'GetActive', ડિજિટલ ડિવાઇસ : ટશન પણ અને સ્વાસ્થ્ય પર નજર પણ

'GetActive', ડિજિટલ ડિવાઇસ : ટશન પણ અને સ્વાસ્થ્ય પર નજર પણ

Friday November 20, 2015,

4 min Read

આજના સમયમાં આપણે બહુ સરળતાથી આરોગ્ય સેવા તકનીક અને ઉપકરણો થકી શારીરિક ગતિવિધિઓ અંગે જાણી શકીએ છીએ, બલકે આપણા આરોગ્ય પર નજર રાખવાનો આ એક સારો ઉપાય છે.

ચીની દાર્શનિક લાઓજીએ કહ્યું હતું કે હજારો માઇલ લાંબી યાત્રાની શરૂઆત સૌ પ્રથમ કદમથી થતી હોય છે. આજના સમયમાં આ પગલાને ગણવાનું ભલે અશક્ય હોય, પરંતુ આજના જમાનામાં આ શક્ય છે. આજે આપણે બહુ સરળતાથી આરોગ્ય સેવા તકનીકને ઉપકરણો થકી ન માત્ર શારીરિક ગતિવિધિઓ અંગે જાણી શકીએ છીએ, બલકે આપણા આરોગ્ય પર નજર રાખવાનો પણ તે એક સારો ઉપાય છે.

image


એક અંદાજ મુજબ વર્ષ વર્ષ 2013માં 330 મિલિયન ડૉલરના ડિજિટલ ફિટનેસ ડિવાઇસ બજારમાં 97 ટકા હિસ્સો Fitbits, Jawbone UPs અને Nike FuelBandsનો હતો. આ બિઝનેસ દર વર્ષે આ રીતે જ વધતો જાય છે. એક અંદાજ અનુસાર વર્ષ 2018 સુધીમાં તે 19 બિલિયન ડૉલર સુધી પહોંચવાની આશા છે. આ વાતને ધ્યાનમાં રાખતાં Fitbitsએ 43 મિલિયન ડૉલર, Withingsએ 30 મિલિયન ડૉલર અને MyFitnessPalએ 18 મિલિયન ડૉલરનું રોકાણ પ્રાપ્ત કર્યું છે. ભારતમાં શરૂઆતના સ્તર પર GetActive એવી કંપનીઓમાંની એક હતી, જે લોકો માટે આરોગ્ય સેવા તકનીક ઉપકરણો લઈને માર્કેટમાં આવી હતી. આ કંપનીએ શારીરિક ગતિવિધિઓ પર નજર રાખવા માટે હાથમાં પહેરી શકાય એવા બેન્ડને બજારમાં ઉતાર્યા હતા અને તેની પાછળનું ભેજું હતું મોહમ્મદનું, જેને આરોગ્ય સેવા તકનીક ઉદ્યોગમાં ન માત્ર 2 દાયકાઓથી પણ વધારે અનુભવ હતો, બલકે તે ગ્રાહકોની નાડ પારખવાનું પણ બખૂબી જાણતા હતા. એટલે જ GetActiveએ પોતાના પહેલાં જ વર્ષમાં 10,000 કરતાં વધારે પ્રોડક્ટ વેચી હતી.

image


આ કંપનીમાં મોહમ્મદ ઉપરાંત મુર્તઝા, શ્રીજીત અને સૌરવ પણ તેના સહ-સંસ્થાપકોમાંથી એક છે. જેમની પાસે કોર્પોરેટ બેકગ્રાઉન્ડનો સારો એવો અનુભવ છે. આ લોકો સોફ્ટવેર પ્રોગ્રામિંગ, પ્રોડક્ટની ડિઝાઇન અને વેપારના વિકાસમાં પણ કુનેહ ધરાવે છે. મોહમ્મદ અનુસાર લોકોને એ વાતે ગેરસમજ છે કે સામાન્ય માણસ માટે આરોગ્ય સેવાઓ ખાસ ફાયદાકારક નથી અને તેનો ઉપયોગ માત્ર ગંભીર અવસ્થામાં જ કરી શકાય છે. તેમના અનુસાર લોકોની આ માનસિકતા બદલવાની જરૂર છે. GetActive પર કામ વર્ષ 2011થી જ શરૂ થઈ ગયું હતું, પરંતુ તેનું બનાવેલું પહેલું ઉપકરણ જાન્યુઆરી-2013 દરમિયાન બજારમાં આવ્યું. આ ઉપકરણ તો માત્ર શરૂઆત હતી, આ ક્ષેત્રમાં પગલું પાડવાની. કંપનીનો મુખ્ય ઉદ્દેશ તકનીકની સાથે લોકોને કામકાજ દરમિયાન આરોગ્યનું સંતુલન કઈ રીતે રાખી શકાય, એ જણાવવાનો હતો. આની સાથે સાથે લોકો પોતાની શારીરિક ગતિવિધિઓ પર પણ નજર રાખી શકે, એની જાણકારી આપવાનો હતો.

