ડિજીટલ ઈન્ડિયા અને શિક્ષણનાં મિશ્રણથી જ બદલાવ આવશે: ગીતાંજલી ખન્ના

ડિજીટલ ઈન્ડિયા અને શિક્ષણનાં મિશ્રણથી જ બદલાવ આવશે: ગીતાંજલી ખન્ના

Saturday January 16, 2016,

5 min Read

ભારતનાં ખૂણે-ખૂણે વસેલાં વિદ્યાર્થીઓ સુધી વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ પહોંચાડીને, ભારતીય વિદ્યાર્થીને અભૂતપૂર્વ રીતે સક્ષમ બનાવાનું સપનું!

ભારતની શિક્ષણ વ્યવસ્થામાં, આજે પણ એક ગંભીર વિરોધાભાસ જોવા મળે છે. જ્યારે આપણે વર્લ્ડ ક્લાસ શિક્ષણ અને Ivy League સ્કૂલ્સ, જેઓ મોટાં શહેરોનાં લોકો માટે, પ્રતિષ્ઠા સમાન છે, તેના કરતાં અન્ય સ્કૂલો વિશે નથી વિચારતાં, તેવામાં ભારતનાં મોટાભાગનાં વિદ્યાર્થીઓ આજે પણ સામાન્ય પુસ્તકો મેળવવાં માટે વલખાં મારે છે, ઘણી વાર તો મહત્વપૂર્ણ પરિક્ષાનાં કેટલાક દિવસો પૂર્વે સુધી પણ તેમને પુસ્તકો નથી મળતી. તેના કરતાં વધારાની વાંચન સામગ્રીનું હોવું તો એક ઘણો મોટો પ્રશ્ન છે. માટે, આ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિક મહિલાને, ડિજીટલ ઈન્ડિયા તથા શિક્ષણને ભેગું કરીને ઉકેલ લાવવાનો વિચાર આવ્યો.

image


સૈન્ય અધિકારીની પુત્રી હોવાનાં લીધે, ગીતાંજલી ખન્નાએ, ભારતની શિક્ષણ વ્યવસ્થાનાં દરેક પ્રકારનાં રૂપરંગ જોયાં છે. 

"મેં, 12 વર્ષનાં મારા સ્કૂલગાળામાં, 8 શહેરોની સ્કૂલ્સ બદલી છે. તેનાં લીધે, મને ભારતની શિક્ષણ વ્યવસ્થાની ઉત્તમ આંતરસૂઝ મળી. કૉન્વેન્ટ્સથી લઈને કૉ-એડ, કેન્દ્રીય વિદ્યાલયથી લઈને આર્મી પબ્લિક સ્કૂલ, મેં બધાનો સ્વાદ ચાખ્યો છે. અરાજકતા વચ્ચે માળખું શોધવું, જટિલ પરીસ્થિતિઓને સુવ્યવસ્થિત કરવી અને દરેક મતભેદમાં જીતવા માટે મથામણ કરવી, આ બધો મારા બાળપણનો એક રેગ્યુલર ભાગ હતો."

મને એકવાર એવો અહેસાસ થયો કે, મારી આસપાસનાં IIT નાં વિદ્યાર્થીઓ, નૈપુણ્ય તથા ખંતપૂર્વક કામ કરવાનાં ઉચ્ચ પરિણામ નહોતાં. એવાં ઘણાં વિદ્યાર્થીઓ હતાં, જેમની પાસે યોગ્ય સમયે, યોગ્ય શૈક્ષણિક માહિતીનું માધ્યમ અને પ્રોડક્ટ્સ હતાં. મને યાદ છે,

"એકવાર મારે ગણિતનાં સેમ્પલ પેપર્સની એક ખાસ પુસ્તકની જરૂર હતી, તે સમયે હું જમ્મુમાં રહેતી હતી, તેથી, મારે તે પુસ્તક કુરિઅર દ્વારા દિલ્હીથી જમ્મુ મગાવવી પડી હતી. મારા 99% સ્કોર, માત્ર તે પુસ્તકનાં આભારે આવ્યાં હતાં."

