અનેક પડકારો સામે કેવી રીતે આ મહિલા ઉદ્યોગસાહસિકોએ રૂ.5 કરોડનું ક્રાઉડ ફન્ડિંગ મેળવ્યું?

અનેક પડકારો સામે કેવી રીતે આ મહિલા ઉદ્યોગસાહસિકોએ રૂ.5 કરોડનું ક્રાઉડ ફન્ડિંગ મેળવ્યું?

Friday May 20, 2016,

7 min Read

સમગ્ર વિશ્વમાં ક્રાઉડ ફન્ડિંગનો કોન્સેપ્ટ માત્ર એક દાયકા જૂનો છે. તેમાં પણ ભારતમાં ક્રાઉડ ફન્ડિંગની વિચારસરણી ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છે. હજી પણ લોકો તેને નીચી નજરોથી જોઈને અવગણી નાખે છે. આ અંગે તમામ પ્રકારની શંકા, ગેરમાન્યતા અને નાણાકીય ઉચાતનાં કૌભાંડો વચ્ચે પણ 'વિશબેરી'એ ક્રાઉડ ફન્ડિંગ માટેનું પ્લેટફોર્મ શરૂ કર્યું છે કે જે ભારતમાં માત્ર અને માત્ર ક્રિએટિવ બાબતો અંગે જ ક્રાઉડ ફન્ડિંગ પૂરું પાડે છે જેમ કે ફિલ્મ, નાટક, સંગીત અને ડિઝાઇન વગેરે.

image


સ્થાપક તરીકે સૌથી મોટો પડકાર એ હતો કે આ નવી બાબતને ખૂબ જ ઓછાં જાણીતા ઉદ્યોગમાં રજૂ કરવું. તેમની વિકાસગાથાને આડે જે અવરોધો હતાં તે બમણા હતાં. તેઓ આ ક્ષેત્રે પોતાનો વ્યાપક અનુભવ લઈને પ્રવેશ કરી રહ્યાં હતાં પરંતુ ફરીથી તેઓ સ્ત્રી હોવાના કારણે તેમની સફળતાને આડે જાણે મોટું જોખમ આવી પડ્યું. 

નવી શરૂઆત

'વિશબેરી'ની સ્થાપના એક જમાનામાં મેકિન્ઝીમાં સાથે કામ કરતી પ્રિયંકા અગ્રવાલ અને અંશુલિકા દુબે દ્વારા 2012માં કરવામાં આવી હતી. પ્રિયંકા યુપેન – વ્હાર્ટોન/પેન એન્જિનિયરિંગમાં હતી જ્યાં તેણે તેના જેવા જ ત્રણ એન્જિનિયરિંગ અન્ડરગ્રેડ્સ સાથે મળીને બી-પ્લાન કોમ્પિટિશનમાં ગ્રાન્ટ મની મેળવ્યા હતાં. તેમાંથી તેમણે પોતાની પ્રથમ કંપની ઇનોવા મટિરિયલ્સ શરૂ કરી હતી. જોકે, યુએસ સરકાર ત્યાંના રહેવાસી ન હોય તેમને વેપાર કરવાની પરવાનગી આપતી ન હોવાને કારણે તેની પાસે નોકરી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. તેથી તેણે મેકિન્ઝીમાં ન્યૂયોર્ક ખાતે બે વર્ષના એનાલિસ્ટ પ્રોગ્રામમાં નોકરી શરૂ કરી. અહીં તેનો અંશુલિકા સાથે પરિચય થયો કે જે મેકિન્ઝી દિલ્હી નોકરી કરતી હતી. અંશુલિકા તે વખતે ટેકનોલોજી તેમજ ટેલિકો સ્ટડી અંગે કામ કરતી હતી.

વર્ષ 2010માં ઇનોવા મટિરિયલ્સને પોતાની એ શ્રેણીમાં 55 લાખ ડોલરનું ભંડોળ મળ્યું. તેના કારણે પ્રિયંકાની ઉદ્યોગસાહસિક બનવાની ઇચ્છાને પ્રોત્સાહન મળ્યું. શરૂઆતમાં જ્યારે તેની બહેનનાં લગ્ન થયાં ત્યારે તેણે ગિફ્ટ રજિસ્ટ્રી શરૂ કરવા અંગેની વિચારણા કરી હતી.

