રાહ જોઇને કંટાળેલા, રાજસ્થાનના ગ્રામવાસીઓએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા જાતે જ બસ ખરીદી! 

0

હરિયાણાથી બહુ ખાસ દૂર નહીં, પણ ફરીથી એક ગામના રહેવાસીઓએ એ સાબિત કરી આપ્યું છે કે સૌ સાથે મળીને સંઘર્ષ કરે અને સામૂહિક એકતા દાખવે તો કંઈ પણ અશક્ય નથી. સિકર, રાજસ્થાનના હમીરપુરા ગામના સ્થાનિકો પૈસા ભેગા કરી એક બસ લાવ્યા અને ગામની સરકારી સ્કૂલમાં તે બસ ભેટ તરીકે આપી દીધી જેથી તેમના બાળકો સમયસર ભણવા પહોંચી શકે.

ઇન્ડિયા ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, હમીરપુરાના 3 કિમી વિસ્તારમાં અન્ય 45 જેટલા નાનકડા ગામડાંઓ આવેલા છે. અને ત્યાં અવરજવર કરવાની યોગ્ય સવલત ન હોવાના કારણે બાળકો સમયસર સ્કૂલે પહોંચી નહતા શકતા. વારંવારની રજૂઆતો બાદ પણ ત્યાંના સ્થાનિક પ્રશાસને તેમની વાતો કાન પર ના લીધી અને તેમની રજૂઆતોનો કોઈ જ જવાબ ન આપ્યો. ત્યારબાદ ગામવાસીઓએ પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું અને તેમના બાળકો માટે એક બસ લાવ્યા જેથી તેઓ શહીદ રાજેન્દ્રસિંઘ સરકારી સ્કૂલ ભણવા જઈ શકે.  

Representational image; Source – Peace Gospel
Representational image; Source – Peace Gospel

તેમની આ પહેલ પર હમીરપુરા ગામના સરપંચ રતનસિંઘ શેખાવતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું,

"આ બસના કારણે હવે સ્કૂલથી 5-7 કિલોમીટર દૂર રહેતા બાળકો પણ સ્કૂલ જઈ શકે છે. આ પહેલાં તેમણે 3 કે 5 રૂમમાં ચાલતી કોઈ ખાનગી સ્કૂલમાં ભણવા જવું પડતું હતું."

આવી જ અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત અન્ય સ્ટોરીઝ વાંચો:

ઉંદરો પકડીને લાખો રૂપિયાના પાકને નુકસાનથી બચાવે છે આ ખેડૂત!

વેલો વોટર વ્હીલ! આંતરિયાળ ગામોની મહિલાઓનો ગરમીમાં પાણી ભરવામાંથી છૂટકારો!

સરસવના ખેતરોમાં ગોલ્ફ રમતો વિશ્વ ચેમ્પિયન

Related Stories