રિક્ષામાં સવાર યાત્રી ગરમીથી થયો બેહાલ, તો રિક્ષાને બનાવી દીધી 'કૂલ રિક્ષા'!

દિલ્હીના દિનેશ ભંડારીએ તેમની રિક્ષામાં એક અનોખો બદલાવ કર્યો જે તમને ગરમીથી આપશે રક્ષણ! 

3

દિલ્હીના દિનેશ ભંડારી પહેલાં એક દુકાન ચલાવતાં, પરંતુ દિલ્હી સરકારની એક પહેલથી તેમને એક રિક્ષા મળી. અને તેઓ રિક્ષાના રૂપરંગમાં એવો બદલાવ લાવ્યા કે દિલ્હીમાં ચારેકોર તેમની ચર્ચા થવા લાગી. તમે પણ જાણો કે આ ચર્ચા કેમ થઇ રહી છે...!

ગરમીથી પરેશાન દિલ્હીના રિક્ષાચાલકે કર્યો અનોખો જુગાડ!

ઑટોરિક્ષામાં લગાવી દીધું કૂલર!

ભારત એક ઉષ્ણકટિબંધીય દેશ છે, જ્યાં ઠંડી પણ બહુ પડે અને ગરમી પણ. જો તમે મોટા શહેરોમાં રહો છો, જ્યાં એક જગ્યાથી બીજી જગ્યાનું અંતર વધારે હોય, તેવામાં તમારે ઑટોરિક્ષાની મદદ લેવી જ પડતી હશે. જોકે હા, હવે AC કેબ્સ સર્વિસ પણ ઘણી મળી રહે છે, પણ તે મોંઘી પણ પડે છે અથવા તો આપણને જરૂર હોય તે સમયે ન મળે તેવું પણ ઘણી વાર બને છે. અને તેવામાં ક્યાંય આવવા-જવા માટે ઑટોરિક્ષાનો ઉપયોગ કરવો ઘણો સરળ રહે છે.

આકાશ જ્યારે ગરમી વરસાવી રહ્યું હોય અને ગરમીનો પારો 40ની આસપાસ જ ફર્યા કરે ત્યારે તે ગરમી અકળાવનારી બની જાય છે અને એમાં પણ દિલ્હીવાસીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવામાં ગરમીની મજબૂરીથી રક્ષણ મેળવવા દિલ્હીના એક રિક્ષાચાલકે ગજબનો જુગાડ કર્યો છે. આ રિક્ષાચાલકનું નામ છે દિનેશ ભંડારી. 

દિલ્હીના દિનેશ ભંડારીએ પોતાની રિક્ષાને એવી રીતે મોડીફાઈ કરી છે જેથી તે કૂલરવાળી રિક્ષા બની જાય. દિનેશ પહેલા એક દુકાન ચલાવ્યા પરતું દિલ્હી સરકારની એક પહેલથી તેમને રિક્ષા મળી.

યોરસ્ટોરી સાથેની વાતચીતમાં દિનેશે જણાવ્યું,

"જુલાઈ,2015માં મને સરકાર તરફથી એક રિક્ષા મળી. એક દિવસ દિલ્હીના રસ્તા પર ફરી રહ્યો હતો ત્યારે એક સવારી મળી જેમને મારે તેમના ઘર સુધી પહોંચાડવાના હતાં. તે દિવસે સૂરજ જાણે આગના ગોળા વરસાવી રહ્યો હતો. અચાનક જ તે પેસેન્જરની તબિયત બગડી. અને મેં બને તેટલું જલ્દી તેમને તેમના ઘર સુધી પહોંચાડ્યા. ઘરે આવીને મેં નિર્ણય કર્યો કે કોઈ એવો ઉપાય કાઢું, કોઈ એવું કૂલર બનવું જેથી ડ્રાઈવર અને સવારી બંનેને ઠંડી હવા મળે. તેને લગતો બધો સામાન ભેગો કરવાનું શરૂ કર્યું. ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મારી મદદ કરવાના બદલે મારી આસપાસના લોકો મારો મજાક ઉડાવવા લાગ્યા. પાડોશીઓ કહેતા કે આવું ક્યારેય થયું નથી અને ન ક્યારેય થશે. પણ આખરે એક દિવસ મારી મહેનત રંગ લાવી. મેં મારી રિક્ષાને કૂલરવાળી રિક્ષા બનાવી જ દીધી."

ભંગાર ભેગો કરી લગાવ્યો જુગાડ!

દિનેશે ટુકડા ટુકડા જોડીને આ રિક્ષાને ખાસ બનાવી. ક્યાંકથી મોટર લાવ્યા તો ક્યાંકથી પંખો. ટિનની ચાદરને કાપીને કૂલરની બોડી બનાવી. તેને ડ્રાઈવર અને સવારીની સીટ પર ફિટ કરી જેથી બંનેને હવા આવી શકે. કૂલરમાં પાણીની અવરજવર માટે તેમણે પ્લાસ્ટિકનો ડબ્બો કાપીને તેમાં પાઈપ લગાવી દીધો અને તે પાઈપને કૂલર સાથે જોડી દીધો. 

કૂલરના પાણીને વારંવાર બદલવું પડતું હતું અને એટલે તેમણે પોતાની રિક્ષાને મોડીફાઈ કરવાનો નિર્ણય લીધો. હવે આ રિક્ષામાં લાગેલું કૂલર બહારથી પણ નથી દેખાતું અને પાણીની વ્યવસ્થા પણ તેમની ઈચ્છા મુજબ થઇ ગઈ. સાથે જ સારી બાબત તો એ છે કે, હવે દિનેશની રિક્ષામાં પાણીની જરૂર ઓછી પડે છે અને પાણીનો વ્યય પણ નથી થતો.

દિનેશ કહે છે, 

"રિક્ષામાં લાગેલા કૂલરથી મુસાફર અને ડ્રાઈવર બંનેને ઠંડી હવા મળે છે જેથી ગરમી ઘણી ઓછી લાગે છે. પાણી, ટાંકીથી થઇને કૂલર સુધી આવે છે અને નીચે લાગેલા બોક્સમાં જમા થઇ જાય છે. જમા થયેલું પાણી જેવું ભરાઈ જાય તેમ તરત અલાર્મ વાગે છે જેથી પાણી પાછું ટાંકીમાં જતું રહે છે અને પાણીનો વ્યય નથી થતો." 


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...


Related Stories