એક રૂમમાં શરૂ થયેલો ફેશનનો કારોબાર, આજે 2 માળની ઈમારતમાં છે કાર્યરત!! 'વામન' સ્વરૂપે શરૂ થયેલી ફેશનની 'વિરાટ' યાત્રા

0

દેશમાં ઓનલાઈન શોપિંગ ખૂબ જ ઝડપથી પ્રસિદ્ધ થઈ રહ્યું છે અને તેમાંય નવાઈની વાત એ છે કે ઓનલાઈન ખરીદી કરનારા લોકોમાં મહિલાઓની સંખ્યા સૌથી વધારે છે. જૂન 2013માં ગૂગલે જણાવ્યું હતું કે, લગભગ 60 મિલિયન મહિલાઓ પોતના રોજિંદા જીવનમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. તેમાંથી મોટાભાગની મહિલાઓ પોતાના માટે કપડાં અને એકસેસરીઝની ઓનલાઈન ખરીદી વધારે પસંદ કરે છે. તેનું એક કારણ એવું છે કે, વધી રહેલી મધ્યમવર્ગની વસ્તી તથા વિદેશી રોકાણના કારણે મહિલાઓની ખરીદશક્તિમાં વધારો થયો છે. મહિલાઓના આ વળગણને ધ્યાનમાં રાખીને જ અર્જુન અને હર્ષ શેઠે સંયુક્ત રીતે 'Miladyavenue.com'ની શરૂઆત કરી. આ ઓન રીટેઈલ સ્ટોર મહિલાઓને તેમના ગમતાં કપડાં તેમના જ ભાવે ઉપલબ્ધ કરાવી આપે છે.


આ ઈટેઈલ સ્ટોર ખાસ કરીને એવી મહિલાઓ માટે શરૂ કરવામાં આવ્યો છે જે ફેશનને મહત્વ આપે છે. આ સ્ટોર મહિલાઓને માત્ર કપડાં જ નહીં એકસેસરીઝ, ચંપલ અને અન્ય સામગ્રી પણ ઉપલબ્ધ કરાવે છે. આ ઓનલાઈન સાઈટની શરૂઆત ખૂબ જ ઓછા બજેટમાં થઈ હતી. ગત વર્ષે શરૂ થયેલી આ વેબસાઈટને એક નાનકડા રૂમમાં બે કમ્પ્યૂટરની મદદથી શરૂ કરવામાં આવી હતી. જે હવે આગળ વધીને બે માળની મોટી ઈમારતમાં બદલાઈ ગઈ છે અને 50 જેટલા લોકો પણ તેની સાથે જોડાયા છે. પોતાની શરૂઆત અંગે અર્જુન જણાવે છે, "શરૂઆતમાં તો ઘણા અઠવાડિયા એવા ગયા જ્યારે એકપણ ઓર્ડર મળતો નહોતો. અચાનક એક દિવસ મુંબઈથી ઓર્ડર મળ્યો અને પછી અમે ક્યારેય પાછું વાળીને જોયું નથી. અમે જાણતા હતા કે ઈ-કોમર્સમાં પોતાની સખત મહેનતના જોરે જ અમે ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરી શકીશું."

અર્જુનને ફેશનનું સખત વળગણ છે અને આની પહેલાં તે ફોરએવર 21માં પણ કામ કરી ચૂક્યા છે. હર્ષને કપડાંના વેચાણના ક્ષેત્રમાં બહોળો અનુભવ છે.


બીજાથી અલગ

અર્જુન વધુમાં જણાવે છે, "અમારા બનાવેલા કપડાંમાં મૌલિકતા અને ટેક્નોલોજી બંનેનો સમાવેશ છે અને તેના કારણે જ ફેશનવર્લ્ડમાં અમારા બનાવેલાં કપડાંને અન્ય બ્રાન્ડ કરતા વધારે સારી કિંમત મળે છે. એટલું જ નહીં, અમારા કપડાં ફેશનવર્લ્ડમાં ચાલી રહેલા ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે છે. વાત જ્યાકે કપડાં અને એકસેસરીઝની હોય ત્યારે ખ્યાલ નથી આવતો કે પહેર્યા પછી તે કેવા લાગશે. આ બાબતે અર્જુનનું કહેવું છે, "અમે અમારા ગ્રાહકોને ઘણા વિકલ્પો આપીએ છીએ. તેના માટે અમે પ્રોડક્ટના ઘણા ફોટોઝ અપલોડ કરીએ છીએ જે અલગ અલગ રીતે લેવામાં આવ્યા હોય. તે ઉપરાંત અમે ગ્રાહકોને સાઈઝ ચાર્ટ પણ ઉપલબ્ધ કરાવીએ છીએ જેથી તેઓ યોગ્ય રીતે જાણી શકે કે કઈ સાઈઝ તેમના પર કેવી લાગશે."


જોકે ઓનલાઈન બિઝનેસના બજારમાં તેમને થોડી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તે છે અલગ અલગ રાજ્યોમાં લાગતા ટેક્સ. હર્ષના જણાવ્યા પ્રમાણે જો જીએસટી બિલ પસાર થઈ જાય તો તેમને તમામ પ્રકારના પરોક્ષ કરવેરાથી મુક્તિ મળી જશે. તે ઉપરાંત સપ્લાય ચેન માટે પણ સરળ થઈ જશે. ટેક્સના ભારના કારણે જ પ્રોડક્ટની કિંમત અને તેને પહોંચાડવાના ખર્ચમાં વધારો થાય છે જેનો ભાર ગ્રાહકને ઉપાડવો પડે છે. 'Miladyavenue.com' ની અત્યારે ઘણી જાણીતી બ્રાન્ડ્સ સાથે વાતચીત ચાલી રહી છે જે અંતિમ તબક્કામાં છે. તેની યોજના દર મહિને આઠ થી દસ બ્રાન્ડ લોન્ચ કરવાની છે. તે ઉપરાંત તેઓ પોતાના સાહસને આગળ વધારવા મૂડી ભેગા કરવાના પણ પ્રયાસ કરી રહ્યા છે. આ મુદ્દે હર્ષ જણાવે છે, "એ જરૂરી છે કે રોકાણ માટે આર્થિક સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે, તેમ છતાં અમારે સંચાલન માટે પણ પર્યાપ્ત મૂડીની જરૂર પડે છે."

I am working as freelace translator for last three years.

Related Stories