વિશ્વને કેવી રીતે જીતશો શબાના આઝમીની જેમ!

0

માઈક્રોસોફ્ટ ઈન્ડિયાઝ કોન્ફ્લ્યુઅન્સ 2016માં શબાના આઝમીએ એક જ સવાલ કરીને સમગ્ર ઓડિટોરિયમમાં હાસ્યનું મોજું ફેલાવી દીધું. તેમણે સવાલ કર્યો કે, હું ફરહાન અખ્તરની માતા છું એ જાણીને કેટલા લોકો અહીંયા આવ્યા છે. મેં એવા ઘણા લોકો જોયા છે જે શું કહેતા હોય છે અને કરતા હોય છે તેમાં સમાનતા હોય છે, તેના માટે તેમણે પ્રયાસ પણ નથી કરવા પડતા. શબાના આઝમી પણ તેવી જ વ્યક્તિ છે. કોમ્યુનિસ્ટ વાતાવરણમાં ઉછરનાર છતાં અભિનય ક્ષેત્રે કરિયર બનાવનાર આ સુંદર અને જાજરમાન અભિનેત્રીએ પોતાનું જીવન જે કાર્યને સમર્પિત કર્યું છે તેના વિશે જણાવે છે.

ઉછેર

ઉર્દુ ભાષાના અત્યંત જાણીતા કવિ કૈફી આઝમી સહાબને ત્યાં જન્મેલા શબાના આઝમીને બાળપણ અત્યંત સુદંર રીતે પસાર થયું હતું. તે જણાવે છે કે મારે એક સુંદર ઢિંગલી જોઈતી હતી જેનો વાન ગોરો હોય અને આંખો સુંદર ભૂરા રંગની હોય પણ મારા પિતાએ મને કાળી ઢિંગલી અપાવી હતી. તે જ્યારે કોન્વેન્ટ સ્કૂલમાં જતા ત્યારે તેમના કુર્તા પહેરનારા પિતા ભાગ્યે જ તેમના વાતાવરણ સાથે જોડાણ કરી શકતા. જેમ જેમ તેમનો વિકાસ થતો ગયો અને તેઓ વિલિયમ વર્ડ્ઝવર્થ જેવા કવિ અંગે જાણતા થયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમના પિતા શું છે અને તે શું કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, તે વખતે મને ખ્યાલ આવ્યો કે મારા પિતા કંઈક અલગ છે અને મને તેમના માટે માન થયું. મને તે વખતે આ સંબંધ વધારે સુંદર લાગ્યો.

કોમ્યુનિસ્ટ વાતાવરણમાં જન્મેલા અને ઉછરેલા શબાના માટે જાતીય સમાનતાની વાતો સાવ નવી વાત નહોતી. અમે લોકો નાના ઘરમાં રહેતા હતા અને અમારા લિવિંગરૂમને રેડ હોલ કહેતા હતા. બહારના જગતમાં જાતીય અસામાનતા સાથે કેવી રીતે સંઘર્ષ કર્યો તે અંગે શબાના જણાવે છે કે, મારા પિતા કોમ્યુનિસ્ટ હતા અને અમે સમાનતાના વિચારો સાથે જ ઉછર્યા હતા.

આગના ખેલ (ફાયરમાં દમદાર ભૂમિકા)

ભારતીય સિનેમાની સફળ અભિનેત્રી તરીકે જાણીતા શબાનાએ પોતાની કારકિર્દીને મજબૂત મહિલાઓના પાત્ર દ્વારા સજ્જ કરી હતી. તેમણે કેવી રીતે ઓફબિટ કરિયરને મેઈનસ્ટ્રીમ સાથે જોડી, તેમણે પોતાની આગવી ઓળખ કેવી રીતે ઉભી કરી જ્યારે સ્ત્રીઓને હીરોની નીચેના સ્તરે રજૂ કરવામાં આવતી.

