કોલેજમાં વટ પાડવો હોય તો 'કેમ્પસ સૂત્ર' કરશે તમારી મદદ

કોલેજમાં વટ પાડવો હોય તો 'કેમ્પસ સૂત્ર' કરશે તમારી મદદ

Thursday December 17, 2015,

5 min Read

તમે ક્યારેય એવું જોયું છે કે તમારો કોઈ મિત્ર એવી ટીશર્ટ પહેરીને આવે જેના પર કોઈ કોટ અથવા તો બ્રાન્ડનું નામ હોય જેનું તેને નામ કે અર્થ જ ખબર ન હોય? આપણા મિત્રોમાંથી કોઈ એક તો એવો હશે જે બાલ્ટિમોર રેવેન્સની ટી-શર્ટ પહેરતો હશે તે ખરેખર તો એક અમેરિકન ફૂટબોલ ટીમનું નામ છે.

કેમ્પસ સૂત્ર તમારા આવા ફેશનેબલ મિત્રને વિકલ્પ પૂરા પાડે છે.

image


તેના સ્થાપકો તેને એક યૂથ બ્રાન્ડ જણાવે છે જે, ભારતના યુવાનોને જીવનનો નવો જુસ્સો પૂરો પાડે છે. તેમણે જોયું કે માર્કેટમાં ક્યાંય એવા કપડાંની બ્રાન્ડ નથી જે સિવિલ એન્જિનિયરિંગ, બિઝનેસ મેનેજમેન્ટ અને અન્ય એકેડેમિક સ્ટ્રીમ નથી જે યુવાનોને તેમાં જોડાવવા ઉત્સાહિત કરે.

ધિરજ, આદિત્ય, સોનલ અને ખૂશ્બુ અગ્રવાલ જ્યારે ગોવાના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે પોતાનો કંઈક વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું હતું.

તેમના માટે માત્ર એક જ પડકાર હતો કે તેમણે તેમની ફિક્સ સેલેરી ધરાવતી નોકરી છોડવી પડે. આ ચારેયની સામૂહિક આવક એક કરોડ રૂપિયા થતી હતી. ગોવાના પ્રવાસ દરમિયાન તેમણે કેમ્પસ સૂત્ર શરૂ કરવાનું નક્કી કર્યું.

ખૂશ્બુ અને સોનલ દ્વારા શરૂ કરાયેલા આ સ્ટાર્ટઅપ દ્વારા હાલમાં દરરોજ 2,500 યુનિટની ડિલિવરી કરવામાં આવે છે. તેના કારણે 2013ના નાણાકિય વર્ષમાં જેની આવક 1.65 કરોડ હતી તે 2014માં વધીને 16 કરોડ પહોંચી ગઈ. આ દરમિયાન તેમની કંપનીએ 6.5 લાખ પ્રોડક્ટનું વેચાણ કર્યું હતું.

ફિલોસોફી

કેમ્પસસૂત્રની ફિલોસોફી છે કે તે આધુનિક અને વર્તમાન વિચારોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન બનાવે છે જેની યુવાનોમાં સૌથી વધારે ચર્ચા હોય. કોઈપણ મુદ્દે કોન્સેપ્ટ આવે કે તેના 21મા દિવસે તેઓ પ્રોડક્ટ અને ડિઝાઈન માર્કેટમાં લાવી દે છે.

ધિરજ જણાવે છે,

"અમે અમૂલની જાહેરાતની જેમ કપડાંની ઈન્ડસ્ટ્રીમાં અમારું સ્થાન બનાવવા માગીએ છીએ. અમે તેની જેમ જ વર્તમાન સમયમાં આવતા મુદ્દા, વિચાર કે અન્ય બાબતો પર કામ કરીને તેને ગુણવત્તાસભર રીતે લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ."

હાલમાં તેમની વિવિધ બ્રાન્ડ ખૂબ જ વિકસી છે અને તેઓ હાલમાં વિવિધ રેન્જના અને ડિઝાઈનના કપડાં તથા એક્સેસરીઝ આપે છે જેમાં સ્વેટ ટી શર્ટ, ટી શર્ટ, કેપ, જેકેટ, સ્પોર્ટ્સવેર, શોર્ટ્સ, ટોપ્સ, હૂડિઝ, બેગ્સ, લેપટોપ સ્લિવ્સ, મગ અને સ્લિપરનો સમાવેશ થાય છે.

તેમની મોટાભાગની પ્રોડક્ટ 18 થી 25 વર્ષના યુવાનોને આકર્ષતી હોય છે જેના કારણે તેમનો 70 ટકા બિઝનેસ નોન મેટ્રો શહેરોમાં થઈ જાય છે.

image


ધ મેટ્રિક્સ

આ ક્ષેત્રમાં મોટાભાગની કંપનીઓ અને ઓનલાઈન અપેરલ ઈન્ડસ્ટ્રીનો મુખ્ય ધ્યેય આવક વધારવાનો તથા પોતાની બહુચર્ચિત પ્રોડક્ટનું વધારેમાં વધારે વેચાણ કરાવવાનો હોય છે. કેમ્પસ સૂત્ર થોડા અલગ વિચારો સાથે ચાલે છે અને તે સંશોધનની સરેરાશને મહત્વ આપે છે, ભાવતાલને મહત્વ આપે છે અને ખાસ તો સમયસર વસ્તુ બજારમાં આવે તેને મહત્વ આપે છે.

