આ છે બાળકોને ગમતી 'વિચિત્ર પાઠશાળા'

આ છે બાળકોને ગમતી 'વિચિત્ર પાઠશાળા'

Wednesday January 20, 2016,

3 min Read

ગત્ત દસ વર્ષોમાં શિક્ષણના સ્તરમાં ઘણો જ સકારાત્મક સુધારો આવ્યો છે. જ્યાં પહેલા શિક્ષણ માત્ર પુસ્તકો સુધી જ સીમિત હતી અને શિક્ષક બાળકોને શિક્ષિત કરવા માટે માત્ર પાઠ્યપુસ્તકોનો જ પ્રયોગ કરતા હતા. આથી અમુક બાળકો તો ઝડપથી સમજી જતા હતા. પરંતુ વિદ્યાર્થીઓનો એક મોટો વર્ગ તેને સમજી નહોતો શકતો. આથી તે બાળકો પરીક્ષાઓમાં પ્રશ્નોના જવાબ ગોખીને યાદ રાખતા હતા. એવામાં બાળકોનું જ્ઞાન માત્ર પાઠ્યપુસ્તક સુધી જ સીમિત રહેતું હતું. ગત્ત થોડા વર્ષોમાં આપણે જોયું કે સરકાર અને અનેક સ્વંયસેવી સંગઠનો આ દિશામાં ઘણા જ પ્રયત્નો થકી સમાજમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યુ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની અસર હવે શિક્ષણમાં પણ જોવા મળી રહી છે. હવે અભ્યાસ માટે પણ ટીચર્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આ ટેકનોલોજીના માધ્યમથી બાળકોને પણ સમજવામાં ખૂબ જ સરળતા થઈ રહી છે, અને તે વિષયવસ્તુને ખૂબ જ ઉંડાણપૂર્વક સમજી રહ્યા છે.

image


વર્ષ 2010માં શરૂ થયેલી 'વિચિત્ર પાઠશાળા'નો ઉદ્દેશ્ય બાળકોને પુસ્તકીયું જ્ઞાન વ્યવહારિક રીતે ટેકનોલોજીની મદદથી સમજાવવાનો હતો. આ લોકો બાળકોને અભ્યાસ માટે ફિલ્મો, વીડિયો અને ચિત્રોનો સહારો લેતા હતા. બાળકો લગભગ ફિલ્મો, વીડિયો કે અન્ય કોઈ વસ્તુ પ્રતિ ખૂબ ઝડપથી આકર્ષિત થાય છે. એવામાં આ માધ્યમો દ્વારા બાળકોના અભ્યાસથી તે વિષય બાળકો ખૂબ ઝડપથી સમજી શકે છે. આ માધ્યમથી તમામ બાળકોના જ્ઞાન અને વિષયવસ્તુ સમજવાના સ્તર લગભગ સમાન થઈ જાય છે જે ખૂબ જ જરૂરી છે.

image


જૂલાઈ 2012માં 'વિચિત્ર પાઠશાળા'ને એક સોસાયટીના રૂપમાં નામાંકિત કરવામાં આવી. વિચિત્ર પાઠશાળા સતત ટીચર્સ અને વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરે છે. જેમાં તે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે, અભ્યાસ કરવો કે કરાવવા માટે માત્ર એક જ રસ્તો નથી. આપણે બાળકોના જ્ઞાનવર્ધક ફિલ્મોના માધ્યમથી પણ કામ કરી શકીએ છીએ. જ્ઞાનવર્ધક ફિલ્મોના માધ્યમથી બાળકો ઈતિહાસ, ભૂગોળ, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં રુચિ વધારી સમજાવવાનો પ્રયાસ કરી શકાય છે. એવું જ વિચિત્ર પાઠશાળા કરે છે. વર્ષ 2010માં વિચિત્ર પાઠશાળાએ કોલકાતામાં 25 વર્કશોપ્સ આયોજીત કરી. જેને ખૂબ સારુ સમર્થન મળ્યું. આથી પ્રભાવિત થઈને અનેક સ્કૂલ અને શિક્ષકોએ આ રીત અપનાવી. જેના ખૂબ જ સારા સકારાત્મક પરિણામ મળ્યા. ફિલ્મો વિદ્યાર્થીઓનું મનોરંજન કરે છે. સાથે જ તેમાં નાના નાના સંદેશ પણ હોય છે. વિચિત્ર પાઠશાળા ફિલ્મો દેખાડવાની સાથે જ બાળકોની સાથે તે સંદેશ પણ શેયર કરે છે. અને બાળકોની સાથે તેના પર ચર્ચા પણ કરવામાં આવે છે, અને ત્યારબાદ તેના ભાવ પણ જાણવાનો પ્રયાસ કરે છે.

આજે ઈન્ટરનેટ પર ખૂબ જ જ્ઞાનવર્ધક સામગ્રી ઉપલબ્ધ છે. વિચિત્ર પાઠશાળા શિક્ષકોને પ્રોત્સાહિત કરે છે, કે તે આ સામગ્રીને બાળકો સુધી પહોંચાડે. જેથી વિદ્યાર્થીઓને ફાયદો થાય. ટેકનોલોજી માત્ર નવા નવા આવિષ્કારો સુધી સીમિત નથી. જો આ ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો તેના ખૂબ જ સારા પરિણામ મળી શકે છે.

image


રોશની દાસ ગુપ્તા કોલકાતામાં અંગ્રેજી વિષયની શિક્ષિકા છે. તે કહે છે,

“વિચિત્ર પાઠશાળાના માધ્યમથી તેને બાળકોને અભ્યાસ કરવવા માટે નવો રસ્તો મળ્યો છે. જે ખૂબ જ પ્રભાવશાળી છે. આ માધ્યમથી બાળકોને અભ્યાસ કરાવતા સમયે મને ખૂબ મજા પડે છે અને બાળકો પણ ખુશી ખુશી અને જલ્દીથી ગ્રહણ કરી શકે છે.”

આ અનુભવ માત્ર રોશનીનો નથી. રોશનની જેમ જ અનેક ટીચર્સે અનુભવ કર્યો છે કે, વિચિત્ર પાઠશાળાએ અભ્યાસની નવી નવી રોચક ટેક્નિક શીખવી છે. અત્યાર સુધીમાં ન જાણે કેટલાય બાળકોના શિક્ષણના સ્તરમાં વિચિત્ર પાઠશાળા સુધારો લાવી ચૂકી છે. અને આ પ્રયોગ અવિરત ચાલુ જ છે.