રિક્ષાચાલકથી પાઇલટ સુધીની શ્રીકાંત પંથવાનેની પ્રેરણાદાયક સફર 

0

નાગપુરના શ્રીકાંત પંથવાને સિક્યુરિટી ગાર્ડનો પુત્ર છે. એક સમયે તે ડિલિવરી બોય હતો અને પછી પરિવારને આર્થિક મદદ કરવા માટે રિક્ષા પણ ચલાવતો હતો. શ્રીકાંત અત્યારે પણ ત્રણ પૈડાંનું વાહન ચલાવે છે, પરંતુ એ રિક્ષા નહીં, એરક્રાફ્ટ છે.

શ્રીકાંત એરપોર્ટ પર એક પાર્સલ ડિલિવર કરવા ગયો અને કેડેટ્સ સાથે વાત કરવાની તક મળી અને એ કેડેટ્સ પાસેથી તે પોતે પણ પાઇલટ બની શકે છે, તેવું સાંભળ્યા પછી તેના જીવનમાં એક પરિવર્તન આવ્યું. જીવનમાં નવું ધ્યેય મળતાં શ્રીકાંતને કોઈ રોકી શકે તેમ નહોતું. તેણે ધોરણ-12ની પરીક્ષાની તૈયારી કરી અને પાસ થયા પછી મધ્ય પ્રદેશની ફ્લાઇટ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. અંગ્રેજી ભાષા અંતરાયરૂપ હતી, પરંતુ તેના મિત્રોએ તેને મદદ કરી, તેમ થોડા સમય પહેલા જ ઇન્ડિયા ટાઈમ્સમાં આવેલા રીપોર્ટથી જાણવા મળ્યું.

Image: (L) photo.net; (R) bhaskar
Image: (L) photo.net; (R) bhaskar

ફ્લાઇટ સ્કૂલમાંથી પાસ થયા પછી થોડા સમય માટે કોર્પોરેટ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરી. તાજેતરમાં જ શ્રીકાંત ઇન્ડિગો એરલાઇનમાં ફર્સ્ટ ઓફિસર તરીતે જોડાયો છે.

થિંક ચેન્જ ઇન્ડિયા વતી અમે શ્રીકાંત પંથવાનેને તેની જીવનસફર માટે અને સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન આપીએ છીએ. તે નવી-નવી ઊંચાઈને આંબે તેવી આશા રાખીએ છીએ.

લેખક- થિંક ચેન્જ ઇન્ડિયા

અનુવાદક- YS ટીમ ગુજરાતી

વધુ હકારાત્મક અને સકારાત્મક સ્ટોરીઝથી માહિતગાર થવા ફેસબુક પર અમારી સાથે સંપર્કમાં રહો.

Related Stories