ઘેર બેઠાં કામ કરતી વખતે માનસિક સ્વસ્થતા જાળવવા માટેની 14 ટીપ્સ

ઘેર બેઠાં કામ કરતી વખતે માનસિક સ્વસ્થતા જાળવવા માટેની 14 ટીપ્સ

Thursday July 07, 2016,

7 min Read

એચપીના લેપટોપની થોડાં સમય અગાઉ આવેલી જાહેરાત તમે જોઈ હશે. આજની પેઢી ચાલતાં-ચાલતાં, વાતો કરતાં લેપટોપનો ઉપયોગ કરે છે – એક યુવાન જ્યુકબોક્સની જેમ લેપટોપ લઈને ફરતો હોય છે – એ જાહેરાત તમે જોઈ હશે. આ જાહેરાત એક બાબત સામે ધ્યાન આકર્ષિત કરે છે અને તે છે, ઘેર બેઠાં કામ કરવાનો ટ્રેન્ડ. આ ટ્રેન્ડ એકદમ ઝડપથી વધી રહ્યો છે અને તેમાં સ્થાયીપણાનો ભાવ હોવો એ નિર્વિવાદ છે.

આ મુદ્દો આશીર્વાદરૂપ છે કે નુકસાનકારક એ ચર્ચાનો વિષય છે, પરંતુ બીજી તરફ તે અનિવાર્ય હોવાનું પણ નિર્વિવાદ છે. ડિજિટલ કે ડિજિટલી વ્યાપ ધરાવતા મોટા ભાગના સ્ટાર્ટઅપના સ્વતંત્ર પ્રયાસના વિકલ્પમાં ઘેરબેઠાં કામ કરવાનો વિકલ્પ ઘણો પ્રચલિત છે.

પરિવર્તનશીલ મહિલા આંત્રપ્રેન્યોર પર આ ટ્રેન્ડની વધુ અસર પડે છે. કદાચ બંને વિશ્વમાં શ્રેષ્ઠ દેખાવ માટેનો કીમિયો પણ બની શકે છે.

ઘેરબેઠાં કામ કરવાનો અર્થ એવો નથી કે તમારા ટેબલ જેવા થઈ ગયેલા પેટ ઉપર બટેટાની ચિપ્સ ભરેલી પ્લેટ મૂકી હોય, તમારી મૂછ પર દૂધ કે સોડા ચોંટ્યા હોય અને પરસેવાની દુર્ગંધ 10 ફૂટ દૂરથી વર્તાતી હોય, તે રીતે તમારે સતત 24 કલાક કામ કરવું જરૂરી નથી હોતું.

image


ઘેર બેઠાં કામ કરવાના એક વર્ષના અનુભવને આધારે મેં કેટલાક સરળ નુસખા શોધ્યા છે, જેમાં કોઈ જ વધારાની શક્તિઓ કામે લગાડવાની જરૂર પડતી નથી અને કામ કરવાની પદ્ધતિ સરળતાથી કરી શકાય છે.

1. ટીક ટોક, ઓન ધ ક્લોક

આ કહેવત બોલતી વખતે તમે દિલગીરી વ્યક્ત કરો કે મોટું મન રાખો પરંતુ સહેજ વાર અટકીને તમારી જાતને પૂછો – જો એ બાબત સ્પષ્ટ હોય તો આપણે તેનું અનુકરણ શા માટે ન કરવું જોઈએ? અનુકૂળ સમય એ છૂપો વિનાશ છે. એ મેઘધનુષના અંતે શૌચાલય જેવો હોય છે. અનિયમિતતા ક્યારેય કોઈના માટે સારી નથી હોતી. હાથ પર લીધેલું કામ સમયસર પૂરું ન કરવાના કિસ્સામાં તમને એકલાને જ નુકસાન થતું હોય છે. તેને કારણે તમારું સામાજિક જીવન, તમારો નવરાશનો સમય, તમારા પોતાના માટેનો સમય અને છેવટે તમારા સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે. તમારો સમય નિશ્ચિત કરો અને તેને વળગી રહેવાનો પ્રયાસ કરો.

