'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' દેશમાં ઉદ્યોગસાહસિકતા, રોજગારીને પ્રોત્સાહન આપશે: નારાયણ મૂર્તિ

'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' દેશમાં ઉદ્યોગસાહસિકતા, રોજગારીને પ્રોત્સાહન આપશે: નારાયણ મૂર્તિ

Saturday January 16, 2016,

1 min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' અભિયાનને દેશ માટે જરૂરી માનતા અને વડાપ્રધાન મોદીના આ પ્રયત્નોની સરાહના કરતા ઇન્ફોસીસના કૉ-ફાઉન્ડર નારાયણ મૂર્તિનું કહેવું છે કે 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' અભિયાન દેશમાં ઉદ્યોગસાહસિકતા અને રોજગારીનું પ્રમાણ વધારશે.

image


આ અંગે તેઓ જણાવે છે,

"અંતે તો આ અભિયાન ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત આપશે. તેના કારણે દેશમાં નવી નવી નોકરીઓનું નિર્માણ થશે. સાથે જ ખૂબ જરૂરી છે કે દેશના યુવાનો નવી નોકરીઓનું નિર્માણ કરતા શીખે. આપણી એ જવાબસારી બને છે કે એ દિશામાં યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડીએ."

ઇન્ફોસીસ પણ એક સ્ટાર્ટઅપ કંપની છે અને એ દિવસોને યાદ કરતા મૂર્તિએ કહ્યું કે આ સ્ટાર્ટઅપ કંપની દ્વારા દેશમાં 1.70 લાખ સારી નોકરીઓનું નિર્માણ થયું છે.

વધુમાં તેમણે કહ્યું,

"સ્ટાર્ટઅપ્સ ફાઈનાન્સને ક્ષેત્રને પણ આકર્ષશે. લિસ્ટેડ કંપનીઓ કરતા સ્ટાર્ટઅપ્સ 3થી 4 ગણી વધુ નોકરીઓનું નિર્માણ કરશે."

સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરતા મૂર્તિએ અંતે જણાવ્યું કે દેશ વધુ ને વધુ આવક સાથે વધુ ને વધુ નોકરીઓની નિર્માણ કરી શકે તેમ છે.

PTI