"મેં જ્યારે ફાયર ફિલ્મ કરી ત્યારે મને ખ્યાલ હતો કે આ મુદ્દે સખત વિવાદ થશે અને તેના કારણે મેં મારા પતિ સાથે ચર્ચા કરી તો તેમણે મને કહ્યું, જો મને ખ્યાલ હોય કે હું શું કરી રહી છું તો મારે આગળ વધવું જોઈએ."

4 વખત નેશનલ એવોર્ડ જીતનાર અભિનેત્રીએ પોતાની દરેક પાત્રોને જીવ્યા છે. આવું તેમણે કેવી રીતે કર્યું.

તેઓ જણાવે છે, 

"અભિનય તમારા સત્ય અને તમારી આત્મામાંથી જન્મે છે. આપ કી મિટ્ટી ગીલી હોની ચાહીએ. આપણે જેને નથી જાણતા તેનાથી ડરતા હોઈએ છીએ, પછી તે ગમે તે હોય, હું આવા દરેક લોકો સાથે જોડાઈ છું જ્યારે મારે તેમના પાત્રો ભજવવાના હતા. મેં ક્યારેય કોઈ એવોર્ડ માટે કોઈ વ્યક્તિનો ઉપયોગ નથી કર્યો. હું સામાજિક કાર્યોમાં જ જોડાયેલી છું."

હાલમાં આઈટમ સોંગ અને આઈટમ ડાન્સનો યુગ ચાલે છે ત્યારે જાણીએ કે તેઓ આજના ડાયરેક્ટર અને એક્ટર્સ અંગે શું માને છે?

શબાના જણાવે છે, 

"મને આઈટમ નંબર્સ સામે વાંધો છે, જો તેઓ ફિલ્મના પ્લોટનો ભાગ ન હોય. સેન્સ્યુઆલિટીને વ્યક્ત કરવાનો આ રસ્તો નથી. આવા વલ્ગર ગીતોને શા માટે લોકો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. ચાર વર્ષના બાળકો શા માટે આવા ગીતો પર ડાન્સ કરે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીને દોષ દેવાની જરૂર નથી. તેના માટે આપણે બધા જવાબદાર છીએ."

તેમ છતાં તેમને આશા છે કે નવા એક્ટર્સ અને ડાયરેક્ટર્સ સારું કામ કરે છે અને પરિવર્તન લાવવાની દિશામાં છે.

તેઓ જ્યારે બોલિવૂડમાં 12 ફિલ્મો કરી રહ્યા હતા ત્યારે તેમણે 1988માં હોલિવૂડમાં જ્હોન સ્ક્લેસિંગરની મેડમે સૌસાઝ્કામાં કામ કર્યું હતું. તે સમયે તેમના ડાયરેક્ટર તેમને પામી શક્યા નહોતા. તેઓ જણાવે છે, રાજેશ ખન્ના અને મેં એક સીન કર્યો હતો અને તેના પછીનો સીન શું હતો તેની અમને જાણ જ નહોતી. 

હોલિવૂડ સાથે સરખામણી કરતા તે જણાવે છે, 

"હોલિવૂડમાં એક્ટર અને ડાયરેક્ટર બાર મહિનામાં એક ફિલ્મ બનાવે છે. હોલિવૂડમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે જ્યારે અહીંયા જુગાડ (ગોઠવણ) કરવામાં જ બધા વ્યસ્ત હોય છે. આપણે તે કરી પણ લઈએ છીએ. તેમ છતાં હોલિવૂડ અને બોલિવૂડે એકબીજામાંથી ઘણું શીખવા જેવું છે."

વિવિધતા વધારે સુંદર છે!

જે સમયે આપણા અસ્તિત્વ અંગે ચર્ચા થાય, આલોચના થાય, આપણે સંઘર્ષ કરવો પડે તે સમયે શબાના માને છે કે આપણે આપણી સ્પર્ધાત્મક સંસ્કૃતિ પર ગર્વ કરવો જોઈએ. અભિનેત્રી માને છે કે ક્યારેય બે લોકો સરખા હોતા નથી અને આપણે આ જ તફાવતને ઉજવવાનો છે.

