ભારતીય ગ્રાહકોને પહેલી વાર ૩D પ્રિન્ટિંગ સાથે રૂબરૂ કરાવતી મેઘા ભૈયા

0

3D પ્રિન્ટિંગ મારફત વસ્તુઓને તૈયાર કરનારી એક ટેક્નિકલ કંપની ઇન્સ્ટાપ્રો૩D (Instapro3D)ની સંસ્થાપક મેઘા ભૈયા નાનપણથી જ ખૂબ જ જિજ્ઞાસાવૃતિ ધરાવતી રહી છે અને ઢિંગલા-ઢિંગલી સાથે રમવાની ઉંમરથી જ ડિસ્કવરી ચેનલ અને એન્સાઈક્લોપીડિયા તેના સૌથી સારા સાથી રહ્યા છે.

તેના જીવનમાં તેના પિતાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રભાવ રહ્યો છે. તે નાની હતી ત્યારથી જ ઘરમાં કોઇ પણ ઇલેક્ટ્રોનિક સામાન બગડી જાય તો તેઓ હંમેશા પોતાના પિતાને વિવિધ પ્રકારના સાધનો લઇ તે સામાનને ખોલીને તેનું સમારકામ કરતા જોતી હતી અને તે હસતા-હસતા કહે છે, “મોટાભાગનાં કેસોમાં તેઓ તે વસ્તુઓને દુરસ્ત કરવામાં સફળ જ રહેતા હતાં.” તેમને હંમેશાથી જ ટેક્નોલોજી અને ટેક્નિકના ક્ષેત્રમાં રસ રહ્યો છે. મેઘા છાશવારે પોતાના પિતાના કારખાનામાં એટલા માટે જતી હતી જેથી તે મશીનોને કામ કરતા જોવાની સાથે જ પિતાને તે મશીનોને ઠીક કરતા જોઇ શકે અને જો ક્યારેય મશીન બંધ પડી જાય તો તે તેમાં આવેલી સમસ્યાને કઇ રીતે ઉકેલવી તેને જોઇ શકે. તે જણાવે છે, “તેમણે ક્યારેય મને આ જોતા નહતી રોકી કે તેઓ શું કરી રહ્યા છે અને હું આજે જે કાંઇ પણ છું તે કારણે જ છું. કોઇ પણ વસ્તુનાં ઉંડાણ સુધી જવું હવે મારા જીવનનો અભિન્ન ભાગ છે.”

ગયા ઉનાળામાં મેઘા મહીલાઓ સામે છાશવારે આવતી એક સામાન્ય જેવી સમસ્યાનું સમાધાન શોધવા પાછળ પોતાનું મગજ લગાવી રહ્યા હતા. ઊંચી હીલવાળી સેન્ડલ (સ્ટિલેટ્ટોજ) પહેરનારી મહીલાઓ સામે હંમેશા આ સમસ્યા આવે છે કે જ્યારે તેઓ તેને પહેરીને કોઇ પણ કાચી જગ્યાએ ચાલે છે ત્યારે તે માટી કે ઘાસમાં ઘુસી જાય છે અને તે આ સમસ્યાના સમાધાન માટે એક પ્રોડક્ટ ડિઝાઇન કરવાનો પ્રયાસ કરી રહી હતી. મેઘા કહે છે, “આવા સંજોગોમાં હું એક હીલ કેપ તૈયાર કરવા ઇચ્છતી હતી જે એડીને કાચી જગ્યાએ ઘુસી જતા રોકવામાં સક્ષમ હોય. એક વખત ડિઝાઇન તૈયાર કરી લીધા બાદ મારા માટે તેનો નમૂનો તૈયાર કરવો ખૂબ જ મુશ્કેલ સાબિત થયું હતું કારણ કે તેના માટે મારે ખૂબ જ મોંઘી પરંપરાગત નિર્માણ વિધિઓની મદદ લેવી પડી હતી. તે સમયે જ મારા મગજમાં ૩D પ્રિન્ટિંગનો વિચાર આવ્યો હતો અને મેં તે ક્ષેત્રમાં કાંઇ કરવાનું નક્કી કર્યુ હતું.”

કોઇપણ વસ્તુનાં ઊંડાણ સુધી જવાની પોતાની જૂની ટેવને કારણે જ તેઓ ‘ઇન્સ્ટાપ્રો૩D’નો પાયો નાખવામાં સફળ રહ્યાં હતાં. મેઘા જણાવે છે, “અમારો ઇરાદો કોઇ પણ વસ્તુને હકીકતમાં તૈયાર કરવાનાં સમયમાં લાગેલા નિર્માતાઓ, વિચારકો અને ડિઝાઇનરો વચ્ચેના અંતરને દૂર કરવાનાં ઉદ્દેશ્ય સાથે કામ કરવાનો હતો.”

૩D પ્રિન્ટિંગ

મેઘા અનુસાર ભારતમાં હાલ ૩ડી પ્રિન્ટિંગનો વિચાર પોતાના શૈશવકાળમાં છે અને હાલ તે લોકો વચ્ચે પોતાનું સ્થાન જમાવવામાં સફળ નથી રહ્યું. તે વધુમાં જણાવે છે, “હકીકતમાં આ ટેક્નિક ખૂબ જ રોમાંચક છે અને મેં પણ જ્યારે પહેલી વાર તેના વિશે જાણ્યું ત્યારે લાગ્યું કે ૯૦ના દાયકામાં જોવામાં આવતું કાર્ટૂન જેટસન્સ વાસ્તકવિકતામાં પરિણમ્યું છે. તમે ૩ડી પ્રિન્ટરના માધ્યમથી લગભગ બધું જ તૈયાર કરી શકો છો.”

મેઘાએ આ વર્ષના પ્રારંભમાં પોતાના આ સાહસનો પાયો નાખ્યો હતો અને વર્તમાનમાં તે ૪ ટેક્નિકલ નિષ્ણાતોની એક ટીમનું નેતૃત્વ કરી રહી છે. ‘ઇન્સ્ટાપ્રો૩ડી’ એક સેવા બ્યૂરોના રૂપમાં સંચાલિત થઇ રહ્યું છે જ્યાં મેઘા અને તેમની ટીમ પ્રોટોટાઇપ અને ડાઇરેક્ટ ડિજિટલ નિર્માણ તૈયાર કરવા માટે પ્રોડક્ટ ડિઝાઇનર્સ અને ડેવલપર્સ ઉપરાંત વિદ્યાર્થીઓ, ઇજનેરો, આર્કિટેક્ટ્સ, બેકર્સ અને સોનીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે.

પોતાનો માર્ગ જાતે જ તૈયાર કરવો

મેઘા પોતાના શાળાના દિવસોથી જ વિજ્ઞાન વિષય તરફ ભારે રસ ધરાવતી હતી. પણ ગ્રેજ્યુએશન દરમિયાન તેમની કારકિર્દીએ એકદમ અલગ જ વળાંક લીધો. તે કહે છે, “મેં વર્ષ ૨૦૧૨માં બિઝનેસ સ્ટડીઝના ક્ષેત્રમાં લિસેસ્ટર યૂનિવર્સિટીથી સ્નાતકની ડિગ્રી લીધી હતી. આ પરિવર્તન છતાં ટેક્નિક અને ટેક્નોલોજી તરફ મારો ઝોંક જરાય ઓછો નહતો થયો.”

ગ્રેજ્યુએશન કર્યા બાદ મેઘા એલઈડી લાઇટિંગ અને સાયન્સના પોતાના પારિવારિક બિઝનેસનો ભાગ બની ગઇ હતી. તેમણે પોતાના બળે કંઇક કરવાના પહેલા ત્રણ વર્ષ સુધી ત્યાં કામ કરવાનો અનુભવ લીધો હતો. મેઘા આ અંગે કહે છે, “મારા પિતાના કામના સ્થળે વ્યવસ્થા અને પ્રોટોકોલ પહેલેથી જ અમલમાં લવાતા હતાં અને ત્યાં મારી ઓળખ માત્ર તેમની દિકરી તરીકે હતી. હું મારી એકદમ અલગ ઓળખ બનાવવા માગતી હતી અને મારી ક્ષમતા અને શક્તિને ચકાસવા માગતી હતી.”

જોકે તેમનો આ નિર્ણય તેમના માટે એટલો સરળ નહતો પરંતુ તે તેમના જીવનનો સૌથી મોટો પડકાર હતો, મેઘા તે સમયે ૨૪ વર્ષની હતી અને તે લગ્ન યોગ્ય થઇ ગઈ હતી. તેવામાં તેણે પોતાના માતા-પિતાને લગ્ન નહીં કરવા માટે મનાવવા ઘણી આકરી મેહનત કરવી પડી હતી. મેઘા જણાવે છે, “મારા માતા-પિતાએ મને અપાવેલા શિક્ષણ-દીક્ષા સિવાય કાંઇ વધારે સાર્થક અને પડકારજનક કામ કરવા માગતી હતી. આખરે તેઓ માની ગયા હતા અને તે બાદ તેમનું વલણ ખૂબ જ મદદગાર રહ્યું છે.”

ઇન્સ્ટાપ્રો3D

ઇન્સ્ટાપ્રો૩Dને શરૂ કરવા પાછળનો તેમનો દ્રષ્ટિકોણ ભારતમાં ૩D પ્રિન્ટિંગ માટે એક પાયાના પરિસ્થિતિજન્ય તંત્રનું નિર્માણ કરવાનો હતો જેથી લોકો નવી પ્રોડકટ્સની શોધ, નિર્માણ અને ડિઝાઇનિંગ માટે આ શક્તિશાળી ટેક્નિકનો ઉપયોગ કરવા માટે પ્રેરિત થઇ શકે.

‘ઇન્સ્ટાપ્રો૩ડી’ના કામ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે તેઓ અત્યારસુધીમાં કૂલર માસ્ટર, એબીબી સોલર, મેક્કેન હેલ્થ, સીઆઈબીએઆરટી જેવા કેટલાક બહુરાષ્ટ્રીય નિગમો અને સરકારી એજન્સીઓની સાથે કામ કરી ચૂક્યા છે.

તે ઉપરાંત, તેઓ પોતાના સ્તરે ઘણા બધા પ્રયોગ પણ કરી ચુક્યા છે. હાથ અને પગની છાપને ૩ડી પ્રિન્ટેડ સ્મૃતિચિન્હમાં પરિવર્તિત કરવાની પહેલ તે પ્રયોગોનો એક નમૂનો માત્ર છે. મેઘાના જણાવ્યા પ્રમાણે, 

“અમારું માનવું છે કે પરિવારમાં બાળકનો જન્મ કોઇપણ માતા-પિતા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હોય છે અને તેવામાં તે પળને જીવનભર માટે સંભારણા તરીકે સંગ્રહિત કરી લેવાનો વિચાર હકીકતમાં અમૂલ્ય હોય છે. અમે તે પહેલી કંપની છીએ જે ભારતમાં કાગળ પર લેવાયેલી હાથની છાપને ૩ડી પ્રિન્ટેડ સ્મૃતિચિન્હમાં પરિવર્તિત કરીએ છીએ.”

જોકે અત્યારસુધી આ ૩ડી ટેક્નિકને ખૂબ જ પ્રભાવશાળી પ્રતિક્રિયા મળી છે. તે જણાવે છે કે કઇ રીતે આ ટેક્નિકનો ઉપયોગ સંરક્ષણ, એરોસ્પેસ, ઓટોમોબાઇલ, આભૂષણ અને મેડિકલ વગેરે ક્ષેત્રોમાં કરવામાં આવી શકે છે. તે કહે છે, “જોકે તે હજુ પણ ગ્રાહકોના વ્યક્તિગત જીવનનો ભાગ બનવામાં સફળ રહી શકી નથી.”

