ગ્રામીણ ભારતને સશક્ત બનાવીને પરિવર્તન લાવવા માગતાં ઝરિના સ્ક્રૂવાલા

તેઓ 'સ્વદેસ' ફાઉન્ડેશનનાં ફાઉન્ડર અને ટ્રસ્ટી છે. આ સંસ્થા, ગ્રામિણ ભારતને ઉત્તમ વ્યવહાર, મોડર્ન ટૅક્નોલૉજી અને જીવનનાં મૂલ્યો શીખવાડીને સશક્ત કરવા તરફ કામ કરે છે

0

લોકોને સશક્ત કરવું, અને તેમને પોતાનાં સપનાં પૂર્ણ કરીને પોતાની જીંદગી બદલવા માટે સક્ષમ બનાવવા ઝરિના સ્ક્રૂવાલાનાં જીવનનું ધ્યેય છે. તેઓ સ્વદેસ ફાઉન્ડેશનનાં, ફાઉન્ડર અને ટ્રસ્ટી છે. આ સંસ્થા, ગ્રામિણ ભારતને ઉત્તમ વ્યવહાર, મોડર્ન ટૅક્નોલૉજી અને જીવનનાં મૂલ્યો શીખવાડીને સશક્ત કરવા તરફ કામ કરે છે.

ઝરિના તથા તેમના પતિ રૉની સ્ક્રૂવાલાએ, સ્વદેસ ફાઉન્ડેશનની શરૂઆત કરી, જેનું શરૂઆતી નામ SHARE (સોસાયટી ટૂ હીલ એઈડ રિસ્ટોર ઍજ્યૂકેટ) હતું. આ ફાઉન્ડેશનનાં 90% ફંડ્સ રૉની પાસેથી આવે છે, અને બાકીનાં ફંડ્સ ડોનર્સ દ્વારા આવે છે, જેમાં, વ્યક્તિઓ તથા કંપનીઓ જેમ કે, ટાટા ટ્રસ્ટ્સ, HSBC અને IDBI બેન્કનો સમાવેશ થાય છે.

સ્વદેસ, લગભગ 2,000 નાનાં ગામ સાથે જોડાયેલું છે, અને ઝરિનાએ તેમાથી ઘણાં ગામની મુલાકાત લીધી છે, લોકોને મળ્યાં છે, તેમની ચિંતાઓને સાંભળી છે અને તેમની સમસ્યાઓને સમજ્યાં છે.

HerStoryએ વર્ષ 2013માં, ઝરિના સાથે તેમનાં જીવન વિશે, પડકારો વિશે તથા સ્વદેસ સંસ્થા વિશે તેમની યોજનાઓ વિશે વાત કરી હતી. આ વખતે, અમને સ્વદેશ ફાઉન્ડેશન સાથેની તેમની યાત્રા વિશે, સંસ્થાએ લોકો પર કેવો પ્રભાવ પાડ્યો છે, અને કઈ વસ્તુ તેમને પ્રેરણા આપે છે, તે વિશે વધુ જાણવા મળ્યું. અહિયાં કેટલાક અવતરણો આપ્યાં છે:

‘સ્વ’ સે બના દેશ

“દર પાંચ વર્ષે એક મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર લાવવાં એ અમારું ધ્યેય છે." 

"આ ધ્યેયને પામવા માટે, અમે પ્રથમ વર્ષમાં પુષ્કળ યાત્રાઓ તથા રિસર્ચ પર ધ્યાન આપ્યું હતું. અમે ઘણાં NGO, ફિલૅનથ્રોપિસ્ટ (પરોપકારી) તથા નિષ્ણાંતો સાથે વાત-ચીત કરી હતી, જેથી અમે ખ્યાલ મેળવી શકીએ કે અત્યાર સુધીમાં કેવા કાર્યો કરવામાં આવ્યાં છે, અને શું ચાલી રહ્યું છે. આનાંથી અમને આગળ વધવા માટેની તૈયારી કરવામાં મદદ મળી અને અમારી પોતાની ફિલસૂફીમાં પણ ઉમેરો કરવામાં મદદ મળી”.

તેઓ એક વાત યોગ્ય રીતે જાણતા હતાં, કે ચેરિટી ઉપર આશ્રિત એક સમુદાય બનાવવા કરતાં, તેઓ લોકોને સશક્ત કરીને કાયમ માટે ગરીબીમાંથી ઉગારવાં માંગતાં હતાં. સ્વદેસ, લોકોને તેમનાં પગ પર ઊભા રહેવાની સાથે તેમનામાં યોગ્ય ઍટિટ્યૂડ તથા તેમની ઈચ્છાઓને પુરી કરવા માટે સશક્ત બનાવે છે.

ઝરિના કહે છે,

“લોકોને ગરીબીમાંથી બહાર લાવવા માટેનો એક મહત્વપૂર્ણ ભાગ છે, કે તેમને સપના જોવા અને ઈચ્છાઓ ધરાવતાં કરવાં. અમે ઈચ્છીએ છીએ કે, લોકો સપના જુવે, અને તે સપનાઓને પુરાં કરે. અમે તેમને તેમનું ઈચ્છીત જીવન જીવવામાં મદદ કરીશું, અને માત્ર તેમનાં માટે જ નહીં પણ, તેમના પરિવાર માટે પણ."

તેઓએ, પોતાના બાળકોને પણ શિક્ષિત કરવામાં સક્ષમ હોવું જોઈએ, અને તે વાતની ખાતરી કરવી જોઈએ કે, તેઓ નોકરી પણ મેળવે. જ્યારે તમે પાયાની ઈચ્છાઓ પણ ન પુરી કરી શકો, અને ગરીબી કહેવાય. માટે, અમે તેમની માનસિકતા તથા તેમની આસપાસની વાસ્તવિકતા બદલવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ”.

360º નો અભિગમ

આ સંસ્થાએ, તેના ગ્રામીણ સશક્તિકરણના ધ્યેયને સંબોધિત કરવા માટે, એક વ્યાપક અભિગમ અપનાવ્યો છે. આને 360º અભિગમ કહેવાય છે જ્યાં, વ્યક્તિગતરૂપે તથા સમુદાયનાં વિકાસનાં દરેક પાંસા પાંચ પ્રકારનાં છે- સમુદાયને પ્રવૃત્ત કરવું, પાણી તથા સ્વચ્છતા, કૃષિ તથા આજીવિકા, શિક્ષણ અને આરોગ્ય તથા પોષણ.

ઝરિના કહે છે કે, “ગરીબી 2 પ્રકારની હોય છે- એક છે માનસિક, બીજી છે ભૌતિક”. અગર લોકોને સશક્ત કરવામાં આવે તથા તેમની માનસિકતામાં પરિવર્તન લાવવામાં આવે, તો પ્રથમ પ્રકારની ગરીબીને દૂર કરી શકાય છે. અહિયાં, પરિવર્તિત માનસિકતાવાળી વ્યક્તિ એ સમજી શકે છે કે, તેની પાસે તેના તથા તેના પરિવાર માટે, સારું જીવન જીવવા માટેનાં સપના જોવાની કે ઈચ્છાઓ ધરાવવાની તાકાત છે.

લોકોને સપના જોવા માટે સશક્ત કર્યા પછી જ આમ કરી શકાય છે. અહિયાં જ 360º નો અભિગમ કામ આવે છે, કેમ કે તેણે જીવનને આરોગ્ય તથા શિક્ષણ જેવાં વિવિધ સ્તરો પર પ્રભાવ પાડવામાં મદદ કરી છે.

ઝરિના જણાવે છે કે, “ઘણાં લોકોએ અમને કહ્યું છે કે, અમે એક વસ્તું અથવા એક પાસા પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ”. પણ તેમના રિસર્ચ તથા સમસ્યાની સમજણનાં એક વર્ષ બાદ, તેઓને અહેસાસ થયો છે કે, તેમણે સાકલ્યવાદી (હોલિસ્ટિક) અભિગમ અપનાવવાની જરૂર છે માટે, તેમણે 360º નો અભિગમ અપનાવ્યો.

ઝરિના, SRM સાથેની એક મીટિંગમાં
ઝરિના, SRM સાથેની એક મીટિંગમાં

ટીમમાં 1,600 મેમ્બર્સ છે, જેમાં 1,300 થી વધુ કમ્યુનિટી સ્વયંસેવકો છે, અને 300 થી વધુ ફૂલ-ટાઈમ સ્પેશિયાલિસ્ટ છે, જેમાંથી 90 ટકા લોકો રાયગઢ જીલ્લામાં પાયાંનાં સ્તરો પર કાર્ય કરે છે.

