તમે જ્યાંથી છો, તે સૌને કહો. તમારી 'ભાષા' પર ગર્વ કરો!

તમે જ્યાંથી છો, તે સૌને કહો. તમારી 'ભાષા' પર ગર્વ કરો!

Friday March 11, 2016,

2 min Read

"'કોમ્પ્લેક્સ (નાનપ) ના અનુભવશો. જ્યાંથી છો તેના પર ગર્વ કરો. તમારી ભાષા પર ગર્વ કરો." 

આ શબ્દો છે યોરસ્ટોરીના ફાઉન્ડર અને ચીફ એડિટર શ્રદ્ધા શર્માના. આજે શરૂ થયેલા 'ભાષા', ધ ઇન્ડિયન લેન્ગવેજીસ ડિજીટલ ફેસ્ટિવલની શરૂઆતમાં શ્રદ્ધાએ આ ફેસ્ટિવલ શરૂ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો તે વિષે જણાવતાં આ શબ્દો કહ્યાં.

image


આજે યોરસ્ટોરી, અંગ્રેજી ઉપરાંત 12 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. આજનો સમય જ એ છે કે આપણે સૌ કોઈ પોતપોતાની ભાષાનું મહત્તવ સમજીને, ઇન્ટરનેટ પર દરેક ભાષાને એકસમાન દરજ્જો મળે તે દિશામાં કાર્ય કરીએ.

આ અંગે શ્રદ્ધા શર્માનું કહેવું છે,

"ગયા વર્ષે આ ભાષા ફેસ્ટિવલ શરૂ કરવાનો વિચાર આવ્યો. જેની પાછળ પણ એક સ્ટોરી છે. મારી માતાને અંગ્રેજી નહોતું આવડતું. અને એટલે અમને તેને કોઈ કોન્વેન્ટ સ્કૂલમાં ભણાવવાનું નકી કર્યું. અમે તો અંગ્રેજી બોલતા થઇ ગયા પણ મારી મમ્મીને નહોતું આવડતું. મારી સ્કૂલમાં પેરેન્ટ્સ મીટીંગ વખતે મને ખૂબ જ શરમ આવતી અને હું તેને ચૂપ થઇ જવાનું કહેતી. પણ હું જ્યારે દસમાં ધોરણમાં આવી ત્યારે ત્યારે સ્કૂલમાં એક પેરેન્ટ્સ મિટીંગમાં મેં મારી માતાને ચૂપ કરી હું બોલવા ગઈ ત્યારે તેણે મને કહ્યું, 'તું ચૂપ રહે. આજે હું બોલીશ. તમે જ્યાંથી છો, તેના પર ગર્વ અનુભવો. હું હિન્દીમાં વાત કરું છું તેનો મને ગર્વ છે.'"

અને આ વાત આપણે સૌ કોઈએ હંમેશા યાદ રાખવા જેવી છે. આ અંગે શ્રદ્ધા વધુમાં કહે છે,

"આપણો વિકાસ માત્ર અંગ્રેજી ભાષામાં જ નથી. એક મિશન સ્વરૂપે મેં 'ભાષા' ફેસ્ટિવલની શરૂઆત કરી છે. અને આ તો માત્ર એક શરૂઆત છે, આપણે સૌ ભેગા થઇને, એક થઈને આ મિશનને પાર પાડી શકીએ છીએ."