2. શિસ્ત જાળવવા કડકાઈ અપનાવો

કામના કલાકો માટે નિયમિત સમય ફાળવવા બોસને કહો. ઘડિયાળનો કાંટો ડેડલાઇન કરતાં એક મિનિટ પણ આગળ વધ તો તરત જ લેપટોપ બંધ કરો. ડાયરી બંધ કરો અને તમારા કામના સ્થળેથી ઊભા થઈ જાઓ. મારો વિશ્વાસ કરો, તમે જેવું કામ બંધ કરશો એટલે તમને કામ કર્યાનો અનેરો સંતોષ મળશે. અને જો તમે ડેડલાઇન પૂરી ન કરી શકો તો સવારે વહેલાં ઊઠીને પણ કામ પૂરું કરો. જાત પ્રત્યેની તમારી નરમાશ નબળાઈ સાબિત થશે, અને તે બીજા કોઈને નહીં, પરંતુ તમને જ નુકસાનકર્તા સાબિત થશે.

3. તમારા મિત્રો અને પરિવારને તમારું નિરીક્ષણ કરવા કહો

સ્વયંશિસ્ત અંગે ગંભીર અને જાગ્રત રહેનારી વ્યક્તિ મારા મતે ભવિષ્યમાં સૈનિક, નિંજા, બેટમેન કે કલ્પનામાં રાચતી હોઈ શકે છે. મારા કામના શિડ્યૂલ પર વિશ્વાસ મૂકવાનું મારા માટે સરળ નથી હોતું. તેથી, હું આ જવાબદારી મારા મિત્રોને સોંપી દઉં છું. ‘હું ભગવાન છું’ તેવા શીર્ષક સાથેના તમારા મિત્ર કે સ્વજનના કરાર બાદ તમારે તેમની પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવી લેવું જોઈએ. તમે જ્યારે ડેડલાઇન ચૂકી જાઓ ત્યારે તમને ટોર્ચર કરવા અને ડેડલાઇન પ્રત્યેની જવાબદારી યાદ અપાવવા માટે એ લોકોને મંજૂરી આપો.

4. અથવા તમારા શનિ-રવિ ડિસ્ટર્બ થવા દો

ડેડલાઇન મુજબ કામ ન કરવું એ અયોગ્ય છે. તેને કારણે આખા અઠવાડિયા સુધી કામ ખેંચ્યા કરવાની આદત ધરાવતા લોકોમાં તમારો સમાવેશ થાય છે અને આ જ બેફિકરાઈને કારણે તમારે તમારા શનિ-રવિનો પણ ભોગ આપવો પડે છે. તેને પરિણામે તમારા મિત્રો-સંબંધીઓ તમારાથી દૂર થવા લાગે છે. શુક્રવારે રાત્રે તમારા મિત્રો વીકએન્ડના મૂડમાં હોય ત્યારે તમે કામ પૂરું કરવાની મથામણ કરતાં હોવ છો. શનિવારે રાત્રે તમે સૂઈ જાઓ અને સવારે 5 વાગ્યે તમારી આંખ ખૂલે ત્યારે પણ તમને વધુ 5 કલાકની ઊંઘ લેવાની ઇચ્છા થાય. પછી મિત્રો કે પરિવાર સાથે તમે રવિવાર ગાળો ત્યારે એકાએક અહેસાસ થાય કે હવે 12 કલાક પછી સોમવાર આવશે. નર્કમાં વિશ્વાસ કરતી હોય તેવી કોઈ પણ વ્યક્તિને પૂછશો તો તે પણ આ સ્થિતિનું વર્ણન કરશે.

5. પૂર્વભૂમિકા અને પૂર્વતૈયારી કરો

હવે, તમારે તમારી આદર્શ ઓફિસ અને કામની સ્થિતિના નિર્માણ, નિર્ણય અને કલ્પના કરવાની જરૂર છે અને તેના પર અમલ કરો. શરૂઆત કરવા માટે ચોક ઉપાડો અને એકદમ ક્રૂરતા દાખવીને યુદ્ધનાં ચિત્રો દોરો. તમારી સીમા નક્કી કરો. ઘરમાં જ કામનું સ્થળ શોધી લો અને ત્યાં આરામદાયક ટેબલ-ખુરશી મૂકો, છોડ ઉગાડો. છોડથી તમને જમીન સાથે જોડાઈ રહેવાની પ્રેરણા મળશે. તમે પણ મારી જેમ પત્રકાર હોવ તો તમે જ્યાં બેસતાં હોવ તે ટેબલ કે છોડથી દૂર રાખો અને તેને બદલે લશ્કરી કિલ્લાનું ચિત્ર મગજમાં રાખો. તમારી પાસેના ફર્નિચર સાથેની જગ્યા ખુલ્લી રાખો, તમારી આંખ સામે રહે તે રીતે લેપટોપ ગોઠવો, જરૂર લાગે તો પીઠને આરામ મળે તેવી આરામદાયક ખુરશી પણ ખરીદો.

