કેમ એક યુવાને MNCને બદલે એક સ્ટાર્ટઅપ સાથે જોડાવવાનો નિર્ણય લીધો!

0

આપણને નાનપણથી જ કહેવામાં આવ્યું છે કે મહેનત દ્વારા જ વ્યક્તિનું નસીબ બને છે. સારી કંપનીમાં નોકરી મેળવવાના સપના દરેક જોવે છે, પરંતુ ત્યાં પહોંચ્યા પછી મહેનત કરીને આગળ વધવાના સપના ભાગ્યે જ કોઇ જોતું હોય છે. જૉલ પણ કંઇક આવો જ છે જેને પોતાની મહેનત અને લગન પર વિશ્વાસ હતો. માટે જ ઇન્ટર્ન તરીકે જોડાયેલ જૉલ તેમની નિષ્ઠા અને મહેનત દ્વારા માત્ર એક વર્ષમાં જ કંપનીની જીવાદોરી સમાન બની ગયો!

સામાન્ય રીતે તો તમે ઘણાં હેલ્થ એન્ડ વેલનેસ કાર્યક્રમો જોયા અને સાંભળ્યા હશે, પરંતુ Zoojoo.be એક એવો સોશિયલ હેલ્થ વેલનેસ કાર્યક્રમ છે જે ગેમ્સ અને અન્ય ગતિવિધિઓ દ્વારા લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક કરે છે, આ સાથે તે લોકોને હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે પ્રેરિત પણ કરે છે.

આ કાર્યક્રમ કોઇ પણ ઓફિસના કાર્યસ્થળ પર હાજર નેટવર્ક પર પણ ઉપલબ્ધ કરાવી શકાય છે. જેમ કે કોઇ ઓફિસ આ સર્વિસ લેવા માગે છે તો,તેનો લાભ ઓફિસના દરેક કર્મચારીને મળશે. આજના યુગમાં લોકોની દિનચર્યા ઘણી વ્યસ્ત છે, જેના કરાણે તેમની પાસે પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનો સમય જ નથી. આવા સંજોગોમાં આ સર્વિસ એકબીજાની હેલ્થ માટે જાગરૂક કરતો આકર્ષક નુસ્ખો છે. આ પ્રકારની આ પ્રથમ સર્વિસ છે.

જૉલ ફર્નાન્ડિસ એક યુવા કર્મચારી છે, જે Zoojoo.be સાથે એક વર્ષ પહેલા જ જોડાયા છે. તેઓ આ સર્વિસ કંપનીમાં એક ઇન્ટર્ન તરીકે આવ્યા હતાં, પરંતુ તેમની સારી કામગીરીના કારણે તેમની આજે આ કંપનીમાં શ્રેષ્ઠ કર્મચારી તરીકે ગણતરી થાય છે. જૉલે એક મલ્ટીનેશનલ કંપનીની નોકરી છોડીને એક નવી શરૂ થયેલી કંપની સાથે જોડાવાનું નક્કી કર્યું, કારણ કે તેઓ દરેક બાબતને નવેસરથી સમજવા માગતા હતાં. એક એમએનસીની નોકરી તેમને સારો પગાર તો આપી શકે તેમ હતી પરંતુ નવી કંપનીમાં કામ કરવાનો અનુભવ તદ્દન અલગ હોય છે. અહિંયા નાનામાં નાની બાબતો પણ શીખવા મળે છે. જેની સાથે કોઇ પણ નવા ઉદ્યમની શરૂઆત કેવી રીતે થઇ શકે છે કે તે વાતને પણ ઘણી ઉંડાણપૂર્વક સમજી શકાય છે.

Zoojoo.beના સંસ્થાપક અવિનાશ સૌરભ જૉલના કામ પર બહુ વિશ્વાસ રાખે છે. અવિનાશ પહેલેથી જ નવા અને પ્રતિભાવશાળી યુવાનો પર વધારે વિશ્વાસ રાખે છે. અવિનાશનું માનવું છે કે યુવાનોની પાસે નવા નવા આઇડિયાઝની હારમાળા હોય છે અને તેઓ વધારે મન લગાવીને કામ કરે છે. આજ કારણે તેઓ નવા-નવા ઇન્ટર્નને વધારે પ્રોત્સાહિત કરે છે. બીજું કારણ એ પણ છે કે નવા લોકોને શીખવાની લાલચ હોય છે જેના લીધે તેમને સમજાવવું સરળ પણ રહે છે.

જૉલ જ્યારે કોલેજમાં હતાં ત્યાંરથી જ તેમના મગજમાં રચનાત્મક આઇડિયાઝ આવતા રહેતા હતાં. એટલા માટે નોકરી છોડીને કંઇક નવું કરવા ઇચ્છતા હતાં.

એક ઇન્ટર્નથી શ્રેષ્ઠ કર્મચારી સુધીની યાત્રા

અવિનાશનું કહેવું છે કે કોલેજનું ભણતર પૂરું કર્યા બાદ મોટા ભાગના વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ઇન્ટર્ન તરીકે જોડાતા જ હોય છે. પરંતુ તેમાં સૌથી મહત્વની બાબત એ છે કે, કયો ઇન્ટર્ન કંપનીના હિત માટે સારા આઇડિયાઝ આપે છે, કેવી રીતે કાર્ય કરે છે. આવા જ કઇક સારા લક્ષણો જૉલમાં છે. તેઓએ કંપનીની કાર્યપ્રણાલીને ખૂબ જ સારી રીતે અને જલદી સમજી લીધી હતી. કંપનીની સૌપ્રથમ એન્ડ્રોઈડ એપ તૈયાર કરવામાં પણ જૉલે મદદ કરી. આજે જૉલ આઇ ઓપરેટિંગ સિસ્ટમ માટે એપ તૈયાર કરનાર ટીમને લીડ કરી રહ્યાં છે.

ટેક્નિકલ જ્ઞાન ઉપરાંત જૉલ બિઝનેસમાં આવતી મુશ્કેલીઓની જવાબદારી લેવામાં પણ હંમેશાં આગળ રહેતા હતાં અને કંપની માટે પોતાનાથી બનતી દરેક મદદ કરતા.

જૉલે તેનું સ્કૂલિંગ અને કોલેજ સેન્ટ જોસેફ કોલેજ બેંગલુરુમાંથી કર્યું છે. ગ્રેજ્યુએશન દરમિયાન જ જૉલને એક એન્ડ્રોઈડ બેઇઝડ પ્રોજેક્ટમાં કામ કરવાનો ચાન્સ મળ્યો અને અહિંયાથી જૉલની મોબાઇલ એપ્લિકેશન ડેવલપમેન્ટ જર્નીની શરૂઆત થઇ. ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં જૉલને એક લાઇવ પ્રોજેક્ટમાં ઇન્ટર્ન તરીકે કામ કરવું હતું, જેના માટે તેઓએ Zoojoo.beમાં અપ્લાય કર્યુ, અને ત્યાં તેઓએ છ મહિના માટે ઇન્ટર્ન તરીકે કામ કર્યું. જૉલની સારી કામગીરીને જોઇને ઇન્ટર્નશિપના અંતમાં અવિનાશે તેમને નોકરીની ઓફર આપી. જૉલે આ ઓફર સ્વીકારી લીધી.

શું કહે છે જૉલ?

જૉલનું આ અંગે કહેવું છે, 

“નવી કંપનીમાં કામ કરવાનો નિર્ણય મારો એકદમ યોગ્ય હતો. અહિંયા મને ઘણું બધું શીખવા મળ્યું છે.” 

આ માટે જૉલ, જે યુવાનો પોતાના કરિયરની શરૂઆત કરી રહ્યાં છે, તથા કંઇક નવું અને ક્રિએટિવ કરવા માંગે છે, તેમને કોઇ નવી કંપની જોઇન કરવાની સલાહ આપે છે. હાલમાં જ તેઓએ Zoojoo.beમાં એક વર્ષ પૂર્ણ કર્યું છે. જૉલ હાલમાં પણ આ કંપનીમાં નવા છે, પરંતુ તેમના દ્વારા આપવામાં આવતા આઇડિયાઝ લોકો સાંભળે છે અને તેને અમલમાં પણ લાવે છે. જૉલ તેમની ટીમના સદસ્યને સંદેશ આપતા કહે છે, “તમે બધા બેસ્ટ છો અને તમે શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યાં છો. તમારું આ કાર્ય લોકોને પોતાના હેલ્થ માટે જગરૂક કરે છે.” જૉલને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે. આ માટે વીકેન્ડમાં તેઓ મિત્રો સાથે ફોટોગ્રાફી કરે છે અને અંગ્રેજી સિરિયલો જોવાની સાથે સાથે થોડું વાંચન પણ કરી લે છે.

વેબસાઈટ

લેખક- તન્વી દુબે

અનુવાદક- શેફાલી કે. કલેર

Related Stories

Stories by YS TeamGujarati