કોર્પોરેટ ઑફિસની નિસ્તેજ દિવાલોમાં રંગ ભરે છે શ્રાવણી વટ્ટીનું 'આર્ટ-ઑન-રૅન્ટ'

કોર્પોરેટ ઑફિસની નિસ્તેજ દિવાલોમાં રંગ ભરે છે શ્રાવણી વટ્ટીનું 'આર્ટ-ઑન-રૅન્ટ'

Monday October 19, 2015,

4 min Read

image


"આર્ટ વિના વાસ્તવિકતાનું કડવું સત્ય આ દુનિયાને અસહ્યં બનાવી દેશે." આ શબ્દો, પ્રખ્યાત નાટ્યકાર, જ્યોર્જ બર્નાર્ડ શૉએ લગભગ 150 વર્ષ પહેલાં કહ્યાં હતાં. આ દુનિયા હાલમાં જેટલી અસ્ત-વ્યસ્ત છે તેટલી પહેલાં ક્યારેય નહોતી પણ ભારતની એક યુવતી છે, જે આ અસ્ત-વ્યસ્તતામાં પણ થોડી સ્થિરતા લાવવાનો પ્રયત્ન કરી રહી છે.

કોર્પોરેટ્સ માટે 'ArtEnthuse' રેન્ટલ પ્રોગ્રામની ફાઉન્ડર, શ્રાવણી વટ્ટી જણાવે છે કે, "ભારતની કોર્પોરેટ દુનિયામાં લોકો પાસે આર્ટ માટે સમય નથી, પણ પ્રશંસાકરનારા ઘણાં લોકો છે. હું ઈચ્છું છું કે જે લોકો સારી આર્ટ (કલા)ની ઈચ્છા રાખે છે તેમના સુધી આર્ટ પહોંચે."

આ પ્રોગ્રામનાં ભાગરૂપે, શ્રાવણી અભ્યાસ કરે છે કે લોકોને તેમની ઑફિસ માટે કયા પ્રકારની આર્ટની જરૂર છે. ઑફિસની દિવાલની જરૂર મુજબ, તે ચિત્ર, મૂર્તિ અથવા પ્રિન્ટ્સ હોઈ શકે છે. દરેક આર્ટનું ઈન્સ્ટોલમેન્ટ (હપ્તો) ત્રણથી ચાર મહીના સુધી રહે છે.

એક ઈન્ટર્નશિપના કારણે કલા સાથે થઇ ગયો પ્રેમ

આજે જે કોઈ પણ જાણતું હશે કે શ્રાવણી શું કરે છે તો તે એવાં ભ્રમમાં પડી જશે કે કદાચ તે કોઈ કલાકારનાં પરિવારમાં જન્મી હશે અથવા તો તે પોતે પણ એક કલાકાર છે. આ વાત વાસ્તવિકતાથી વધારે દૂર નથી. તેણે પિલાનીના બિરલા ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજી ઍન્ડ સાયન્સમાંથી એન્જીનિયરીંગનો અભ્યાસ કર્યો છે. તેણે કૉલેજના બીજા વર્ષમાં એક આર્ટ ફર્મમાં ઈન્ટર્નશિપ કરી હતી, જેમાં તેને કારીગરોની કળાની નોંધણી કરવાની તથા તેનું વિશ્લેષણ કરવાની જવાબદારી સોંપાઈ હતી.

શ્રાવણી કહે છે, "મારી ઈન્ટર્નશિપ આંખ ઉઘાડનારી હતી. હું 200 કલાકારોની કલાકૃતિઓનું વિશલેષણ કરી રહી હતી, તે ઘણી જ રસપ્રદ હતું. મારે આર્ટ વિશે હજી ઘણું શીખવું હતું, પણ તે માટે મને માહિતી મેળવવાનો કોઈ રસ્તો નહોતો મળતો. ત્યારે મને અહેસાસ થયો કે હું આજ ક્ષેત્રમાં બિઝનેસ શરૂ કરી શકું છું". આ લગભગ પાંચ વર્ષ પહેલાંની વાત છે. આજે, શ્રાવણી પૂણેમાં આર્ટ સંબંધિત બે સ્ટાર્ટઅપ્સની ફાઉન્ડર છે.

image


આર્ટની દુનિયામાં 'આર્ડિઝેન' દ્વારા પ્રવેશ

2012માં તેના ગ્રેજ્યુએશન પછી, શ્રાવણીએ મિડ-લૅવલ કલાકારોની કલાકૃતિઓ માટે, 'આર્ડિઝેન' નામનાં ઈ-કૉમર્સ પોર્ટલની કરી શરૂઆત

શ્રાવણી જણાવે છે, "દરેક પ્રકારની આર્ટ માટે વિવિધ વ્યક્તિત્વ ધરાવતા લોકો છે. ઘણાં લોકોને ઍબ્સ્ટ્રેક્ટ અને અનન્ય આર્ટવર્ક પસંદ છે, તો ઘણાં લોકોને માત્ર નૉન-ટ્રેડિશનલ આર્ટ. હું પૂર્ણપણે ઉત્સાહી હોય એવાં વ્યક્તિ માટે યોગ્ય આર્ટ પસંદ કરવામાં મદદ કરવા માંગતી હતી."

વેબસાઈટ પર 600 કરતાં પણ વધુ ભારતીય કલાકારોના પોર્ટફોલિયો છે, જેમણે તેમનું કામ વેચાણ માટે ઑનલાઈન મૂક્યું છે. ગ્રાહકો એ કલાકૃતિઓ ખરીદે તે માટે શ્રાવણી તેમને મનાવવાનાં ઘણાં ઑફલાઈન પ્રયાસો પણ કરે છે. પાછલાં ત્રણ વર્ષોમાં, આર્ડિઝેને લગભગ 100 ચિત્રો વેચ્યાં છે, જેમાં દરેકની કિંમત આશરે રૂપિયા 1.5 લાખ હતી.

