ઘર બેઠાં જ બનો 'ફિટ એન્ડ ફાઈન'... Fitternity.com પરથી મેળવો ઑનલાઈન ફિટનેસ ટિપ્સ

0

સ્વાસ્થ્ય સુધારવું હોય કે સારું સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય, બની રહેવું હોય એકદમ ફિટ એન્ડ ફાઈન, તો કોઈ જીમ કે ફિટનેસ ક્લબના પગથિયા ઘસવાની શું જરૂર! ઑનલાઈન જ મળી લો નેહા મોટવાનીને! 

મુંબઈમાં જ ઉછરેલી નેહા પોતાની ફિટનેસ માટે પહેલેથી જ ખૂબ જાગૃત. આજે ફિટનેસ માટે જાગૃત રહેતા ભારતીયો માટે તે આવી એક વેબસાઈટ લઈને આવી છે જે છે: Fitternity.com.

તેના માધ્યમથી નેહા ફિટનેસના ફંડા તો બતાવે જ છે પણ ફિટનેસ સાથે જોડાયેલી મુશ્કેલીઓ પણ દર્શાવે છે. નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટથી ભણ્યા પછી તેણે વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટમાંથી એમ.બી.એ. કર્યું. ત્રણ વર્ષ એઓન હેવિટ કંપનીમાં નોકરી કરી. પણ તેને કંઈક એવું કરવું હતું જે પોતાના રસનું હોય અને તેને Fitternity.comથી વધુ સારો કોઈ વિકલ્પ ન લાગ્યો.

નેહાના કહેવા મુજબ લોકોને ફિટનેસ અંગે મુખ્યત્વે ચાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

1. ફિટનેસની જાણકારીઓનો વ્યાપક અભાવ. લોકોમાં રમતો, વ્યાયામ, ભોજન વગેરે વિષે ખૂબ ઓછી જાણકારી હોય છે .લોકો માત્ર સ્થાનિક લોકો પાસેથી સાંભળીને ગમે તેની વાતો પર વિશ્વાસ કરે છે

2. અધકચરા જ્ઞાનમાં વિશ્વસનિયતા અને પ્રાસંગિકતા બંને હોતા નથી. વળી તેમાં ભારતીયોની જીવનશૈલીનું પણ ધ્યાન રખાયું નથી, તેમજ વ્યાવહારિકતા પણ જોવા નથી મળતી.

3. સામૂહિક સક્રિયતા અને ઉત્સાહનો અભાવ પણ મોટી મુશ્કેલી છે. જેનું સમાધાન શોધવું અઘરું છે.

4. સારા સ્તરના ઉત્પાદો અને સારી ફિટનેસ સેવાઓની અછત. આ ઉપરાંત ફિટ રહેવા શું કરવું અને શું ન કરવું તેનો ખ્યાલ ન હોવાથી ખોટી ધારણાઓ તથા તે અંગેના ભ્રમ પણ ઓછા નથી.

આ બાબતોને ધ્યાનમાં રાખીને નેહાને Fitternity.comનો આઈડીયા આવ્યો, જ્યાંથી લોકોને માત્ર ફિટનેસ સાથે જોડાયેલી ગતિવિધિ જ નહિ, તેની સાથે જોડાયેલા ઉત્પાદો વિષે પણ જાણકારી મળે આ એક વિશ્વસનીય સેન્ટર છે અને ઈ-સ્ટોર પણ છે.

નેહા કહે છે, "આપણે વર્ષોથી ફિટનેસ બજારને એક ખાસ સ્થાન પર જોઈએ છીએ, અને અમે Fitternity.comના માધ્યમથી તેમાંથી લાભ મેળવવા મથીએ છીએ. તેની શરૂઆત કરતા પહેલાં 5 શહેરોમાં તે અંગેનું સંશોધન કર્યું અને તેમાં 600થી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા." તે પછી Fitternity.comની સ્થાપના થઇ. લોકો માટે ફિટનેસ બાબતે વિકલ્પ શોધવો એ મોટી સમસ્યા છે અને તે ધ્યાનમાં રાખીને એક સર્ચ એન્જીન તૈયાર કરાયું. જેની મદદથી ફિટનેસ સંબધી પોતાની સમસ્યાનો હલ મેળવી શકાય છે. આ સર્ચ એન્જીન તૈયાર કરતા પહેલા જીમ, સ્ટુડીઓ, ટ્રેઈનર, ન્યુટ્રીશનિસ્ટ વગરે સાથે પણ ખૂબ પરામર્શ કરાયો. ટીમને ખ્યાલ હતો કે તેમની પ્રતિષ્ઠા જ તેમનો મહત્વનો મુદ્દો હતો.