પડકારો અને પ્રેરણા

મેઘાના જણાવ્યા પ્રમાણે, “ઉદ્યોગસાહસિકતાનું ક્ષેત્ર પડકારોથી ભરેલું હોય છે. તમારે એક જ સમયે ઘણી બાબતોને સંભાળવાની સાથે જ તેમનું મેનેજમેન્ટ કરવા ઉપરાંત વિભિન્ન સમસ્યાઓનું સમાધાન પણ શોધવાનું હોય છે. તમે સતત, વિકાસના આગલા સ્તર, બેકએન્ડ અને મૂળ ટીમના નિર્માણ અંગે સૌથી વધારે ચિંતિત રહો છો.”

એક મહિલા ઉદ્યોગસાહસિકના રૂપમાં તેમનો અનુભવ ખૂબ જ મિશ્રિત રહ્યો છે. મેઘા આ અંગે કહે છે, “ઘણીવાર એવા પ્રસંગો આવ્યા હતા જ્યારે ગ્રાહકોએ એક મહીલા હોવાને કારણે તેમને ઓછા આંક્યા હતા પણ મોટાભાગના મામલાઓમાં એક મહીલા હોવું મારા પક્ષમાં જ રહ્યું છે.”

પોતાની સામે આવનારા પડકારોમાંથી તેઓ પોતાના જીવનનો સૌથી મહત્વપૂર્ણ પદાર્થપાઠ શીખવામાં સફળ રહ્યા છે, અને ત્યાર બાદ તેમણે કાંઇ ખોટું કરવા વિશે ચિંતા કરવાનું બંધ કરવાની સાથે જે સાચુ હોઇ શકે તેના વિશે વિચારીને ખુશ રહેવાનું શીખ્યું છે. તે જણાવે છે, “ઘણી વાર મને એમ લાગે છે કે હું બિલકુલ ઠીક કરી રહી છું તેમ છતા હું ‘જો અમારો પ્લાન A સફળ નહીં થાય તો પણ ૨૫ બીજા શબ્દો ઉપલબ્ધ છે’ની ધારણાનું પાલન કરુ છું. સૌથી મહત્વપૂર્ણ વાત આ છે કે તમારે કોઇપણ હાલતમાં રોકાવાનું નથી.”

ભવિષ્યના 5 વર્ષનો વિચાર

મેઘાએ હજુ પ્રારંભ જ કર્યો છે અને તે આ ટેક્નિકના ભવિષ્ય અંગે ખૂબ જ ઉત્સાહિત છે. તેના અનુસાર, “મને લાગે છે કે આપણે હાલ આ ટેક્નિકની બાહ્ય સપાટીને જ જાણવામાં સફળ થયા છીએ અને હજુ સુધી આ ટેક્નિકની વાસ્તવિક ક્ષમતાઓનાં મૂળ સુધી નથી પહોંચ્યા. હુ નજીકના ભવિષ્યમાં દેશના દરેક ગ્રાહક પાસે પર્સનલ કમ્પ્યુટરની જેમ જ એક અંગત ૩ડી પ્રિન્ટરને પણ જોઇ શકી રહી છું.”

આવનારા દિવસોમાં તે ‘ઇન્સ્ટાપ્રો૩ડી’ને સારી રીતે અને સ્થાપિત સેવા બ્યૂરોનાં રૂપમાં જુવે છે જ્યાં તેની મદદથી ડિઝાઇનર, ઇનોવેટર અને નિર્માતા નવી શોધ કરવામાં સફળ રહેશે.

વેબસાઈટ

લેખિકા: તનવી દુબે

Related Stories