શહેરની સ્થાનિક જરૂરિયાતો માટે મદદ કરતા લિટલ બ્લેક બૂક પાસે બધી માહિતી છે. ટ્રાવેલિંગથી શરૂ કરીને શોપિંગ અને શહેરમાં યોજાતા કાર્યક્રમોની માહિતી તમને માત્ર આંગળીના ટેરવે મળી જાય છે. હાલમાં દિલ્હી, એનસીઆર અને બેંગલુરુની માહિતી મળે છે.
યોગ્ય રીતે અપાયેલા નામ જેવા લિટલ બ્લેક બૂક (એલબીબી)ની સ્થાપના 2012માં સુચિતા સલવાન દ્વારા થઈ હતી. તે જ્યારે દિલ્હીમાં હતી અને વિકેન્ડ દરમિયાન શું કરવું તેની અવઢવમાં રહેતી અને તેના જવાબમાં આ સાહસ કર્યું હતું. તે જણાવે છે, "એલબીબીએ મને તે બધું જ આપ્યું છે જે મારે દિલ્હીમાં જોઈતું હતું. તેના દ્વારા મને જે મળ્યું છે તેને જોઈને હું ઈચ્છું છું કે હવે લોકો પણ શોધે અને તેમને મળે."
25 વર્ષની દિલ્હી યુનિવર્સિટીની ઈકોનોમિક્સની ગ્રેજ્યુએટ સુચિતાએ આ પહેલાં વિઝક્રાફ્ટમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેણે બીબીસી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યું હતું અને બીબીસી એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડિયા લોન્ચ કરવામાં મદદ કરી હતી. તે જણાવે છે કે, આ નોકરી એવી હતી જેણે મને સમજવામાં મદદ કરી હતી કે, એક સારો કાર્યક્રમ અને તેની કામગીરી કેવી રીતે લાંબા સમય સુધી મદદ કરે છે અને ફાયદો કરે છે. મેં એલએલબી પર કામ કરવા માટે બીબીસી સાથે કામ કરવાનું બંધ કર્યું હતું. 2012ના અંતમાં આ કામ બંધ કર્યું હતું અને હવે એલએલબી પર જ કામ કરીશ.
થ્રિલોફિલિયા અને હોલિડિફાય જેવા મોટાભાગના ડિસ્કવરી પ્લેટફોર્મ સામાન્ય રીતે ફૂડ અને ટોકિંગ સ્ટ્રિટ અથવા તો ટ્રાવેલ કે એડવેન્ચર અંગે માહિતી આપતા હોય છે. એલબીબી ફૂડ, ઈવેન્ટ, ટ્રાવેલ, એડવેન્ચર, લાઈફસ્ટાઈલ, શોપિંગ અને અન્ય તમામ બાબતોની માહિતી પૂરી પાડે છે. તેમની પાસે હાલમાં તમામ ઉંમરના યૂઝર્સ છે છતાં તે મોટાભાગે 18 થી 35 વર્ષના લોકો પર વધારે ધ્યાન રાખવા માગે છે.
સુચિતાએ તેના ત્રણ સાથીઓ અને ઈન્ટર્નની ટીમ સાથે 2013-14 એલબીબીની શરૂઆત કરી હતી. શરૂઆત તેમણે એક મકાનમાં કરી હતી અને તેમના યુઝર્સ અને ઓડિયન્સમાં વધારો કરવો મુખ્ય ટાર્ગેટ હતો. કંપની હાલમાં પણ તેના માટે મથી રહી છે. તેમને ડિસમ્બર 2014માં 80 હજાર વિઝિટર્સ મળ્યા હતા. સુચિતા જણાવે છે કે, 2015માં એલએલબીની તથા એલબીબીની પાર્ટનરની ઈવેન્ટમાં બે લાખ લોકોએ ભાગ લીધો હતો.
એપ્રિલ 2015માં કંપનીને રાજન આનંદન, સચિન ભાટિયા અને સિંગાપોર એન્જલ નેટવર્ક તરફથી સીડ ફંડિગ મળ્યું હતું. ત્યારબાદના 6 મહિનામાં ટીમમાં વધારો થઈને 30 લોકો થયા અને સપ્ટેમ્બરમાં બેંગલુરુને પણ ઉમેરવામાં આવ્યું. ત્યારબાદ નવેમ્બરમાં તેમની એન્ડ્રોઈડ અને આઈઓએસ એપ લોન્ચ કરવામાં આવી.
સુચિતાના મતે હાલમાં તેમની વેબસાઈટ પર મહિને 6 લાખ લોકો આવે છે.
સુચિતાની ટેક કૉ-ફાઉન્ડરની ઘણા સમયની શોધ ત્યારે પૂરી થઈ જ્યારે તેનું વિઝન ધ્રુવ માથુરને સમજાયું અને તેઓ તેમની સાથે જોડાયા. તેઓ ગત વર્ષે કંપનીના સહ સ્થઆપક અને સીટીઓ તરીકે જોડાયા. સુચિતા જણાવે છે કે, હું માનું છું કે, સફળતાપૂર્વક કોઈ માહિતી પૂરી પાડવી હોય તો તેના માટે ટેક્નોલોજી જરૂરી છે. આવા સંજોગોમાં ધ્રુવ સાથે જોડાવા જેવું વધારે સારું કંઈ જ નહોતું.
