બિઝનેસ જર્નલિસ્ટથી લઈને બિઝનેસવુમન સુધીની વિશાખાની સાહસિક સફર

વિશાખા તલરેજા એક બિઝનેસ જર્નલિસ્ટ હતી, જે હોસ્પિટાલિટી અને ટ્રાવેલ બીટ કવર કરતી. વર્ષો સુધી તે હોટેલિયર્સ સાથે વાતચીત કરતી રહી અને એક એન્ટરપ્રેન્યોર બનવાની તેની ઇચ્છા એટલી જ પ્રબળ બનતી ગઈ

0

લેમન ટ્રી હોટલ્સ પ્રાઇવેટ લિમિટેડના સીએમડી પાતુ કેસવાની, રાહુલ પંડિત (હવે જિંજર હોટલ્સ), વિક્રમ ઓબેરોય (ઓબેરોય ગ્રૂપ ઑફ હોટલ્સ), દીપ કાલરા (મેક માય ટ્રિપ) અને શરત ધલ્લ (યાત્રા ડૉટ કૉમ) જેવા એન્ટરપ્રેન્યોર અને ઉદ્યોગપતિઓની પ્રેરક સ્ટોરીઓએ વિશાખા તલરેજાને એક એન્ટરપ્રેન્યોર બનાવી દીધી.

વિશાખા કહે છે, 

"હુ ખુશનસીબ છું કે પત્રકાર તરીકેની મારી કારકિર્દીએ મને ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના એ તમામ લોકોને મળવાની અને તેમની સફર-સંઘર્ષમાંથી કંઈક શીખવાની તક આપી.”

વિશાખા તલરેજા એક બિઝનેસ જર્નલિસ્ટ હતી, જે હોસ્પિટાલિટી અને ટ્રાવેલ બીટ કવર કરતી હતી. વર્ષો સુધી તે હોટેલિયર્સ સાથે વાતચીત કરતી રહી અને એક એન્ટરપ્રેન્યોર બનવાની તેની ઇચ્છા એટલી જ બળવત્તર બનતી ગઈ. આ રીતે ‘ધ હોટલ એક્સપ્લોરર’નો જન્મ થયો, એક એવું હોટલ ડિસ્કવરી પ્લેટફોર્મ, જેમાં રિવ્યૂઝ, હોટલ ટ્રેન્ડ્સ અને ડીલ્સ જેવાં ફીચર્સ છે.

‘ધ હોટલ એક્સપ્લોરર’નો પ્રારંભ ગયા વર્ષે ઑગસ્ટમાં થઈ. તેણે અત્યાર સુધી ટ્રાવેલર્સ માટે તમામ બુટિક પ્રોપર્ટીઝને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જે અંગે વિશાખાનો દાવો છે કે આ ‘છૂપાં રત્નો’ છે. ઑલ્ટરનેટ એકોમોડેશનના વિકલ્પો બહુ લોકપ્રિય થઈ રહ્યા છે અને ટ્રાવેલર્સ એક્સપરિમેન્ટલ સ્ટેની શોધખોળ કરતાં હોય છે.

ધ હોટલ એક્સપ્લોરરની ફાઉન્ડર અને એડિટર વિશાખા કહે છે, 

"જોકે, અમે સીધી ડીલ્સ કરતાં નથી, પરંતુ અમારી પાસે ટ્રાવેલ પાર્ટનર્સ છે, જે લોકોની બુકિંગમાં મદદ કરે છે. અમે ટ્રાવેલર્સને જાણ કરીએ છીએ અને તેમને પ્રેરિત કરીએ છીએ તેમજ એક હોટલ ગાઇડ તરીકે ઇન્ફોર્મેટિવ અને એન્ટરટેઇનિંગ કન્ટેન્ટ આપવાનું કામ કરીએ છીએ.”

અર્થશાસ્ત્રની ગ્રેજ્યુએટ એન્ટરપ્રેન્યોર બની ગઈ!

વિશાખા દિલ્હીના શ્રી રામ કૉલેજ ઑફ કૉમર્સ સાથે અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ છે. તે ધ ઇકોનોમિક્સ ટાઇમ્સ, ફાઇનાન્સિયલ એક્સપ્રેસ અને ટીવી ટુડે ગ્રૂપ જેવી અલગ અલગ સંસ્થાઓમાં બિઝનેસ રિપોર્ટર તરીકે કામ કરી ચૂકી છે. તેણે પોતાની કારકીર્દિની શરૂઆત ધ ઇકોનોમિક્સ ટાઇમ્સથી ફીચર રાઇટર તરીકે કરી. તેની છેલ્લી નોકરી ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસમાં હતી, જ્યાં તે 2013ના અંત સુધી જોડાયેલી હતી. ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રભુ ચાવલા સાથે કામ કરતાં કરતાં તેનામાં ઑનલાઇન સ્પેસમાં કંઈક કરવાનું ઝનૂન સવાર થયું. વિશાખા કહે છે, 

“એ ઉંમરે પણ તેઓ (પ્રભુ ચાવલા) ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવવા અને સોશિયલ મીડિયા થકી વસ્તુઓને પ્રમોટ કરવા બાબતે બહુ ઝનૂની હતા. આનાથી હું બહુ પ્રભાવિત થઈ. આ ઉપરાંત હું માનતી હતી કે હું હંમેશાં એક જર્નલિસ્ટ તરીકે કામ નહીં કરી શકું, એટલે મેં ઑનલાઇન પ્લેટફોર્મ દ્વારા કંઈક ક્રિએટિવ કરવાનો નિર્ણય કર્યો. આખરે આ ક્ષેત્રમાં મેં કદમ માંડી જ દીધા.”

