મહારાષ્ટ્રના ‘મધમાખી-પુરુષ’ને મળો

0

અત્યારના સમયમાં બટરફ્લાય ઇફેક્ટને નવા નામ ‘બી ઇફેક્ટ’થી ઓળખાય છે. 90 ટકા લોકોને અન્ન પૂરું પાડતા 70 ટકા પાકમાં નાના કાળા અને પીળા જંતુઓ ઉત્પન્ન થાય છે. પરંતુ આ લાંબી અને જટીલ કુદરતી પ્રક્રિયા બદલાઈ છે. મધમાખીની વસ્તીમાં આવેલો એકાએક વધારો ઇકોસિસ્ટમના સમતુલને નુકસાનકર્તા છે.

‘બી ધ ચેન્જ’ના સ્થાપક શ્રીકાંત ગજભીયે મહારાષ્ટ્રના ખેડૂતોને મધમાખીના ઉછેરની તાલીમ આપે છે. ખેતીની સાથેસાથે મધમાખીનો ઉછેર કરવાથી 20થી 200 ટકા જેટલું ઉત્પાદન વધે છે અને સાથેસાથે મધનું વેચાણ પણ કરી શકાતું હોવાની દલીલ શ્રીકાંત રજૂ કરે છે.

યુકેમાં થયેલા એક અભ્યાસ અનુસાર મધમાખીના વિવધ ઉપયોગને પગલે એક વર્ષમાં 200 મિલિયન ફ્રેન્ક યોગદાન હોય છે અને પરાગરજ દ્વારા 1 બિલિયન ફ્રેન્ક જેટલો ફાળો આપે છે. અન્ય કેટલાક દેશોમાં પણ આ જ પ્રકારનો અભ્યાસ કરાયો છે, પરંતુ દરેક સ્થળે અનાજના ઉત્પાદનમાં મધમાખીનો ઉપયોગ એકસરખો જોવા મળ્યો છે. યુએસમાં મધમાખીની કેટલીક જાતિ વ્યાવહારિક રીતે અદૃશ્ય થવા લાગી છે, યુરોપિયન યુનિયને તેના નાશવંત થવાનું જોખમ સ્વીકાર્યું છે અને ભારતમાં અસંખ્ય જંતુઓ એકાએક ઘટ્યાં છે, RFRએ જંતુઓના નાશ માટે જવાબદાર મુખ્ય કારણો આપ્યાં છે, જેમાંનું એક મુખ્ય કારણ મોબાઇલ ફોન છે.

આ માન્યતાઓ વચ્ચે ‘બી ઇફેક્ટ’ એ જંતુઓના ઉત્પાદનનું એક નાનું કારણ બની શકે તેમ કહેવું અતિશયોક્તિ નથી. આ જ કારણસર શ્રીકાંતનું વેન્ચર માત્ર મધનું ઉત્પાદન જ નથી કરતું, પરંતુ તેનાથી વિશાળ પરિણામ આપે છે.

બે વર્ષ પહેલાં આઇઆઇએમ-કોઝીકોડમાંથી સ્નાતક થઈને તેમણે પૂણેની સરકારી શૈક્ષણિક સંસ્થામાં માખીઉછેર અંગેનો પાંચ દિવસનો હોબી કોર્સ કર્યો. ત્યારથી તેઓને મધમાખી પ્રત્યે આકર્ષણ થયું. શ્રીકાંત કહે છે,

“ઇકોસિસ્ટમમાં મધમાખીની વિવિધ ભૂમિકાઓ અંગે હું ઘણી જ રોચક માહિતી શીખ્યો. આ કોર્સ શીખવાથી મધમાખીની ચાવીરૂપ ભૂમિકા પ્રત્યે જ મારી આંખ નથી ખૂલી પરંતુ દરેક વર્ગના લોકોની જીવનશૈલીમાં પરિવર્તન લાવી શકવાનું તેનામાં સામર્થ્ય હોવાનું પણ ભાન થયું.”

છેલ્લા કેટલાક મહિનાઓમાં ‘બી ધ ચેન્જ’એ 500થી વધુ ખેડૂતો અને વનવાસીઓને તાલીમ આપી છે અને હાલમાં તેમની પાસે 50 તાલીમાર્થીનું નેટવર્ક છે. શ્રીકાંત કહે છે, “અમે ગ્રામવિસ્તારના ખેડૂતોને મળીએ છીએ અને તેમને મધમાખી ઉછેરવાનું બોક્સ આપીએ છીએ અને નિઃશુલ્ક તાલીમ આપીએ છીએ. ત્યાર પછી, તેઓ મધમાખીનો ઉછેર કરે ત્યારે અમે તેમની પાસેથી અગાઉથી નિશ્ચિત કરેલી કિંમતે મધની ખરીદી કરીએ છીએ. અમારો વ્યવસાય નફો રળવાનો વ્યવસાય નથી, અમે અમારા જ બ્રાન્ડનેમથી વેપારીઓને મધ વેચીને આવક મેળવીએ છીએ.”

ખેડૂતો માટે મધનું ઉત્પાદન અને વેક્સનું વેચાણ અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. મધમાખી ઉછેર દ્વારા ખેડૂતોને મોટું વળતર મળે છે. પાકનો ઉછેર થવાની સાથે આરોગ્યપ્રદ પણ બને છે. શ્રીકાંત વર્ણવે છે, “મધમાખી ઉછેર અને જંતુનાશકો એકસાથે ન થઈ શકે. કારણ કે, રસાયણોને કારણે જંતુઓ મરી જાય છે. આથી ખેડૂતો જંતુનાશકોના ઉપયોગ અટકાવવા જ્યારે માખીનો ઉછેર કરવા ઇચ્છતા હતા.”