6. ટીવી હોય તે રૂમમાં ન બેસો

ટીવી એ રૂમમાં મૂકેલા હાથી જેવો હોય છે. જે રૂમમાં ટીવી હોય ત્યાં કામ કરશો તો બહુ ઝડપથી તમારી કામ કરવાની કલ્પના કડડભૂસ થઈ જશે. કારણ કે, ટીવી અને કામ બંને એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે અને એ બંને ભેગાં થાય ત્યારે કામમાં ચોક્કસપણે વિક્ષેપ પડે છે. એ બંનેમાં કોણ જીતે છે, એ પ્રશ્ન નથી પરંતુ તમારું કામ અટવાઈ પડશે.

7. ડ્રેસ તૈયાર કરો

લોકો દિવસમાં એક વાર નહાતા હોય છે, એ મને ખબર છે (જોકે, એ મને લાગુ પડતું નથી. હું એક સાધુ છું અને મને બહારની સફાઈની જરૂર નથી, તે વાત તમને મનાવી શકું છું) તમે બહાર જાવ ત્યારે તમારા બદલે બીજું કોઈ નહાઈ શકતું ન હોય. તેવી જ રીતે તમે ઘેરબેઠાં કામ કરતાં હોવ ત્યારે પણ તેનો અમલ કરો. તેનાથી તમારો કામ કરવાનો હેતુ દ્રઢ બનશે.

8. નિશ્ચિત સમયે કોઈ વસ્તુ પર ધ્યાનથી જુઓ

હવે, સતત બેઠાં રહેવાને કારણે શરીરને આરામ આપવાનો મુદ્દો છે. કારણ કે, તમે ઘેરબેઠાં કામ કરો છો ત્યારે તમારી ટીમે એકબીજાને ડિજિટલી પડકાર ફેંકવાની યોજના ઘડી છે, અને તેના માટે તમારે કમ્પ્યુટર સ્ક્રિન આવશ્યક છે. કમ્પ્યુટર સામે સતત જોઈને તમે કામ કરો છો. આથી કામમાં 15 મિનિટનો વિરામ રાખો અને બારી પાસે ઊભા રહો, ઓછામાં ઓછા 500 મીટર દૂર રહેલી કોઈ વસ્તુ સામે ધ્યાનથી જુઓ. પરંતુ ગ્રેટ એલેક્ઝાન્ડરનો ચહેરો ભૂલતા નહીં. તેનાથી તમે વિચારશીલ વ્યક્તિ હોવાનો ભાસ થશે, પછી ભલે તમે હિપ્પોપોટેમસ અને ગેંડાને શું કહેવું એ વિચારતા હશો એ કોઈને ખબર નહીં પડે.

image


9. ચહેરો ધુઓ

ચહેરો ધોવાનું જો ગુનો ગણાય તો હું ગંભીર ગુનેગાર છું. તમારો ચહેરો ધુઓ. ખાસ કરીને આંખ પર પાણીની છાલક મારો અને ચહેરાને ઘસો. આમ કરવાથી કમ્પ્યુટર સ્ક્રિન સામે સતત જોવાથી થાકેલી તમારી આંખને ઠંડક મળશે અને વળગાડ દૂર થાય તેમ તમારી નીંદર ઊડી જશે.

10. ચાલતાં ચાલતાં વાત કરો

લોકો તેને ફોન માર્ચ કહે છે. મારા પરિવારે જ્યારથી 21મી સદીમાં જીવવાનું શરૂ કર્યું ત્યારથી ઘરમાં લેન્ડલાઇન ફોનને બદલે કોડલેસ ફોન વસાવ્યો છે. હું તેમનાથી એક ડગલું આગળ વધી અને મારા ક્લાસમેટના બ્રેક-અપની વાત સાંભળવા માટે મેં મારા ઘરની લંબાઈ ઘટાડી દીધી. તેનાથી મારા વર્તમાન કાર્યસ્થળમાં નિંજા જેવી શક્તિ મળતી હોવાનું મેં અનુભવ્યું. તમારા રોજિંદા કામમાંથી ફોન દ્વારા સંપર્ક વ્યવહારમાંથી તમે છટકી શકતા નથી.

