સ્ટાર્ટઅપ ઈન્ડિયાઃ લાઈવ કવરેજ

0

15 ઓગસ્ટ, 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરવા દરમિયાન ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા’ અભિયાનની વાત કરી હતી. ભારત અત્યારે આ દિશામાં આગળ વધીને સ્ટાર્ટઅપ નેશન બની ગયો છે. માત્ર પાંચ મહિનાના ગાળામાં સ્ટાર્ટઅપ ઈન્ડિયાએ ખૂબ જ લાંબી મજલ કાપી અને સમગ્ર દેશમાં નવી નીતિઓ બનાવી તથા સાહસિકોને મદદ અને પ્રોત્સાહન પૂરા પાડ્યા. આજે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે સ્ટાર્ટઅપ ઈન્ડિયાનું અધિકારિક રીતે અનવારણ થઈ રહ્યું છે. યોરસ્ટોરી ભારત સરકારના સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનની અધિકારીક ભાગીદાર છે. આ કાર્યક્રમની કેટલીક ઘટનાઓ પર નજર કરીએઃ

એડમ ન્યુમનઃ ભારતના 83 ટકા લોકો ધ્યેય વગરની કંપનીમાં ઉંચા પગારે રહેવા કરતા ચોક્કસ ધ્યેય સાથે કામ કરતી કંપનીમાં નીચે પગારે કામ કરવાનું વધારે પસંદ કરે છે.

હસમુખ અઢિયાઃ હાલમાં બીટુબી સ્ટાર્ટઅપ 10 ટકા અને ટીડીએસ અટલે 24.5 ટકાનો રોકડ પ્રવાહ અટકી ગયેલો છે. અમે તેમાં સુધારા કરીશું.

અમિતાભ કાંતઃ સરકારના 20 વિભાગો અને તેની સેવાઓ ઈબીઝ પ્લેટફોર્મ પર નોંધાયેલી છે. અમે આગામી ત્રણ મહિનામાં 10 રાજ્ય સરકારો સાથે જોડાણ કરીશું. સિંગલ પેમેન્ટ અને સિંગલ વર્કના આધારે કામ કરાશે.

અમિતાભ કાંતઃ અમે 1000 પેટન્ટ એક્ઝામિનરને કામે રાખ્યા છે તથા આઈઆઈટી સાથે આઉટસોર્સિંગ પણ કરીશું. આગામી 18 મહિનામાં અમે દેશના પેટન્ટ પેન્ડન્સી સ્તરને અમેરિકા અને જાપાન સુધી પહોંચાડી દઈશું. આગામી એક વર્ષમાં અમે ટ્રેડમાર્ક અંગેની અનિર્ણિત અવસ્થાને ઝીરો લેવલે લાવી દઈશું.

અનુપ પુજારીઃ સરકારની 2012ની પ્રોકયોરમેન્ટ પોલિસી પ્રમાણે સરકારે તમામ વિભાગો માટે ફરજિયાત કરી દીધું કે તેમણે ઓછામાં ઓછી 15 ટકા ખરીદી મધ્યમ અને નાના ઉદ્યોગસાહસિકો પાસેથી કરવી.

આશુતોષ શર્માઃ પાયાગત સ્તરે ઈન્ક્યુબેટર અને મેન્ટરના નેટવર્કને વિકસાવાશે. અમે હાઈ ગેઈન હાઈ રિસ્ક પ્રોગ્રામ લોન્ચ કરીશું. તમારા વિચારો દ્વારા વધારે મળતર દેખાતું હશે તો અમે તમને ગણતરીપૂર્વકના જોખમો સાથે આગળ વધવામાં મદદ કરીશું.

પ્રશાંત શરણઃ અમે સ્ટાર્ટઅપ સામે આવતી સીધી સમસ્યાઓનો નિકાલ શોધી કાઢ્યો છે. આઈપીઓના દસ્તાવેજોમાં પણ ફેરફાર કરવામાં આવશે જેથી સ્ટાર્ટઅપને અનૂકુળ થાય.

તમારી જાતને સ્પષ્ટ રીતે જોડી દો, અમે તેમને જવાબની ખાતરી આપીશું. અમે સ્ટાર્ટઅપમાંથી શીખી રહ્યા છીએ.

જે.એસ.દીપકઃ અમારું ધ્યાન મુખ્યત્વે બે બાબતો, ફંડિંગ અને ઈન્ક્યુબેશન પર હશે. અમે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનવા પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ઈલેક્ટ્રોનિક ડેવલપમેન્ટ માટે 500 મિલિયન ડોલરનું ફંડ જાહેર કર્યું છે. અમે જે બાબતે આયાત કરીએ છીએ તે ક્ષેત્રમાં પણ સ્ટાર્ટઅપ શરૂ કરવા મદદગાર સાબિત થશે.

વી એસ ઓબેરોયઃ 38 રીસર્ચ પાર્ક માર્ગદર્શક બની રહેશે. રાષ્ટ્રપતિ દ્વારા ઈમ્પ્રિન્ટ ઈન્ડિયા લોન્ચ કરવામાં આવ્યું. આગામી કેટલાક મહિનામાં દેશના નોન-મેટ્રો શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

મોહનદાસ પાઈઃ 6 થી 8 યુનિકોર્નને રિડોમિસાઈલ કરાશે અને ત્યારબાદ બાકીના બંનેને પણ અમારો આશય આવા પડકારોને દૂર રાખવાનો છે.

માસાયોશી સોનઃ માત્ર મોટી રકમના ચેક બનવાથી અને ઉદ્યોગસાહસિકો સમૃદ્ધ થઈ જવાથી એવું માનવાની જરૂર નથી કે તેઓ સફળ છે.

માસાયોશી સોનઃ જહાજમાં તમે એકમાત્ર વ્યક્તિ બચ્યા હોવ તો પણ તમે તેને બચાવી શકો છો અથવા તો તે માટેનો એટિટ્યૂડ ધરાવી શકો છો. સ્ટાર્ટઅપ એમ્પ્લોયર અને તેમના કર્મચારીઓ પાસેથી આવી જ અપેક્ષા રાખવામાં આવે છે.

માસાયોશી સોનઃ ઈન્ફોર્મેનશ ક્રાંતિ ઔદ્યોગિક ક્રાંતિ કરતા 100 ગણી મોટી હશે.

માસાયોશી સોનઃ પહેલાં 5-10 વર્ષ દરમિયાન લિસ્ટેડ કંપની બનવાના બદલે બજારમાં મોટી કંપની બનવા અંગે વિચારવું જોઈએ.

માસાયોશી સોનઃ સ્ટાર્ટઅપ કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ધ્યાન ન રાખી શકે. ભારતમાં બે બાબતની ઉણપ છેઃ મોબાઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી ખૂબ જ ધીમા છે અને બીજું ઈલેક્ટ્રિસિટી જેના વગર બધું જ અધુરું છે.

માસાયોશી સોનઃ 21મી સદી ભારતની અને ભારતીય સ્ટાર્ટઅપની છે.

માસાયોશી સોનઃ હું જેટલી વખત ભારત આવું છું તેટલી વખત સંતુષ્ટ થઈ જાઉં છું કે આ જ દેશ છે.

અરુણ જેટલીઃ હાલમાં અમારી પાસે એવા સક્ષમ ઉદ્યોગ સાહસિક છે જે દુનિયાને સ્પર્ધા પૂરી પાડી શકે છે અને આ લોકો માટે સાનુકુળ વાતાવરણ ઉભું કરાશે.

અરુણ જેટલીઃ અમે છેલ્લાં કેટલાક સમયથી રાજ્યોને માત્ર ફેસિલિટેટર તરીકે બાંધી રાખવા પ્રયાસ કરી રહ્યા છીએ.

અરુણ જેટલીઃ આ સેક્ટર જેટલું અનરેગ્યુલેટેડ રહેશે તેટલું તેના માટે વધારે સારું થશે.

અરુણ જેટલીઃ વડાપ્રધાનનો પોતાનો વિચાર છે કે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળવું જોઈએ. બેંક અને સરકાર એમ બંને સ્ત્રોત તેમના માટે ઉપલબ્ધ છે.

અરુણ જેટલીઃ સ્ટાર્ટઅપ માટે લાઈસન્સ રાજનો અંત આણીશું.

નિર્મલા સિતારામનઃ ભારતીય ઉદ્યોગ સાહસિકતા જુગાડ નથી.

નિર્મલા સિતારામનઃ અમે સરકાર તરીકે અવ્યવસ્થાને દૂર કરીશું તો તમે મુખ્ય વ્યવસાય પર ધ્યાન આપી શકશો.