28 વર્ષનો એન્ટરપ્રેન્યોર ધ્રુવ પોતાનું સાહસ એફબીપે ડૉટ ઈન શરૂ કરવા ભારત આવ્યો હતો. ક્રેન્જી મેલોનનો સ્નાતક શરૂઆતમાં ડેલોઈટ અને બે એરિયા સાથે કામ કરતો હતો તકની રાહ જોઈ રહ્યો હતો જ્યારે સુચિતાએ તેની સામે જોડાણ માટે હાથ લંબાવ્યો.
એલબીબી પર આવતી જાહેરાત તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે. તેમાં મોટી બ્રાન્ડની સાથે સાથે સ્થાનિક કેફે, ફેશન બ્રાન્ડ અને અન્ય બાબતોનો સમેવેશ થાય છે જે લોકોને પોતાની તરફ આકર્ષવા માગે છે.
માર્ચ થી ડિસેમ્બર 2015 સુધીમાં કંપનીની આવકમાં 500 ટકાનો વધારો થયો હતો. એલબીબી પોતાના ભંડોળમાં વધારો કરવાનું વિચારી રહી છે.
એલબીબીની ટીમ તેમને બેંગલુરુ ખાતે મળેલા પ્રાથમિક પ્રતિભાવથી ખુશ છે. તેઓ સતત લોકો માટે વિવિધ કાર્યક્રમો અને પ્લાનિંગ કરતા રહે છે અને શહેરમાં થતી કાર્યક્રમોને લાવવા પ્રયાસ કરે છે.
તેમના આયોજનમાં અન્ય કામ પણ છે. અમે સતત એ બાબત પર ધ્યાન આપીએ છીએ કે અમે એવી પ્રોડક્ટ બનીએ જે લોકોની પસંદગની માન આપે અને પૂરી કરે. તેના કારણે જ તમને અમારા એપમાં ઘણા ફેરફાર દેખાયા હશે. અમે ટૂંક સમયમાં મેક પ્લાન નામનું ફિચર્સ લાવી રહ્યા છીએ જેના દ્વારા યૂઝર્સ પોતાના મિત્રો સાથે પણ વાત કરી શકશે.
અમે અમારી ખામીઓને પૂરી કરવા પર પણ ધ્યાન આપી રહ્યા છીએ. અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ કે લોકોને એલબીબી પર શોધ કરવાની સાથે કામ કરવામાં પણ સરળતા રહે.
ટીમનો અભિગમ જ તેમની સફળાતાની કુંજી છે. સુચિતા અને ધ્રુવ જણાવે છે કે, દરેક બાબતોને જાણવી ખૂબ જ જરૂરી છે. માત્ર એક્સેલ શીટ કે આંકડાઓમાં જ પ્રગતિ ન જોવી જોઈએ. તમારે તમારી આકાંક્ષાઓ નક્કી કરવાની છે, કામ કરવાનું છે અને જોવાનું છે કે ખરેખર તમે શું કર્યું. સુચિતા જણાવે છે કે, તેના દ્વારા અમે વધારે અને સારી રીતે કામ કરી શક્યા અને ઝડપી વિચારો પણ આવવા લાગ્યા.
અમે ત્રણ થી છ મહિનાનું આયોજન કર્યું હતું પણ અમલમાં આવ્યા પછી લાગે છે કે આવતીકાલ માટે જ કામ કરીએ છીએ. ધ્રુવ જણાવે છે કે, વિચારો ઓછું અને કામ વધારે કરો.
સુચિત્રા જણાવે છે કે દરેક વ્યક્તિએ પોતાના નિર્ણયો અને વિકાસનું અવલોકન કરવું જોઈએ. તે જણાવે છે,
"અમે લોકો સતત ઝડપી કામ કરવાના દબાણ હેઠળ રહેતા હોઈએ છીએ. આ સમયે તમારી પાસે ભૂલો કરવાની કે તેના વિશે વિચારવાની ખૂબ જ ઓછી શક્યતાઓ હોય છે. આવા સમયે ભૂલો વિશે ન જ વિચારવું જોઈએ."
સ્થાપકો જણાવે છે કે, તેમના યૂઝર્સ જ તેમને સતત પ્રેરણા આપે છે અને કામ કરતા રહેવાની શક્તિ પૂરી પાડે છે. તેઓ કહે છેઃ
"તમે કોઈને કોઈ કામ કરવાના જ છો અને પડકારો તમારા આ કામમાં આવવાના જ છે. આ બધું જાણવા છતાં અને સાત દિવસ સોળ કલાક કામ કરીએ છીએ કારણ કે અમે યુઝર્સને કંઈ નવું અને અર્થસભર આપવા માગીએ છીએ જેના કારણે અમે દોડીએ છીએ."
એલબીબી જે રીતે તમામ બાબતોને એક જ મંચ પર રજૂ કરે છે તેના જોતા લાગી રહ્યું છે કે તેનાથી તમારા શહેરને ખુંદી શકાય છે. લોકોની ચોક્કસ ઈચ્છઓ અને જરૂરીયાત હોય છે જેમ કે ફૂડ અથવા ટ્રાવેલ અને તેમણે ઝોમાટો કે હોલિડિફા કરતા એલબીબીને પણ ટ્રાય કરવું જોઈએ.
લેખક- તન્વી દુબે
અનુવાદક- રવિ ઈલા ભટ્ટ
Related Stories
March 14, 2017
March 14, 2017
March 14, 2017
March 14, 2017
Stories by YS TeamGujarati