રાત્રે ભૂખે પેટ સૂનારાને ભરપેટ ભોજન આપવાની કોશિશ, 'ફીડ યોર નેબર'

0

'ફીડ યોર નેબર'નો મુખ્ય હેતુ જે લોકો રાત્રે ભૂખ્યા સૂવા માટે લાચાર છે તેમના સુધી ભોજન પહોંચાડવાનો છે.

કાર્યક્રમના પહેલા જ દિવસે 4454 લોકોના ભોજનની જ વ્યવસ્થા થઈ હતી!

11 દિવસમાં લગભગ 1,22,937 લોકોના ભોજનની વ્યવસ્થા થઈ ગઈ!

મહિતા ફર્નાન્ડિઝે આ કાર્યક્રમની કરી શરૂઆત!

આપણે રોજ આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ. એમાંથી કેટલીક વસ્તુઓ તરફ ધ્યાન જાય છે. એ દિશામાં આપણને કામ કરવાની ઇચ્છા થાય છે પરંતુ કોઈ ને કોઈ કારણસર આપણે એ કામ કરી શકતા નથી. પરંતુ એ વાત પણ સાચી છે કે કેટલાક લોકો આવી નાની નાની અને ખટકતી બાબતો પર ધ્યાન આપીને તેને ગંભીરતાથી અને દ્રઢ ઈચ્છા શક્તિથી તે દિશામાં કામ પણ કરે છે. એ લોકો કામ શરૂ કરે છે અને ધીરેધીરે વાત જામતી જાય છે. આ કાર્યમાં એ લોકો પણ સામેલ થાય છે. જેમણે આ કામ કરવાનું પહેલાં ક્યારેક વિચાર્યું હતું.

આવો જ એક નાનો અહેસાસ બેંગલુરુની મહિતા ફર્નાન્ડિઝને થયો એક દિવસ એમને બહુ જ ભૂખ લાગી હતી પણ તેને ખાવાનું ન મળ્યું ત્યારે મહિતાએ વિચાર્યુ કે મારી પાસે બધું જ છે. એક સારી નોકરી, પૈસા, ઘરમાં કોઈ જ પ્રકારની કમી નથી. પરંતુ જે લોકો પાસે રહેવા માટે ઘર નથી અને ખાવાનુ લેવા માટે પૈસા નથી. જે લોકો બે વખતના રોટલા માટે હવાતિયા મારે છે એ લોકો પોતાની ભૂખ સામે કેવી રીતે લડતા હશે? આ પ્રશ્ને મહિતાને વિચારવા માટે લાચાર કરી દીધી. આ વિચારીને તેણે નક્કી કર્યું કે તે એવુ કંઈક કરશે જેનાથી ગરીબ લોકોની ભૂખ ભાંગી શકે.

મહિતા ઉદ્યમી છે તે છેલ્લા પાંચ વર્ષથી બેંગલુરુમાં બાળકો માટે ચિલ્ર્ડન એક્ટિવિટી એરિયા ચલાવે છે. તેને સાત વર્ષનો એક દીકરો છે. તેઓ પોતાના જીવનથી સંતુષ્ટ છે. અગાઉ તે કોર્પોરેટ કોમ્યુનિકેશનમાં પણ કામ કરી ચૂકી છે. તેણે ભારતની મોટીમોટી કંપનીઓમાં કામ કર્યુ છે જેવી કે ઈન્ફોસેસ, કેવીન કેયર, હૈંકલ ઈન્ડિયામાં કામ કરવાનો તેને અનુભવ છે.

મહિતાએ વિચાર્યુ કે ગરીબ લોકોની મદદ કેવી રીતે કરી શકાય. લગભગ એક કલાક વિચાર્યા પછી તેને સમજાઈ ગયું હતું કે શું કરવું જોઈએ? બીજા દિવસે ફેસબુક દ્વારા આ દિશામાં પોતાનું કામ શરૂ કરી દીધું. મહિતા એ એક કાર્યક્રમ શરૂ કર્યો જેનું નામ 'ફીડ યોર નેબર' રાખ્યું. 

મહિતા ઈચ્છતી હતી કે આ કાર્યક્રમ પોતાનો એકલાનો ન બની રહે પણ સામૂહિક પ્રયાસ બને. આ માધ્યમ દ્વારા બીજા લોકો કે જે આ દિશામાં કામ કરવા ઈચ્છતા હોય તે લોકો પણ આમાં જોડાય અને કાર્યક્રમનો ભાગ બને. જેથી સમાજમાં વધારેમાં વધારે લોકોની ભૂખ મટાડી શકાય. આ કામમાં તેમણે સોશિયલ મીડિયાનો ખૂબ જ ઉપયોગ કર્યો જેની તરત જ સકારાત્મક અસર પણ જોવા મળી છે. એ જણાવે છે કે લોકો પણ ગરીબોની મદદ કરવા માગે છે. સેવાભાવી લોકો આમાં જોડાઈ ખૂબ જ આનંદ અનુભવે છે. આ કાર્યક્રમ દરમિયાન લોકો એ પોતાના ઘરમાં બનતા ભોજનમાં થોડું વધારે ભોજન બનાવવાની શરૂઆત કરી જેથી જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડી શકાય. આ નાના નાના પ્રયત્નોથી ખૂબ જ મોટું કામ થઈ રહ્યુ હતું. આ કામ કરતા લોકોને સંતોષ થતો હતો કે તેઓ ભૂખ્યા લોકોની ભૂખ મટાડવામાં મદદરૂપ બની રહ્યા છે.


મહિતાને લોકોને આ કાર્યક્રમમાં જોડવામાં કોઈ જ તક્લીફ પડી નહી. લોકો જાતે જ આ કાર્યક્રમમાં જોડાવા લાગ્યાં અને પોતાના મિત્રોને આ વિશે કહેવા લાગ્યાં.

આમ તો મહિતાનો આ પ્રયત્ન બધાંને ખૂબ જ ગમ્યો. ઘણાં બધા લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે. ખાવાનું પણ ખૂબ જ હતું પરંતુ ખરેખર જરૂરિયાતવાળા સુધી ખાવાનું પહોંચાડવા શરૂઆતમાં ખૂબ જ તકલીફ પડી હતી. કાર્યક્રમનાં પહેલા જ દિવસે 4454 લોકોના ભોજનની વ્યવસ્થા થઈ ગઈ હતી. રોજ આ સંખ્યામાં વધારો થતો જતો હતો. શરૂઆતના 11 દિવસમાં એક લાખ બાવીસ હજાર નવસો સાડત્રીસ લોકોનું ભોજન જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચ્યું હતું.

મહિતા આ કાર્યક્રમની સફળતાનો શ્રેય તમામ કાર્યકર્તાઓને આપે છે કે જેમણે આમાં ઉત્સાહથી ભાગ લીધો. કેટલાક લોકોએ ખાવાનું જાતે બનાવી આપ્યું તો કેટલાકે ખાવાનું બધાના ઘરે જઈ જઈને ભેગું કરી જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડ્યું. કેટલાક લોકોએ પૈસાનું દાન કર્યુ કારણ કે આ કાર્યક્રમ ચલાવવા માટે પૈસા પણ જરૂરી હતા. પણ ફીડ યોર નેબરે ક્યારેય કોઈ સંસ્થા પાસે દાન માગ્યું નથી છતાં ઘણી સંસ્થાઓ તેમનું સારુ કામ જોઈ તેમની મદદે આવી. જેનાથી તેમના આ કાર્યક્રમને વધારે શક્તિ મળી. કેટલાક રેસ્ટોરાં તો કેટલાંક મહિલાઓના ગ્રુપ પણ આ કાર્યક્રમમાં જાતે જોડાયાં અને પોતપોતાની રીતે કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો.

દરેક કાર્યક્રમની જેમ આ કાર્યક્રમ ચલાવવામાં થોડી તકલીફ આવી પણ એનો રસ્તો પણ આપમેળે નીકળી ગયો. મહિતા જણાવે છે કે આ કાર્યક્રમ માટે કેટલાક વૃદ્ધ લોકો પણ આગળ આવ્યા. તેમણે ગરીબ વિસ્તારો શોધી ગરીબો સુધી ભોજન પહોંચાડવાનું કામ કર્યું.

મહિતાના પ્રયાસે સાબિત કરી આપ્યું કે તમારી પાસે બહુ જ પૈસા હોય તો જ તમે સમાજ સેવા કરી શકો તે જરૂરી નથી. જો મનમાં ઈચ્છા હોય તો તમે આવા નાના નાના પ્રયાસો દ્વારા સમાજની મોટામાં મોટી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે તમારું યોગદાન આપી શકો છો.

લેખિકા- સ્નિગ્ધા સિંહા.

અનુવાદક – YS ટીમ ગુજરાતી 

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

અમેરિકાથી પરત આવી ઝુંપડામાં રહેતા બાળકોને આત્મનિર્ભર બનાવવા અભિજીતે બનાવ્યું ‘સ્લમસોકર’

કન્યા ભૃણ હત્યા વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યાં છે કોલેજના એક પ્રોફેસર

મહિલાઓને શોષણ અને અત્યાચારથી મુક્તિ અપાવી તેમને આત્મવિશ્વાસુ અને સક્ષમ બનાવે છે સુનીતા કૃષ્ણન