કામદારો અને સાધનોનાં નિર્માતાઓ એકબીજા સાથે જોડાઈને કામ કરવા માટે સહયોગ સાધી શકે છે. લક્ષ્મીનાં મનમાં ‘Greenroom’નો વિચાર ગયા વર્ષે મુંબઈથી બેંગલુરું સ્થાયી થવા દરમિયાન આવ્યો હતો. તેઓ કોર્પોરેટ ફિલ્મોમાં એક સ્વતંત્ર નિર્માતા તરીકે કામ કરવા માટે આ શહેરમાં આવ્યાં હતાં. “મને એવો વિચાર આવ્યો કે જો હું આ ક્ષેત્રમાં 10 કરતાં વધારે વર્ષથી કામ કરી રહી છું તેમ છતાં મારે નવાં શહેરમાં શૂન્યથી શરૂઆત કરવાની છે. મને મારી ફિલ્મ માટે કલાકારો અને અન્ય કામદારો શોધવા અવિશ્વસનીયરૂપે મુશ્કેલીભર્યું કામ લાગતું હતું. અને હું સાચા માણસો સુધી પહોંચવા માટે મારા સહયોગીઓ અને જૂના સાથીદારોને કહી રહી હતી.” લક્ષ્મી જણાવે છે.

આ વાતે લક્ષ્મી અને પ્રવીણને વિચારવા માટે મજબૂર કરી દીધાં. આ સમસ્યાનું સમાધાન શોધવાથી માત્ર લક્ષ્મીને વસ્તુઓને ક્રમબદ્ધ કરવામાં મદદ ન મળી પરંતુ તેના કારણે કાસ્ટિંગ તેમજ કર્મચારીઓની અને કામદારોની ભરતીની પ્રક્રિયા પણ બદલાઈ ગઈ.

લક્ષ્મી કહે છે કે એક તરફ પ્રદર્શનકળા કે તકનિકીની અપાર રચનાત્મક પ્રતિભા હોય છે. પણ તેમને ‘બ્રેક’ મેળવવા માટે ચર્ચા અથવા સંપર્કો પર આધાર રાખવો પડે છે. બીજી તરફ કાસ્ટિંગ અને કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા ખૂબ જ થકવી દેનારી અને ભાગદોડ ભરેલી હોય છે. અમે આ જ સમસ્યાનું સમાધાન મેળવવા ઇચ્છતા હતા. અમે કેટલાક સાધન નિર્માતાઓ, કલાકારો અને કામદારોની કેટલીક જરૂરીયાતોને પહેલેથી જ સફળતાપૂર્વક પૂરી કરી ચૂક્યાં હતાં. તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્લેટફોર્મ સરળ રીતે કામ કરે છે. અહીં આ સાઇટ પર અભિનેતા, કલાકાર, મોડલ, સંગીતકાર અને ફિલ્મ નિર્માતા પોતાની પ્રોફાઇલ બનાવી શકે છે જેને નિર્માતાની ટીમ દ્વારા જોઈ શકાય છે. તેવી જ રીતે સાધન નિર્માતાઓ પોતાની સાઇટ ઉપર તેમની જરૂરીયાતો પોસ્ટ કરી શકે છે.

“અમે ખરા અર્થમાં સાચી પ્રતિભાઓની નોંધણી અમારી સાઇટ પર કરી છે. અને અમે શરૂઆતના કેટલાક જ મહિનાઓમાં તેમની સાથે સારા સંબંધો વિકસાવી લીધા છે.” લક્ષ્મીએ કહ્યું.

પોર્ટલની સ્થાપના બાદ આ જોડીએ ફેસબૂક પર પણ પોતાના સાહસની જાહેરાત કરી છે. તેમણે કેટલાક તાલીમી લોકો સાથે વેચાણ અને પડતર સાથે કામ કરતાં કેટલાક તકનિકી લોકોની ભરતી કરી છે. લક્ષ્મી જણાવે છે કે અમે હાલમાં સ્વતંત્ર મીડિયા પ્રોફેશનલ્સની ભરતી કરી છે. જેઓ વિવિધ ક્ષત્રે (ફિલ્મ, સંગીત) વિશેષજ્ઞ તરીકે અમારી સાથે કામ કરવા માગે છે.

મોટાભાગની નવી કંપનીઓની જેમ તેમને પણ પોતાની મૂળ ટીમના સભ્યો શોધવામાં મુશ્કેલી પડી હતી. તેઓ વધારે પગાર ચૂકવી શકે તેમ નહોતું. તેથી તેમણે એવા લોકોની ભરતી શરૂ કરી કે જે નવી કંપનીના પડકારજનક વાતાવરણ વચ્ચે કામ કરવા માટે તૈયાર હોય અને ખરા અર્થમાં કંપની વિશે સમજી શકતા હોય.

માર્ચથી શરૂ કરવામાં આવેલા ‘Greenroom’માં પ્રતિ માસ 30 ટકાના દરે વધારો થયો છે. હાલ તેના 4 હજાર જેટલા વપરાશકારો છે અને 150 લોકો તેમાં નોકરી કરી રહ્યા છે.

લક્ષ્મી જણાવે છે, “આજની તારીખે ‘Greenroom’ની જેમ ઓફ/ઓનલાઇન કાસ્ટિંગ તેમજ કર્મચારીદળનું ધ્યાન રાખનારું અન્ય કોઈ પોર્ટલ નથી. તે મેઇનસ્ટ્રિમ ઉપરાંત ફ્રીલાન્સિંગ વિશેની માહિતી પણ લોકોને આપે છે.”

વૈશ્વિક અહેવાલો અનુસાર કાસ્ટિંગ તેમજ પ્રતિભા અંગેનો ઓનલાઇન વેપાર અંદાજે 591 મિલિયન ડોલર જેટલો છે. તેમજ પ્રતિભાઓનો ઓનલાઇન વેપાર અમેરિકા, યુરોપ અને સિંગાપોરનાં બજારોમાં સામાન્ય છે.

“અમે ‘Greenroom’ને એ જગ્યાએ પહોંચાડવા માંગીએ છીએ કે જ્યાંથી રચનાત્મક પ્રતિભાની શોધની શરૂઆત થાય છે. ‘Greenroom’નો કાસ્ટિંગ પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવા માટે તમામ મીડિયા કંપનીઓ, જાહેરખબર અને ફિલ્મ કંપનીઓ, ટીવી પ્રોડક્શન હાઉસની પ્રથમ પસંદગી બનાવી દેવા માગીએ છીએ. ‘Greenroom’ મારફતે કાસ્ટિંગ અને કર્મચારીઓની ભરતીને આદર્શ બનાવી દેવા માંગીએ છીએ.” આમ કહીને લક્ષ્મી તેની વાત પૂર્ણ કરે છે.

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories