3 મહિલાઓ, 1 જ લક્ષ્ય- ઓછી કિંમતમાં ફેશનેબલ કપડાંનું વેચાણ!

0

આજે ફેશન ઈન્ડસ્ટ્રીમાં અનીષા દલાલ, નિરાલી માલ્જી અને પલ્લવી દુગ્ગલ જેવી મહિલા વ્યવસાયિકોની એક અલગ જ ઓળખ છે. ફેશનથી ખૂબ જ લગાવ હોવાને કારણે તેઓ આ ક્ષેત્રમાં આવી. પરંતુ એક જીદ્દની સાથેની ફેશન આજે દરેક સુધી પહોંચી. પલ્લવી દુગ્ગલે હેશટેગ ફેશન શરૂ કરી, જ્યારે અનીષા દલાલ અને નિરાલી માલ્જીએ મળીને કપકેક અને ક્લોઝેટની શરૂઆત કરી. પલ્લવી કહે છે,

“તમારુ લક્ષ્ય દૂર હોઈ શકે છે અને પ્રક્રિયા પણ ખૂબ લાંબી. પરંતુ જરૂરીયાત છે યોગ્ય સમયે કદમ આગળ વધારવાની.”

Image credit: Shutterstock

પલ્લવી દુગ્ગલ- હેશટેગ ફેશન

પલ્લવી દુગ્ગલે નવેમ્બર, 2014માં ‘હેશટેગ’ની શરૂઆત કરી. તેમણે મહિલાઓને પોતાની ઉણપોના બદલે ખૂબીઓ પણ ધ્યાન રાખી વસ્ત્રો પહેરવા પોતાના ખાસ લૂક પ્રત્યે જાગરૂક કરી. રુઢીવાદી પરિવારમાં ઉછરેલી પલ્લવી દુગ્ગલે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બન્યા બાદ પોતાના માતા-પિતાની ઈચ્છાની વિરુદ્ધ ફેશન ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. ‘લંડન કોલેજ ઓફ ફેશન’ની સ્કોલરશિપથી પોતાના સફરની શરૂઆત કરી. ત્યાં છ મહિનાનો કોર્સ કર્યા બાદ પાર્સન ગઈ, ત્યાં બ્લૂમિંગ ડેલ્સની ઈન્ટર્નશિપથી પોતાનો ખર્ચ ઉઠાવ્યો. ઈન્ટર્નશિપ કર્યા બાદ પલ્લવીને ત્યાં નોકરી મળી. ત્યાં તેણે વેપારની યોજના, વિતરણ અને નાણાકીય વિશ્લેષણનું કામ શીખ્યું. ન્યૂયોર્કમાં બે વર્ષ કામ કરવા દરમિયાન તેણે અનુભવ્યું કે ભારતીય માર્કેટમાં સસ્તા પરંતુ ડિઝાઈનર વસ્ત્રોનો અભાવ છે.

પલ્લવી કહે છે,

“2 વર્ષ સુધી ભારતમાં પોતાના સગા-સંબંધીઓને ફેશનેબલ વસ્ત્રો મોકલવાનું અને એરપોર્ટ પર ભારે ભરખમ ભાડું ચૂકવવા દરમિયાન મગજમાં હેશટેગ ડૉટ ઇનનો વિચાર આવ્યો.”

પલ્લવીને, હેશટેગને સાકાર કરવા માટે બજેટ, ખરીદી, લોજીસ્ટિક, ડિઝાઈનિંગથી માર્કેટીંગ સુધી તમામ કામ સ્વયં કરવા પડ્યા. તેમણે આંતરરાષ્ટ્રીય લક્ઝરી બ્રાન્ડ્સ સાથે મળીને ફેક્ટરીના ઉત્પાદનો ખરીદવા પડ્યા. તેમનો દાવો છે કે, તેના વસ્ત્ર અને લક્ઝરી પ્રોડ્કટ કોઈપણ લક્ઝરી બ્રાન્ડ સાથે સ્પર્ધા કરી શકે છે.

એ પૂછવા પર કે તેમને પ્રેરણા ક્યાંથી મળે છે. પલ્લવી કહે છે કે જો કોઈ મહિલા પરિધાન પહેરી સુંદર દેખાય તો નિશ્ચિત રીતે જ તેની અંદર આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે અને આથી તેને ખુશી મળે છે. મહિલાઓના ચહેરા પર ખીલેલી મુસ્કાન જોઈ તેમને કઠોર પરિશ્રમની પ્રેરણા મળે છે.

