Startup: સારો મૂડ અને સારું સ્વાસ્થ્ય બક્ષે છે 'Teasage'ની 'લીફ ટી'

Startup: સારો મૂડ અને સારું સ્વાસ્થ્ય બક્ષે છે 'Teasage'ની 'લીફ ટી'

Monday December 07, 2015,

4 min Read

આખી દુનિયામાં રોજબરોજ લગભગ ત્રણ બિલયનથી પણ વધારે ચાના કપ પીવામાં આવે છે. ટેબલ પર સજાવેલી, એક હાથમાંથી બીજા હાથ સુધી પહોંચતી ચાની ગરમ પ્યાલી દરેક પ્રકારના લોકોના પેટને શાંત કરે છે. ચા નિષ્પક્ષ પદાર્થ છે અને જ્યાં ચાનું ઉત્પાદન થતું નથી તેવા દેશોમાં પણ ચા પીવામાં આવે છે (આયરલેન્ડ અને બ્રિટેન દુનિયાભરમાં ચાની ખપતમાં ક્રમશઃ ત્રીજા અને પાંચમાં નંબર છે.) ચા ઇતિહાસ અને પરંપરા સાથે સંકળાયેલી છે.

આકાશ તકવાનીએ ‘Teasage’ની શરૂઆતના સમયથી જ પોતાના લક્ષ્યને વૈશ્વિક લેવલ પર રાખ્યું. ‘ટીસેજ’ની ચામાં, ચાની પત્તીઓની સાથે ફળ, ફૂલ અને મસાલાઓના પ્રાકૃતિક ટુકડા પણ મિક્સ કરેલા હોય છે.

image


કેવી રીતે નખાયો ‘ટીસેજ’નો પાયો?

આકાશ જણાવે છે, “ચીનમાં વૈશ્વિક ઉદ્યમિતા કાર્યક્રમ દરમિયાન મને ચા પત્તીની સંસ્કૃતિ અને તેની સાથે જોડાયેલા સ્વાસ્થ્ય સંબંધિત બાબતો અંગે જાણકારી મળી. હું ક્લાસરૂમ, બિઝનેસ મિટિંગ, ટ્રેન ક્યાંય પણ જતો અને મને ગરમ પાણીની સુવિધા મળી રહેતી હતી. લોકો પોતાની સાથે ચા પત્તીની (ટી બેગ) લઇને નીકળતા હોય છે, ત્યારબાદ મેં તેના પર રિસર્ચ કર્યું. ચા આપણા સ્વાસ્થ્ય માટે કેટલી સારી છે તેના લાભાલાભ જાણીને હું ખરેખર આશ્ચર્યચકિત થઇ ગયો.”

image


દુનિયાભરમાં ચાનો ઉદ્યોગ જે રીતે ફેલાયેલો છે તે જોઇને આકાશને પણ આ પ્રકારનો ચાનો વ્યવસાય કરવો જોઇએ તે નિર્ણય લેવામાં મદદ મળી. હવે તેઓ ભારતને પોતાનું બજાર બનાવવાનું વિચારી રહ્યાં હતાં. આકાશ જણાવે છે, “ચાની બાબતમાં ચીન પછી ભારત બીજા નંબર પર છે જ્યાં ચાના ઉપભોક્તા અને ઉત્પાદક બંને છે. આંકડાકિય માહિતી જણાવે છે કે દુનિયામાં વૈશ્વિક ઉત્પાદનના લગભગ 30 ટકા અને ઉત્પાદિત ચાના લગભગ 25 ટકા સેવન ભારતમાં થાય છે.”

ધ અસોસિએટેડ ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઑફ ઇન્ડિયાના મતે ભારતનું ચાના ઉદ્યોગમાં કુલ ટર્નઓવર વર્ષ 2015માં 33 હજાર કરોડ છે. તેમાં આખા બજારનો 55 ટકા હિસ્સો બ્રાન્ડેડ માર્કેટનો છે અને તે લગભગ સરેરાશ 20 ટકાના દરે વધી રહ્યો છે. જ્યારે અનબ્રાન્ડેડ માર્કેટ દર વર્ષે 10 ટકાની સરેરાશે વધે છે.

