ભારતનાં 3 બાઇકર્સે વિશ્વનું સૌથી ફાસ્ટ બાઇક ધોતું મશીન શોધ્યું

0

રસ્તા ઉપર ફેન્ટમની માફક ઝડપથી બાઇક ચલાવીને તેજલિસોટાની જેમ નીકળી જતાં અનેક ભડવીરોએ પોતાની બાઇકને સર્વિસ કરાવવા માટે કલાકો સુધી ભટકવું પડતું હોય છે. પરંતુ ત્રણ બાઇકર્સ કે જેઓ નાનપણથી જ પોતાનાં રમકડાંઓને તોડીને ફરીથી બનાવી નાખતાં હતાં તેમને ખબર પડી કે આ ક્ષેત્રે કમાણીની ભરપૂર તકો રહેલી છે અને આમ એક્સપ્રેસ બાઇક વર્ક્સ (ઈબીડબલ્યૂ)નો જન્મ થયો કે જેમણે વિશ્વનું સૌથી ઝડપી બાઇક ધોઈ કાઢતું મશિન વિકસાવ્યું.

મોટરસાયકલિસ્ટમાંથી ગેજેટ પ્રેમી બન્યા

મુંબઈ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયર અને આઈઆઈએમ ઇન્દોરમાંથી એમબીએ કરનાર નીરજ તકસંદે અને આઈઆઈટી મુંબઈમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી. ટેક અને એમ. ટેક કરનાર ભૂષણ કર્ણ બાળપણનાં મિત્રો છે. તેમને મશિન અને ગેજેટ્સ પ્રત્યે નાનપણથી જ પ્રેમ હતો. તેવામાં ભૂષણનો આઈઆઈટીનો સહાધ્યાયી જિગર વોરા પણ આવો જ રસ ધરાવતો હતો. આ એકસમાન રૂચિએ તેમને ભેગા કર્યા.

નીરજે જણાવ્યું,

"અમે ત્રણેય સાથે મળીને અમારા આઇડિયા અંગે વાતો કરતા હતા. અમને લોકોને એમ લાગ્યું કે અમે કોઈ જોરદાર ઉત્પાદન બનાવી શકીએ તેમ છીએ. સામાન્ય રીતે કોઈ પણ બાઇકર ગેરેજમાં પોતાની બાઇક સર્વિસ કરાવવા કે ધોવડાવા માટે જાય ત્યારે તેણે બાઇક મૂકી દેવી પડે છે અને છેક સાંજે તેને બાઇક લઈ જવા માટે કહેવામાં આવે છે. એક પેશનેટ બાઇકર્સ તરીકે અમે ઘણી વખત ખૂબ જ લાંબી મુસાફરી કરતાં હતાં. અમારી સાહસિક મુસાફરીઓના કારણે અમારી બાઇકને નિયમિત સર્વિસ કરાવવી અને ધોવડાવી ખૂબ જ જરૂરી હતું. પરંતુ પરંપરાગત બાઇક સર્વિસ સેન્ટર્સ અમને ખાસ આકર્ષી શક્યાં નહોતાં. અમને કોઈ ઝડપથી બાઇક સર્વિસ કરી આપે તેવી સિસ્ટમની જરૂર હતી કે જેથી કરીને અમે ઝડપથી અમારી મુસાફરીમાં આગળ વધી શકીએ. ભારતના તમામ બાઇક સર્વિસ સેન્ટરમાં બાઇકની સર્વિસ થતાં અને ધોવાતાં ઘણો સમય લાગી જાય છે. તેથી અમે એક એવી સિસ્ટમ વિકસાવી કે જેના થકી બાઇક કે ટુ વ્હીલર બે મિનિટમાં ધોવાઈ જાય. અને ગ્રાહકને વિશ્વકક્ષાની સેવા મળી શકે. બાઇકર્સને ઝડપથી સેવા આપી શકાય તે ક્ષેત્રે ઘણી તકો રહેલી છે."