"ઘણાં વર્ષો બાદ, મેં, વાલીઓ તથા વિદ્યાર્થીઓને, એ જ સમસ્યાથી જૂજતાં જોયાં, જેમને તેમની મનપસંદ પુસ્તકો ખરીદવામાં, શિક્ષકની પસંદગી કરવામાં, તેમની કુશળતાનું પરિક્ષણ કરવામાં તથા સ્ટેશનરી ખરીદવામાં મુશ્કેલી થઈ રહી હતી."

ગીતાંજલીએ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી. 

"હું એકમાત્ર છોકરી હતી, જે હરિયાણાની એન્જિનિયરિંગ કૉલેજમાં, ડેનિમ્સ પહેરીને તથા માથું ઊંચુ રાખીને દાખલ થઈ. તે કૉલેજનો જેન્ડર રેશિયો 1:100 હતો. જેમાં હું સારા ગુણ મેળવીને પાસ થઈ."

કૉલેજ બાદ, કૉર્પોરેટ જગતે ગીતાંજલીને લાંબા સમય સુધી સફળતાપૂર્વક કાર્ય કરવા માટે લોભાવ્યું. મારું કામકાજી જીવન ઘણું આશિર્વાદરૂપ રહ્યું. 

"માત્ર 25 વર્ષની ઉંમરે હું મેનેજર બની ગઈ, અને 70 લોકોની ટીમનું સંચાલન કરી રહી હતી, જેમાં 4 મિલિયન ડૉલરનાં બ્રાન્ડ્સ, ભૌગોલિક દ્રષ્ટિએ વિખરાયેલા હતાં. કૉર્પોરેટ જગતમાં સાત વર્ષ દરમિયાન, મેં જે કંઈ પણ વિચાર્યું હતું તે બધું જ મેળવી લીધું: એક વર્ષમાં ડબલ પ્રમોશન્સ, પગારમાં 100 ટકા વૃદ્ધિ અને વર્ષનો ઉચ્ચ મની ગ્રોસર અકાઉન્ટ".

પણ હાંશિયામાં મૂકાઈ ગયેલાં ભારતીય વિદ્યાર્થીઓ, જેઓ બહારની દુનિયા સાથે સમકક્ષ બનવા માટે લડી રહ્યાં છે, તેમને યાદ કરતાં, ગીતાંજલીનું ધ્યાન ફરી તે પરીસ્થિતિને બદલવા તરફ ગયું. “મેં એક સમયે અનુભવ કર્યો હતો તે વસ્તુને, હું હજી પણ બદલવા માગતી હતી, જેથી ભારતનાં ખૂણે-ખૂણે વસેલાં વિદ્યાર્થીઓ સુધી વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ પહોંચાડીને, ભારતીય વિદ્યાર્થીને અભૂતપૂર્વ રીતે સક્ષમ બનાવી શકું."

પરિણારૂપે, ‘ફાસ્ટસ્ટૂડન્ટ’ નાં વિચારનો જન્મ થયો, જે એકમાત્ર એવું માર્કેટ પ્લેસ છે, જે માત્ર શિક્ષણને જ સમર્પિત છે, જેમાં સ્ટડી મટીરિયલ, એક્સ્ટ્રા નોટ્સ તથા શિક્ષણનાં દરેક પ્રવાહ માટે જરૂરી સામગ્રી ઉપલબ્ધ છે.

ગીતાંજલીએ આ કાર્યભાર તે સમયે સંભાળ્યો જ્યારે તેઓ માતા બન્યાં હતાં અને તેમનું 6 માસનું બાળક હતું! "મેં ફાસ્ટસ્ટૂડન્ટની શરૂઆત કરી, અને તેને મારા બીજા બાળકની જેમ જ માનવા લાગી. પહેલી વારની ઉદ્યોગસાહસિક હોવાનાં લીધે, મારામાં અપાર ઉત્સાહ અને દ્રઢતા હતી, સાથે જ એક માસૂમ બાળકનાં જેવી જીજ્ઞાસા પણ હતી. મેં શીખ્યું, ઘણાં પ્રસંગે નવી શરૂઆત કરી, અને દરેક નાના પગલામાં નવીનતા લાવવાનો પ્રયત્ન કર્યો."

image


ગીતાંજલી જણાવે છે, 

"મારા માર્ગમાં ઢગલાબંધ અવરોધો આવી રહ્યાં હતાં. સપ્લાય ચેઈન ટીમ સાથે ડીલ કરવું, જેમાં મોટાભાગે પુરૂષોનું જ વર્ચસ્વ હતું, તે એક અલગ અનુભવ હતો. વિલંબિત કટોકટી હોવાં છતાં, લૉજીસ્ટિક્સ ટીમ મેમ્બર્સ મને રાત્ર ફોન કરવાનું ટાળતાં હતાં, તો બીજી બાજું પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ચેઈન મેનેજમેન્ટ અને ગ્રાહક અનુભવ જેવાં વિવિધ પાસાઓ વચ્ચે અખંડિતા જાડવવી. મેં આ બધાનો અનુભવ કર્યો છે."

