દુનિયા જીતી લો: મહિલા ઉદ્યોગસાહસિકોને Sheroes.inની CEO સૈરી ચહલનું પ્રોત્સાહન

દુનિયા જીતી લો: મહિલા ઉદ્યોગસાહસિકોને Sheroes.inની CEO સૈરી ચહલનું પ્રોત્સાહન

Monday November 23, 2015,

5 min Read

આ આર્ટિકલ માઈક્રોસોફ્ટ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો છે.

મહિલા ઉદ્યોગસાહસિકો, હવે એવા વ્યવસાયો કરતાં ઘણું આગળ વિચારી રહી છે, જેવાં વ્યવસાયોને દુનિયામાં અત્યાર સુધી પરંપરાગત રીતે સ્ત્રીઓ સાથે સાંકળવામાં નહોતા આવતાં!

ઉદ્યોગસાહસિકો, ખાસ કરીને મહિલા ઉદ્યોગસાહસિકો માટે આ ક્યારેય સરળ બાબત નહોતી. જોકે, હવે વસ્તુઓ બદલાઈ રહી છે અને ઍડ્વાન્સ ટેક્નોલોજીના લીધે ઘણી મદદ મળી રહે છે. હવે આ કાર્યનું ભવિષ્ય, જેન્ડર (જાતિ) પર નહીં, પણ તેના રિસોર્સ પર આધારીત હશે. સ્ત્રીઓએ તેમની સામે આવતી દરેક તકનો લાભ ઉઠાવતાં તથા ઉપલબ્ધ તમામ રિસોર્સનો ઉપયોગ કરતાં શીખવું પડશે. તેમણે કુદરત દ્વારા તેમને ભેટ સ્વરૂપે અપાયેલા તેમના અંતર્જ્ઞાન પર વિશ્વાસ રાખવો જોઈએ અને તેને વ્યવસાય શરૂ કરવાની ગળાકાપ દુનિયામાં ફાયદો ઉઠાવવો જોઈએ, અથવા પોતાના વ્યવસાયને શરૂઆતથી સફળ બનાવવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ.

SHEROES.in (અગાઉ Fleximoms)ની ફાઉન્ડર અને CEO, વર્કફ્લેક્સ ઈવૅન્જેલીસ્ટ, મેન્ટર, અને સીરિયલ આંત્રપ્રન્યોર, સૈરી ચહલ કહે છે, “આ સ્ત્રીઓની દુનિયા છે." SHEROES.in એક એવું કરિયર શૉપ છે, જે સ્ત્રીઓ માટે ફ્લેક્સીબલ વર્કના વિકલ્પો બનાવવાં તથા તેને આગળ વધારવા માટે કામ કરે છે. ભારતમાં Office 2016નાં લૉન્ચ દરમિયાન, સૈરી ચહલ મહિલા ઉદ્યોગસાહસિકોને સંબોધિત કરી રહ્યાં હતાં.

image


પ્રેરણાદાયી વાતચીત દરમિયાન, તેમણે Zipcar ની ફાઉન્ડર રૉબિન ચેસનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, તે એક મહિલા હતી, જેણે દુનિયાની પ્રથમ કાર-શેયરિંગ સર્વિસ લૉન્ચ કરી હતી. દેખીતી રીતે, મહિલા ઉદ્યોગસાહસિકો, હવે એવાં વ્યવસાયો અને વ્યવસાયોનાં વિચારોથી ઘણે આગળ વિચારી રહી છે, જેવાં વ્યવસાયોને દુનિયામાં પરંપરાગતરીતે સ્ત્રીઓ સાથે સાંકળવામાં આવતાં હતાં.