આ વિચારને કારણે તેમણે ત્રણેયે પોતાની નોકરી છોડી દીધી. જિગરે જેપી મોર્ગન છોડી, ભૂષણે એસસ તાઇવાન છોડી અને નીરજે એસઆઈ ગ્રૂપની નોકરી છોડી દીધી. નોકરી છોડીને તેઓ ત્રણેય આ પ્રકારની કોઈ સિસ્ટમ શોધવામાં કામે લાગી ગયા. એપ્રિલ 2013થી તેમણે આઠ મહિનાના ટૂંકા ગાળામાં જ આવી સિસ્ટમ શોધી કાઢી અને આ રીતે એક્સપ્રેસ બાઇક વર્ક્સનો જન્મ થયો. જાન્યુઆરી 2014માં ઇન્ડિયા બાઇક વીક દરમિયાન તેને શરૂ કરવામાં આવી.

તેમણે કેવી રીતે કામ કર્યું?

વિશ્વમાં સૌથી ઝડપથી બાઇક ધોઈ આપતું મશીન. આ મશીનની ક્ષમતા ગંદામાં ગંદી બાઇકને પાંચ મિનિટમાં ધોઈ નાખવાની છે. નીરજે જણાવ્યું, 

"અમે અનેક વખત પ્રયોગો કર્યા બાદ તે સિસ્ટમમાં પાણીના પ્રવાહ અને તેને મળતાં પ્રેશર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ સિસ્ટમ અમે જાતે વિકસાવી છે અને તેમાં શેમ્પૂનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત અમે પાણીનો બગાડ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. સામાન્ય સર્વિસ સેન્ટર જે રીતે બાઇક ધોવે છે તે જ રીતે અમે બાઇક ધોઇએ છીએ અને છતાં પણ અમારી પદ્ધતિમાં ચોથા ભાગનાં જ પાણીનો ઉપયોગ થાય છે."

બિઝનેસ મોડલ

એક વખત તેમણે મશીન બનાવી નાખ્યું ત્યાર બાદ તેમણે તેને બાઇક સર્વિસ સેન્ટર્સને વેચવા માટે નક્કી કર્યું. હાલમાં તેમણે રૂ. 10 લાખનું એક એવાં બે મશીનો મુંબઈ અને નવી મુંબઈમાં વેચ્યાં છે.

હવે તેઓ ઈબીડબલ્યૂનાં બેનર હેઠળ પોતાનાં બાઇક સર્વિસ સેન્ટર્સની શરૂઆત કરવા માગે છે. અને તેઓ ફ્રેન્ચાઇઝી મોડલ ઉપર કામ કરવા માગે છે. તેઓ મશિનરી, તાલિમ, બ્રાન્ડિંગ, તેમજ દરેક સ્ટોર સેન્ટ્રલી ચલાવી શકાય તે પ્રકારનાં સોફ્ટવેર પણ બનાવશે. તેઓ તેમના ફ્રેન્ચાઇઝી પાર્ટનરને ઈબીડબલ્યૂ કેવી રીતે ચલાવવું તેની પણ તાલિમ આપશે. તેમના આઠ સ્ટોર છે કે જેમાં બેથી ત્રણનો સ્ટાફ છે કે જે ઝડપથી સર્વિસ ઇચ્છનારા ટુ વ્હીલર્સની સર્વિસ કરી આપે છે. તેમાં એક્સપ્રેસ વોશ, એક્સપ્રેસ મેઇન્ટેનન્સ, એક્સપ્રેસ ડાયેગ્નોસિસ રિપોર્ટ્સ આપે છે. આ સર્વિસિઝમાં વોશિંગ, ડિટેઇલિંગ, પેઇન્ટ પ્રોટેક્શન, રસ્ટ પ્રોટેક્શન, એક્સપ્રેસ મેઇન્ટેનન્સ, ઓઇલ ચેન્જ, લુબ્રિકેશન, ચેઇન રિસ્ટોરેશન, બ્રેક એન્ડ ક્લચ કેર, ઇલેક્ટ્રિકલ કેર, હેલ્થ ચેક અપ, 40 પોઇન્ટ ચેક અપ અને રોડ ઉપર પાંચ મિનિટમાં સર્વિસ જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે. ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સ માટે તેમણે પેટ્રોલ પમ્પ, મોલ, કોર્પોરેટ પાર્ક વગેરેનો સંપર્ક સાધ્યો છે. અત્યાર સુધી તેમણે પૂણે, દિલ્હી, નાસિક, ધનબાદ, હુબલી અને ત્રિસુરમાં પોતાની આઠ ફ્રેન્ચાઇઝી આપી છે. આ તમામ સ્ટોર્સ એક જ પ્રકારના છે કે જેથી કરીને ગ્રાહકો તેમની બ્રાન્ડને ઓળખી શકે.