image


સામાન્ય લોકોમાં રસ ઊભો કરવા માટે GetActive દ્વારા સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર રિવૉર્ડ કાર્યક્રમ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે લોકો સમક્ષ એક રમતની રીતે તેની રજૂઆત કરવામાં આવી. આ પદ્ધતિઓથી લોકો તેમના પ્રત્યે આકર્ષિત થવા લાગ્યા. મોહમ્મદના કહેવા અનુસાર તેમનું લક્ષ્ય લોકોને આરોગ્ય કાર્યક્રમોથી રૂબરૂ કરાવવાનું છે અને પહેરી શકાય એવાં ઉપકરણો થકી પોતાની સેવાનો લાભ લોકો સુધી પહોંચાડવાનો છે. GetActiveની કોશિશ પોતાના ઉપયોગકર્તાઓની આદતોમાં બદલાવ લાવવાની છે, જેથી તેઓ આને પોતાના માટે માત્ર એક ઉપકરણ ન સમજે.

image


કંપની ટૂંક સમયમાં પોતાની બીજી પ્રોડક્ટ માર્કેટમાં લાવવા જઈ રહી છે. GetActive સ્વાસ્થ્ય બેન્ડ જેમાં બ્લૂટૂથની પણ સુવિધા છે. તે લોકોના હૃદયના ધબકારા પર કામ કરનાર, કેલરી માપનાર હશે. આ ઉપરાંત લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ, ગ્લુકોઝની તપાસ અને શરીરના તાપમાન જેવી સુવિધાઓ પણ તેના ઉપકરણમાં ટૂંક સમયમાં મળવા લાગશે. કંપનીએ 10 હજાર GetActive ઉપકરણ જુદાં જુદાં જૂથોમાં વેચ્યાં છે, તેમાં એપોલો મ્યૂનિખ, કેપીએમજી, એસએપી અને વિપ્રો સામેલ છે. મોહમ્મદના જણાવ્યા મુજબ જ્યારે કોઈનામાં તમન્ના હોય છે કંઈક કરવાની એની અસર સમાજ પર પણ પડે છે અને જ્યારે તેને હાંસલ કરવાની તક મળે ત્યારે તે વખતે તે પૈસા અંગે કોઈ વિચારતું નથી. GetActive ઉપકરણનો ઉપયોગ કરનારા ગ્રાહકો દરરોજ 10 લાખ વખત ચાલે છે, જ્યારે તેની કોશિશ આ સંખ્યા વધારીને 1 બિલિયન સુધી પહોંચાડવાની છે.

આજના સમયમાં લોકોને અનેક પ્રકારની જાણકારીઓ સાથે જુદી જુદી પ્રકારની પ્રોડક્ટ્સ મળી રહી છે. તે એટલી મહત્ત્વપૂર્ણ છે, જેટલી અગાઉ ક્યારેય નહોતી. હાથમાં પહેરી શકાય એવા ઉપકરણ બહુ સાધારણ છે અને તે કોઈની પણ ફેશન સાથે મેળ ખાય છે. લોકો આજે તકનીકને પસંદ કરી રહ્યા છે, જે જણાવે છે કે તમે કેટલું ભોજન કેટલી ઝડપથી ખતમ કરો છો અને આ તકનીક ભવિષ્યમાં વધારે ઝડપી બની શકે છે.

લેખક – આલોક સોની

અનુવાદક – સપના બારૈયા વ્યાસ