મુંબઈના 'કિંગ ઓફ બાન્દ્રા' સંદીપ બચ્ચેની વન્ડર ઓટોરિક્ષાની સવારી ચોક્કસ કરજો! યાદ રહી જશે!

ભાઇગીરી નહીં ગાંધીગીરીમાં માનતા બાન્દ્રાના એક મહેનતુ, પરગજુ અને સ્વમાની ઓટોરિક્ષાચાલક સમાજમાં સેવાની સુવાસ ફેલાવે છે...

0

37 વર્ષના સંદીપ બચ્ચે બાન્દ્રાના કિંગ તરીકે જાણીતા છે. તેઓ 15 વર્ષથી તેમની ઓટોરિક્ષા ચલાવે છે. તેમની ઓટો ઘણી રીતે વિશિષ્ટ છે. તેમાં એલસીડી ટેલીવિઝન છે અને ફોનની સુવિધા પણ છે. તે સેલ ફોન ચાર્જર, વાઇફાઇ કનેક્શન અને ફ્રી પ્રાથમિક સારવારની સુવિધાથી પણ સજ્જ છે.

સંદીપ તેમના ગ્રાહકોને ગરમાગરમ ચાના કપ સાથે આવકારે છે, જેનો ચાર્જ ફક્ત રૂ. 5 છે. તેઓ રિક્ષામાં ચોકલેટ્સ પણ રાખે છે અને રિક્ષામાંથી સુગંધ આવતી રહે તેવી વસ્તુનો પણ ઉપયોગ કરે છે. સંદીપે જણાવ્યું,

"મારી રિક્ષામાં લોકો બેસે છે ત્યારે તેઓ સૌપ્રથમ કહે છે કે તેઓ તેમના ઘરના લિવિંગ રૂમ જેવી અનુકૂળતા અનુભવે છે."

સંદીપ તેમના પરિવાર સાથે નાના રૂમમાં રહે છે. દરરોજ સવારે તેઓ રિક્ષાની યોગ્ય રીતે સફાઈ કરે છે અને રિક્ષામાં દરરોજના અખબારો મૂકે છે તેમજ દરરોજ હવામાનની આગાહી, સોનાના ભાવ, એક્સચેન્જ વેલ્યુ અને શેરબજારની હિલચાલ લખે છે.

આ સુવિધાઓ ઉપરાંત સંદીપની રિક્ષા તેમના ઉદાર અને પરગજુ વ્યક્તિત્વને પણ પ્રતિબિંબિત કરે છે. તેમની ઓટોમાં નેત્રદાન, પાણીના સંરક્ષણ, પ્રદૂષણ અને કન્યા બચાવોના અનેક સંદેશા પણ ઊડીને આંખે વળગે છે. તેમાં કેન્સરના દર્દીઓને સહાય કરવા માટે દાનપેટી પણ છે.

MumbaiMagના જણાવ્યા મુજબ, સંદીપ જરૂરિયાતમંદોને સહાય કરવા શક્ય તમામ પ્રયાસો કરે છે. તેઓ દ્રષ્ટિની ખામી ધરાવતા, વિકલાંગતા ધરાવતા અને નવદંપતિઓને ભાડામાં ડિસ્કાઉન્ટ આપે છે. તેઓ મેડિકલ ઇમરજન્સી માટે કોઈ ચાર્જ લેતા નથી.

સંદીપની વન્ડર ઓટોની મર્યાદા પણ છે. તેમનું સાઇનબોર્ડ એવું જણાવે છે કે- ‘શૌચાલય ઉપલબ્ધ નથી.’ તેમણે Rediffને જણાવ્યું, 

“કેટલીક કોલેજિયન છોકરીઓએ મશ્કરી કરીને મને જણાવ્યું હતું કે- તમારી ઓટોમાં બધું છે, તો ટોઇલેટ ક્યાં છે? અને પછી મને આ બોર્ડ મૂકવાનો વિચાર આવ્યો.”

અનુવાદક- YS ટીમ ગુજરાતી

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

સેવા દ્વારા જરૂરીયાતમંદોને વિકાસની તક આપતું 'પટિયાલા ફાઉન્ડેશન'

રિક્ષાની મુસાફરી દરમિયાન જ પતાવો ઘરના અધૂરા કામ!

આપની સફરને વધુ રોમાંચક અને સુગમ બનાવશે ‘ફ્રોપકોર્ન’