'આર્ટ-ઑન-રેન્ટ' ગ્રાહકો ખુશ, કલાકારો નાખુશ

જેમ શ્રાવણીએ લોકો પાસેથી તેમને કેવાં પ્રકારની આર્ટ ગમે છે, તે જાણવાનો પ્રયત્ન કર્યો, તેમ તેને સમજાતું ગયું કે, ઘણાં લોકો આર્ટ પાછળ મોટી રકમ ખર્ચવા નથી માંગતાં.

શ્રાવણી કહે છે, "કોર્પોરટ ક્ષેત્રનાં ઘણાં લોકો આર્ટને આવી રીતે ખરીદવા નથી માંગતાં, તેઓ લાખો રૂપિયા ખર્ચ કરતાં પહેલાં, કાર્યને જોયા પછી જ ખરીદે છે. આનાથી મને વિચાર આવ્યો કે, આવી આર્ટને ભાડા પર કેમ ન આપું?"

તેની થિયોરી સિમ્પલ હતી: આર્ટને વધુ સમજવા માટે, 'આર્ટ રેન્ટલ' એક ઉત્તમ માર્ગ છે. પસંદ કરો, ટ્રાય કરો અને ઈનસ્ટૉલ કરો. તેણે આ વર્ષે જાન્યુઆરી મહીનામાં 'ArtEnthuse' શરૂ કરવાનો વિચાર કર્યો હતો, પણ તેના વિચાર કરતા તેને અમલમાં મૂકવું ઘણું મુશ્કેલ હતું. કલાકારો તેમની કલાકૃતિઓને ભાડે આપવાનાં વિચાર સાથે બિલકુલ સહમત નહોતાં.

શ્રાવણી યાદ કરે છે કે તેના શરૂઆતના દિવસો કેટલા મુશ્કેલ હતાં:

"જ્યારે અમે શરૂઆત કરી ત્યારે કલાકારોને એવું લાગતું હતું કે તેઓ આમ કરીને તેમના કામની વેલ્યૂ ઘટાડી રહ્યાં છે. તેઓ અમારી સાથે જોડાવવા નહોતાં ઈચ્છતાં. પણ એકવાર અમે ભારતનાં સૌથી પ્રખ્યાત કલાકાર ગણેશ પાંડાને લાવ્યાં ત્યારે અન્ય કલાકારોને આ પ્રોગ્રામમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવાનું કામ સરળ થઈ ગયું".

તેણે કલાકારોને ભાડા તથા પ્રદર્શન ખર્ચનું વિશ્લેષણ કરીને, અને દર વખતે સીધા વેચાણ કરતાં, ભાડા દ્વારા તેઓ કેવી રીતે વધારે લોકો સુધી પહોંચી શકે છે તે સમજાવ્યું.

આર્ટએન્થુસનું આર્ટવર્ક

આર્ટએન્થુસનું આર્ટવર્ક


'ArtEnthuse'એ અત્યાર સુધી ભારતની 200થી પણ વધુ ઑફિસમાં આર્ટનું ઈન્સ્ટોલેશન કર્યું છે, અને તેનાથી દર મહીને લગભગ રૂ.2 લાખથી 3 લાખની આવક થાય છે. દરેક ઈન્સ્ટોલેશનના મહીને 2,800 રૂપિયા છે.

અને શું ઈન્સ્ટોલમેન્ટની સમયસીમા પતી ગયા પછી ગ્રાહકો આર્ટ ખરીદે છે ખરા? જવાબમાં શ્રાવણી કહે છે કે, "બિલકુલ! તેઓ ઘણી વાર તે આર્ટ સાથે એટલાં ટેવાઈ જાય છે, કે તેઓ તેનો રેન્ટલ કૉન્ટ્રેક્ટ સમાપ્ત થયાં બાદ ખરીદી લે છે".

તકો અને આર્ટના ગ્રાહકો

તાજેતરના ઑનલાઈન આંકડાઓ અનુસાર, ભારતીય આર્ટ માર્કેટની કિંમત USD 100 અને USD 200 મિલિયનની છે, જેમાં 99% આર્ટ માર્કેટ ચિત્રોનું છે.

શ્રાવણીના જણાવ્યાં અનુસાર, આર્ટને ખરીદનારા ગ્રાહકોની મોટેભાગે ત્રણ કેટેગરી છે: ખરેખર જે આર્ટમાં રસ ધરાવતાં હોય, જેઓ આર્ટની બ્યુટીને પસંદ કરતાં હોય અને જેઓ તેમનો ઉપયોગ માત્ર દિવાલ પરની જગ્યા ભરવા માટે કરતા હોય.

શ્રાવણી કહે છે, "અમે એક એવી દુનિયા બનાવવાં માંગીએ છીએ જેમાં અમે અમારી આસપાસની આર્ટ માટે વધુ વાકેફ હોઈએ. અમે અમારા કલાકારો માટે પણ એક ટકાઉ કારકિર્દીનો વિકલ્પ બનાવવા ઈચ્છીએ છીએ. કલાકારો અમારી સાથે ફૂલ-ટાઈમ જોડાય કે નહીં, તેમના કામનું પ્રદર્શન કરતી વખતે તેમને કોઈ તકલીફ ન પડવી જોઈએ તેના પર મારાં ફોકસ રહે છે અને રહેશે."