તેમણે હીરો, રોયલ એન્ફિલ્ડ, હોન્ડા વગેરેના ઓથોરાઇઝ્ડ સર્વિસ સ્ટેશનોમાં બીટુબીનાં ધોરણે ઈબીડબ્લયૂ મશીન પણ વેચેલાં છે. આ સેન્ટરોમાં એક તકલીફ એ છે કે નોકરી છોડવાનું પ્રમાણ વધી ગયું છે કારણ કે આ સેન્ટરમાં બે કે ત્રણ કર્મચારીઓ વડે જ રોજની 250થી 300 બાઇક ધોઈ શકાય છે.

એક મોટી કંપનીના શો રૂમમાં તેમણે માત્ર 10 કલાકમાં 230 બાઇક ધોઇને વિક્રમ પણ સર્જ્યો છે.

આવકનું મોડલ

ઈબીડબલ્યૂ સ્ટોરની ફ્રેન્ચાઇઝી, ઓથોરાઇઝ્ડ મોટરસાયકલ સર્વિસ સેન્ટર્સને વેચેલાં મશિનો તેમની આવકનો મૂળ સ્રોત છે. અત્યાર સુધી તેમના થકી 1.7 લાખ બાઇક્સની સર્વિસ થઈ ચૂકી છે. ત્રિમાસિક પ્રતિ ત્રિમાસિક ગાળાનાં ધોરણે તેમની આવકમાં 200 ટકાનો વધારો થઈ રહ્યો છે.

આ કંપનીને વર્ષ 2015માં માર્ક મોબિયસના એક્ઝિક્યુટિવ ચેરમેન તરફથી, ટેમ્પલટન ઇમર્જિંગ માર્કેટ્સ, વામન સહેગલ, મધરસન સુમી જીઆર, અભિમન્યુ મુંજાલ હીરોમોટર ફિનકોર્પ, અને કુણાલ ખટ્ટર કાર્નેશન ઓટો ઇન્ડિયા પ્રા. લિ. તરફથી ભંડોળ મળ્યું છે પરંતુ તે રકમ તેમણે જાહેર કરી નથી.

Website

લેખિકા- બિંજલ શાહ

અનુવાદક- અંશુ જોશી

ઇનોવેશનને લગતી વધુ સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત સ્ટોરીઝ વાંચો:

માત્ર રૂ.1500માં એક એન્જિનિયરે બનાવ્યું સૌથી સસ્તું વૉશિંગ મશીન

રોટલી બનાવતું રોબોટ, માત્ર એક બટન પર બનશે ઘર જેવી રોટલી, પ્રણોતિનું ‘રોટીમૅટિક’ બચાવશે તમારો સમય!

જૂનાં ‘વેસ્ટ’ ડેનિમમાંથી ‘બેસ્ટ’ ચીજવસ્તુઓ બનાવતા પ્રભાએ ચીતર્યો નવો ચીલો!


Related Stories