જવાબદારી, સ્વદેસનું અભિન્ન અંગ રહ્યું છે. આ ફાઉન્ડેશન જે પણ કાર્ય કરે તેમાં લોકોએ ભાગ લેવો પડે છે. દાખલા તરીકે, જ્યારે શૌચાલયો બનાવવામાં આવે છે ત્યારે, સમસ્ત સમુદાય તેમનાં બાંધકામમાં ફાળો આપે છે. તેમનું આર્થિક યોગદાન ભલે ન્યૂનતમ હોય પણ, તેનાથી તેમને જવાબદાર બનાવવામાં મદદ મળે છે, અને એ વાતની ખાતરી પણ મળે છે કે, તેઓ તેની પૂરતી કાળજી રાખશે.

સ્કૂલનાં વિદ્યાર્થિઓ સાથે
સ્કૂલનાં વિદ્યાર્થિઓ સાથે

પ્રભાવનું માપ

ઝરિના અનુસાર, “પ્રભાવને માપવું એ એક મોટો પડકાર છે, અને તેઓ આને બેસલાઈન સ્ટડીઝ અને ઍસ્પિરેશન સ્ટડીઝ દ્વારા મૉનિટર કરી રહ્યાં છે. દાખલા તરીકે, પ્રિંસિપલ અને ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ, તેમણે 6,175 ટીચરર્સ તથા પ્રિંસિપલ્સને ટ્રેઈન કર્યા છે, જેનાથી 85,324 વિદ્યાર્થીઓ પ્રભાવિત થયાં છે. ઝરિના વધું જણાવે છે કે, અમે કુલ 12,500 પ્રિંસિપલ્સ તથા ટીચર્સને ટ્રેઈન કરીશું, જેના દ્વારા આવનારા 3 વર્ષમાં 2,00,000 વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે”.

જોકે, દરેક વસ્તુને તરત જ ન માપી શકાય. કેટલીક યોજનાઓને પરિપક્વ થવામાં તથા ફળ આપવામાં સમય લાગે છે. અહિયાં, પોતાની યોજનામાં વિશ્વાસ હોવો જોઈએ. ઝરિના કહે છે કે, 

“અમે અહિયાં કંઈક અલગ કરવા માટે અને મૂળભૂત બદલાવ લાવવા માટે આવ્યાં છીએ. અમારી પાસે એક શ્રેષ્ઠ ટીમ છે, જે સમાજમાં સુધાર લાવવા માટે સતત કાર્ય કરે છે."

"અમને અમારા પર વિશ્વાસ છે અને માનીએ છીએ કે, અમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યાં છીએ તેનો પ્રભાવ પડશે. જોકે, અમે જાગરૂક છીએ અને જ્યારે કાર્ય પૂરું ન થાય ત્યારે અમે તેનો સ્વીકાર કરવા માટે તૈયાર રહીયે છીએ.”

મહત્વપૂર્ણ શિક્ષણ

તેમના પતિ રૉની સાથે ઝરિનાએ 1990માં UTV ની શરૂઆત કરી. આ કંપની ઘણી સફળ થઈ અને The Walt Disney Company દ્વારા તેને હસ્તગત કરવામાં આવી. ઝરિનાએ 2011 માં કંપની છોડી દીધી, અને છેલ્લાં એક દાયકાથી, UTV માંથી તેમણે જે કંઈ પણ શીખ્યું છે, તેનો સ્વદેસ ફાઉન્ડેશનમાં સદુપયોગ કરે છે. તેઓ કહે છે કે, “અમે UTV માં જે કંઈ પણ શીખ્યું છે તેમાં તથા પરોપકારવૃત્તિમાં ઘણું શીખવા મળે છે”. તેમણે જે કંઈ પણ શીખ્યું છે તેને અમારી સાથે શેયર કરે છે:

તમારે તમારા સમુદાયને પ્રેમ તથા આદર આપવો જોઈએ- તમારે તમારા સમુદાયને સારી રીતે સમજવું પડશે. અગર તમે તેમને પ્રેમ નહી કરો, તો તમે તેમની સેવા નહી કરી શકો, અને અગર તમે તેમને ઓળખતા ન હોવ અને આદર ન કરતાં હોવ તો, તેમને પ્રેમ ન કરી શકો. અને તેની માટે, તમારે તેમની સાથે વધુ સમય વિતાવવો પડશે.