11. નીચે ઉતરો

હેતુપૂર્વકનું શબ્દચાતુર્ય નહીં, પરંતુ સ્પષ્ટતા હોવી જોઈએ.

તમારી ઘરની ઓફિસમાં કામમાં વિક્ષેપ ન પડે તે માટે આત્મશ્લાઘા કરનારા સહ કર્મચારીઓ, બોસ, ઇન્ટરવ્યુના ઉમેદવાર, ક્લાયન્ટથી હંમેશાં દૂર રહેવું જોઈએ. તમારા બોસના ફેસબુક એકાઉન્ટમાં અપલોડ કરેલી બોસના બીજા લગ્નની તસવીરને પિતા-પુત્રીની તસવીર તરીકે ઓળખાવો ત્યારે એ કન્વર્સેશન સવાર બગાડે છે. આવી સ્થિતિ સર્જાય ત્યારે સ્પોર્ટ્સ શૂઝ પહેરો અને બહાર ફરવા નીકળી જાઓ. તે માત્ર અતિ સક્રિયતા જ નથી, આરામદાયક પણ છે. મારા બિલ્ડિંગમાં વોક-વે સાથેનું ગાર્ડન પણ છે. હું મારા રોલ-મોડેલની મુલાકાત સમયે હતાશા અનુભવું ત્યારે આવું જ કંઈક કરું છું, પરંતુ એ બધું જ પાર્કમાં ચાલવા જેવી જ અનુભૂતિ આપે છે.

12. ડિજિટલી મીટને બદલે હંમેશાં વ્યક્તિને મળવાનું પસંદ કરો

મીટિંગ માટેના વિકલ્પો તમારે પસંદ કરવાના હોય તો હું મેઇલ કે સ્કાયપને બદલે વ્યક્તિગત મીટિંગ કરવાનું સૂચન કરું છું. કારણ કે, કોઈ વ્યક્તિ જ્યારે તમને કામ આપે ત્યારે રાતનો સમય બગાડવો નહીં, દિવસે જ મુલાકાત કરવી જોઈએ.

13. ગેજેટ્સને બાયબાય કહો

તમારા લેપટોપ, મોબાઇલ ફોન, ટેબ્લેટ, ટેલિવિઝન તમારો દયનીય, પ્રેમ ઝંખતો ચહેરો જોવા આતુર છે. અને તમે તેના પર જેટલો પ્રહાર કરશો એટલું જ ઝડપથી એ ઓફ થઈ જાય છે. આ સ્થિતિમાં તમારા મોંમાંથી કોઈ સારા શબ્દો નહીં નીકળે. સ્વયંશિસ્ત જાળવનારી વ્યક્તિ એ જગ્યાએથી ઊભી થઈ જશે. બધું જ બંધ કરી દેશે. તમારી ઉદાસીનતાને કારણે તમે સેલફોનનો પણ ઉપયોગ કરવાનું ટાળો છો, પરંતુ નિરાશ થયા વિના ત્યાંથી નીકળી જાવ. આ સ્થિતિ કરતાં તમે સારી સ્થિતિમાં રહી શકો છો. સતત 8 કલાક સુધી તમે કમ્પ્યુટર સ્ક્રિન સામે કામ કરીને પૂરતી મહેનત કરી છે. હવે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરો એ સલાહભર્યું છે.

image


14. શ્રેષ્ઠ પળ માણો

હું રોજ મારા દાદા સાથે જમું છું. અને કોઈએ શા માટે આવી તક ગુમાવવી જોઈએ!

લેખક- બિંજલ શાહ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

આવી જ અન્ય ટિપ્સ અને એક્સપર્ટ માર્ગદર્શન મેળવવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ આર્ટીકલ્સ વાંચો:

"કોલેજકાળના દિવસોમાં જ તમે સૌથી વધુ નવું શીખી શકો છો"- બિલ ગેટ્સ

તમે કેટલી જાડી ચામડીના છો?

ઉદ્યોગસાહસિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી શું શીખી શકે છે?