આ કારણસર જંતુનાશકોના ઉપયોગમાં આપોઆપ ઘટાડો થયો. ‘બી ધ ચેન્જ’ના 25 તાલીમાર્થી જૈવિક ખેતીનું પ્રમાણ મેળવવા માટે કામ કરી રહ્યા છે.

મધમાખીના ઉછેરની પ્રવૃત્તિમાં રોકાણ કરવું પડતું હોવાથી ખેડૂતોને તે માટે મનાવવાનું સહેલું નથી. શ્રીકાંત કહે છે,

“બી બોક્સની કિંમત રૂ. 5000 છે અને થોડા મહિનાઓ પછી મધમાખી મધ આપવાનું શરૂ કરે છે. સામાન્ય રીતે, અમે પહેલાં કામ ન કર્યું હોય તેવા વિસ્તારમાં 10માંથી 1 ખેડૂત 1 વર્ષ માટે મધમાખીનો ઉછેર કરવા તૈયાર થાય છે. પરંતુ એક વાર ખેડૂત પાકઉત્પાદનમાં વધારો જુએ પછી અન્ય ખેડૂતો પણ તેને અનુસરે છે.”

દરેક બી કોલોની એક વર્ષમાં ઓછામાં ઓછી વધારાની બે ‘બી કોલોની’ બનાવે છે, અને તે વધારાની આવકનો સ્રોત પણ બને છે.

શ્રીકાંતની સંસ્થા વનવાસીઓ સાથે જુદી રીતે કામ કરે છે. તે કહે છે,

“માખીને નુકસાન ન થાય તે રીતે મધનું કુદરતી પદ્ધતિથી ઉત્પાદન કરવાની અમે તેઓને તાલીમ આપીએ છીએ. મધ ઉત્પાદનની આ પદ્ધતિથી વનવાસીઓની આવકમાં વધારો થાય છે અને મધમાખીઓ પણ સુરક્ષિત રહે છે.”

શ્રીકાંત કહે છે કે, અનેક સંસ્થાનો આ જ પદ્ધતિએ કામ કરે છે, પરંતુ તેમાંનાં મોટાભાગનાં સંગઠનો માત્ર ખેડૂતો સાથે જ કામ કરે છે. જ્યારે ‘બી ધ ચેન્જ’ ખેડૂતો ઉપરાંત જંગલમાં રહેતા વનવાસીઓ સાથે પણ કામ કરે છે. તેમનું કહેવું છે, “અન્ય સંગઠનો પોતાનાં ઉત્પાદનોનું ઊંચી કિંમતે વેચાણ કરે છે જ્યારે અમે લોકોને પોષાય તેવી કિંમતે વેચાણ કરીએ છીએ.”

મહારાષ્ટ્રમાં મધમાખીના ઉછેર માટેની તાલીમસુવિધાનો અભાવ, અપ્રાપ્ય બી લોકોની, તાલીમાર્થીઓને ટેકો આપવાની પદ્ધતિ જાળવવામાં પડતી મુશ્કેલીઓ, મધમાખી વિષેની ખોટી પૂર્વધારણા, ભાષાકીય અવરોધ અને મૂડીરોકાણની અછત જેવા અનેક પડકારોનો ‘બી ધ ચેન્જ’એ સામનો કર્યો છે. જોકે, શ્રીકાંત કહે છે, “આ સમસ્યાઓ સામે ટકવા માટે અમે સૌપ્રથમ તાલીમ લીધી. અમે નિષ્ણાતોની મદદ લીધી અને કોલોની તૈયાર કરી. મધમાખી ઉછેર પ્રત્યે જાગૃતિ લાવવા અને રસ ઉત્પન્ન કરવા માટે સફળતાની ઉદાહરણરૂપ વાતો શ્રેષ્ઠ માર્ગ હોવાનું અમે માનીએ છીએ.”

હાલમાં, નૈસર્ગિક કોલોનીની સંખ્યા ઘણી ઓછી છે. તેને પરિણામે કોલોનીની કિંમત કરતાં તેના વિસ્તરણની કિંમત વધુ છે. શ્રીકાંત કહે છે, “અમે અમારા નેટવર્ક થકી નૈસર્ગિક રીતે બી કોલોની તૈયાર કરવાનો, બ્રીડિંગ કરવાનો અને વસ્તીવૃદ્ધિ કરવાનો પ્રયાસ કર્યો.”

વધુમાં, આવકના નવા સ્રોત તરીકે કુદરતી મધના ઉત્પાદન અને વેક્સ આધારિત કોસ્મેટિક્સનું ઉત્પાદન કરવા માટે મહિલાઓને તાલીમ આપવાનું પણ ‘બી ધ ચેન્જ’નું આયોજન છે. 20 સ્વયંસેવકો ધરાવતી ‘બી ધ ચેન્જ’ નિઃશંકપણે મોટા પાયે કામ કરતી સંસ્થા છે. સ્ટીવ જોબ્સનું વાક્ય “Atleast make a dent in the universe, else, why even be here.” કહીને શ્રીકાંત વાત પૂરી કરે છે.

જોકે, સ્રોતની અછત અને દસ ગણી વધુ મહત્ત્વાકાંક્ષા એ વેન્ચર માટે મોટી બાબત નથી, પરંતુ ક્રાંતિ મુખ્ય હેતુ છે.

આ અભિયાન અંગે વધુ માહિતી મેળવવા અહીં કિલક કરો


લેખક- Francesca Ferrario

અનુવાદક- YS ટીમ ગુજરાતી

Related Stories