તેઓ કહે છે, "આ બધા વિઘ્નો હોવા છતાં, સ્ટાર્ટઅપ પહેલાં દિવસથી જ આગળ વધવા માટે આતુર હતું. પોર્ટલનાં લૉન્ચ થયાનાં ગણતરીનાં સેકેન્ડ્સમાં જ અમે લગભગ 40,000 રૂપિયાના ઑર્ડર્સ મેળવી લીધાં! અને અમે એક નાની ટીમ સાથે ધીરે-ધીરે આગળ વધવા લાગ્યાં, જ્યાં સુધી અમે એક આગળ પડતું શિક્ષણ પોર્ટલ ન બની ગયાં અને કેટલીક ટૉપ શૈક્ષણિક વૅબસાઈટ્સનાં સમકક્ષ બની ગયાં."

ફાસ્ટસ્ટૂડન્ટની શરૂઆત એક નાના કદનાં એન્ટરપ્રાઈસ તરીકે થઈ હતી, જેમાં એક સીમિત ઑડિયન્સ બેઝ હતો. પણ હવે આનો 12 મિલિયનનો મજબૂત કસ્ટમર બેઝ છે. છેલ્લાં ત્રણ વર્ષમાં, દર ત્રણ માસે 100 ટકાની વૃદ્ધિ નોંધાવતાં, તેમનો રિપીટ કસ્ટમર બેઝ, તેમની ઑડિયન્સમાંથી લગભગ 65 ટકાનો છે.

“અમે, અમારા કસ્ટમરની ખરીદીનાં ચક્રને ઘટાડીને, ત્રણ મહીનામાં એક વારનાં બદલે, હવે ત્રણ અઠવાડિયામાં એક વાર કરી દીધું છે. અમે આ નાણાંકીય વર્ષને, 1 મિલિયન ડૉલર સાથે બંધ કરવા માંગીએ છીએ."

ગીતાંજલીને લાગે છે કે, વિષમ પરીસ્થિતિઓનો સામનો કરીને અર્થપૂર્ણ બિઝનેસ ઊભો કરવા સાથે, ટ્રેન્ડ્સમાં આવતાં સ્વપ્નસેવી પલટાનો સીધો સંબંધ છે. તેમણે નોંધ લીધી છે કે, "હાલમાં મહિલા ઉદ્યોગસાહસિકોની ઘણી માગ છે. હું હાલમાં જ એક બૂમિંગ સ્ટાર્ટઅપને મળી હતી, જે તેમની ચાર મેમ્બર્સની ટીમ માટે, કોઈ મહિલા કૉ-ફાઉન્ડરને શોધી રહ્યાં હતાં, જેથી મહિલા ટીમ મેમ્બર્સને મળનારી સિક્સ્થ સેન્સને સ્ટાર્ટઅપમાં લાવી શકાય. આ એક શક્તિશાળી અસાધારણ બનાવ છે. ભારતીય મહિલા બૅન્ક દ્વારા, મહિલા ઉદ્યોગસાહસિકો તથા Weconnect જેવી સંસ્થાઓ, કે જેઓ મહિલા ફાઉન્ડર સાથેનાં સ્ટાર્ટઅપ્સ શોધી રહી છે, જેમની સ્ટાર્ટઅપમાં 50 ટકાથી વધુની ઈક્વિટી હોય તેમને બિનસમાન્તર આધારિત ફંડ્સ આપે છે, તે એક પ્રોત્સાહિત દ્રશ્ય છે. છેવટે, હું સ્ટેફીગ્રાફનાં શબ્દોમાં કહીશ: “હું કયારેય પાછળ વળીને નથી જોતી, હું હંમેશા આગળ જ જોઉ છું”.


લેખક: બિંજલ શાહ

અનુવાદક: નિશિતા ચૌધરી