એક સૉરી બોલવાથી કેટલા સંબંધો બચી શકે ને! 

ઈદ, પ્રેમ અને ભાઈચારાનું પર્વ છે. તમામ નારાજગી અને ફરિયાદો ભૂલીને ઈદ પર લોકો ગળે મળે છે!

0

સૉરી, છે એક નાનકડો શબ્દ. પણ તેનું મહત્ત્વ કેટલું બધું છે! 

આ એક નાનકડો શબ્દ વર્ષોની કડવાશ ધોઈ નાખે છે. તમારા અહંકાર, ગુસ્સા અને તમારા નજીકના લોકોના પ્રેમની વચ્ચે એક નાનકડી દીવાલ જાણે બની ગઈ હોય છે, જે હોય છે ઘણી જ પાતળી પણ સમયની સાથે તે મજબૂત બનતી જાય છે. પણ એક સૉરી એ દીવાલને પાડી શકે છે. ઈદ પ્રેમ અને ભાઈચારાનું પર્વ છે. 

આ ઈદ પર બધા મેલને ધોઈ નાખો, એક સૉરીની તો વાત છે, બોલી નાખો...

આ ઈદ પર ઘડી ડીટર્જન્ટ પાઉડરે એક સરસ જાહેરાત રજૂ કરી છે જે ભાઈચારા અને પ્રેમનો સંદેશ આપે છે. આ જાહેરાત બતાવે છે કે 'સૉરી' એક નાનકડો શબ્દ જ તો છે, બોલી નાખો અને આ ઈદ પર મનના તમામ મેલ ધોઈ નાખો. તમે પણ જુઓ આ સુંદર જાહેરાત:

આ જાહેરાતમાં એક નાનકડો પરિવાર બતાવાયો છે, પતિ અને પત્ની. બંને પોતાના ઘરે ઈદની તૈયારીમાં વ્યસ્ત છે. પત્ની પૂછે છે કે આ ઈદ પર કોણ કોણ આવવાનું છે. પતિ જવાબ આપે છે કે એજ, આપણી ગેંગ. એટલે પત્ની કહે છે કે આ વખતે પણ જે લોકો આપણાથી નારાજ છે એ લોકો નહીં આવે! તે પતિને સમજાવે છે કે 'સૉરી' બોલી દે. પતિ પોતાના નજીકના મિત્રો, ઓફિસમાં સાથે કામ કરતા લોકોને ફોન કરે છે અને એ તમામને 'સૉરી' કહીને ઘરે જમવા આમંત્રણ આપે છે. 

ઈદ પર સૌ રાજીખુશીથી જમે છે. જ્યારે સૌ મહેમાન જતાં રહે છે ત્યારે પતિ-પત્ની ટેબલ સાફ કરવા લાગે છે ત્યારે પતિ ટેબલ પર પાથરેલા કપડાંને ગંદુ થઇ ગયેલી જુએ છે અને પતિ પત્નીને કહે છે, 'સૉરી', આ તો ઘણું મેલું થઇ ગયું. પત્ની જવાબ આપે છે, "આ મેલ તો સાફ થઇ જશે, પણ તમારી અંદરનો મેલ તો સાફ થઇ ગયો ને. ઈદ મુબારક!"

તો તમે પણ આ ઈદ પર તમામ નારાજગી, ગુસ્સો અને ફરિયાદો દૂર કરી નાખો. આ દુનિયામાં સૌથી અનમોલ કંઈ છે તો એ છે પ્રેમ અને સદભાવ. આજે ઈદ છે, એ તમામ લોકો સાથે વાત કરો જેને તમે ખૂબ પ્રેમ કરો છો પણ કોઈ કારણસર તમારી વચ્ચે કડવાશ આવી ગઈ છે. જાઓ, તેમને મળો, 'સૉરી' કહો અને ગળે મળો.

ઈદનો તહેવાર છે, બધું ભૂલીને પ્રેમ વહેંચવાનો અવસર છે.

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...