દુનિયામાં કંઈપણ શક્ય છે, જરૂર છે માત્ર એક આઈડિયાની!

0

ઘણી વખત એવું બને છે કે તમે જેની શોધમાં નથી હોતા તે જ તમારી સામે ખૂબ જ સારી રીતે રજૂ થાય છે. ધર્મશાલામાં એક એવી જ જોડી સાથે વાત થઈ જે એક સ્ટાર્ટઅપ શરૂ કરવાની તૈયારીમાં હતા અને તેના માટે તેઓ અમેરિકા જઈ રહ્યા હતા. કંપનીનું નામ હતું ઓલ્ડ યાક બાજાર અને તેઓ જે વસ્તુઓ વેચતા હતા જેમાં હાથીના મળમાંથી બનાવેલા કાગળ પણ હતા. 

હું તેમના વેપાર વિશે વધુ જાણકારી લેવા માગતો હતો. હવે જ્યારે ઓલ્ડ યાક બજાર એક નવી જ વાત બની રહી હતી. હું આ પેપર બનાવનારા વિશે વધારે માહિતી લેવા માગતો હતો. મને ખ્યાલ આવ્યો કે આ પેપર પાછળ વિજેન્દ્ર શેખાવત અને મહિમા મહેરાનું આયોજન છે.

2003માં શરૂઆત બાદ તેમની લોકપ્રિયતામાં વધારો થવા લાગ્યો કારણ કે તેમનું કામ જ કંઈક અલગ હતું અને તેનો મુકાબલો કરવો પણ મુશ્કેલ હતો, છતાં તેમની વાત એવી હતી કે તેનો ઉલ્લેખ કરવો જ રહ્યો. જયપુરના એક મઠમાં રહેવા દરમિયાન મહિમાએ વિજેન્દ્રને તેમની સામે જમા થયેલા હાથીના મળના પહાડની વાત કરી. તેમણે પહેલી નજરે તો તેને જોયું-નજોયું કરીને જવા દીધો પણ પછી તેમણે ફરેવિચાર કરવો પડ્યો. હાથીના મળની દુર્ગંધ, તેની બનાવટ અને તેની ગંદગીનો વિચાર ન કરતા વિજેન્દ્રના રસના કારણે તે આ કામમાં જોડાઈ ગઈ. તેઓ હંમેશા વિવિધ વસ્તુઓ દ્વારા કાગળ બનાવવાનો પ્રયાસ કરતા હતા અને તેમના માટે આ પણ એક પ્રયાસ અને પ્રયોગ જ હતો. તેના માટે તેમણે ઘણું કરવાનું હતું.

તેમણે હાથીનું થોડું મળ લીધું અને તેના પર પ્રક્રિયા શરૂ કરી. ઘણી મથામણ બાદ તેમને કાગળ બનાવવામાં સફળતા મળી અને આ રીતે હાથી છાપ પેપર બ્રાન્ડ અસ્તિત્વમાં આવી.

હાથીના મળથી કાગળ બનાવવાની કામગીરી એવી જ છે જેવી હાથથી કાગળ બનાવવાની કામગીરી છે. હા, હાથીના મળમાં વધુ પ્રમાણમાં રેસા હોવાથી તેમાં થોડો ફેરફાર કરવો પડે છે. બંનેએ જણાવ્યું કે, અમારા માટે સૌથી મોટો પડકાર એ નક્કી કરવાનો હતો કે અમે જેનાથી કાગળ બનાવી રહ્યા છીએ તે મારા માટે નુકસાનકારક ન બને અને તેનો ઉપયોગ કરનારને પણ કોઈ ખતરો ન રહે. તેથી તેને જીવાણુમુક્ત બનાવવા માટે અમે જંતુનાશકોનો પણ ઉપયોગ કર્યો.

હાથીનું મળ ભેગું કરવું

હાથીના મળને સાફ કરવું

ઉકાળવું

છૂટું પાડવું

લુગદી બનાવવી

પડ તૈયાર કરવું

સુકવવું

કેલેન્ડરિંગ કરવું

વિકાસ

શરૂઆતના ચાર વર્ષ સુધી આ ઉત્પાદનની જર્મનીમાં નિકાસ કરવામાં આવી પછી 2007માં તેનું ભારતમાં વેચાણ શરૂ કરવામાં આવ્યું. કંપની જયપુરમાં આવેલી છે અને છેલ્લાં છ વર્ષથી હાથ છાપે પોતાની પહોંચ 50 જેટલા સ્ટોર સુધી પહોંચાડી છે. કંપની મોટાભાગે નિકાસ કરતી આવે છે અને ગત નાણાકિય વર્ષની વાત કરીએ તો કંપનીએ લગભગ 35 લાખની આવક કરી હતી.

તેની ક્ષમતા અને આવા અન્ય વ્યવસાય

ભારતમાં આવા કામની કોઈ અછત નથી અને આવા વ્યવસાયને પ્રોત્સાહન આપવું ફાયદાકારક છે. તમે માત્ર બે બાળકો સાથેના માકુ ટેક્સટાઈલની વાત કરો અથવા તો ઈવોમો વેહિકલની વાત કરો, દેશમાં એવા ઘણા લોકો છે જે વિવિધ વસ્તુઓ પર અલગ પ્રકારનું કામ કરે છે.

લેખક- સાહિલ

અનુવાદક- એકતા રવિ ભટ્ટ

Related Stories