'પ્યોર માર્ટ' ખીણપ્રદેશના કુદરતી ખજાનાને દુનિયા સુધી પહોંચાડે છે!

'પ્યોર માર્ટ' ખીણપ્રદેશના કુદરતી ખજાનાને દુનિયા સુધી પહોંચાડે છે!

Saturday November 28, 2015,

5 min Read

જમ્મુમાં રહેતા સાહિલ વર્મા, દેશનાં સૌથી મોટાં ઓર્ગેનિક ખાદ્ય સામગ્રીના ઓનલાઈન સ્ટોર પ્યોરમાર્ટના સર્વેસર્વા છે. એમણે પોતાનું બાળપણ ખીણ અને ખેતરોમાં પસાર કર્યુ. કેસર અને કાજુ, બદામ જેવા સૂકા મેવા વચ્ચે ઉછરેલા સાહિલ કહે છે કે મેં બહારથી આવતા પ્રવાસીઓ હંમેશા આ સૂકા મેવા માટે તલપાપડ થતાં જોયાં છે.

કેસર અને સૂકો મેવો સાહિલને સરળતાથી મળતા હતા. તેઓ હંમેશા વિચારતા કે આ સૂકા મેવામાં એવી શું ખાસ વાત છે કે પ્રવાસીઓ તેને ખરીદવા માટે આટલું બધું મહત્વ આપે છે. બાળપણનો આ વિચાર કદાચ એમને ભવિષ્યના આ પ્યોરમાર્ટને ઊભું કરવા માટે કામ આવ્યો હશે.

image


ખેતરોમાં અને ખીણમાં પોતાનું બાળપણ વીતાવ્યા બાદ સાહિલ જ્યારે પહેલીવાર ફાર્મસીનો અભ્યાસ કરવા બેંગલુરુ ગયા ત્યારે તેમને ખેતર અને ખીણથી દૂર રહેવાનો અનુભવ થયો. સાહિલ યાદ કરતા કહે છે કે એ સમય તેમની જિંદગીનો સૌથી કપરો સમય હતો પરંતુ અભ્યાસના તે સમય દરમિયાન તેમને દેશના જુદાજુદા ભાગોમાંથી આવતા યુવાનો અને લોકો સાથે મળવાનો અને દોસ્તી કરવાનો મોકો મળ્યો. સાહિલ કહે છે કે આ અનુભવે એમનો જિંદગી પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો.

સાહિલ કહે છે કે આ સમયે તેમને કેટલાક સારા મિત્રો પણ મળ્યાં તો તેની સાથે તેમને જમ્મુ કાશ્મીર માટે લોકોના મનમાં કેવી ભ્રમણાઓ છે તેની પણ ખબર પડી. દેશના વિવિધ ભાગોમાં ખીણ વિસ્તારની હાલત વિશે લોકો શું વિચારે છે તે જાણવામાં ખૂબ જ ઉપયોગી થયો. સાહિલ હસતાં હસતાં બોલે છે કે દેશના બીજા ભાગોમાંથી આવેલા લોકોને જોઈ અને મળ્યા પછી તેમને તેમના ખીણ પ્રત્યેના જોડાણ અને તેમાં જોવા મળતા આંતકવાદ, કેસર ,સૂકોમેવો અને બરફ સાથે અનુભવ્યો ત્યારે તેમને તે વસ્તુઓની કિંમત સમજાઈ.

આ સમય દરમિયાન સાહિલના જીવનમાં એક વળાંક આવ્યો જેમા તેમનો જીવનપ્રત્યેનો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો. તેમના એક મિત્રના પિતાનું મુત્યુ તેમની આજની વ્યસ્ત દિનચર્યા અને ખાવાપીવાની બેકાળજીને કારણે એકાએક થયું હતુ. સાહિલ જણાવે છે કે ત્યારે તેમને સમજ પડી કે તેમના વતન જમ્મુ કાશ્મીરમાં થતી ખેતપેદાશો કેસર, કાજુ, બદામ વગેરે માનવશરીરને હૃદયની બીમારીઓથી દૂર રાખે છે અને બીજી કેટલીક શારીરિક નબળાઈઓ સામે લડવાની તાકાત આપે છે આને માટે જ આ બધી વસ્તુઓ દુનિયાભરમાં પ્રખ્યાત છે.

આ બનાવ પછી એમના મનમાં વિચાર આવ્યો કે આખા દેશના લોકો સુધી આ કુદરતી વસ્તુઓ સરળતાથી પહોચી શકે તેવું કંઇક કરવું. સાહિલ જણાવે છે કે આ કામ દ્વારા તેમને લોકોનાં મનમાં રહેલી ખીણ વિશેની માન્યતાઓ અને માનસિકતા બદલવાનો સુંદર મોકો મળ્યો.

સાહિલે જ્યારે આ કુદરતી ખજાનો આખા દેશમાં પહોંચાડવાનુ નક્કી કર્યુ ત્યારે આ બાબતે પોતાની પત્ની પાસે સલાહ માગી. તેમનાં પત્નીએ આ યોજના સાકાર કરવામા તેમને પૂરેપૂરો સાથ આપ્યો. પણ સાહિલ કહે છે કે તેમનુ કુટુંબ ખૂબ જ રૂઢિચુસ્ત હોવાથી આ વાતની ખબર પણ તેમના માતાપિતાને પડવા દીધી ન હતી. નહીંતર તેઓ ક્યારેય આ કામ તેમને ન કરવા દેત.

