'સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા' – ઉદ્યોગસાહિસકતાને પ્રોત્સાહન આપતી આ અભૂતપૂર્વ ઘટનાના સાક્ષી બનો

0

વડાપ્રધાન ઉદ્યોગસાહિસકતાને પ્રોત્સાહન આપતી નીતિઓ જાહેર કરશે

આજે ભારતીયો એવી ઘટનાના સાક્ષી બનશે, જેનો તેઓ થોડા વર્ષ અગાઉ વિચાર પણ કરી શકતા નહોતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજ્ઞાન ભવન ખાતે ઉદ્યોગસાહસિકોને સંબોધશે અને ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા’ માટેનો એક્શન પ્લાન લૉન્ચ કરશે. આ પ્લાનથી ભારતના સ્ટાર્ટઅપ ઇતિહાસમાં, ઉદ્યોગસાહસિકતામાં એક નવું પ્રકરણ શરૂ થશે. સરકારે આ પ્લાન માટે અભૂતપૂર્વ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને સાથસહકાર આપ્યો છે.

આપ સૌ આ કાર્યક્રમનું લાઇવ કવરેજ જોવા આતુર હશો. અહીં તમને ‪#‎StartupIndia‬ Stand-up Indiaનું ઓનલાઇન લાઇવ કવરેજ જોવા માટે વિવિધ માધ્યમોની લિંક આપવામાં આપવામાં આવી છેઃ

ટ્વિટરમાં @YourStoryCo પર અમને પર ફોલો કરવાનું ભૂલશો નહીં અને લાઇવ કવરેજ પર અમારી સાઇટ જોતા રહો:http://yourstory.com/tag/startup-india/]

1. Doordarshan National (DD1) પર ટીવી કવરેજ જુઓ અને ઓનલાઇન જોવા માટે ક્લિક કરો –https://www.youtube.com/watch?v=X8T4Xnjuy0Q [નોંધ: અહીં સાંજે 6 વાગ્યાથી લાઇવ થશે]

2. વેબકાસ્ટ જુઓ – http://webcast.gov.in/startupindia/ [સવારે 9:30થી લાઇવ થશે]

3. પીએમઓ વેબકાસ્ટ જુઓ – http://pmindiawebcast.nic.in/ [સાંજે 6થી લાઇવ થશે]

4. તમે https://www.edcast.com/…/watch-the-launch-of-startup-india-…પર પણ ઓનલાઇન લાઇવ કવરેજ જોઈ શકો છો

સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા વિશે વધુ વિગત:

છેલ્લાં ત્રણ દિવસમાં આ કાર્યક્રમને તૈયાર કરવા પડદા પાછળ મુખ્ય ભૂમિકા ભજવનાર ડીઆઇપીપીના સેક્રેટરી અને મેક ઇન ઇન્ડિયાના મુખ્ય આર્કિટેક્ટ અમિતાભ કાંત, રાજ્ય કક્ષાના કેન્દ્રિય નાણાં પ્રધાન જયંત સિંહા અને રાજ્ય કક્ષાના કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન (સ્વતંત્ર હવાલો) નિર્મલા સિતારામન એક કલાક લાંબી #StartupIndia ટ્વિટર ચેટમાં સહભાગી થયા હતા.

દેશ આતુરતાપૂર્વક સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસી (એક્શન પ્લાન)ની રાહ જુએ છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી જાન્યુઆરીના રોજ જાહેર કરશે. હજારો ઉદ્યોગસાહસિકોએ YourStoryના સર્વેમાં પોતાની ચિંતાઓ અને દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા સરકાર પાસેથી અપેક્ષાઓ વ્યક્ત કરી છે. તેમની ચિંતાઓ મુખ્યત્વે ફંડિંગ અને રિસોર્સની સુલભતા, સરળ નીતિનિયમો અને વર્તમાન કાયદાઓમાં વ્યવહારિક છૂટછાટો સાથે સંબંધિત છે. અત્યારે બધાની નજર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પર છે, જ્યાં સરકારી મહાનુભાવો અને સ્ટાર્ટઅપ અને રોકાણકાર સમુદાયના અગ્રણીઓ ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવા સ્તરે કેવી રીતે લઈ જવી તેના પર ચર્ચા કરવા એકત્ર થશે.

16મી જાન્યુઆરીના રોજ આયોજિત આ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકતા પર આખો દિવસ સળંગ વર્કશોપ ચાલશે અને તેમાં નીચેના વિષયો પર પેનલ ડિસ્કશન થશે

• ઉદ્યોગસાહસિકતા અને નવીનતા ખીલવવીઃ ભારતીય સ્ટાર્ટઅપ્સને વૃદ્ધિ અને વિકાસને માર્ગે દોરવા શું કરવું?

• મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવું: નવી મહિલા ઉદ્યોગસાહસિકોના સંઘર્ષ અને સફળતા રજૂ કરવી

• ભારતના ભવિષ્યને ડિજિટાઇઝેશન કેવી રીતે બદલશે?

• ભારતીય હેલ્થકેરમાં હરણફાળ ભરવી

• દરેક નાગરિક નાણાકીય સર્વસમાવેશકતાનો લાભ આપવો

અહીં વિસ્તૃત એજન્ડા ઉપલબ્ધ છે.