પાર્ટ-ટાઈમ જોબનું અનોખું વિશ્વ- DoPartTime.com

1

મોહનકુમાર સ્વામિનાથન અને અરુણ ડેવિડે વર્ષ 2011માં કોઈમ્બતુરના કરુણ્ય વિશ્વવિદ્યાલયમાંથી કમ્પ્યૂટર સાયન્સમાં સ્નાતક કર્યું હતું. કોલેજકાળમાં જ બંનેએ સાથે મળીને વિદ્યાર્થીઓ માટે એવી સોશિયલ નેટવર્કિંગની સ્ક્રીપ્ટ તૈયાર કરી જે થોડા સમય બાદ નોર્વેની એક કંપનીએ ખરીદી લીધી. આ પ્રારંભિક સફળતાએ મોહન અને અરુણમાં કોઈ અન્ય નોકરી કરવાને બદલે પોતાનો જ બિઝનેસ શરૂ કરવાનો આત્મવિશ્વાસ વધારી દીધો.


કોલેજ પૂર્ણ થયા બાદ બંનેએ વ્યાવસાયિક અનુભવ માટે એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કર્યું અને સાથે સાથે પોતાના વિચારો પર પણ કામ કરતા રહ્યા. આ દરમિયાન વિદેશમાં અભ્યાસ કરતા તેમના મિત્રોએ જણાવ્યું કે, તેઓ વિદેશમાં પોતાનો ખર્ચો કાઢવા માટે પાર્ટ ટાઈમ જોબ કરે છે. આ વાત સાંભળીને મોહનને વિચાર આવ્યો કે પાર્ટ ટાઈમ જોબ જેવા વિકલ્પ ભારતમાં કેમ નથી. મોહને પોતાના સવાલનો જવાબ શોધવા માટે પાર્ટ ટાઈમ જોબના ક્ષેત્ર પર સંશોધન શરૂ કર્યું. મોહન જણાવે છે, "મેં પોતાના શરૂઆતના રિસર્ચમાં કેએફસી, મેક ડોનાલ્ડ જેવા રેસ્ટોરાં અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓમાં પાર્ટ ટાઈમ કામ કરતા લોકો સાથે વાત કરી. આ દરમિયાન મોહનને ઓનસાઈટ એસાઈન્મેન્ટ માટે હોંગકોંગ જવાનો અવસર મળ્યો, જ્યાં તેણે જોબ માર્કેટનું વધું નજીકથી નિરીક્ષણ કર્યું."

પાછા આવીને તેણે પોતાના અનુભવ અને પ્લાન પોતાના મિત્ર અરુણને સમજાવ્યા અને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કરી લીધું. પોતાની યોજના અને બિઝનેસ વિશે વાત કરતા અરુણ જણાવે છે, "અમારો મૂળ ઉદ્દેશ્ય દેશના સારા પાર્ટ ટાઈમ જોબને સંગઠિત કરીને એવા કુશળ લોકો સુધી પહોંચાડવા જે નવ થી પાંચ સુધીને ફુલટાઈમ નોકરી નથી કરી શકતા."


આજે અરુણ પોતાના બિઝનેસનો ટેકનિકલ હેડ છે અને મોહન બિઝનેસ ડેવલપમેન્ટ સેગ્મેન્ટનું ધ્યાન રાખે છે. બંનેએ સાથએ મળીને એક પ્રોટોટાઈપ વિકસાવ્યું, જેને તેમણે 2013માં ચેન્નાઈના પિચફેસ્ટમાં રજૂ કર્યું અને 2014ની શરૂઆતમાં જ સ્ટારટેક ઈન્ક્યૂબેશન ચેલેન્જ જીતી લીધી.

ત્યારબાદ તેમણે પોતાની કંપનીને રજિસ્ટર કરવાની અને એમવીપી પર કામ કરવા લાગ્યા અને તે સમયે જ તેઓ એક કંપનીના સંપર્કમાં આવ્યા. આ કંપની એવા દસ પાર્ટ ટાઈમ કર્મચારીઓ શોધી રહી હતી જે તેમના ઈ-કોમર્સ કેટલોગનો ડેટા અપલોડ કરી શકે. બસ તે સમયથી મોહન અને અરુણની સફર શરૂ થઈ અને આગળ વધતી ગઈ. ત્યારે પણ તેમની પાસે પોતાની કંપની માટે કોઈ નામ નહોતું. મોહને કંપનીના નામ માટે થયેલી બે મહિનાની ચર્ચાને યાદ કરતા જણાવે છે કે, "બે મહિના સુધી દિવસ-રાત એક કરીને અમે અનેક નામ વિચાર્યા, કેટલાક વિચિત્ર નામના વિકલ્પ અને લાંબી ચર્ચાઓ બાદ અમે 300 નામ શોર્ટલિસ્ટ કર્યા ત્યારે અમને 'ડૂપાર્ટટાઈમ ડોટ કોમ' નામ મળ્યું.