તેઓ જણાવે છે, 

"ભારતમાં જ્યારે આપણે અસ્તિત્વની વાત કરીએ ત્યારે તેનું સીધું જોડાણ ધર્મ સાથે કરવામાં આવે છે જે આપણા દેશનું સત્ય જ નથી. આપણે આપણા અસ્તિત્વનું જોડાણ બિનજરૂરી રીતે ધર્મ સાથે થતાં અટકાવવાનું છે."

શબાના એક સામાજિક કાર્યકર્તા

તેમણે જે પાત્રો ભજવ્યા હતા તે જોઈને લાગતું નહોતું કે તેઓ સામાજિક કાર્યો સાથે પણ જોડાઈ શકે. શબાના સ્વીકારે છે કે તેઓ ફિલ્મોમાં એટલા ઓતપ્રોત થઈ ગયા હતા કે તેમણે પોતાની જાતને બાકીની તમામ બાબતોથી અલગ કરી દીધી હતી. અર્થ ફિલ્મ તેમના જીવનમાં પરિવર્તન લઈને આવી, કારણ કે ડાયરેક્ટર ઈચ્છતા હતા કે આ ફિલ્મનો ક્લાઈમેક્સ બદલવામાં આવે. તેઓ માનતા હતા કે સ્ત્રી તેના માફી ઈચ્છતા પતિને માફી આપવાની ના પાડી દે તે વાત ભારતમાં સ્વીકારવામાં નહીં આવે. આ ફિલ્મ સફળ થઈ એટલું જ નહીં પણ અનેક મહિલાઓએ તેમના જીવનના પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમનો સંપર્ક પણ કર્યો. આજે તેઓ નાવરા હક નામની સંસ્થા સાથે સ્વયંસેવક તરીકે જોડાયેલા છે જેણે કોઈપણ ચાર્જ લીધા વગર 40,000 લોકોને મુંબઈમાં સ્થાયી કર્યા છે. તે એશિયાનો સૌથી મોટો સ્લમ રિહિબિલિટેશન પ્રોજેક્ટ છે.

તેઓ પોતાની આ પહેલ અંગે જણાવે છે, 

"લોકો એ નથી જાણતા કે કયા કારણે ઝૂંપડા વધે છે, તેઓ માત્ર એટલું જ જાણે છે કે ઝૂંપડાથી શહેર ગંદા દેખાય છે. તમે ઝૂંપડા તોડશો તો તેઓ બીજે ક્યાંક જશે. શહેરીજનોએ એ જણાવાની જરૂર છે કે ઝૂંપડામાં રહેતા જ લોકો શહેરની સેવા કરે છે."

તેઓ અંતે જણાવે છે,

કલાકારો તંદ્રામાં હોય છે. તમારે કલાકાર બનવા પાગલ થવું પડે.

બહાદુરી શારિરીક ક્ષમતામાં નથી, તે દયાભાવમાં રહેલી છે.

વિવિધતા વધારે સુંદર હોય છે.

લેખક- પ્રતીક્ષા નાયક

ભાવાનુવાદ- રવિ ઈલા ભટ્ટ

વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

વધુ સંબંધિત સ્ટોરીઝ વાંચો:

‘વિકાસ’ અને ‘જુનૂન’ વચ્ચે સ્વાદરસિયાઓની લાંબી કતાર

"એ 4 વર્ષો બહુ વાર અપમાનો સહન કર્યા, ઓફિસમાંથી ધક્કા મારી બહાર કઢાયો, ત્યારે મળી સફળતા"

ગ્રામીણ ભારતને સશક્ત બનાવીને પરિવર્તન લાવવા માગતાં ઝરિના સ્ક્રૂવાલા

Related Stories