અનીષા દલાલ અને નિરાલી માલ્જી- કપકેક એન્ડ ક્લોઝેટ

અનીષા દલાલ અને નિરાલી માલ્જી નાનપણની બહેનપણીઓ છે અને આજે કપકેક એન્ડ ક્લોઝેટની સહકર્મી અને બિઝનેસ પાર્ટનર્સ પણ. બન્ને છોકરીઓ વચ્ચેની વાતચીત અને ફેશન પ્રત્યેના લગાવને કારણે તેમણે ફેસબુક પેજનું નિર્માણ કર્યું. અનીષા દલાલ અને નિરાલી માલ્જીએ ફેશન અને બિઝનેસ અંગેનું શિક્ષણ નથી મેળવ્યું. પરંતુ તે પોતાની ધૂન પર અડગ રહી, અને વર્ષ 2011માં કપકેક અને ક્લોઝેટ શરૂ કરી.

આ લોકોએ અમુક પસંદગીના ઉત્પાદનોનો એક આલ્બમ પોતાના ફેસબુક પેજ પર અપલોડ કર્યો. ઉત્પાદનોને ખૂબ સારો રિસપોન્સ મળ્યો. અને એક જ દિવસમાં તમામ ઉત્પાદનો વેચાઈ ગયા. આથી તેમને આ વ્યવસાયમાં શક્યતાઓ નજરે પડી અને ફેશનના ક્ષેત્રમાં બિઝનેસ કરવા અંગે ગંભીરતાપૂર્વક વિચાર કર્યો.

નિરાલીએ બેન્કિંગ અને વીમા તથા કાયદામાં બેચલરની ડિગ્રી પ્રાપ્ત કરી છે. જ્યારે અનીષા પાસે કેમિકલ એન્જિનિયરીંગની ડિગ્રી છે.અનીષા અને નિરાલી કહે છે,

“અમે માત્ર 20 વર્ષની ઉંમરમાં જ ફેશન ઉદ્યોગમાં એન્ટ્રી કરી. અમે ઉદ્યોગસાહસિક છીએ, અમને કોઈ અનુભવ ન હતો. ન તો અમારી પાસે ઓફિસ હતી કે ન તો કોઈ જમા રકમ. અમારી પાસે એમબીએની ડિગ્રી પણ ન હતી. તેમજ અમારી પાસે અમને મદદ કરી શકે તેવો કોઈ કર્મચારી પણ ન હતો. જોખમ ઉઠાવવા માટેની અમારી ઉંમર ન હતી. બસ અમે આગળ વધ્યા, અને અમે કરી બતાવ્યું.”

યોગ્ય લોકો સાથે કામ કરવાની પસંદગીમાં અમને ખૂબ જ મહેનત પડી. આખરે અમને તે યોગ્ય લોકો મળ્યા, અને હાલ ચોથા વર્ષમાં કપકેક અને ક્લોઝેટની પાસે આઠ લોકોની મજબૂત ટીમ છે.

“જોકે તમારે એ સુનિશ્ચિત કરવું પડે છે કે, આવનારા લોકો ખુશીથી કામ કરે, કારણકે, તેમને સાથે રાખીને જ તમે તમારી મંઝીલ સુધી પહોંચી શકો છો. આથી અમે ઓફિસમાં હંમેશા ખુશનુમા વાતાવરણ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ અને અમે એક પરિવાર બનીને કામ કરીએ છીએ.”

નવા ઉદ્યોગસાહસિકો માટે અનીષા અને નિરાલીની સલાહ છે,

“બેશક ખૂબ જ નાના સ્તર પર કામ શરૂ કરો, પરંતુ પોતાના વ્યવસાયને દરેક સ્તર પર પૂર્ણતા મેળવવા માટે સખત મહેનત કરો, સમયની સાથે જ તમારી મહેનત પણ રંગ લાવશે અને તમને ચોક્કસથી સફળતા મળશે.”


લેખક- આયુષ શર્મા

અનુવાદક- YS ટીમ ગુજરાતી

Related Stories