જ્યારે કોઈ એમ કહે કે "આ કામ તો પહેલેથી કરવામાં આવી રહ્યું છે!" તો એક ઉદ્યોગસાહસિકે કેવો પ્રતિભાવ આપવો જોઇએ?

0

મોટાભાગના સ્ટાર્ટઅપ્સને એક સવાલ અવારનવાર પૂછવામાં આવતો હોય છે. અન્ય કોઈ પણ આ વિચાર ઉપર પહેલેથી કામ કરે છે. તો પછી તમે આની પાછળ તમારો સમય શા માટે વેડફી રહ્યા છો? આજે ઇન્ટરનેટના યુગમાં માહિતીની આપ-લે એક સ્થળેથી બીજાં સ્થળે ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે. ઉપરાંત સ્ટાર્ટઅપની સંખ્યામાં પણ ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. ધરતી રમતનાં એક નાનકડાં મેદાનમાં બદલાઈ ગઈ છે. તેવામાં એ વાતની પૂરતી શક્યતા છે કે અન્ય કોઈ લોકો પણ તમારા વિચાર ઉપર જ કામ કરી રહ્યા હોય કે કરી ચૂક્યા હોય.

આ સવાલ સૌથી પહેલાં પ્રતિસ્પર્ધાનાં સ્તરે તમને સ્પર્શે છે. અને જ્યારે તમે ઊંડાણમાં પહોંચો છો ત્યારે એ વાત આવે છે કે ઉદ્યોગસાહસિક કયા પ્રકારનું જોખમ ખેડવા માટે તૈયાર છે.

આપણે સૌથી પહેલાં પ્રતિસ્પર્ધાની વાત કરીએ. ટોની સ્ટબલબાઇને પ્રતિસ્પર્ધા માટે સંપૂર્ણપણે જાણવા માટે એક આખો સંગ્રહ લખ્યો છે. જેને સંક્ષિપ્તમાં જોઇએ તો તેનો સાર છે કે તમારી મરજીનું કામ કરો અને પ્રતિસ્પર્ધા અંગેની ચિંતા બિલકુલ ન કરો. અને ઊંડાણમાં ગયા પછી હજી પણ લોકો પોતાના સ્ટાર્ટઅપના વિચારને કે પછી તેઓ જે વસ્તુ બનાવવાના છે તેના વિશે લોકો સાથે વાત કરતાં અચકાય છે કારણ કે તેમને પોતાનો વિચાર ચોરાઈ જવાની કે તેની નકલ થવાની ચિંતા રહે છે. પરંતુ જો આ જ વિચાર પ્રક્રિયા હોય તો તમારું સ્ટાર્ટઅપ ક્યારેય સફળ નહીં થઈ શકે કારણ કે જો કોઈ તમારા વિચાર વિશે જાણીને જ જો તેને ચોરી શકતા હોય તો કોઈ એવું વાસ્તવિક આઈપી કે અંતર નથી કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. જેમ કે અન્ય લોકો કહે છે કે વિચારથી કંઈ ફેર નથી પડતો તેનો અમલ જ સર્વસ્વ છે.

હવે જ્યારે ઊંડાણપૂર્વક જોઇએ તો જ્યારે કોઈ તમને કહે કે હું એવા કેટલાક લોકોને ઓળખું છું કે જેઓ આ જ કામ પહેલેથી કરી રહ્યા છે. તમે શું કહો છો? તમારો શું વિચાર છે? એક ઉદ્યોગસાહસિક તરીકે તમે તમારા બહારના અવાજોને દૂર કરીને માત્ર તમારાં કામ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવા માગો છો પરંતુ ઘણી વખત આ અવાજો હેરાન કરી મૂકે છે. આવામાં મેં મનોવિજ્ઞાન ભણી ચૂકેલા એક કમ્પ્યૂટેશનલ ન્યૂરો સાયન્ટિસ્ટ સાઇ ગદ્દામને મળવાનો નિર્ણય કર્યો. તેઓ પોતે પણ એક ઉદ્યોગ સાહસિક છે અને મખ્ખીચૂસના ડેવલપર છે. તેમનું કહેવું છે કે ઉદ્યોગસાહસિકો માટે ખરેખર તો જોખમ માટે પૂછવું તે ખૂબ જ હતાશાજનક સવાલ છે. તમે શા માટે આ રેસ જીતનારા પૈકીના એક હશો? લગભગ તમામ સ્ટાર્ટઅપને તેમના જેવી જ અથવા તો પડકારોનું સમાધાન રજૂ કરનારી અન્ય કંપનીઓની પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી તેઓ એકદમ નવો અને અન્યો કરતાં અલગ ઉકેલ લઈને ન આવે ત્યાં સુધી આવું ચાલ્યા જ કરે છે. જોકે, આ ઘણા અંશે જોખમથી ભરેલું છે. તેના કારણે ખૂબ જ ઓછા લોકો સફળ થઈ શકે છે. જોખમ ખેડવું એ કોઈ પણ ઉદ્યોગસાહસિકનાં જીવનની સૌથી મોટી આવશ્યકતા છે.

