'ફાઇન્ડ માય સ્ટે', બોલી લગાવો અને સસ્તામાં હોટલનો રૂમ બુક કરાવો

'ફાઇન્ડ માય સ્ટે', બોલી લગાવો અને સસ્તામાં હોટલનો રૂમ બુક કરાવો

Saturday November 07, 2015,

3 min Read

દેશભરમાં હોટલનો રૂમ બુક કરાવવા માટે આમ તો ઘણી વેબસાઇટ છે પરંતુ ખૂબ જ ઓછી વેબસાઇટ એવી છે કે જે ગ્રાહકના ખિસ્સા અનુસાર યોગ્ય હોટલ વિશે માહિતી આપે છે. મોટાભાગની વેબસાઇટ હોટલે આપેલા ભાવને જ આગળ ધરે છે. પરંતુ દિલ્હીથી ચાલી રહેલી 'ફાઇન્ડ માય સ્ટે ડોટ કોમ' ગ્રાહક પાસેથી જાણવા માગે છે કે તે કયા ભાવે હોટલનો રૂમ મેળવવા માગે છે.

image


'ફાઇન્ડ માય સ્ટે ડોટ કોમ' 18 મહિનાની મહેનત બાદ અસ્તિત્વમાં આવી છે. આ દરમિયાન તેમની સેવાના વિકાસ ઉપરાંત હોટલ સાથે જોડાણની શક્યતાઓ પણ ચકાસવામાં આવી હતી. આ વિચાર એ દરમિયાન આવ્યો કે જ્યારે ફરવાનાં શોખીન લોકો હોટલનો રૂમ શોધવા માટે ઓનલાઇન ભૂલભૂલામણીમાં ફસાઈ જાય છે. કારણ કે કોઈ પણ ગ્રાહકને યોગ્ય ભાવ નહોતું જણાવતું. ફાઇન્ડ સ્ટેના સહ સ્થાપક સિમરન સિયાલ અને રોહિત ક્ષેત્રપાલનો દાવો છે કે જ્યારથી તેમણે પોતાનો વેપાર શરૂ કર્યો છે ત્યારથી અત્યાર સુધી તેઓ ગ્રાહકોનાં લાખો રૂપિયા બચાવી ચૂક્યા છે.

image


સિમરન સિયાલ અને રોહિત ક્ષેત્રપાલની મુલાકાત લગભગ એક દાયકા પહેલાં એક મિત્રના ઘરે થઈ હતી. સિમરનને સૌથી પહેલા આ વિચાર આવ્યો હતો જે તેણે રોહિત સમક્ષ મૂક્યો હતો. ત્યારબાદ તે બંને એ તૈયારીમાં લાગી ગયા કે આને કેવી રીતે શરૂ કરવામાં આવે. રોહિતના જણાવ્યા અનુસાર આ આઇડિયાને ખૂબ જ ચર્ચાવિચારણા બાદ રજૂ કરવામાં આવ્યો હતો. તેના કારણે જ તેને રજૂ કરવામાં પણ ખૂબ જ સમય લાગ્યો. લગભગ દોઢેક વર્ષ સુધી બંનેએ આ વેપાર અંગે ગહન ચર્ચાવિચારણા કરી હતી.

રોહિતે મેનેજમેન્ટમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે. તે ફરવાના ખૂબ જ શોખીન છે. જ્યારે સિમરનનો ઉદ્યોગ ક્ષેત્ર સાથે જૂનો સંબંધ છે. તેમને પણ ફરવાનું ખૂબ જ ગમે છે. તેઓ સતત પોતાના વેપારના વિકાસની જવાબદારી લઈ રહ્યા છે. સિમરનને હોટલ વ્યવસાયનું ખૂબ જ જ્ઞાન છે. તેના કારણે જ તેઓ સારી હોટલને પોતાની સાથે જોડી શક્યા છે. એટલું જ નહીં તેમણે અનેક કોર્પોરેટ ગ્રાહકો પણ બનાવ્યા છે.

image


'ફાઇન્ડ માય સ્ટે'ની ખાસિયત છે 'ફાઇન્ડ માય સ્ટે એટ માય પ્રાઇસ'. આ અંતર્ગત કોઈ પણ ગ્રાહક સૌથી પહેલાં તેમની વેબસાઇટ ઉપર વિવિધ સ્ટાર ધરાવતી હોટલની પસંદગી કરે છે. ત્યારબાદ તે હોટલમાં રોકાવા માટે કેટલી રકમ ચૂકવી શકે છે તેની માહિતી આપે છે. ત્યારબાદ હોટલે નક્કી કરવાનું રહે છે કે તે ગ્રાહકે કહેલી કિંમત અનુસાર રૂમ આપી શકે છે કે નહીં. ગ્રાહકે આપેલી કિંમત અનુસાર હોટલ રૂમ આપી શકે તેમ હોય તો તે સૌથી પહેલાં તેની માહિતી ફાઇન્ડ માય સ્ટેને આપે છે. તેના બદલામાં કંપનીને ચોક્કસ પ્રકારનું કમિશન પણ મળે છે. મોટાભાગના કિસ્સામાં તેમની કોશિશ એ રહે છે કે ગ્રાહકને તેની કિંમતે સારો રૂમ મળી જાય. તેમનો દાવો છે કે અન્ય વેબસાઇટની સરખામણીએ તેઓ 20થી 30 ટકા રૂમ લોકોને અપાવે છે.

બોલી મારફતે હોટલનાં રૂમનું બૂકિંગ ભલે નવો વિચાર હોય પરંતુ લોકોને તે સમજાવવું ખૂબ જ કપરું કામ છે. આ એક પ્રકારે નવા વિચારને વેચવા બરાબર છે. મુસાફરોને એ કહેવાનું છે કે આ સાઇટ મારફતે તમે વધારે પૈસા બચાવી શકશો પરંતુ અન્ય પોર્ટલમાં તે સગવડ નથી કે જે તમને ભારે વળતર આપી શકે છે. આ ઉપરાંત સંભવિત કર્મચારીઓને આકર્ષવા પણ મોટો પડકાર છે. કંપનીના સહ સંસ્થાપકોનો દાવો છે કે ગ્રાહકનો અનુભવ આ લોકો સાથે ખૂબ જ સારો રહે છે તેના કારણે જ તે 'ફાઇન્ડ માય સ્ટે' પ્રત્યે વફાદાર રહે છે.

'ફાઇન્ડ માય સ્ટે'એ ખૂબ જ નાના સ્તરે પોતાનો વેપાર શરૂ કર્યો હતો. તેના કારણે તેઓ ઇચ્છે છે કે તેમને પોતાના વિકાસ અને પ્રગતિ માટે સમયની સાથે ખુલ્લી છૂટ પણ મળવી જોઇએ. ભવિષ્યમાં તેમની યોજના સહેલાણીઓ અને વેપારી મુસાફરો માટે કંઇક અલગ કામ કરવાની છે. તેમની નજર આંતરરાષ્ટ્રીય મુસાફરો ઉપર પણ છે. ઉપરાંત તેઓ મોબાઇલના ક્ષેત્રે પણ પ્રવેશવા માગે છે. તેના માટે તેમણે મોબાઇલ માટેની સાઇટ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે.