ઉપાસના પાસે છે સામાજિક જોડાણનો ‘બ્રાન્ડ ન્યૂ’ આઈડિયા

0

મહિલાઓ રસોડામાં ધીમે ધીમે વાતો કરતી હતી, પુરુષો બહારના રૂમમાં પત્તા રમતા હતા અને એક નાનકડી છોકરી પોતાની કઝીન સાથે ચાંદની... ચાંદની ગીત પર ડાન્સ કરતી હતી. કાશ્મીર ખીણનો આ સામાન્ય ક્રમ હતો. કાશ્મીરના શ્રીનગરમાં જન્મેલી ઉપાસના કકરૂ પાસે બાળપણની સ્મૃતિમાં માત્ર બગીચાઓ અને ગુલાબ હતા. તે સિવાય રેલીઓ, એકે-47 લઈને ફરતા લોકો અને સખત ઠંડી. એક રાત્રે તેના પરિવારને ટ્રકમાં બેસીને જમ્મુ જવું પડ્યું.

ઉપાસના જણાવે છે કે કાશ્મીરી બાળકી તરીકે તેને સતત ઉપેક્ષા અને પૂર્વગ્રહનો જ સામનો કરવો પડ્યો હતો અને તેથી જ તેણે પુસ્તકોને પોતાની દુનિયા બનાવી લીધા હતા. તેઓ નોઈડા આવ્યા ત્યારે બાળકી તરીકે થતાં અપમાન અને એકલતા વચ્ચે પુસ્તકો જ તેને સાથ આપતા હતા. તેણે વધુમાં જણાવ્યું કે, પુસ્તકોએ મને ખૂબ જ સુંદર વિશ્વ આપ્યું હતું અને એવી વાતો કરી હતી જે આજે પણ મારી સાથે છે.

જર્મનીમાં ઓનલાઈન બ્રાન્ડિંગ અને કન્ટેન્ટ માર્કેટિંગનું સ્ટાર્ટઅપ 'બ્રાન્ડન્યૂ.co’ની સ્થાપક ઉપાસનાએ તેની કારકિર્દી એન્જિનિયર તરીકે શરૂ કરી હતી. 'બ્રાન્ડ ન્યૂ' પોતાના ગ્રાહકોનું સામાજિક જોડાણ થાય તે માટે કન્ટેન્ટ બનાવી આપે છે. તેના દ્વારા કોઈપણ બ્રાન્ડ મજબૂત બને છે અને તેના ડિજિટલ ફૂટપ્રિન્ટ મજબૂત બ્રાન્ડમાં પરિવર્તિત થાય છે.

ઉપાસના કકરૂ
ઉપાસના કકરૂ

ઉપાસના જણાવે છે કે, ગુલઝાર અને મિર્ઝા ગાલિબને વાંચવાના કારણે તેને બ્રાન્ડિંગ અને કન્ટેન્ટ માર્કેટિંગમાં રસ જાગ્યો હતો. એવી આશાઓનું સર્જન કરવું જે બીજાને ખુંચે અને તે માત્ર જિનિયસ લોકો જ કરી શકે તથા એવા માત્ર અપવાદરૂપ લેખકો જ હોય.

ઉપાસના કહે છે કે, લગભગ 30 કરતા વધારે દેશોમાં ફરીને તથા અનેક લોકો સાથે કામ કરીને તેને ખ્યાલ આવ્યો કે ખરેખર તે શું કરવા માગે છે. બાળપણમાં તેના પર જે દબાણ હતું હવે તે રહ્યું નથી. પહેલાં તેના પર માતા-પિતાનું જે દબાણ હતું તે પણ હવે દૂર થયું છે. હવે તે પહેલાં કરતા વધારે જિજ્ઞાસુ થઈ ગઈ છે. "મેં મેટ્રો, ટ્રેન અને લાંબા અંતર સુધી ચાલીને શહેરી સંસ્કૃતિને માણી છે."

ઉપાસના માને છે કે તેનામાં એક્સપ્રેશન અને આર્ટનો સમન્વય તેના અપવાદ સમા પારિવારિક વાતાવરણમાં થયો છે. "અમારા પરિવારમાં બધા સાથ સહકાર આપતા, મારી બહેન વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા જાય તો આખો પરિવાર તેને પ્રોત્સાહન આપવા પહોંચી જતો."

ઉપાસના જણાવે છે, 

"19 વર્ષની ઉંમરે મેં જણાવ્યું કે મારે એક પુસ્તક લખવું છે તો મારા પિતા દરરોજ રાત્રે નોકરીથી આવીને મને પૂછતા કે મેં આજે શું લખ્યું. હું જ્યારે પણ તેના વિશે ચર્ચા કરતી તો મારી મમ્મી મને જણાવતી કે એક જ વાત યાદ રાખજે કે તું જે આપે તે ગુણવત્તાસભર હોવું જોઈએ. અમે આ રીતે એકબીજાને મદદ કરતા. મારા પતિ મારા પરિવાર કરતા વધારે દ્રઢ હતા કે ગુણવત્તા તો હોવી જ જોઈએ. તે મારા પરિવારના પવિત્ર મૂલ્યો હતા. અમે કામ અને અનુભવોની ગુણવત્તા પર આધાર રાખતા."
ઉપાસના કકરૂ
ઉપાસના કકરૂ

ઉપાસના માને છે કે, તેનો ઉછેર એવા વાતાવરણમાં થયો છે જ્યાં માનવામાં આવતું કે તમારો મત રજૂ કરવો તેમાં કશું જ ખોટું નથી. આ માન્યતાએ જ તેના વ્યક્તિત્વનું નિર્માણ કર્યું છે અને તે રીતે જ ઉપાસના પોતાના કામને જુએ છે. ઘણી વખત તેને સતત ચર્ચામાં અને દલીલોમાંથી પસાર થવું પડતું પણ તેને પણ તે વિકાસ માનતી.

ઉપાસના વધુમાં જણાવે છે કે, મારા માતા-પિતા શિક્ષણમાં માનનારા, દરેક બાબતે ચર્ચા કરનારા હતા. એવા કોઈ મોટા નિર્ણય નહોતા જે અમે એકબીજા સાથે ચર્ચા કર્યા વગર કે ઝઘડ્યા વગર લેતા હતા. તેના દ્વારા જ અમે સશક્ત બન્યા હતા.

પોતાના ઉદ્યાગસાહસિકતાના સફરમાં આવેલા પડકારો અંગે વાત કરતા ઉપાસના જણાવે છે કે, ગુણવત્તા લાવવી તે સૌથી મોટો પડકાર હતો. એ બાબતે હંમેશા વિરોધાભાસ રહેતો કે ઘણા લોકો સારું લખે છે પણ સમયસર આપતા નથી અને જે લોકો સમયસર આપી દે છે તેઓ યોગ્ય રીતે લખતા નથી હોતા.

તે જણાવે છે કે, આ બાબતે મેં ઘણા લોકો સાથે ઓનલાઈન વાત કરી છે અને તેઓ ભારતીય છોકરાઓ અને પુરુષોની ટીકા કરે છે. મને ક્યારેક તો આ બધું અવિશ્વસનીય લાગતું. મને એમ થતું કે આ લોકોને આટલો બધો સમય ક્યાંથી મળે છે. હું હંમેશા એવી આશા સાથે જાગતી કે મને વધારે કલાક મળે.

ખરાબ સેવા આપવી તે મહામારી સમાન છે. "હું એક દિવસ કોઈ કૉલ પર હતી ત્યારે કંપનીના મેનેજરે મને કહ્યું, આપણે કોઈ બ્લેમગેમમાં પડવું નથી. હું તરત જ અટકી ગઈ. મેં એવું કશું જ કહ્યું નહોતું કે જેમાં બ્લેમ એટલે કે દોષારોપણ જેવું કશું હોય. હું માત્ર તેમની સેવાઓ અંગે ચર્ચા કરતી હતી. તેમને આ પહેલાના ગ્રાહકનો ખરાબ અનુભવ થયો હતો અને તેના આધારે તેમણે મારી સાથે પણ તેવું જ વર્તન કર્યું. મને લાગ્યું કે સારા ભાગીદાર શોધવા ખૂબ જ મુશ્કેલ છે, ખાસ કરીને ભારતમાં અને તેથી હું કાયમ ભલામણો પર જ આધાર રાખતી."

ઉપાસના જણાવે છે મેં માત્ર વિશ્વાસ અને પ્રતિબદ્ધતાનો વિકાસ થાય તે માટે કંપની શરૂ કરી છે. પોતાના કર્મચારીઓ વિશે તે જણાવે છે કે મને કોઈ ફરક નથી પડતો કે તેઓ કયા સમયે કામ કરે છે, ક્યાં બેસીને કામ કરે છે અને કેવા પકડાં પહેરે છે.

તેને ઘણા ઈન્ટર્વ્યૂમાં પૂછવામાં આવતું કે તમે લગ્ન ક્યારે કરશો. ખાસ કરીને જ્યારે તેણે જણાવ્યું કે તે હવે એમબીએ કરવાની છે અને ત્યારે મેનેજરે ઉપાસનાને પૂછ્યું હતું કે, તો પછી લગ્ન ક્યારે કરીશ. આ અંગે ઉપાસના કહે છે, 

"મહિલા તરીકે મને કોઈ અટકાવે તે પસંદ નહોતું. કેટલા પુરુષોને તેમના લગ્ન અંગે પૂછવામાં આવે છે કે પછી તેમના પરિવાર અથવા સંતાનો વિશે પૃચ્છા કરાય છે? એક ઉદ્યોગસાહસિક તરીકે હું આ બધામાં ફસાવા નહોતી માગતી. મેં મારો પોતાનો રસ્તો અને યોજના બનાવ્યા હતા. હું કંટાળાજનક જીવન જીવી ચૂકી હતી."

કામ કરવાના વાતાવરણમાં ફેરફાર અંગે ઉપાસના જણાવે છે કે, જર્મનીમાં લોકો પાસે છટકબારીઓ ઘણી છે. ત્યાં મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે પણ પ્રદુષણ નથી. ઉપાસના કહે છે કે, તેમ છતાં ભારતીય ઓફિસમાં યુવાનો અને આશાવાદીઓ વધારે હોય છે. જર્મની માટે એક સારી બાબત એ છે કે આ લોકો ક્યારેય કોન્ટ્રાક્ટ રદ કરતા નથી. તે વધુમાં ઉમેરે છે કે, જર્મનીમાં ખૂબ જ સારું વર્ક બેલેન્સ છે.

મહિલાઓને સલાહ આપતા ઉપાસના કહે છે કે, માત્ર સ્થાયી થવા માટે લગ્ન ન કરશો. તેની મોટાભાગની બહેનપણીઓ તેમના જીવનના બીજા દાયકા બાદ પરણી ગઈ હતી અને મોટાભાગના સાથે તેના સંપર્ક ઓછા થઈ ગયા હતા. લગ્ન પછી તેમ થવું હકિકત છે.

અંતે ઉપાસના જણાવે છે કે આવું શક્ય બને છે જ્યારે તમારે બાળકો હોય, અને કારકિર્દીમાં તમે માત્ર ડેસ્ક જોબ કરો અથવા તો તમને તેમ કરવાની સુચના આપવામાં આવે અથવા તો ફરજ પાડવામાં આવે. આપણને એક જ જીવન મળે છે તો શા માટે આપણે જાત અને ઈચ્છાઓ સાથે કરાર કરવા જોઈએ. તમે જેમાં આગળ વધી શકો તેમ છો તેવી બાબતો પસંદ કરો. એ પામવા માટે આજીવન રાહ જોવાની જરૂર નથી. દરેક વ્યક્તિના પોતાના રસ્તા હોય છે અને તે તેણે જાતે પસંદ કરવાના હોય છે અને તે જ તેમને અલગ બનાવે છે. તમારી જાતને સાંભળવા જેટલા સશક્ત બનો.


લેખક – સિંધુ કશ્યપ

અનુવાદ – રવિ ઈલા ભટ્ટ

Related Stories