પ્રૅગનન્સી દરમિયાન તમારી દરેક પળના સાથી

પ્રૅગનન્સી દરમિયાન તમારી દરેક પળના સાથી

Friday January 15, 2016,

3 min Read

નવી ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં પોતાની છાપ છોડવામાં સફળ રહી છે. પરંતુ હેલ્થકેયર ઈન્ડસ્ટ્રી પર ટેકનોલોજીનો સૌથી વધુ પ્રભાવ હોય છે. ડૉક્ટર, ટેક ગુરુ, અને દર્દીઓ સૌ કોઈ મળીને સ્વસ્થ રહેવાના નવા નવા રસ્તાઓ શોધી રહ્યા છે. હવે તમારી પોતાની કેલરીઝ, હ્રદયના ધબકારા અને પ્રતિદિન ઉંઘવાની ટેવને સ્માર્ટફોન એપના થકી જાણી શકાય છે.

સ્ત્રીઓના કેસમાં ગર્ભધારણ એક એવી અવસ્થા છે જેમાં બંને, બાળક અને માઁને દેખરેખની અતિ આવશ્યકતા હોય છે. પ્રૅગનન્સી દરમિયાન વધુ પડતા તણાવ સમયે આ તમામ એપ્સ જૂના પુસ્તકોની તુલનામાં વધુ લાભદાયક છે.

image


Image Credit “ShutterStock“

આ પ્રૅગનન્સી એપ્સ ખૂબ જ જાણીતી થઈ ચૂકી છે, અને ગુગલ એપસ્ટોર અને આઈઓએસ એપ સ્ટોર પર હજારો લોકો દ્વારા સર્ચ કરવામાં આવે છે. આ એપ માત્ર બાળકોના વિકાસ જ નહીં, તમને તણાવ, યોગ્ય ખોરાક, અને વર્કઆઉટમાં પણ લાભદાયક છે. યોરસ્ટોરીએ આવી જ કેટલીક એપને પસંદ કરી છે જેની યાદી તમારા સમક્ષ મૂકી રહ્યાં છીએ:

માય પ્રૅગનન્સી ટુડે

image


‘માય પ્રૅગનન્સી ટુડે’ એપ તમને પ્રૅગનન્સીને લગતા પ્રશ્નોના વીડિયો, પોષણક્ષમ આહારોની યાદી અને બર્થ ક્લબની મોમ દ્વારા દરેક પ્રશ્નોના જવાબ આપે છે. કેલેન્ડર ફંકશન અને tતમારા બાળકની દરેક હિલચાલ પર નજર રાખવી, તમારી ગર્ભાવસ્થાને સારી રીતે સમજવામાં મદદ કરે છે. આ એપ બાળકોના પ્રતિદિન વિકાસને જોવામાં પણ તમારી મદદ કરે છે. આ મોબાઈલ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ પર ઉપલબ્ધ છે.

પ્રૅગનન્સી સ્પ્રાઉટ

પ્રૅગનન્સી સ્પ્રાઉટ નવજાત સલાહ, તપાસ અને દૈનિકી વિકલ્પ અને આ ઉપરાંત ઉલ્લેખનીય છબીઓને પ્રદર્શિત કરે છે. પ્રૅગનન્સીના સમયે બાળકોની કીક, અનુકૂલનની જાણકારી પણ વ્યકિતગત મળી શકે છે. અને આ એપ તમારા પરિવારજનો માટે ફેસબુક પર પણ પોસ્ટ કરી શકો છો. આ એપ આઈઓએસ પર ઉપલબ્ધ છે.

બેબીબમ્પ પ્રૅગનન્સી પ્રો

image


બેબીબમ્પ પ્રૅગનન્સી પ્રો વિસ્તૃત પ્રયોગ કરવામાં સરળ છે. બેબીબમ્પ પ્રૅગનન્સી પ્રો ફોટો આલ્બમ દ્વારા જાણકારી આપે છે. તમે પોતાની બેબીની કિક પણ રેકોર્ડ કરી શકો છો. તેમજ વજન પણ જાણી શકો છો. આ એપ દ્વારા તમે પ્રૅગનન્સીની સાથે સાથે અન્ય ગર્ભવતી મહિલાઓના સંપર્કમાં પણ આવી શકો છો. આ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ પર ઉપલબ્ધ છે.

હેપ્પી પ્રૅગનન્સી ટિકર

આ એપ તમને સાપ્તાહિક વજન જાણવામાં મદદ કરે છે. આ એપ દ્વારા તમે અન્ય ગર્ભવતી મહિલાઓ સાથે સલાહ અને જાણકારીની આપ-લે કરી શકો છો. તેના દ્વારા તમે પ્રૅગનન્સીની યાદોનો સંગ્રહ પણ કરી શકો છો. આ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ પર ઉપલબ્ધ છે.

આઈ એમ અક્સપેક્ટિંગ

‘આઈ એમ અક્સપેક્ટિંગ’ ઉપયોગ કરવામાં સરળ છે, અને મેડિકલ અને વ્યક્તિગત જાણકારીને યોગ્ય રીતે રાખે છે. આ સાપ્તાહિક સલાહ, બાળકનો વિકાસ, સાપ્તાહિક પ્રૅગનન્સી વીડિયોની જાણકારી આપે છે. આ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ પર ઉપલબ્ધ છે.

પ્રૅગનન્સી ગાઈડ ઈન હિન્દી

image


પ્રૅગનન્સીને લગતી હિન્દીમાં ખૂબ જ ઓછી એપ છે. આ એપ તમને ખાણીપીણીથી લઈને ઉંઘ સુધીમાં મદદ કરે છે. આ એપ તમને પ્રથમ સપ્તાહથી લઈને 9મા મહિના સુધી પ્રૅગનન્સી વિશે જણાવે છે. આ એપ ગુગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે.

આ તમામ એપની મદદથી ગર્ભવતી સ્ત્રી ગર્ભધારણથી લઈને બાળકના જન્મ સુધીની સફરને સુંદર રીતે માણી શકે છે.