અંતે વર્ષ 2011માં તેમણે ચેરિટી ફંડ રેઇઝિંગ પ્લેટફોર્મ તરીકે વિશબેરીની સ્થાપના કરી. તે લગ્ન સમારંભો, મેરેથોન્સ અને ફંડ મેળવવાની પ્રવૃત્તિ આસપાસ આકાર લેતી હતી.

આ સમયગાળા દરમિયાન અંશુલિકા યુએસના સામાજિક ક્ષેત્રે ક્રાઉડ ફન્ડિંગ અંગે કામ કરી રહી હતી. આ દરમિયાન તેણે યુએસમાં આવેલાં ક્રાઉડ ફન્ડિંગ પ્લેટફોર્મ જેવાં કે કિકસ્ટાર્ટર્સ, ઇન્ડિઇગોગો, અને ગોફંડમી વગેરેનો અભ્યાસ કર્યો. વર્ષ 2011ના અંતે અંશુલિકાએ વિશબેરીના અભિયાન અને અભિયાનકારો જોયા. તેને ખૂબ જ નવાઈ લાગી કે ભારતમાં પણ કોઈ આ વિચાર ઉપર કામ કરી રહ્યું છે. તે પ્રિયંકાને મળી અને તેણે સામાજિક તેમજ ચેરિટેબલ ક્ષેત્ર સિવાયનાં ક્ષેત્રોમાં ક્રાઉડ ફન્ડિંગની શક્યતા અંગેની વિચારણા કરી. ખાસ કરીને તેમણે ભારતમાં આવેલાં સર્જનાત્મક ક્ષેત્ર અંગે ક્રાઉડ ફન્ડિંગની વિચારણા કરી. અંશુલિકાનો રસ જોઈને પ્રિયંકાએ તેને વિશબેરીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું.

નવી ઝળહળતી શરૂઆત

સમગ્ર 2012 દરમિયાન તેમણે બે ક્રાઉડ ફન્ડિંગ મોડલ પ્રમાણે વેપારની શરૂઆત કરી હતી. એક ચેરિટી આધારિત અને બીજું રિવોર્ડ્ઝ આધારિત. અહીં સર્જનકારને તેના પ્રોજેક્ટને આધારે ખાસ રિવોર્ડ્ઝ આપવામાં આવે છે. જેમ કે ફિલ્મના પ્રીમિયર શોની ટિકિટો અને ઓટોગ્રાફ કરેલી વસ્તુઓ વગેરે. આ બધી વસ્તુઓ બેકર્સના ફન્ડિંગના બદલામાં તેમને આપવામાં આવે છે. પરંતુ 2012ના અંતે તેમને સમજાયું કે તેઓ તમામ પ્રકારના ક્રાઉડ ફન્ડિંગનાં ક્ષેત્રે સફળ થઈ શકશે નહીં. પ્રિયંકાએ જણાવ્યું હતું કે તમે જોશો કે કિકસ્ટાર્ટર્સ (માત્ર સર્જનાત્મક), ગોફન્ડમી (માત્ર ચેરિટી) અને ઇન્ડિગોગો (ચેરિટી અને સર્જનાત્મક બંને)ની વિકાસગાથાનો અભ્યાસ કરશો તો છેવટની વ્યક્તિએ તેની સ્પર્ધા કરતાં અડધા ઉપરાંતની રકમ મેળવેલી હોય છે.

તેથી તેમણે 2013માં માત્ર રિવોર્ડ્ઝ ક્રાઉડ ફન્ડિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. જેમાં તેમણે તમામ ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ફિલ્મ, સંગીત, નાટક અને ટેકનોલોજી ક્ષેત્રોનો પણ સમાવેશ થતો હતો. આ દરમિયાન તેમણે ફન્ડિંગ મોડેલ્સને પણ આવરી લીધા હતા જેમ કે ફ્લેક્સિબલ ફન્ડિંગ્સ (જેમાં અભિયાન ચલાવનાર તે જે રકમ ઊભી કરે છે તે પોતાની પાસે રાખે છે) તેમજ ઓલ ફોર નથિંગ કે જેમાં અભિયાન ચલાવનારે તેને આપવામાં આવેલી રકમના લક્ષ્યાંક જેટલી તમામ રકમ એકઠી કરવાની હોય છે અન્યથા તેને રિફન્ડ કરી દેવામાં આવે છે.

તેનું પરિણામ એ આવ્યું કે વિશબેરીએ 2013માં રૂ. 50 લાખ એકત્રિત કર્યા. જેમાં એક પ્રોજેક્ટ દીઠ સરેરાશ રૂ. 1 લાખ મેળવ્યા હતા. જેમાં ફન્ડિંગ રેટની સફળતાનો રેશિયો 20 ટકાનો હતો.

વર્ષ 2014માં વિશબેરીને ખ્યાલ આવ્યો હતો કે ભારતીય સર્જનકાર માટે ફન્ડ ઊભું કરવાનો 20 ટકાનો સફળતા ગુણોત્તર ખૂબ જ જોખમી છે. તેના કારણે તેની નોકરી છોડી દેવાની સલામતી જળવાતી નથી અને તેની સર્જનાત્મક મહત્વકાંક્ષા પૂરી થતી નથી. તેથી તેણે માત્ર સર્જનાત્મક ક્ષેત્રે જ ધ્યાન કેન્દ્રિત કરવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન અમે ઓલ ફોર નથિંગ માટે ધ્યાન કેન્દ્રિત કરવાની શરૂઆત કરી હતી. જેથી કરીને સર્જનકારને ખ્યાલ આવે કે તે મોટા પ્રોજેક્ટ માટે ભંડોળ ઊભું કરી શકશે. અને તેનાથી નિશ્ચિંત થઈને તે પોતાની નોકરી છોડી શકે.

આ ફેરફાર સાથે વિશબેરીએ વર્ષ 2014માં રૂ. 110 લાખ એકત્રિત કર્યા હતા. જે અગાઉનાં વર્ષ કરતાં બમણી રકમ હતી. જેમાં એક પ્રોજેક્ટ પાછળની સરેરાશ રકમ રૂ. 3 લાખની હતી. આ વખતે તેમનો ફન્ડિંગ સફળતા ગણોત્તર 70 ટકાનો હતો.


image


ભંડોળ મેળવવાનાં વિકૃત સત્યો

વર્ષ 2015માં વિશબેરીએ રૂ. 4 કરોડનું ભંડોળ મેળવવાનો રાઉન્ડ શરૂ કર્યો. એક ક્રાઉડ ફન્ડિંગ કંપની તરીકે અમે 44 રોકાણકારો પાસેથી નાણાં મેળવ્યા. જેમાં શરદ શર્મા, રાજન આનંદન, દીપ કાલરા, અમિત રંજન, શંકર મહાદેવન અને વિક્રમાદિત્ય મોટવાણે તેમજ અન્યોનો સમાવેશ થતો હતો. તેમ પ્રિયંકાએ જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે આમાં એક મોટો પડકાર એ હતો કે અમારે રોકાણકારોને આઇડિયા વેચવાનો હતો. કારણ કે ક્રાઉડ ફન્ડિંગ એક નવો ઉદ્યોગ હતો. જોકે, તેના કરતાં પણ મોટો પડકાર એ હતો કે અમે મહિલા ઉદ્યોગસાહસિકો હતાં. બે મહિલા સાહસિકો કે જે ટેક આધારિત કંપની ચલાવતી હતી. કારણ કે આ ઉદ્યોગમાં મોટાભાગે પુરુષોનું પ્રભુત્વ વધારે પ્રમાણમાં હતું.

પ્રિયંકાએ જણાવ્યું કે સામાન્યતઃ લોકોની એવી માન્યતા હોય છે કે મહિલાઓ સારી ઉદ્યોગસાહસિક બની શકતી નથી. અમે જ્યારે ખ્યાતનામ એન્જલ નેટવર્ક પાસે અમારો વિચાર લઈને ગયાં ત્યારે રોકાણકારોએ એવી શરત મૂકી હતી કે અમારે અમારી કિંમત ઘટાડવી જોઇએ કારણ કે અમે મહિલા ઉદ્યોગસાહસિકો છીએ. તેમ છતાં પણ કેટલાંક રોકાણકારોએ અમારાં વિઝનને જોઇને અમે ભંડોળ આપવામાં મદદ કરી હતી.

ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ

વર્ષ 2015માં પ્રિયંકા અને અંશુલિકા વિશબેરીને ક્રિએટિવ ક્રાઉડ ફન્ડિંગ ક્ષેત્રે બજારમાં અગ્રગણ્ય કંપની બનાવવા માગતાં હતાં. તેમણે ઇનહાઉસ ટેક ટીમ બનાવી અને કેમ્પેઇનર્સ કન્સલ્ટિંગ કંપની પણ બનાવી હતી. જેથી કરીને કેમ્પેઇનર્સ સરળતાથી ક્રાઉડ ફન્ડિંગની પ્રક્રિયામાંથી પસાર થઈ શકે.

વર્ષ 2014થી અત્યાર સુધી વિશબેરીનો વિકાસ ત્રણ ગણો થયો છે અને તેણે રૂ. 300 લાખનું ભંડોળ મેળવ્યું છે. તેમણે પ્રોજેક્ટ દીઠ સરેરાશ રૂ.6.5 લાખનું ભંડોળ મેળવ્યું છે અને પ્રોજેક્ટની સફળતાનો ગુણોત્તર 70 ટકાનો રહ્યો છે.

વર્ષ 2015 વિશબેરી માટે નિર્ણાયક રહ્યું હતું. બજારની દૃષ્ટિએ તેમણે પોતાના સ્પર્ધક ઇન્ડિગોગોને પાછળ રાખી દીધા હતા. તેમણે એક જ વર્ષમાં બે સ્વતંત્ર સિનેમા માટે રૂ. 40 લાખનું ભંડોળ ઊભું કર્યું હતું. જેમાંનો એક પ્રોજેક્ટ પુણ્યોક્તિનો છે કે જે ભારતની પ્રથમ સંસ્કૃત એનિમેટેડ સિનેમા છે. જે દક્ષિણ ભારતના લોકગીત ઉપર આધારિત છે. અન્ય ફિલ્મ નંદિતા દાસ અભિનિત જૂની ક્લાસિક ફિલ્મની અધિકૃત રિમેક 'આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યું આતા હૈ' છે.

પુણ્યોક્તિના ફિલ્મ મેકર ઇન્ફોસિસમાં સિનિયર એચઆર એક્ઝિક્યુટિવ હતા. તેમણે 282 બેકર્સ પાસેથી રૂ. 42 લાખ મેળવ્યા હતા. તેમાંનું 25 ટકા ભંડોળ અન્ય દેશોમાંથી આવ્યું હતું.

વિશબેરીની ઇચ્છાઓ

હાલમાં પ્રિયંકા અને અંશુલિકા પોતાના જીએમવી વર્ઝનને ચાર ગણું મોટું કરવા માગે છે. તેઓ બોલિવૂડ અને ટોલિવૂડ પાછળ ઘેલાં આ દેશમાં સર્જનાત્મકતાને વધારે ખીલવવા માગે છે. તેઓ ખરા અર્થમાં કલાને આશ્રય આપવા માગે છે. વર્ષ 2012માં કિક સ્ટાર્ટરે યુએસ સરકાર કરતાં વધારે કલાના પ્રોજેક્ટ્સને ભંડોળ મેળવી આપ્યું હતું જ્યારે ભારતમાં કલાને કોઈ જ જાતનું પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી. વિશબેરી તેને ભંડોળ આપવા માગે છે.

વિશબેરી દ્વારા ક્રાઉડ ફન્ડિંગ કરવામાં આવેલી ત્રણ ફિલ્મોને નેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે. જેમાં ગૂંગા પહેલવાન, કોઠાનોડી અને બ્રેકિંગ ફ્રીનો સમાવેશ થાય છે. ઘણા પ્રોજેક્ટ્સને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ મળેલી છે. વિશબેરી પ્રાદેશિક સ્તરે અને તાંબાના વેપારમાં પગદંડો જમાવવા માટે પાંખો ફેલાવવા માગે છે જ્યારે તેઓ વર્ષ 2016માં 150 પ્રોજેક્ટ માટે રૂ. 1200 લાખનું ભંડોળ મેળવવા માગે છે. જેમાં તે દરેક પ્રોજેક્ટ માટે સરેરાશ 8થી 10 લાખનું ભંડોળ મેળવવા માગે છે.

લેખક- બિંજલ શાહ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

મહિલા ઉદ્યોગસાહસિકોને લગતી વધુ સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

ફેશનની દુનિયામાં દેશી રંગ પૂરતા પાબીબેન રબારી, રબારી ભરતકામને પાબીબેન.કૉમ દ્વારા બનાવ્યું ગ્લોબલ

હજારો બેરોજગારોને રોજગાર પૂરો પાડી, પગભર બનાવે છે 'Helper4U'

ક્યારેક ખેતરમાં 5 રૂપિયા માટે મજૂરી કરનારી આજે IT દુનિયામાં વગાડી રહી છે ડંકો!