જાણો 21 વર્ષના બે યુવક કઇ રીતે 'સ્વચ્છ ભારત' મિશનને કરી રહ્યાં છે સાર્થક!

જાણો 21 વર્ષના બે યુવક કઇ રીતે 'સ્વચ્છ ભારત' મિશનને કરી રહ્યાં છે સાર્થક!

Tuesday March 15, 2016,

3 min Read

કોણે કહ્યું કે, જોરદાર આઇડિયા કૉફી શોપમાં કૉફી પીતા પીતા કે મનગમતી હોટલમાં જમતા જમતા જ આવે. એક માઇન્ડ બ્લોઇંગ આઇડિયા તમને ગમે ત્યારે અને તમે ત્યાં આવી શકે. કઇંક આવું જ થયું વરૂણ ગુરનાની અને અરૂણ ખાનચંદાની સાથે. બન્ને નવા વર્ષની ઉજવણી કરીને મોડી રાતે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે વરૂણના હાથમાં એક ખાલી કેન હતુ જેને એ ફેંકવા ઇચ્છતો હતો. વરૂણ ડસ્ટબિન શોધી રહ્યો હતો. ત્યારે બન્નેને ખૂબ આશ્ચર્ય થયું જ્યારે તેમણે એક કચરાપેટી માટે એક કિલોમીટર જેટલું અંતર કાપવું પડ્યું! આ અંગે તેઓ કહે છે,

"અમારી પાસે એ વખતે સમય હતો એટલે અમે કચરાપેટી શોધી રહ્યાં હતાં. પણ સામાન્ય દિવસોમાં લોકો પાસે આટલો સમય નથી હોતો."

આગલા દિવસે 2016નો પ્રથમ દિવસ હતો. એન્જિનિયરીંગ ડિગ્રીનો અભ્યાસ કરી રહેલા 21 વર્ષના વરૂણને મુંબઇને સ્વચ્છ બનાવવાનો વિચાર આવ્યો.

એક એવું સ્ટાર્ટઅપ જે સ્વચ્છ ભારત સાથે મળી ગયું!

image


બન્ને મિત્રોએ સાથે મળીને મુંબઇ શહેરની રેકી કરી. વરૂણ કહે છે, 

"એકબાજુ મુંબઇ મહાનગરપાલિકા શહેરમાં 20,000 કચરાપેટી હોવાનો દાવો કરે છે ત્યાં બીજી બાજુ સ્થાનિકો કહે છે કે તેમને કચરાપેટી મળતી ન હોવાને કારણે તેઓ નાછૂટકે કચરો જ્યાં ત્યાં નાંખી દે છે."

ત્યારબાદના 16 દિવસ સુધી આ બન્ને મિત્રોએ એક એવી એપ બનાવી જે લોકોને તેમના આસપાસ સ્થિત કચરાપેટી અંગે માહિતી આપે છે. આ ઉપરાંત નાગરીકો એવી કચરાપેટીને પણ માર્ક કરી શકે છે જેમને અગાઉ શોધવામાં ન આવી હોય. અથવા એવી કચરાપેટી જે કોઇ કારણસર ગાયબ થઇ ગઇ હોય. આ કામ માટે વરૂણ અને અરૂણ મુંબઇમાં 400 કીલોમીટર સુધી ફર્યા અને જાતે જ કચરાપેટીને માર્ક કરતા ગયા. આ સાથે વરૂણ કહે છે,

"હવે લોકો એમ કહીને શહેરમાં ગંદકી નહીં કરી શકે કે શહેરમાં કચરાપેટી નથી."
image


સ્વચ્છ મુંબઇ!

આ એપ્લિકેશનનું નામ 'ટાઇડી' છે. એપ બનાવવા પાછળનો હેતુ કરોડો લોકોની મદદ કરી ટેક્નોલોજીના માધ્યમે શહેરને સ્વચ્છ રાખવામાં ઉપયોગી સાબિત થવાનો છે.

તમને જ્યાં પણ કચરાપેટી દેખાય, તમે તેની ફોટો પાડીને કરીને 'ટાઇડી' ટીમને મોકલી દો. અહીં ધ્યાન આપવાની બાબત એ છે કે યુઝર અને કચરાપેટી વચ્ચે 50 મિટરનું અંતર હોવું જરૂરી છે. 'ટાઇડી' ટીમ કચરાપેટીની માહિતી સાચ્ચી કે છે કે નહીં તેની ચકાસણી કરે અને નવી કચરાપેટી એપ પર દેખાવા લાગે છે.

જો યુઝરને અવું જણાય કે આ કચરાપેટીને તેની મૂળ જગ્યાથી ખસેડવામાં આવી છે તો આ અંગેની માહિતી પણ તે ટાઇડી ટીમને મોકલી શકે છે. આ સુવિધા સંપૂર્ણપણે ઓટોમેટીક નથી, આના માટે વરૂણ અને અરૂણ RFIDની મદદ લઇ રહ્યાં છે. હજુ સીધી તેઓ બીએમસીને મનાવી નથી શક્યા. વરૂણ અને અરૂણ જણાવે છે,

"હાલ તેમને કોઇપણ જાતની આવક શરૂ થઇ નથી કારણે કે તેઓએ આ એપ લોકોની મદદ માટે બનાવી છે. પણ હવે તેઓ આવકની વ્યવસ્થા પણ કરવા માગે છે."

વરૂણ રહે છે અનેં મુંબઇ અને આસપાસના વિસ્તારોની આશરે 1000 કચરાપેટી માર્ક કરી દીધી છે. તેઓ અંગે જણાવે છે,

"અમને 63 ટકા ડેટા યૂઝર્સ પાસેથી મળ્યો છે. કારણ કે આ એક ખૂબ જ સરળ આઇડિયા છે. અમે નથી ઇચ્છતા કે સરકાર આમાં કોઇ પણ જાતની દખલગીરી કરે."

આ છે યંગ ઇન્ડીયાનું સપનું!

વરૂણ અને અરૂણે સંખ્યાબંધ સારી જોબ ઓફર્સને નકારી દીધી છે કારણ કે તેઓ પોતાના દેશ માટે કઇંક કરવા માગે છે. આ બન્ને યુવાન કહે છે, 

"આ એપ એક સામાજીક ઉદ્યમ છે, જે અમારા 'સ્વચ્છ સિટી, સ્વચ્છ દેશ'ના સપનાને સાકાર કરશે. અને આ કાર્ય કરવાથી અમને જે સુખ મળશે કદાચ એટલું સુખ કોઇ નોકરી ન આપી શકે." 

આજે વરૂણ અને અરૂણ આ દિશામાં કામ કરવાની સાથે સંખ્યાબંધ સ્ટાર્ટઅપ્સની વેબસાઇટ અને એપ ડિઝાઇન કરવાનું કામ પણ કરી રહ્યાં છે. છેલ્લે પોતાની વાતને વિરામ આપતા વરૂણ કહે છે,

"હવે ટાઇડી એપ દ્વારા સાર્વજનિક શૌચાલયોને પણ માર્ક કરી શકાય છે. જેમ જેમ જરૂરીયાત ઉપસ્થિત થશે તેઓ અન્ય શહેરોને પણ આ એપમાં ઉમેરતા જઈશું." 

લેખક- સ્નિગ્ધા સિન્હા

અનુવાદક- YS ટીમ ગુજરાતી 

વિવિધ સ્ટાર્ટઅપ્સને લઈને અન્ય સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો