મહિલાઓ દ્વારા, મહિલાઓ અને મહિલા સશક્તિકરણ માટે ‘ટેન્ટ જ્વેલરી’

મહિલાઓ દ્વારા, મહિલાઓ અને મહિલા સશક્તિકરણ માટે ‘ટેન્ટ જ્વેલરી’

Monday October 19, 2015,

3 min Read

શબનમ તંત્રી, ટેન્ટ જ્વેલરી (tent Jewellery)નાં સહસ્થાપક કહે છે, “ભારતની કે દુનિયાની મહિલાઓને કોઈ સંદેશ આપવો હોય તો તે છે ‘કશું જ અશક્ય નથી.’ ભલે સંજોગો તમારી સાથે ન હોય તો પણ કૂદી જાવ અને તેના માટે પૂરતી કોશિશ કરો તેમજ તેને પોતાનું સર્વશ્રેષ્ઠ આપો. જો તમારામાં કંઈક કરવાની ઇચ્છા હશે તો આખું બ્રહ્માંડ તમારી મદદ કરશે.

image


શબનમ વર્ષ 2013માં K.E.Coના સ્થાપકને મળ્યાં અને ‘ટેન્ટ જ્વેલરી’ માટે ફંડ તેમજ મંજૂરી મેળવી અને આજે તે પોતાની કન્ટેમ્પરરી જ્વેલરીનાં ઝનૂનને સાકાર કરી રહી છે. તે ટૂંક સમયમાં બિઝનેસ સ્થાપવા માટે એક સ્ટોર અને વેબસાઇટ શરૂ કરવાની વિચારણા કરી રહ્યાં છે.

વર્લી ફેસ્ટિવલ (worli festival) મુંબઈમાં શબનમના સ્ટોલને સારો રિસ્પોન્સ મળ્યો હતો. જે લોકો તેમની સાથે રાજસ્થાન અને અમેરિકાથી પણ કામ કરવા માગે છે તેમના પ્રદર્શન અને શિબિરોની યજમાન પણ શબનમ બનવાની છે. તે કહે છે, “કોઈ પણ મહિલા કે જે આર્ટ જ્વેલરીમાં કામ કરવા માગે છે તેનું સ્વાગત છે. તે મહિલા જ્વેલરીના વેચાણ ઉપર કુલ કિંમતના 30 ટકા કમાઈ શકે છે. દરેક ઉત્પાદનનાં 5 ટકા સીધા એનજીઓ અને મહિલાઓ માટેના સ્વ-સહાયતા સમૂહો જે કાશ્મીરમાં મહિલાઓ અને ભારત ગ્રામીણ ક્ષેત્રોમાં સુધારણાનું કામ કરે છે તેમને જાય છે.” ટેન્ટ જ્વેલરી પહેલાં શબનમ કાશ્મીર અને મુંબઈમાં એનજીઓ માટે કામ કરી ચૂક્યાં છે. તેમણે યુનિવર્સિટી ઓફ મુંબઈમાંથી સોશિયોલોજીમાં અનુસ્નાતકની પદવી મેળવી છે.

તેઓ કહે છે, “તમે જે કરો તેમાં તમને વિશ્વાસ હોવો જોઇએ. અને તમારે તમારા સિદ્ધાંતોને વળગી રહેવું જોઇએ. ટેન્ટ જ્વેલરી મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે અને મહિલા સશક્તિકરણ માટેનો મારો પ્રયાસ છે. મારા માટે તે મહિલાઓ સુધી પહોંચવાનો અને તેમની સાથે જોડાવાનું માધ્યમ છે ભલે તે ભારતનાં ગમે તે ખૂણામાં કેમ ન રહેતી હોય. શબનમે પોતાના જીવનને બે અલગ વાસ્તવિકતાઓમાં જોઈ છે, ભૌગોલિક દૃષ્ટિએ મુંબઈ અને કાશ્મીર તેમજ વ્યક્તિગત રૂપે ત્રાસ અને જીત!

શબનમ કાશ્મીરમાં ઉછર્યાં અને 14 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ આવી ગયાં. વર્ષ 2006માં ત્રાસવાદી હુમલામાં તેમણે તેમનાં પિતાને ગુમાવ્યા. આ ઘટના તેમના અને તેમના પરિવાર માટે સ્તબ્ધ કરી દેનારી ઘટના હતી. “એ વખતે મને એમ લાગ્યું કે જાણે બધું ખલાસ થઈ જશે. તેઓ અમારાં માટે સર્વસ્વ હતા.” તેમ શબનમે જણાવ્યું. તેમનાં પિતા પાવર ડિપાર્ટમેન્ટમાં એન્જિનિયર હતા. તેઓ માનવતાવાદી હતા અને શ્રીનગરમાં સ્કૂલ પણ ચલાવતા હતા. લગ્ન પહેલાં ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો.

તેમને સતત કાશ્મીર છોડી દેવા માટેની ધમકી મળતી હતી પરંતુ તેમણે ન છોડ્યું. તેઓ કહે છે, “મારા પિતા એક સારા માણસ હતા. તેઓ શિક્ષણ તેમજ શિક્ષણના માધ્યમથી સશક્તિકરણમાં વિશ્વાસ ધરાવતા હતા. હું તેમનાં જીવનથી પ્રભાવિત રહી છું. તેમને જોઈને જ હું બીજાને મદદ કરવાની શક્તિમાં વિશ્વાસ રાખીને મોટી થઈ છું. તેઓ નિઃસ્વાર્થ હતાં તેઓ જેમના માટે અને જેઓ તેમના માટે કામ કરતાં તેમનું ધ્યાન રાખતા હતા.” તેનો પ્રભાવ શબનમનાં જીવન પર પડ્યો હતો. તેઓ જણાવે છે, “અમે એવાં વાતાવરણમાં ઉછર્યાં છીએ કે જ્યાં પોતાનાં કરતાં બીજાનો વિચાર પહેલાં કરવામાં આવે છે. મને આશા છે કે હું ટેન્ટ સાથે જે કામ કરી રહી છું તેના કારણે મારા સિદ્ધાંતોને સન્માન મળશે.” શબનમ પોતાના અનુભવો અંગે એક પુસ્તક લખી રહ્યાં છે જે ઝડપથી પ્રકાશિત થશે.


સંપર્ક : Facebook page