તમારા સ્ટૅન્ડર્ડને ઊંચું રાખો- ભલે એ તમારી વાત હોય, તમારા પાર્ટનરની, કે પછી તમારા સ્ટાફની અથવા તમારા સમુદાયની, તમારે તમારું સ્ટૅન્ડર્ડ ઊંચું રાખવું જ જોઈએ. તમારે બધાને જવાબદાર બનાવવાં જોઈએ અને અમે ખાતરી આપીએ છીએ કે, બધાં જવાબદાર હોય છે અને સમયે પરિણામ આપે છે.

સહયોગ-મીડિયા કરતાં વધું સહયોગ આપનારું અન્ય કોઈ નથી, કેમ કે, તે સેલ્સ, કેમેરા, ઍડિટ અને અન્ય ટીમ્સને સાથે ભેગાં કરે છે. તેવી જ રીતે, પ્રભાવ પાડવા માટે, સમુદાય, સ્ટાફ અને પાર્ટનર્સે ભેગા મળીને કામ કરવું જોઈએ.

સ્ટાર્ટઅપ્સ

સ્ટાર્ટઅપનાં વિષય પર વાત કરતાં તેઓ કહે છે કે, 

“અમે તે સમયે શરૂઆત કરી હતી, જ્યારે લોકોને સ્ટાર્ટઅપ શબ્દ ખબર નહોતો. પણ, આજે દુનિયા સ્ટાર્ટઅપ્સ તરફ આકર્ષાઈ રહી છે, અને તેઓ પણ એ જ વસ્તુનો ભાગ બની ગયાં છે જેમાં અમે છીએ.”

તેમના અનુસાર, સ્ટાર્ટઅપ્સ સમસ્યાઓનો ઉકેલ લાવી રહ્યાં છે, સેલ્ફ-ઍમ્પ્લોયમેન્ટ જનરેટ કરી રહ્યાં છે, અને તે આપણા દેશમાં, ગરીબીનો ખાતમો કરી દેવાનો એક માર્ગ છે. ઝરિના ભારપૂર્વક માને છે કે, તમારા સપનાઓને પુરાં કરવા તેમની પાછળ પડવું જોઈએ, અને તમારું દિલ જે કહે તેમ કરવું જોઈએ.

સ્ત્રીઓ

ઝરિના એક સાવધ આશાવાદી વ્યક્તિ છે, અને તેઓ ક્યારેય નિરાશા અથવા નિરાશાવાદને પ્રોત્સાહન નથી આપતાં. આપણા દેશમાં સ્ત્રીઓને લગતાં વિષયો તથા તેમની સુરક્ષા પ્રત્યે વાત કરતાં તેઓ કહે છે કે, "હવે પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે, અને વધુને વધુ સ્ત્રીઓ આગળ આવીને ફરિયાદ દાખલ કરે છે, અને તેઓ આમ એટલા માટે કરી શકે છે કેમ કે, તેમને તેમનાં પરિવારોનો સાથ મળ્યો છે. આ આગળ લીધેલું એક પગલું છે, અને આપણી આસપાસ હળવેથી આવી રહેલાં બદલાવ પ્રત્યે, આપણે સકારાત્મક રહેવું જોઈએ."

જોકે, તેઓ સાથે એ વાત પણ કહે છે, 

"પુરૂષોનાં હકનો પણ ખ્યાલ રાખવો જોઈએ. આપણી કાયદાકીય સિસ્ટમ, પુરૂષો પ્રત્યે ઘણી કઠોર છે, અને આપણે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ."

મોજ-મજા કરવી જરૂરી છે!

50 વર્ષે પણ તેઓ તેમનાં પરિવાર તથા મિત્રોનો આભાર માને છે, જેમની સાથે તેઓ સમય વિતાવે છે. પાછલાં 9 વર્ષોથી તેઓ વિપાસ્ના ધ્યાન (એક પ્રકારનું મેડિટેશન) કરે છે, જે એક ઘણું જ બદલાવ લાવનારું મેડિટેશન છે.

તેઓ છેલ્લે જણાવે છે,

“બની શકે એટલી મોજ-મજા કરો અને ખૂબ હસો, નહીં તો તમે જે કરી રહ્યાં છો, તે નકામું છે,"


લેખક- તન્વિ દૂબે

અનુવાદક- નિશિતા ચૌધરી

Related Stories