ના ઘર, ના પરિવાર, ના બે પગ, પણ કલાના જોરે સ્વાભિમાન અને ખુશીથી જીવે છે જીવન! 

જીવનમાં જો મુશ્કેલીઓ આવે છે તો તેનું નિરાકરણ પણ હોય જ! રાજેન્દ્ર ખાલેના જીવનની સફર આપણને કહે છે કે કોઈના ખભા પર ભાર બનીને જીવવા કરતા એક પગે જીવનની મંજિલ સુધી પહોંચવું વધારે સારું છે!

0

નથી તેમના પાસે કોઈ ઘર, ના પરિવાર કે ના તો બે પગ, પણ પોતાની કલાના જોરે તેઓ શાન, સ્વાભિમાન અને ખુશી ખુશી પોતાનું જીવન જીવી રહ્યાં છે જેથી બીજાના ઘરમાં ભરી શકે ખુશીઓના રંગ!

એક દુર્ઘટનાએ રાજેન્દ્રનો એક પગ છીનવી લીધો. તકલીફ તો ઘણી થઇ પણ જે થવાનું હોય તે થઇને જ રહે છે. નિયતિ આગળ ક્યાં કોઈનું ચાલે છે! રાજેન્દ્રએ હાર ના માની અને ભીખ માગવા કરતા તેમણે પોતાના શોખથી પૈસા કમાવવાનું શરૂ કર્યું જે 2 ટંકના રોટલા મેળવવા પાછળ ક્યાય ખોવાઈ ગયો હતો. 

જીવનમાં જો મુશ્કેલીઓ આવે છે તો તેનું નિરાકરણ પણ હોય જ! રાજેન્દ્ર ખાલેના જીવનની સફર આપણને કહે છે કે કોઈના ખભા પર ભાર બનીને જીવવા કરતા એક પગે જીવનની મંજિલ સુધી પહોંચવું વધારે સારું છે! રાજેન્દ્ર ખાલે આમ તો આર્ટીસ્ટ છે, સ્કેચ બનાવે છે પરંતુ દુર્ભાગ્યવશ તેમણે પોતાની આખી જિંદગી ગરીબીમાં વિતાવી છે. તેમની પાસે ના તો ઘર છે, ના તો પરિવાર, પરંતુ છતાં પણ તે શાનથી અને ખુશીથી પોતાની જિંદગી ગુજારે છે જેથી અન્યોના જીવનમાં ખુશીઓના રંગ ભરી શકે. 

પોતાના બાળપણના દિવસો યાદ કરતા રાજેન્દ્રનું કહેવું છે કે શરૂઆતથી જ પેન્ટિંગ અને ડ્રોઈંગનો ઘણો શોખ હતો. સ્કૂલમાં પણ તેઓ કલાકારી દેખાડ્યા કરતા. કોઈ પણ સાદા કાગળ પર થોડી જ મિનીટોમાં ચિત્ર બનાવી લોકોને આશ્ચર્યચકિત કરી દેતા. જોકે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમણે 5મા ધોરણ પછી અભ્યાસ છોડવો પડ્યો અને કામ શરૂ કરી દેવું પડ્યું.

ઓછું ભણેલા હોવાના કારણે પોતાનો પગ ગુમાવ્યા પહેલાં રાજેન્દ્ર ખાલેએ પેપર વેચવાથી લઈને વેઈટર, ભંગાર લેવો, રોજ પર મજૂરીકામ કરવા જેવા ઘણાં કામ કર્યા.

બે ટંકની રોટલી મેળવવા પાછળ પોતાનો શોખ તો જાણે ક્યાંય ખોવાઈ ગયો. પરંતુ એક દુર્ઘટનાએ તેમને ફરીથી પેન્ટિંગની નજીક લાવી દીધા. એક અકસ્માતમાં રાજેન્દ્રનો એક પગ ખરાબ થઈ ગયો અને તેને કાપવો પડ્યો. હવે ના તો એ મજૂરી કરી શકે તમ હતાં કે ના તો સામાન્ય રીતે ચાલી શકતા. મજબૂરીમાં તેમણે ખાવા-પીવા માટે બીજા પાસેથી પૈસા લઈને કામ ચલાવવું પડતું. પરંતુ મફતમાં પૈસા લઈને ખાવું તેમને સારું નહતું લાગતું. નવરાશના સમયમાં તેમણે પેન્ટિંગ્સ બનાવવાનું શરૂ કર્યું. લોકોએ જ્યારે તેમની આ કલા જોઈ ત્યારે તેમની ખૂબ પ્રશંસા થઇ. પરંતુ વખાણથી ક્યાં પેટ ભરાવવાનું હતું. રાજેન્દ્રે લોકોને કહ્યું,

"મને કામની જરૂર છે, વખાણથી શું ભલું થશે!" 

રાજેન્દ્ર કહે છે કે તેઓ આત્મસમ્માન અને સ્વાભિમાનથી જીવવા ઈચ્છતા હતાં. ગયા વર્ષે ગણપતિ પૂજા દરમિયાન તેમણે ગણપતિનું ચિત્ર બનાવ્યું. લોકોએ તેમની પાસેથી આ ચિત્ર ખરીદ્યું અને તેના બદલામાં પૈસા પણ આપ્યા. તેમને લાગ્યું કે હવે પેન્ટિંગથી ગુજરાન ચાલી શકે છે. રાજેન્દ્રને કેટલાક કલાકારોએ ટિપ્સ આપી અને તેમની પેન્ટિંગ સુધારવામાં મદદ કરી. હવે તે રસ્તાના કિનારા પર બેસીને સાદા કાગળ પર લોકોના સ્કેચ બનાવતા. તેના બદલે દેઓ 100 થી 500 રૂપિયા સુધી લે છે. જે કોઈ પણ કલાકાર માટે ઘણી મામૂલી રકમ છે.  

રાજેન્દ્ર અંગ્રેજી પણ સમજી લે છે, જોકે તેઓ હિન્દી અને મરાઠીમાં જ વાત કરે છે અને તેઓ પોતાની પ્રતિભાને જ ભગવાનનો આશિર્વાદ માને છે.

રાજેન્દ્ર કહે છે,

"પહેલાં સ્કેચ બનાવવા હું લોકો માસેથી 100-150 રૂપિયા લેતો હતો પણ લોકોએ મને કહ્યું કે હું ખૂબ ઓછા પૈસા લઉં છું."

રાજેન્દ્ર ખાલે છેલ્લા 30 વર્ષોથી રસ્તા પર જ જિંદગી પસાર કરી રહ્યાં છે. ના તો તેમનો કોઈ પરિવાર છે, ના તો કોઈ ઘર. તેઓ પેન્ટિંગ્સ અને સ્કેચિંગમાં જ પોતાની ખુશી શોધી લે છે. રાજેન્દ્રના એક મિત્રે તેમને મુશ્કેલીના દિવસોમાં આશરો આપ્યો હતો. હવે તે પોતાના મિત્રને રહેવાનું ભાડું પણ આપે છે. 

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Related Stories