‘Social Startups’ માટે સારા સમાચાર: રોકાણકાર તૈયાર છે... બસ, જરૂર છે તમારો આઇડિયા શેર કરવાની!!

0

સમય ઘણો બદલાઇ ગયો છે. તેવામાં જરૂર છે સાચી જગ્યાએ પોતાના વિચાર, પોતાના આઇડિયાને શેર કરવાની. હવે તે સમય નથી રહ્યો કે તમે સમાજ માટે કાંઇ સારૂ કરવા માગો અને પૈસાના અભાવે તેમ ના કરી ન શકો. તમારી પાસે પ્રારંભિક મૂડી ના હોય તો પણ તમે હવે તેમ કરી શકો છો. સમાજને સારી દિશા આપી શકો છો, જરૂરીયાતમંદ લોકોના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કરી શકો છો. તેમને શાંતિની પળો આપી શકો છો. તે માટે તમારે શું કરવુ જોઇએ તે જાણવું જરૂરી છે. તેવામાં સૌથી મહત્વપૂર્ણ સવાલ છે કે તમે આવા લોકોને કઇ રીતે શોધશો જે તમારા સામાજિક કાર્યને એક દિશા પ્રદાન કરવા માટે નાણા લગાવવા તૈયાર હોય? ચાલો અમે તમારી મુશ્કેલીને સરળ બનાવી દઇએ છીએ. અમે એવા તમામ રોકાણકારો વિશે જાણકારી આપવાનો પ્રયાસ કરીએ છીએ જે તમારા માટે મદદગાર સાબિત થઇ શકે છે. TiECon 2015 માં ‘સોશિયલ આંત્રપ્રિન્યોરશિપ એન્ડ ઇમ્પેક્ટ ઇનવેસ્ટિંગ’ હેઠળ ઇમ્પેક્ટ ઇનવેસ્ટર કાઉન્સિલના સીઈઓ અમિત ભાટિયા, કેસપિયનના મેનેજિંગ ડાઇરેક્ટર એસ.વિશ્વનાથ પ્રસાદ, અંકુર કેપિટલના કો-ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર રિતુ વર્મા, અવંતિ લર્નિંગ સેન્ટરના પ્રેસિડેન્ટ અક્ષય સક્સેના હાજર રહ્યા હતા.

રોકાણ માટેની પ્રાથમિકતાઓઃ

અંકુર કેપિટલના કો-ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર રિતુ વર્માએ પોતાની કંપનીની યોજનાઓ અને રોકાણ વિશે જણાવ્યુ હતું-

‘‘અંકુર કેપિટલનું ફોકસ પ્રારંભિક લોકો અને પહેલેથી જ કામ કરી રહેલી સંસ્થાઓ સાથે જોડાવામાં અને રોકાણ કરવા તરફ છે જેઓ ગ્રામીણ ભારતના વિકાસ માટે કામ કરી રહી છે. અથવા તો પછી એવા લોકોની સાથે જેમની પાસે તેની સાથે જોડાયેલા આઇડિયા છે. “અંકુર કેપિટલ દેશના વિકાસ માટે કામ કરી રહેલી સંસ્થાઓમાં મૂડી રોકાણ કરવા માટે તો તૈયાર છે જ, પણ સાથે જ અમે તેમની સાથે ભાગીદાર તરીકે પણ જોડાવા માટે પણ તૈયાર છીએ.” અંકુર કેપિટલનો ખાસ આગ્રહ ખેતી, ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય સેવા ક્ષેત્રે સુધારો કરવા માટે રોકાણ કરવું.

કેસપિયનનાં મેનેજિંગ ડાઇરેક્ટર એસ.વિશ્વનાથ પ્રસાદે જણાવ્યું હતું કે, ‘‘અમારી કંપની અત્યાર સુધી ખાસ પ્રકારે મોટી કંપનીઓમાં રોકાણ કરતી હતી પણ કંપનીએ થોડા વર્ષો અગાઉ દેશના વિકાસમાં રોકાણ કરવાની યોજના બનાવી હતી. કેસપિયન ફૂડ સેક્ટર અને એગ્રીકલ્ચર સાથે જોડાયેલા આઇડિયામાં રોકાણ કરવા પર ખાસ ભાર આપે છે.’’

અવંતિ લર્નિંગ સેન્ટર્સના સહ સંસ્થાપક અને પ્રેસિડેન્ટ અક્ષય સક્સેનાએ કહ્યું હતું કે, ‘‘અવંતિ લર્નિંગ સેન્ટર્સ ૯-૧૨માં ક્લાસ સુધીના બાળકોના અભ્યાસ ક્ષેત્રે સતત કામ કરી રહ્યું છે. બાળકોમાં ગણિત અને વિજ્ઞાન વિષય પ્રત્યે કઇ રીતે રસ જાગૃત કરવામાં આવે, કઇ-કઇ નવી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે તે બાબત પર અમારું સઘળું જોર છે. અવંતિ લર્નિંગ સેન્ટર્સ આ દિશામાં જ આગળ જોઇ રહ્યું છે.’’

આંત્રપ્રિન્યોર અને સ્ટાર્ટઅપની ભાગીદારી જરૂરી

કાર્યક્રમમાં હાજર રહેલા વક્તાઓએ આ વાત માની હતી કે સોશિયલ સેક્ટરમાં સ્ટાર્ટઅપ અને આંત્રપ્રિન્યોરે આગળ આવવું જોઇએ. કારણ કે સમાજની સારપ માટે સૌ કોઇ વિચારે તે જરૂરી છે. તેવામાં જો તેઓ આગળ આવે છે તો નવી ટેક્નિકની સાથે જ સમાજના તે ભાગ સાથે પણ તેઓ જોડાઇ શકશે જેઓ સતત ઉપેક્ષિત રહ્યા છે. સોશિયલ સેક્ટરમાં રોકાણ કરનારા લોકોનું માનવું છે કે, કારણ કે રોકાણકારો આ સેક્ટરમાં પણ છે તેથી સરકાર ઉપરાંત આ અમારી પણ જવાબદારી બને છે કે સમાજ માટે કાંઇ સારું કરવામાં આવે. કેસપિયનના મેનેજિંગ ડાઇરેક્ટર એસ.વિશ્વનાથ પ્રસાદ અનુસાર, ‘‘સમાજના હિત અને ભલાઈને ધ્યાનમાં રાખીને તેમની કંપનીએ રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે.’’ અંકુર કેપિટલના કો-ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર રિતુ વર્માનું માનવું છે કે સોશિયલ સેક્ટરમાં પડકારો છે પણ તે પડકારોને દૂર કરી શકાય છે. તેથી જ રોકાણકારો સામે જો તસવીર એકદમ સ્પષ્ટ હોય, તેમને સોશિયલ સેક્ટરમાં વિકાસ અને ફાયદો દેખાતો હોય તો પછી તેઓ રોકાણ શા માટે નહીં કરે. તેવામાં સ્ટાર્ટઅપ અને આંત્રપ્રિન્યોર આગળ આવે તે જરૂરી છે.