ભારતીય રસોઇમાં ‘લીફ ટી’ની સુંગંધ

પાછલા બે વર્ષમાં આકાશ એક રિટેલ બ્રાન્ડિંગ સંસ્થામાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરની પોસ્ટ પર કાર્ય કરી રહ્યાં હતાં અને તેમને ‘ભારતમાં આધુનિક રિટેલ ફોર્મેટમાં ગ્રીન ટી’ના વિષય પર રિસર્ચ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. આકાશ પોતાના આ અનુભવ અંગે જણાવે છે, “બજારમાં ગ્રીન ટીની બોલબાલા જોઇને હું પોતે આશ્ચર્યચકિત થઇ ગયો, પરંતુ મને આ વાતે હેરાન કર્યો કે મને બજારમાં ક્યાંય પણ લીફ ટી જોવા ના મળી.”

image


આકાશે પોતાની આ નિરાશેને ખૂબ જ ટૂકા ગાળામાં એક વ્યવસાયના રૂપમાં ફેરવી દીધી. તેઓ જણાવે છે, “મેં ઑનલાઇન અને ઑફલાઇન ખૂબ જ ઉંડાણપૂર્વક રિસર્ચ કરવાની શરૂઆત કરી, તેની સાથે સંકળાયેલા આર્ટિકલ્સ વાંચ્યા, વિડીયો જોયા, ચીનના મિત્રો પાસેથી તેની વધુ જાણકારી મેળવી, ચાના એક્સપોમાં ભાગ લીધો અને સપ્લાયર્સને મળ્યો.” આ બધું કર્યા પછી આકાશ પાસે કોઇ પણ જાણકારી એવી ન હતી જે તેમની પાસે ન હોય.

આ ચાના લાભો પર નજર કરીએ તો, હૃદય સંબંધી રોગોનો સામનો કરવો, કોલેસ્ટ્રોલ ઓછું કરવું, ત્વચાની રક્ષા કરવી, કેન્સરથી દૂર રહેવું તથા હાડકા અને દાંત મજબૂત બને છે. આ ઉપરાંત આ ચાનો વધુ ઉપયોગ કરવાથી કેલેરી કે ફેટમાં વધારો થતો નથી. આકાશ જણાવે છે, “ભારતમાં સામાન્ય રૂપથી લોકોને ગ્રીન ટીના ફાયદા ખબર જ છે. આ વ્યવસાયમાં મારું પ્રથમ ડગલું ગ્રીન ટીનને લીફ ટીના રૂપમાં દરેક જગ્યાએ ઉપલબ્ધ કરવાનું હતું.”

કામની પ્રેરણા...

આકાશ પોતાની પ્રેરણા અંગે વાત કરતા તેમના ફાઇનાન્સ પ્રોફેસર પીટર બીરોના લેક્ચરને યાદ કરતા કહે છે, “તેમણે માત્ર એક પીએફટી તૈયાર કરી હતી, જેમાં સફેદ કાગળ પર કાળા અક્ષરોથી જેએફડીઆઇ લખ્યું હતું. અમે બધા આ શબ્દનો મતલબ જાણતા હતા પરંતુ કોઇની પાસે તેનો જવાબ ના હતો. થોડી વાર પછી તેઓએ અમને તેનો મતલબ સમજાવ્યો જે કર્મ કરવાની પ્રેરણા આપે છે.”

આકાશના જણાવ્યા પ્રમાણે પીટર બીરોએ ક્લાસમાં કહ્યું હતું, 

“તમે ક્લાસમાં બેસીને જ કોઇ પણ સમસ્યાનું સમાધાન લાવી શકશો નહીં. તમારે કોશિશ કરવા માટે ગભરાવવાની જરૂર નથી. શરૂઆતમાં સૌથી મોટી મુશ્કેલી પોતાના લક્ષ્ય સામે ટકી રહેવાની હોય છે. તમને ઘણાં બધા લોકો એવા મળશે જે તમારા આઇડિયા સાથે સહમત નહીં હોય. પરંતુ તમારે તમારા લક્ષ્ય પ્રત્યે વિશ્વાસ રાખીને પ્રયાસો કરતા રહેવા જોઈએ.”

લેખક- Francesca Ferrario

અનુવાદક- શેફાલી કે. કલેર