Fitternity.com પોતાના ગ્રાહકોને બે વિભાગોમાં વહેંચે છે.:-

1. ફિટ રહેવા માગે છે પણ જેમની પાસે સાધનોનો અભાવ છે.

2. ફિટ રહેવા માટે જે વધુ મહેનત કરવા માગે છે.

નેહાનો દાવો છે કે આ એક જ એવું મંચ છે કે જ્યાં ફિટનેસ સાથે જોડાયેલી બધી જ જાણકારીઓ, ફોટો, વિડીયો, ફિટનેસ સાથે જોડાયેલા લોકોના વિચારો, ડાયેટ બધું જ પ્રાપ્ત કરવું સરળ બની જાય છે. આ ઉપરાંત જીમ-માલિક અને ટ્રેઈનર ,ન્યુટ્રીશનિસ્ટ Fitternity.comના ઉપયોગથી નવા ગ્રાહકો પોતાની સાથે જોડી શકે છે. તેમની સંતુષ્ટિ માટે Fitternity.com ઉત્તમ ડીલ ,કોમ્બો ઓફર અને સરસ ઉત્પાદ પણ આપે છે.

Fitternity.com સાથે આશરે 25000થી વધુ લોકો જોડાયા છે અને કંપનીની 1 કરોડની આવક થઇ છે. આવતા વર્ષે તેમનું લક્ષ્ય 12 કરોડ સુધી પહોંચવાનું છે. અત્યારે તેઓ પોતાના વ્યાપ પર ધ્યાન આપી રહ્યા છે. અને આ માટે Fitternity.comના સ્થાપકો મોબાઈલ એપના સહારે દેશભરમાં જાણકારી આપી ફિટનેસ સાથે જોડાયેલા લોકોને પોતાની સાથે જોડી રહ્યા છે.

નેહાના કહેવા મુજબ અનેક ઈ-કોમર્સ કંપનીઓ ફિટનેસ માટેના ઉત્પાદો તો વેચે છે પણ અમારી જેમ તેની સેવા આપતા નથી. એમ કરનારી આ એકમાત્ર કંપની છે. આજે તો યુ.જી.સી.ના માધ્યમથી તેઓ પોતાનું કાર્યક્ષેત્ર વધારી રહ્યા છે. અને પોતાના ટૂલ ફાઈન્ડરને ઉપયોગમાં સરળ રહે તેવું મોબાઈલને લાયક બનાવી રહ્યા છે. સાથે સાથે સ્વાસ્થ્ય અને ફિટનેસના અનેક કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા છે, જેથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા વધુ ને વધુ લોકોનો સાથ મળી શકે.

કેટલાક રીપોર્ટ કહે છે કે ફિટનેસનું બજાર દર વર્ષે 25 % ના દરે વધી રહ્યું છે. અને 2015ના અંત સુધીમાં 1 ટ્રીલીયન રૂપિયાનું થવાની સંભાવના છે. જેની પાછળ યુવાનોની વધતી આવક, સ્વાસ્થ્ય માટેની જાગૃતિ, અને બદલાતી જીવનશૈલી છે. Fitternity.com પાસે 500 બી2બી પાર્ટનર છે. જે પોતાની સેવાઓ આ મંચ પરથી આપે છે. અને આ સંખ્યા સતત વધી રહી છે. જીમ માલિકો અને ટ્રેઈનર્સ પણ માને છે કે ફિટનેસ માટે જાગૃતિ ઉભી કરવા આ એક મોટું પ્લેટફોર્મ છે.

લેખક- આભાશ કુમાર

અનુવાદક- હરિક્રિષ્ના શાસ્ત્રી

Related Stories