Roadiesથી Foodies સુધી – કવનીત સાહનીની રસપ્રદ સફર 

એક કિંગ મેકર કહી શકાય તેવી કવનીત, ભારતની ફૂડ ઈન્ડસ્ટ્રીમાં નવાં કરિયર વિકલ્પો સ્થાપિત કરવામાં અગ્રેસર છે!

0

શેફ્સ બધે જ હાજર છે. પ્રાઈમ ટાઈમ ટી.વી શો થી લઈને એન્ડૉર્સમેન્ટ્સ, બુક લૉચથી લઈને બ્લોગ સુધી. નવા સેલિબ્રિટી શેફ્સને સ્વીકૃતિ આપવી મુશ્કેલ ન હતી. ટ્રેડિશનલ આર્ટિસ્ટ મેનેજમેન્ટની એક નવી બ્રાન્ચ છે - શેફ્સને મેનેજ કરવાની.

કલિનરી કમ્યુનિકેશન્સની મિલનસાર કવનીત સાહની, ઉત્સાહી શેફ્સ માટે બધું કરી છૂટવામાં આગળ પડીને કામ કરે છે. તેઓ શેફ્સનાં આઈડિયાને પરિપક્વતા આપે છે અને તેની ખાતરી રાખે છે કે, તેમની કૂકિંગ સ્ટાઈલ પર કોઈનું ધ્યાન જતાં રહી ન જાય. તેઓ સામાન્ય જનતાને એક એવો માર્ગ પણ આપે છે, જેના થકી તેઓ આ સેલેબ શેફ્સ સુધી સરળતાથી પહોંચી શકે. સાચું કહીએ તો, દેશમાં કવનીત એ પ્રથમ વ્યક્તિ હતી, જેણે એક ભારતીય શેફને મિશેલિન સ્ટાર્ડ વિકાસ ખન્નાને, માસ્ટર શેફ ઑસ્ટ્રેલિયા સિઝન 6 નાં ગેસ્ટ જજ તરીકે ફિચર કરવામાં મદદ કરી હતી. એક તક મળતી જોઈને, કવનીતે ગમ્મતમાં જ શોનાં પ્રડ્યૂસરને એક ઈ-મેઈલ કરી દીધો હતો જેમાં, લોકોના મનગમતા શો માં, શેફ જ્યોર્જ કેલોમબરીસ, ગ્રે મેહીગન અને મૅટ પ્રેસ્ટન જેવાં પ્રતિભાશાળી શેફ્સ સાથે, શેફ વિકાસ ખન્નાને પણ પેનલમાં ગેસ્ટ જજ તરીકે લેવાનું જણાવ્યું હતું. તે સમય પાકી ગયો હતો, અને વ્યંજનો વિશે વાત ચાલી રહી હતી, તેની સામગ્રીથી લઈને તેને પ્લેટમાં લઈ જવા સુધી.

તે સમયને યાદ કરતાં કવનીત જણાવે છે કે,

"જ્યારે નાઈજેલા લૉસનનાં ફેન વધતા જતાં હતાં, તેવામાં એ માસ્ટરશેફ ઑસ્ટ્રેલિયા હતું, જેણે ભારતીય દર્શકોનો વ્યંજનો પ્રત્યેનો પરિપ્રેક્ષ્ય બદલ્યો હતો. માસ્ટરશેફ ઑસ્ટ્રેલિયા ભારતીય પ્રાઈમ ટાઈમ પર દર્શાવાઈ રહ્યું હતું, અને શેફ વિકાસ ખન્નાનાં લીધે લોકો તેના તરફ વધુ આકર્ષાઈ રહ્યાં હતા. તે એક એનેરો અનુભવ હતો."

ન્યૂયોર્કમાં શેફ વિકાસે અન્ય ટી.વી શો સાથે કામ કર્યું હતું, અને તેઓ સંપૂર્ણ રીતે માસ્ટર શેફ ઑસ્ટ્રેલિયાનાં અનુભવના પ્રેમમાં હતાં. તે શોની સમસ્ત થીમનું ફોકસ હતું કે, વ્યંજન પ્લેટમાં સારું દેખાય તેની ખાતરી રાખવી. ડાયરેક્ટર, પ્રડ્યૂસર અને કેમેરા પાછળનાં લોકો તેમના વ્યંજનને સારી રીતે પારખતા હતાં. 

"એ જોઈને સારું લાગ્યું હતું, કે બધા લોકો વ્યંજનની જ વાતો કરતાં હતાં. તેમની એનર્જી જોઈને અહેસાસ થાય કે તે શો આટલો સફળ કેમ છે."

મેલબોર્ન જતી વખતે ફ્લાઈટમાં તેમણે શેફ વિકાસ સાથે, બ્રાન્ડ, શેફ્સ, અને ગ્રાહકોને સાથે લાવવા માટે એક પ્લેટફોર્મ બનાવવાની શક્યતાઓ વિશે વાત કરી, ત્યારે શેફ વિકાસે તેમને પોતાનું લાંબા સમયથી સેવેલું સપનું પુરુ કરવા માટે પ્રોત્સાહન આપ્યું. તેમણે કવનીતને કહ્યું,

"તમે તમારા વિચારો હંમેશા વ્યક્ત કરતા રહો છો, પણ હવે મને લાગે છે કે, તમારે તેમને આકાર આપવો જોઈએ. હું તમારી સાથે છું, અને તમે આ ઉદ્યોગમાં પરિવર્તન લાવવા જઈ રહ્યાં છો, તો મને વિશ્વાસ છે કે, તમામ શેફ્સ તમને સહકાર આપશે."

અને આવી રીતે કવનીતનો ડ્રીમ પ્રોજેક્ટ, The Gourmet High Street ને આકાર મળ્યો.

પણ બધું હંમેશાથી આવું જ નહોતું, કેટલાક મહિના પૂર્વે તેઓ સતત પરિવર્તનની સ્થિતિમાં હતાં.

કવનીતે CNBC સાથે એક ટ્રેઈનીનાં રૂપમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી, અને પછી તેઓ Miditech સાથે જોડાયા. જ્યારે તેઓ સ્ટાર વર્લ્ડ માટે ચાઈલ્ડ જીનિયસ શો કરી રહ્યાં હતાં, અને Nat Geo માટે છત્તીસગઢ વિશે એક ડૉક્યુમેન્ટ્રી પર કામ કરી રહ્યાં હતાં, ત્યારે તેમના જીનવમાં MTV Roadies શો આવ્યો, શો ના અસિસટેન્ટ ડાયરેક્ટર તરીકે. કવનીત જણાવે છે,

"મેં ક્રૂ સાથે 40 દિવસ અને 4,000 કિ.મીની મુસાફરી કરી રહી હતી."

આ શો, તેમના જીવનમાં પરિવર્તન લાવનારો રહ્યો. ભારતમાં પહેલી વાર એવો રિઆલિટી શો યોજાઈ રહ્યો હતો જેમાં 6 કેમેરા સાથે રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું. 

"ઍડિટ રૂમમાં, મને રઘુ રામ પાસે ઘણું શીખવા મળ્યું. હવે, શો વિશે હું ઝડપી નિર્ણયો લઈ શકું છું, જેમ કે, શોટ્સ ક્યાં ગોઠવવાં જોઈએ, કોઈ અકસ્માત થાય તો શું કરવું જોઈએ વગેરે. અમે દિવસ-રાત કામ કરી રહ્યાં હતાં અને ભાગ્યેજ ઘરે જતા હતાં."

Channel V માં તેઓ આર્ટિસ્ટોને સંભાળી રહ્યાં હતાં, જેમ કે, શૂટનાં દિવસે તેમને આરામદાયક અનુભવ કરાવવો, તેમની વેનિટીની કાળજી રાખવી વગેરે. અહીં જ તેમણે પોતાના કાર્યનું અલગ પાસુ જોયું, જેણે પાછળથી તેમને શેફ્સને મેનેજ કરવામાં ઘણી મદદ કરી.

વર્ષ 2006માં, કવનીતે તેમના બાળપણનાં મિત્ર સાથે લગ્ન કરી લીધા, અને તેમની કારકિર્દીનાં નવાં વર્ક પ્રોફાઈલમાં પ્રવેશ્યા. તેમના પતિએ હંમેશા તેમનો સાથ આપ્યો, તથા કાર્ય કરવા માટેની તેમની ધગશને પ્રોત્સાહન આપ્યું. વર્કોહૉલિક કવનીત કહે છે,

"મને કામ આપો અને હું ખીલી ઉઠીશ, મને પડકારોથી દૂર રાખો અને હું નાશ પામીશ."

તેઓ હવે લેબલ સ્ટોક અને સ્ટેશનરી મેન્યુફેક્ચરિંગનાં તેમના પારિવારિક વ્યવસાયમાં જોડાઈ ગયાં છે, કેમ કે ઘરે ખાલી બેસી રહેવું તેમના માટે મુશ્કેલ હતું. તે કવનીત માટે નવો રસ્તો હતો, પણ ઝડપથી શીખવાવાળી કવનીતે, પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરતાં, તેમણે હાઈ-ઍન્ડિંગ પ્રિન્ટિંગ સોલ્યુશન્સ માટે પ્રોડક્ટ્સ બનાવી અને એક સપ્લાય ચેઈન નેટવર્ક સ્થાપિત કર્યું. એક લેબલ ઍક્સપો દરમિયાન, કવનીત તેમના બિઝનેસ Tarsusનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં હતાં ત્યારે, ઍક્ઝીબિશન અને કૉન્ફરેન્સનાં ઈન્ટ્રેસ્ટ સાથે, લંડન સ્થિત એક આંતરરાષ્ટ્રીય બિઝનેસ-ટૂ-બિઝનેસ મીડિયા ગ્રૂપ, તેમના પતિ દ્વારા કવનીત સુધી પહોંચ્યું અને તેમની સાથે કામ કરવાની ઑફર આપી.

તે કંપનીએ, કવનીતની ક્ષમતાનું પરિક્ષણ કરવા માટે, તેમને એક અવોર્ડ શો આયોજીત કરવાની ઑફર આપી, પણ પૈસા આપ્યાં વગર. પૈસા વગર કામ કરવા બાબતે, શરૂઆતમાં કવનીતે થોડો ખચકાટ અનુભવ્યો પણ, પછી તેમણે પૂરી મહેનત સાથે તે શો ને, એક પ્રોફેશનલ રીતે પાર પાડ્યો. શો પછી, Tarsus એ તેમને ભારતમાં તેમની એક B2B પ્રોપર્ટી માટે, નેશનલ સેલ્સ મેનેજર તરીકે કામ કરવાનો અવસર આપ્યો, જે એક આંતરરાષ્ટ્રીય ફૂડ અને ડ્રિંક્સ શો હતો. કવનીત માટે ફૂડ ઈન્ડસ્ટ્રી સાથેનો તેમનો આ પ્રથમ અનુભવ હતો. તેઓ જણાવે છે,

"જ્યારે હું શોનાં બીજા ઍડિશન માટે કામ કરી રહી હતી ત્યારે MD એ મને એક માઠા સમાચાર આપ્યાં કે, હવે તેમણે આ શો, કોઈ ઉત્સુક રોકાણકારને વેચી દીધો છે અને હવે તેમને મારી સર્વિસની જરૂર નથી."

આ વાતથી કવનીત અત્યંત નિરાશ હતી, પણ તેમના નસીબમાં કંઈક વધું સારું લખ્યું હતું. માર્કેટમાં એ વાત ફેલાઈ ગઈ હતી કે, હવે કવનીત આ શો સાથે સંકળાયેલ નથી, અને ઍક્ઝીબિટર્સ નવી પેરેન્ટ કંપની સાથે કામ કરવામાં આનાકાની કરી રહ્યાં હતાં. જેથી, તેઓએ કવનીતને, તેમની સાથે કામ કરવા માટે ફરી પાછા બોલવ્યા. કંપનીનાં ઑસ્ટ્રેલિયાનાં એક પ્રમોટર રિચર્ડને લાગ્યું કે, વૃદ્ધી કરી રહેલાં ફૂડ શો માટે કવનીતનાં આઈડિયા, કંપનીના વિચારો સાથે મેળ ખાતા હતાં.

નવા શો ને, ‘ફાઈન ફૂડ ઈન્ડિયા’ નામ આપવામાં આવ્યું હતું. અહીંયા, કવનીત નવી વ્યૂહરચના તૈયાર કરી રહી હતી જેમ કે, શેફ્સ સાથે માસ્ટર ક્લાસિસ શરૂ કરવાની, વાઈન ટેસ્ટિંગ ઈવેન્ટ્સ, ગ્રાહકોને બતાવવું કે કેટલીક પ્રોડક્ટ્સ જેમ કે, ચીઝ અને વાઈનને ભારતીય કુકિંગ સ્ટાઈલમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય છે. તેઓ કહે છે,

"પણ રિચર્ડનાં ઑસ્ટ્રેલિયા ગયાં પછી, મને ભારતીય મેનેજમેન્ટ સાથે કામ કરવાનું ઘણું મુશ્કેલ લાગવા લાગ્યું. તેમણે શોને સફળ બનાવવા માટે મેં વિચારેલા મારા તમામ નવીન આઈડિયાને નકારી દીધા."

“હું, કાળી કાઠીથી સજ્જ એક ઘોડો છું. મારી સામે એક લક્ષ્ય છે અને હું વિચલિત નથી થતી”.

વર્ષ 2013 માં, તેમણે તે કંપની છોડી દીધી અને Culinary Communicationsની શરૂઆત કરી, જેથી તેઓ તે વસ્તુ પર કામ કરી શકે, જે તેમના મતે ગ્રાહકો, બ્રાન્ડ્સ અને ઉદ્યોગ માટે યોગ્ય છે. કવનીત કહે છે,

"હું શેફ્સને એક એવા પ્લેટફોર્મ પર લાવવા માગતી હતી, જ્યાં લોકો તેમને સેલિબ્રિટીની જેમ જોવાનું શરૂ કરે. શેફ્સ 24x7 ઊભા રહે છે, અને એ વાતનું ધ્યાન રાખે છે કે, ડિનર ટેબલ પર જતી પ્લેટ્સ, ખામીરહિત હોય. હું તેમને એ આદર-સમ્માન અપાવવા માંગતી હતી, જેના તેઓ હકદાર છે."

તેઓ એવી નાની ઈવેન્ટ્સની પણ મદદ કરે છે, જેમ કે તેમને યાદ છે,

"અમે ત્રણ દિવસમાં એક B2B ગ્રાહક માટે, તમામ રેસ્ટોરન્ટ માલિકો માટે, શેફ્સ તથા જનરલ મેનેજરો માટે, સ્વાતંત્ર્ય દિવસનાં લાંબા વીકૅન્ડમાં, એક ખાસ ઈવેન્ટ તૈયાર કરી, જ્યાં શેફ જ્યોર્જ કેલોમબરીસ ઑસ્ટ્રેલિયાથી ખાસ તેમના માટે વ્યંજનો બનાવવા માટે આવ્યાં હતાં."

આટલી ઓછા સમયની નોટિસ હોવા છતાંય, ગેસ્ટ લિસ્ટમાં એક પણ ડ્રોપ-આઉટ નહોતું, અને તે દર્શાવે છે કે, કવનીતે ઈન્ડસ્ટ્રીના સ્ટૅન્ડર્ડને કેટલે ઊંચે લાવી દીધું છે.

કવનીત તેમના વિઝન વિશે વાત કરતાં કહે છે,

"શેફ વિકાસ ખન્ના, મનીષ મેહરોત્રાની સાથે કેટલાક ટી.વી શેફ્સ જેમ કે, અમ્રિતા રાયચંદ, સારાહ ટૉડ, સારાંશ ગોઈલા, વગેરેની મદદ દ્વારા, હું હવે ગ્રાહકો સાથે વાતચીત કરવા માગતી હતી, તેમને શિક્ષિત કરવા માગતી હતી તથા તેમને રસોડામાં જઈને રસોઈ બનાવવા માટે પ્રોત્સાહિત કરવા માગતી હતી. મારા મતે, વ્યંજનોને ટૅક્નૉલૉજી દ્વારા ન વેચી શકાય, જ્યાં સુધી હું તેને જોઈ, અડકી અને ચાખી ન શકું."