તો તમે એક ઉદ્યોગસાહસિક તરીકે કેવી રીતે જોખમ ખેડો છો?

સાઇ એવી સલાહ આપે છે કે તમારે પૂર્વગ્રહથી દૂર રહેવું જોઇએ કે જેથી કરીને તમે તમારાં ઉત્પાદનની વાસ્તવિક ચિંતાઓથી દૂર ન રહી શકો. જો કેટલાક લોકો એમ વિચારે કે પોતાનાં ઉત્પાદનમાં એટલો સુધારો નથી કે જે બદલાવ લાવી શકે અને બીજી તરફ તમારો રૂમ પાર્ટનર તેને સારું ગણાવે અને તમે માત્ર તેની જ વાતો ઉપર ધ્યાન આપો તો તમને શુભેચ્છાઓ. તમે તમારા પૂર્વગ્રહોમાંથી બહાર આવવામાં સફળ રહ્યા છો.

કહેવામાં આવ્યું છે તેમ તમે પણ પ્રયાસ કરો અને જુઓ કે એવું તે શું છે કે જે તમને બીજાથી અલગ કરે છે. ઉંમરનો એક ચોક્કસ તબક્કો વીતાવી ચૂકેલા મોટાભાગના લોકો એક એવી વેબસાઇટ કે જ્યાં તેઓ પોતાના દિલના ભાવોને ખુલ્લાં મને પ્રગટ કરી શકવા ઉપરાંત દરેક પ્રકારની તસવીરોને બીજા લોકો સાથે વહેંચવાના વિચારને પહેલી જ વારમાં ફગાવી દેવામાં આવત પરંતુ માર્ક ઝુકરબર્ગને ખબર હતી કે તેમના ચોક્કસ લક્ષિત વપરાશકારો નથી. તો તેવામાં બીજી તરફ તમારે જોખમ લેવાથી બચવાની પ્રવૃત્તિ ઉપર કાબૂ પણ રાખવો જોઇએ. તમને તર્કહીન આત્મવિશ્વાસ સાથે સવાલ પૂછતાં પણ આવડવો જોઇએ અને ખોટી નિરાશાથી તમારે દૂર પણ રહેવું જોઇએ.

તો આવામાં સવાલોના જવાબો સૌથી આશાવાદી રીતે આપવા ઉપરાંત અંધારું ભાગ્યવાદી રીતે આપવાનો પ્રયાસ ન કરો. સાચો જવાબ આ બેની વચમાં જ ક્યાંક મળશે. સાધારણ શબ્દોમાં કહીએ તો પ્રતિસ્પર્ધા કાયમી રહેવાની જ છે. અને આ ક્ષેત્રના અન્ય લોકો તમારી ઉપર આંગળી પણ ઉઠાવશે. પરંતુ જો તમને તમારા કામ ઉપર વિશ્વાસ હોય અને તમારી અંદર એટલો આત્મવિશ્વાસ હોય કે તમે બીજાને કે ચાહે પછી તે ગણતરીના લોકો જ કેમ ન હોય તેમને સમજાવવામાં સફળ રહેશો તો તમારે તમારી જાતને ગાંડા સમજવાની કોઈ જરૂર નથી. બહાર નીકળો અને બસ કરીને દેખાડો.


લેખક- ઝુબિન મહેતા

અનુવાદક- અંશુ જોશી

Related Stories