એક ઉત્સાહી ટ્રાવેલર અને એક સોશિયલ મીડિયા જંકી વિશાખાને ટ્રાવેલ અને એન્ટરપ્રેન્યોરશિપ અંગે પોતાના પર્સનલ હેંડલમાંથી પણ ટ્વીટ કરવા બહુ ગમે છે.

રાહુલ યાદવની સ્ટોરીથી મંત્રમુગ્ધ

વિશાખાને રાહુલ યાદવ (હાઉસિંગ ડૉટ કૉમના ફાઉન્ડર અને સીઈઓ)ની સ્ટોર બહુ જ સંમોહક લાગી. 

“હું જાણીને ચકિત થઈ ગયેલી કે કઈ રીતે તેણે કોઈ બાબતને એટલી વિશાળ બનાવી અને પછી પોતે જ તેને પૂર્ણપણે ખતમ પણ કરી દીધી. તેઓ મારા માટે એન્ટરપ્રેન્યોરશિપમાં એક કેસ સ્ટડી જેવા છે. મને એન્ટરપ્રેન્યોરશિપનો કૉન્સેપ્ટ બહુ આકર્ષક લાગ્યો છે.”

જોકે, એક બાબત તેમને બહુ તકલીફમાં પહોંચાડે છે. તેમણે ઘણી વાર એવા તમામ લોકો સાથે ઇન્ટરેક્ટ કરે છે, જેઓ મહિલા ઉદ્યમીઓ અંગે પૂર્વાગ્રહથી પીડિત છે. વિશાખા કહે છે, 

"મને હંમેશાં લાગ્યું છે કે લોકો સહજ રીતે મહિલા ઉદ્યોગપતિઓની પર્સનલ વિગતો શોધવાની ઇચ્છા ધરાવતા હોય છે. શું તમે તમારા પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિ છો? શું તમે પરિણીત છો? તમારા પતિ શું કરે છે?"

આ એવા કેટલાક પ્રશ્નો છે, જે અંગે તે ઇચ્છે છે કે કોઈ તેને ન પૂછે. ભારતમાં કોઈ પુરુષ બિઝનેસ અંગે વાત કરે તો બધું ઓકે છે, પરંતુ જ્યારે કોઈ મહિલા ઉદ્યોગપતિ આવી વાત કરે ત્યારે લોકોને શંકા કે આશ્ચર્ય થાય છે.

પરિવારમાં છે રોલ મૉડલ્સ

વિશાખાના પિતા એક બિઝનેસમેન છે, જેને તે એક સેલ્ફ-મેડ વ્યક્તિ માને છે. આમ તો તેમની પાસે ટિંબર અને પ્લાયવુડનો પરંપરાગત બિઝનેસ હતો, પરંતુ તેને તેમણે પોતાના દમ પર ઊભો કર્યો. વિશાખાના સાસુ-સસરા સરકારી સર્વિસમાં છે, પરંતુ તેમણે પણ તેને પૂર્ણપણે સહકાર આપ્યો છે.

વિશાખાના પતિ રજત ગુહાએ પણ તેમને પ્રોત્સાહન આપ્યું છે. રજત પણ એક એન્ટરપ્રેન્યોર છે અને તેમણે વિશાખાના એન્ટરપ્રેન્યોર બનવા માટે પ્રેરિત કરી છે. વિશાખા કહે છે, 

"તેમને મારા સ્વતંત્ર અસ્તિત્વ અંગે દૃઢ વિશ્વાસ છે અને તેઓ મને એક એન્ટરપ્રેન્યોર તરીકે આગળ વધતી જોઈને ખુશ છે."

પોતાના ઘરેથી મળતા સપોર્ટથી ઉત્સાહિત વિશાખાએ પોતાના વેન્ચરમાં અનેક પ્રકારના ઇનોવેશન્સ કર્યા છે, જે આવનારા દિવસોમાં જોવા મળશે.

લેખક- સાહિલ

અનુવાદક- સપના બારૈયા વ્યાસ

વધુ હકારાત્મક તેમજ પ્રેરણાદાયક સ્ટોરીઝ વિશે માહિતી મેળવવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

પત્રકારત્વને અલવિદા કહી યુવાને શરૂ કરી ફૂડ વેગન, 'પત્રકાર'થી ‘મોમોમેન’ સુધીની રૂચિરની સફર

વણઝારાઓને સ્થિરતા અને ઓળખ અપાવવા સંઘર્ષ કરી રહ્યાં છે પત્રકાર મિત્તલ પટેલ

એક સમયે પૈસા માટે કચરાં-પોતાં કરનાર આજે અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે!


Related Stories