કામના શરૂઆતની કસોટીનું વર્ણન કરતા સાહિલ જણાવે છે કે તેઓ અને તેમના પત્ની રજની એક વર્ષ સુધી દેશના અલગ અલગ શહેરોનાં બજારોમાં ફરીફરીને દુકાનદારોને ખીણમાં મળનારા આ કુદરતી ખજાના વિશે સમજાવાનો પ્રયત્ન કર્યો. સાહિલ વધુમાં કહે છે કે તેમને સૌથી વધારે આશ્ચર્ય એ જોઈને થયું કે મોટા ભાગના લોકોને કેસરનાં તાંતણા અને અખરોટ વિશે વધારે જાણકારી ન હતી. સાહિલે આગળ કહ્યું કે તેમને લાગ્યું કે લોકોમાં જાગરુકતા કેળવવા આ બધી વસ્તુઓ હંમેશા ચોવીસ કલાક પોતાની સાથે લઈ ફરવું પડતું હતું જેથી એ લોકોને બતાવી શકે આ વસ્તુઓ હકીકતમાં કેવી દેખાય છે.

પોતાની સફળતાની વાત આગળ જોડતા સાહિલ કહે છે,

"લગભગ વર્ષ 2011 દરમિયાન ભારતમાં ઈન્ટરનેટ દ્વારા ખરીદી કરનારા લોકોની સંખ્યા વધી અને બરાબર આ જ સમયે પોતે આજ દિશામાં આગળ વધ્યાં જે સાચા સમય પર ઉઠાવેલું ઉત્તમ પગલું સાબિત થયું."

પોતાના નિશ્ચય અડગ રહેનાર સાહિલે એ જ સમયે પ્યોર માર્ટની શરૂઆત કરી જેમાં માત્ર કુદરતી રીતે મળતા કેસર અને અખરોટથી પોતાનું કામ શરૂ કર્યું. સાહિલ જણાવે છે,

"સ્વાસ્થય માટે આ બંને વસ્તુઓ ઉત્તમ છે. આ બેથી શરૂ કરેલો ઓર્ગેનિક વસ્તુઓનો વેપાર આખા દેશમાં સફળતાપૂર્વક કરી રહ્યાં છે. નાગાલેન્ડથી લઈ કન્યાકુમારી સુધી અને કોલકાતાથી આંદામાન સુધી આખા દેશમાં એક પણ જગ્યા એવી નથી કે જ્યાંના લોકો તેમની પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ ન કરતા હોય. આના સિવાય પણ તેમની પાસે કેનેડા, દુબઇ, યુકે અને અન્ય બીજા ઘણાં દેશોમાંથી સતત ઓર્ડર આવ્યા કરે છે."
image


પ્યોરમાર્ટ વિશે જણાવતા સાહિલ કહે છે,

"જે પણ સામાન ગ્રાહકો સુધી પહોંચાડાય છે તે સંર્પૂણ કુદરતી છે. તે ત્યાંના સ્થાનિક ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવ્યો હોય છે. તમે જો ગ્રાહકોને ઉત્તમ વસ્તુઓ આપો તો તમારે બીજું ખાસ કંઇ કરવાનું રહેતું નથી. બસ તમે તમારા ગ્રાહકને ખુશ રાખો, તે પોતે જ તમારો કારોબાર આગળ વધારશે. જો તમે એક વખત તમારા ગ્રાહકનો વિશ્વાસ જીતી લીધો તો તે કોઈ બોનસથી ઓછું નથી."

સાહિલ ગર્વથી કહે છે કે 99 ટકા ગ્રાહકો તેમના સામાનથી સંતુષ્ટ છે.પણ હજી તેઓ તેમનો સામાન પહોંચાડવા માટે બીજા પર આધારિત છે. એટલે કેટલીક બાબતોમાં ક્યારેક એમની ભૂલોનું પરિણામ પણ તેમને અને તેમના ગ્રાહકોએ ભોગવવું પડે છે.

ગ્રાહકના ઘર સુધી સામાન પહોંચાડવો અને તેના પૈસા લેવા તે આ કામનો સૌથી મોટો પડકાર હતો. ગ્રાહકના દરવાજા સુધી સામાન પહોંચાડવામાં કેટલીક મુશ્કેલીઓ આવે છે ત્યારે ક્યારેક ગ્રાહકોનો વિશ્વાસ તૂટી જાય છે. તેઓ સતત આ પ્રક્રિયા સુધારવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. 

"આ સમસ્યાના નિવારણ રૂપે અમે બેંગલુરુમાં એક સ્ટોર ખોલ્યો છે. કોઇપણ પ્રકારના વધારાના પૈસા લીધા વગર ગ્રાહકના ઘર સુધી એક જ દિવસમાં સામાન પહોંચાડી શકીએ. ભવિષ્યમાં અમારો પ્રયાસ બીજા શહેરોમાં પણ આ પ્રકારના સ્ટોર્સ ખોલવાનો છે."

એમ સાહિલે જણાવ્યું.

સાહિલની ગાથા 'મન હોય તો માળવે જવાય'ની કહેવતને યથાર્થ સાબિત કરે છે. આ કામ દ્વારા સાહિલ આખી દુનિયામાં જમ્મુ કાશ્મીર વિશે લોકોના મનમાં અંકિત થયેલી આતંકવાદી રાજ્યની છબીને બદલવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે.

લેખક- નિશાંત ગોયલ

અનુવાદક- YS ટીમ ગુજરાતી