એક દાયકા કરતાં વધુ સમયથી સફળતાનો ડંકો વગાડી વિદેશોમાં પણ ખ્યાતિ ફેલાવે છે આ 'જ્યુસ લાઉન્જ'! 

1

વર્ષ 2005થી ફૂડ એન્ડ બેવરેજ ઈન્ડસ્ટ્રીમાં સફળતાનો ડંકો વગાડે છે આ કંપની!

જ્યૂસ લાઉન્જ, ચાટ લાઉન્જ, ઇન્ડો-ચાઇનીઝ લાઉન્જ, ઇન્ડો-ઓરિએન્ટલ લાઉન્જથી લઈને ગ્લોબલ ફૂડ કોર્ટ જેવી 9 સફળ બ્રાન્ડ્સની સફર...

અમિત શીતલ, સુમિત શીતલ, માનવ શીતલ અને નીતિ શીતલે શરૂ કરેલી 'જ્યૂસ લાઉન્જ' આજે દુનિયાના કેટલાંયે દેશોમાં સ્વાસ્થ્યપ્રદ જ્યૂસીસની સાથે એનર્જી ડ્રીંક્સ પણ સર્વ કરે છે. દાયકાઓની મહેનત અને સંઘર્ષ બાદ આજે 'જ્યૂસ લાઉન્જ' ભારત ઉપરાંત, મલેશિયા, બહરીન, માલદીવ જેવા દેશોમાં પણ ફેલાયેલું છે. 

માનવ શીતલ અને નીતિ શીતલ, કૉ-ફાઉન્ડર્સ, જ્યૂસ લાઉન્જ
માનવ શીતલ અને નીતિ શીતલ, કૉ-ફાઉન્ડર્સ, જ્યૂસ લાઉન્જ
આવનારા 5 વર્ષોમાં ફાઉન્ડર્સ, જ્યૂસ લાઉન્જના 200થી વધુ સ્ટોર્સ ખોલવાનો લક્ષ્યાંક ધરાવે છે.  

 'જ્યૂસ લાઉન્જ' અંગે નીતિ કહે છે,

"અમારા ત્યાં જ્યૂસ સિવાય એનર્જી ડ્રીંક્સ, રિઅલ ફ્રુટ્સ અને તમામ પ્રકારના નવા ફળોનો જ્યૂસ બને છે અને ભારતના રસ્તાઓ પર વેચાતા ચાટને પણ સંપૂર્ણ ચોખ્ખાઈ સાથે બનાવવામાં આવે છે."  

જ્યારે નીતિ અને અને માનવને પૂછવામાં આવ્યું કે તેમને સાથે કામ કરીને કેવું લાગે છે, ત્યારે તેઓ હસીને જવાબ આપે છે,

"આજના સમયમાં ઘણાં કપલ્સ એવા જોવા મળે છે જેઓ એકબીજા સાથે યોગ્ય રીતે વાત પણ નથી કરતા. બંને વચ્ચે કમ્યુનિકેશન ગેપ હોય છે. પરંતુ અમે એકબીજા સાથે એટલી વાતો કરીએ છીએ કે સમય પણ ઓછો પડી જાય છે."

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Related Stories