ટેક્નૉલૉજી એક એવું રિસોર્સ છે, જેનો મહિલાઓએ, ખાસ કરીને ઉદ્યોગસાહસિક મહિલાઓએ, સફળતા તથા સમ્રુદ્ધી માટે જરૂરથી લાભ લેવો જોઈએ. ઉદાહરણરૂપે, માઈક્રોસોફ્ટની 2016 ઍપ્લિકેશન, અહિયાં ઘણી મદદરૂપ થઈ શકે છે. પછી એ વાત મહત્વ નહી રાખે કે તમારી પાસે આઈપૅડ છે કે નહીં અને તમારી ઑફિસ વિન્ડોઝ વાપરે છે કે નહીં. તમે તમારા ડૉક્યૂમૅન્ટ્સને ગમે ત્યારે, કમ્પૅટિબિલિટીની સમસ્યા વિશે ચિંતા કર્યા વગર ચકાસી શકો છો. આજે ટૅક્નૉલૉજી આપણને મલ્ટી-ટાસ્કિંગ કરવામાં અપૂર્વ મદદ કરે છે અને આપણને આપણી જીંદગીમાં ઑફિસ, ઘર અથવા આપણી રૂચિ અનુસાર ભજવવામાં આવતી વિવિધ ભૂમિકાઓમાં સફળતા મેળવવામાં મદદ કરે છે. કોઈ પાર્ટી ઑર્ગેનાઈઝ કરવા માટે કેટલીક ‘મૉમ્સ’ ની જરૂર છે? ઈઝી છે, Skype પર ગ્રૂપ-કૉલમાં વિગતવાર વાત કરી લો અને ત્યારબાદ Outlook પર ઈ-મેઈલ કરીને બધાને તેમના ટાસ્ક્સ સમજાવી દો. સરળતાપૂર્વક અને વધારાની માથાકૂટ વગર મલ્ટી-ટાસ્કિંગ કરવાની કુશળતા દરેક જણ માટે મહત્વપૂણ છે, પણ મહિલાઓ માટે ખાસ કરીને જટિલ હોય છે, જેમની પાસે મોટેભાગે, એક સાથે કરવા માટે, ઢ઼ગલો કાર્ય હોય છે. આવાં સમયે, માઈક્રોસોફ્ટ ઑફિસ 2016 જેવી ઍપ્લિકેશન્સ મદદે આવી શકે છે. ક્લાઉડ અને કૉલૅબોરેશન પર કેન્દ્રિત એનાં નવાં ફિચર્સ, મહિલા ઉદ્યોગસાહસિકોને, વિવિધ ઑપરેટિંગ સિટમ્સ તથા ડિવાઈસ પર વધુ સરળતાપૂર્વક કામ કરવામાં સશક્ત બનાવી શકે છે.

એક સામાન્ય દ્રશ્યને જ જોઈલો- તમે એક પ્રપોઝલ લખ્યું છે, જે તમારા બૉસે રીવ્યૂ કરવાનું છે, પણ તે મુસાફરી કરી રહી છે અને તેમની પાસે બે ફ્લાઈટ્સ વચ્ચે, તમને સમય આપવા માટે માત્ર 30 મિનિટ છે. ખૂબ જ સહેલું છે. તમે ઑફિસમાં હોવાનાં લીધે ડેસ્કટૉપ વર્ઝન પર કામ કરતાં હોવ તો પણ, તમે કોઈ એવી વ્યક્તિ જે રિયલ ટાઈમમાં એકસમાન ડૉક્યૂમેન્ટ પર Office 365 વાપરતી હોય તો તેની સાથે કામ કરી શકો છો. રિયલ-ટાઈમ કો-ઑથરિંગથી સારું કંઈ ના હોઈ શકે. નવી Officeમાં પણ એક નિફ્ટી ઈન-બિલ્ટ ફિચર છે જે તમને, તમે જે ફાઈલ કે ડૉક્યૂમેન્ટ પર કામ કરી રહ્યાં હોવ, એના પરથી જ Skype પર ચૅટ અથવા કૉલ કરવાની સુવિધા આપે છે.

આવી ટૅક્નૉલૉજીથી સજ્જ મહિલા ઉદ્યોગસાહસિકોએ, સ્ટાર્ટઅપની ઈકોસિસ્ટમને વધુ ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે. સૈરીનાં જણાવ્યાં અનુસાર, સ્ટાર્ટઅપ સિસ્ટમનાં ચાર પાયા હોય છે: આંતરિક ચાલકબળ, આર્થિક માળખુ, કાર્યબળ અને ઉભરતાં વ્યવસાયનું દ્રશ્ય.

આંતરિક ચાલકબળનો મતલબ છે જોડાણ, મશીનની ક્ષમતા અને સામાજીક અપેક્ષા. સૈરી સમજાવે છે, 

આજે દુનિયા ઉત્તમ રીતે જોડાયેલી છે. કોઈ પણ વ્યક્તિ દુનિયાનાં કોઈ પણ છેડે રહીને પણ કનૅક્ટેડ રહી શકે છે. આપણે પણ ઘણાં ઍડ્વાન્સ થઈ ગયેલાં મશીનો સાથે કામ કરતાં શીખી લેવું જોઈએ. આપણું કાર્ય સરળ કરી દેવાની સાથે-સાથે, મશીનોએ આપણી ક્ષમતાઓ પણ વધારી દીધી છે." 