'ડૂ પાર્ટટાઈમ'ને તેનો પહેલો પાઈલટ કસ્ટમર મળ્યો ત્યારથી આ કંપની આગળ વધી રહી છે. આજે તેમની પાસે દિવસના 20 રજિસ્ટ્રેશન સાથે 4000થી વધારે રજિસ્ટર્ડ યૂઝર્સ છે. ડૂપાર્ટટાઈમ ડોટ કોમ પાસે નોકરીવાંચ્છુઓની યાદી ઘણી મોટી છે, જેમાં શિક્ષિત મહિલાઓ, વિદ્યાર્થીઓ, એક્સપર્ટ, કન્સલટન્ટ અને રિટાયર્ડ પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે, જે 9 થી 5ની ફુલ ટાઈમ નોકરી નથી કરી શકતા. વાત કરીએ જોબ આપનારી કંપનીઓની તો ડૂપાર્ટટાઈમ ડોટ કોમે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની, મીડિયા કંપની, ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ વગેરે જેવા સ્ટાર્ટઅપ અને એસએમઈને ટાર્ગેટ કર્યા છે જે ટૂંકાગાળા માટે લોકોને કામ આપે છે. પાર્ટ ટાઈમ નોકરીની વાત કરીએ તો ભારતીય સ્ટાફિંગ ફેડરેશનના અહેવાલ પ્રમાણે દેશમાં 13 લાખ લોકો પાર્ટ ટાઈમ જોબ કરે છે જે આંકડો 2025 સુધીમાં 90 લાખ પહોંચી જશે. આ સંભવિત પાર્ટ ટાઈમર્સ સુધી પહોંચવા અંગે મોહન જણાવે છે કે, પાર્ટ ટાઈમ કામ કરવાના વિચારોમાં ફેરફાર આવ્યો છે પણ તેના માટે તેની ચારેતરફના વાતાવરણમાં અનુકુળતા લાવવાની જરૂર છે. અમારા યૂઝર્સ એક જગ્યાએ નથી હોતા, તેઓ દેશના અલગ અલગ વિસ્તારોમાં ફેલાયેલા છે તેથી અમને તેમની સાથે વિવિધ માધ્યમો દ્વારા જોડાઈએ છીએ. યૂઝર્સ સુધી પહોંચવા માટે તેમણે ઘણી યોજનાઓ બનાવી છે, જેમાં મહિલાઓ સુધી પહોંચવા માટે રેડિયો અને સ્ટૂડન્ટ્સ માટે કેમ્પસ પ્લેસમેન્ટનું માધ્યમ પસંદ કરવામાં આવ્યું છે.

ડૂપાર્ટટાઈમ ડોટ કોમ રજિસ્ટર થવા માટે પાર્ટ ટાઈમર્સના સબસ્ક્રિપ્શન અને વેલ્યૂ એડેડ સર્વિસ પર આધારિત છે. પોર્ટલની સેવાઓ નોકરી ઈચ્છનારા લોકો અને નોકરી આપનારા લોકો માટે ફ્રી છે. મિત્રો અને પરિવારના સભ્યોની આર્થિક મદદથી ડૂપાર્ટટાઈમ ડોટ કોમ આજે પાંચ સભ્યોની ટીમ સાથે ચેન્નાઈના એક સ્ટારટેક ઈન્ક્યૂબેટરથી સંચાલિત છે.

ભારતની વાત કરીએ તો ઓનલાઈન હાયરિંગ પોર્ટલ્સ એક વિશાળ ક્ષેત્ર તરીકે વિકસી રહ્યું છે. કેટલાક વર્ષોમાં હેકરરેંક, હેકરઅર્થ, આસાનજોબ્સ અને આઈઆઈએમજોબ્સ જેવી કપનીઓ લોકપ્રિય થઈને વિકસી છે જે નોકરી ડોટ કોમ અને મોન્સ્ટર્સ ડોટ કોમની સરખામણીએ નાના માર્કેટમાં પોતાની સેવાઓ આપી રહી છે. ટૂ પાર્ટટાઈમ ડોટ કોમ માટે આ સફર હવે શરૂ થઈ છે અને તેમના વિચારો છે કે પાર્ટ ટાઈમર્સને નોકરી શોધવાનો એક સરળ અને મુશ્કેલીરહીત અનુભવ આપે.

I am working as freelace translator for last three years.

Related Stories

Stories by Ekta Bhatt