તેઓ વધુમાં જણાવે છે,

"ગ્રાહકો અને બ્રાન્ડ્સની વચ્ચેના અંતરને દૂર કરવા માટે, મેં Gourmet High Street લૉન્ચ કર્યું. મોટાભાગે, ગ્રાહકોને પ્રોડ્ક્ટ્સનો સ્વાદ ખબર નથી હોતો, જેમને ખૂબ સુંદર રીતે પેક કરીને ‘ગોરમે’ સ્ટોર્સનાં શેલ્ફમાં ગોઠવવામાં આવ્યાં હોય છે, અથવા જેમને તેમના પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુશન અનુસાર, ઈ-કૉમર્સ વૅબસાઈટ્સ પર વેચવામાં આવે છે."

શોમાં, દરેક વસ્તુ ‘ગોરમે ફૂડ’નાં લેબલ હેઠળ ઉપલબ્ધ હોય છે, અને ગ્રાહકો આ ગોરમે પ્રોડક્ટ્સને મફતમાં સેમ્પલ કરી શકે છે, તથા તેમને ડિસ્કાઉન્ટ પર પણ ખરીદી શકે છે. 

"અમે કૂકિંગથી સંબંધિત કેટલીક ગેરમાન્યતાઓને પણ દૂર કરવા ઈચ્છીયે છીએ. ત્યાં, શેફ સંજીવ કપૂર, સારાંશ ગોઈલા અને મનીષ મેહરોત્રા કેવી રીત કૂક કરે છે તે જોવાની, અને તેમની સાથે કૂક કરવાની તથા શીખવાની તક મળે છે. વાઈન માસ્ટર ક્લાસિસ પણ છે જ્યાં, લોકોને વાઈન તથા ચીઝના પેરિંગ વિશે શિક્ષિત કરવામાં આવે છે, જે માત્ર ક્લોઝ્ડ ઈવેન્ટ્સમાં ઍક્સક્લુસિવ ઑડિયન્સ પૂરતું જ સીમિત હોય છે."

TIE સાથે અસોસિએશન દ્વારા, શેફ્સ સાથે કેટલાક સેશન પણ રાખવામાં આવે છે જેમાં, શેફ્સ તેમના જીવનમાં પરિવર્તન લાવનારી વાર્તાઓ કહે છે કે, તેઓ કૂકિંગ/બેકિંગ માટે, કેવી રીતે પોતાનાં આકર્ષક કરિયરને છોડીને આ ક્ષેત્રમાં આવ્યાં છે. અન્ય ફૂડ ઈવેન્ટ્સ, જ્યાં ઘણી બધી રેસ્ટોરન્ટ્સ ભાગ લે છે, તેનાથી અલગ, TGHS માં કેટલીક ઍક્સક્લુસિવ રેસ્ટોરન્ટ્સનો પ્રિવ્યુ રાખવામાં આવે છે.

કવનીત, TGHSને મુંબઈ તથા બેંગલૂરૂ લઈ જવા માગે છે. એક કિંગ મેકર કહી શકાય તેવી કવનીત, ભારતમાં શેફ્સના મેનેજીંગ તથા તક ઊભી કરીને, નવાં કરિયર ઑપશન્સ સ્થાપિત કરવામાં અગ્રેસર છે.

લેખક- ઈન્દ્રોજીત ડી. ચૌધરી

અનુવાદક- નિશિતા ચૌધરી

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

સેલિબ્રિટી શેફ અમૃતા રાયચંદના જીવનનો હીરો છે તેની માતા! વાંચવા જેવી જીવનસફર!

અનેક પડકારો સામે કેવી રીતે આ મહિલા ઉદ્યોગસાહસિકોએ રૂ.5 કરોડનું ક્રાઉડ ફન્ડિંગ મેળવ્યું?

ગુજરાતની કિંજલનું ફૂડ સ્ટાર્ટઅપ ItsPotluck.com, US અને ઇન્ડિયાના ફૂડ બ્લોગર્સ, હોમ કૂક્સમાં બન્યું લોકપ્રિય

Related Stories