શું તમે કોઈ રોકણકારને પહેલી જ વારમાં ઈમ્પ્રેસ કરવા માંગો છો? તો તેમના વિચારોને જાણવા માટે, Sway પર તમારી એલિવેટર પિચનું એક ઈન્ટરૅક્ટિવ વર્ઝન બનાવી દો. તેમની સાથે Skype દ્વારા જોડાયેલા રહો, જે તમામ ડિવાઈસ પર એક જેવું જ કામ કરે છે અને તેમાં તમારે ઈન્ટર-કોન્ટિનૅન્ટલ કૉલ કૉસ્ટની ચિંતા કરવાની પણ જરૂર નથી હોતી. તમારે તમારાથી સાત સમંદર પાર રહેતા કૉ-ફાઉન્ડર સાથે કામ કરવાનું છે? તો Word નું કો-ઑથરિંગ ફિચર વાપરો, જે તેના યૂઝર્સને નવાં 'Share' બટન દ્વારા, તેમના ડૉક્યૂમેન્ટ્સ OneDrive (અથવા SharePoint Online) દ્વારા શેર કરવાની સુવિધા આપે છે. વારંવાર ફાઈલ્સને ઈ-મેઈલ દ્વારા મોકલવા કરતાં ઘણું સરળ છે.

આર્થિક માળખું તેના પછી આવે છે. મૉડ્યુલરાઈઝેશન, ગ્લોબલાઈઝેશન અને પ્રોડક્ટિવિટી, આ માળખાનાં ભાગ છે. આર્થિક માળખાંને સમજાવતાં તેઓ જણાવે છે કે, “આપણે માર્કેટની માગને સમજીને, પ્રોડક્ટની માગ અનુસાર મૉડ્યુલરાઈસ કરવું પડશે. આ ગ્લોબલ દુનિયામાં વિચાર અને વ્યવસાય સીમાઓથી બંધાયેલા નથી રહ્યાં. આપણી પહોંચ અસીમ છે. આપણે વર્તમાન તકોનો ઉપયોગ કરવો પડશે."

કાર્યબળ વિશે વાત કરતાં, સૈરીએ જણાવ્યું કે જોબનું માર્કેટ કેવી રીતે સતત બદલાઈ રહ્યું છે. કૌશલ્ય હવે આપણી લર્નિંગ સિસ્ટમનો ભાગ બનતું જાય છે, જે કુશળ કાર્યબળને વધુ સારું બનાવવામાં યોગદાન આપશે. તેમના અનુસાર, ક્રાઉડસોર્સિંગ અન્ય એક પરિબળ છે જે વેંચર પર કોઈ પણ જાતનાં દબાણ વગર, કામનું સંચાલન કરે છે. વ્યાપક કાર્ય પરિવર્તન, ગ્લોબલાઈઝ્ડ અર્થતંત્રનું જ પરિણામ છે, જ્યાં એક કાર્ય પ્રવાહ અને તેના પરિણામરૂપે કાર્યબળ, લોકો વગર વિશ્વભરમાં મુસાફરી કરે છે.

સૈરીએ વિસ્તારપૂર્વક જણાવ્યું, 

“કાર્ય કરવાનો આ જ સમય છે: માહિતીનું વિશ્લેષણ કરવાનો, સહકાર, ટૅક્નિકલ યોગ્યતા, ચાલી રહેલાં શિક્ષણ તથા વાટાઘાટ કરવાનો. આપણે આપણી આસપાસની પરિસ્થિતિનું તથા ઉપલબ્ધ તમામ માહિતીનું વિશ્લેષણ કરવું પડશે. સહકાર દ્વારા પરિણામ મેળવી શકાશે અને આપણે તેની તાકાતને સમજવી જોઈએ. સમય સાથે ટૅક્નોલૉજીનો પુષ્કળ વિકાસ થયો છે અને આપણે તેની મદદથી આશ્ચર્યજનક કામ કરી શકીએ છીએ. બસ, ટૅક્નિકલ યોગ્યતાને વધારવાની જરૂર છે."

સિંગલ ડૉક્યુમેન્ટ અથવા પ્રેઝન્ટેશન અથવા નોટબુક પર, રિયલ-ટાઈમ કૉલૅબોરેશન અને વિવિધ પ્લેટફોર્મ્સ સાથે ક્ષતિરહિત સંકલનનો મતલબ છે કે તે સરળ છે, એવી વર્કિંગ મૉમ્સ માટે, જેઓ લાંબી મુસાફરી દરમિયાન તેમનું કાર્ય પૂરું કરવા માટે કોઈ પણ ડિવાઈસથી Office 365 પર લોગ-ઈન કરે છે. આજે જ આને ટ્રાય કરો અને જુઓ કે તમે નવી Office 2016નાં નવાં કૉલૅબોરેટિવ ફિચર્સનો કેવી રીતે લાભ લઈ શકો છો.

#TheNewOffice can now be everyone’s office and more.

લેખક: યૉરસ્ટોરી ટીમ

અનુવાદક: નિશિતા ચૌધરી