ધિરજ જણાવે છે,

"અમારી સંશોધનની સરેરાશ આ ઈન્ડસ્ટ્રીની 6થી 9 મહિનાની સરેરાશે 45થી 60 દિવસની હોય છે. અમારી 97 ટકા પ્રોડક્ટના સેલ રેટ 70 ટકા હોય છે તથા અમે સરેરાશ 21 દિવસે પ્રોડક્ટ બજારમાં લાવી દઈએ છીએ જેની સરખામણીમાં અન્ય બ્રાન્ડ 12 થી 18 મહિના લેતી હોય છે."

આ ક્ષેત્રમાં આગળ વધતા આ કંપનીએ આ નાણાકિય વર્ષમાં 40 કરોડની આવકનો અંદાજ માંડ્યો છે અને 2016-17ના અંત સુધીમાં 100 કરોડનો અંદાજ મૂક્યો છે. સ્થાપકોના મતે તેઓ પહેલાં વર્ષે સાવ તૂટી ગયા હતા અને હવે હકારાત્મક છે.

તેઓ આ વર્ષે 10 મિલિયન ડોલરનું ભંડોળ ભેગું કરવાનો ટાર્ગેટ રાખી રહ્યા છે.

બોધપાઠ

મોટાભાગના સાહસિકોની સફરની જેમ, કેમ્પસ સૂત્ર પાસે તેની પોતાની વાત છે. સ્થાપકો માને છે કે સૌથી મહત્વની વસ્તુ એ છે કે તેમને સ્થિતિનો અંદાજ હતો અને તેથી તેમણે તેની પસંદગી કરી હતી. તેઓ તમામ બાબત માટે તૈયાર હતા. શરૂઆતના તબક્કામાં જે કામગીરી અને સિસ્ટમનું નિર્માણ થયું હતું જો તે નિષ્ફળ ગઈ હોય તો બધું જ નિષ્ફળ જાત. ધિરજ જણાવે છે કે,

"શરૂઆતના દિવસોમાં અમારા વેર હાઉસમાં પૂરના પાણી ઘુસી આવ્યા હતા અને અમે બધા ત્યાં બે વાગ્યા સુધી હાજર રહ્યા હતા અને જાતે જ બધો સામાન ખસેડ્યો હતો જેથી નુકસાનનું પ્રમાણ ઘટાડી શકાય. તે અમારા માટે નાટકિય બોધપાઠ સમાન હતું."

બીજી બાબત જે સ્થાપકો શીખ્યા હતા કે કર્મચારીઓ સાથે યોગ્ય બોન્ડિંગ વધારવું અને તેમને કંપનીના ગોલ તરફ લઈ જવા.

"અમારા ક્ષેત્રમાં આવેલા સ્પર્ધકે અમારા 30 જેટલા કર્મચારીઓને 3 ગણો વધારે પગાર આપવાની ઓફર કરી હતી. આ 30માંથી માત્ર 4 લોકો જ તેને ત્યાં ગયા હતા. અમને પણ આનંદ થયો હતો કે અમારા કર્મચારીઓ પણ જવાબદાર છે અને તેઓ પોતાના અને કંપનીના વિકાસને સમજી અને અનુભવી શકે છે."

તેમ છતાં સ્થાપકો પોતાની કંપની સ્થાપવાના પ્રથમ અનુભવને ભૂલી શકતા નથી. તેઓ જણાવે છે કે એવા ઘણા પ્રસંગો છે જેમણે તેમની સફરને યાદગાર બનાવી છે જેમ કે શરૂઆત કરીએ ગોવા ટ્રિપથી કે પછી પહેલો કર્મચારી લેવાની વાત હોય કે તેમને સૌથી પહેલો મોટો ઓર્ડર (11,000 ઓર્ડર મળ્યા હતા 15 જાન્યુઆરી 2015ના રોજ) મળ્યો હોય તે ઘટના હોય.

તેમને એ બાબતનો પણ રોમાંચ છે કે કોલેજ હોસ્ટેલના સરનામે શરૂ થયેલું સાહસ તે જ એડ્રેસ પરથી મલ્ટિપલ ઓર્ડરનું કેન્દ્ર બન્યું અને ધીમે ધીમે અને કંપનીઓ અને હોસ્ટેલ્સમાં કેમ્પક સૂત્રના કપડાં ગુણવત્તા અને ડિઝાઈનના કારણે જાણીતા થતાં ગયા.

image


ભવિષ્ય

કેમ્પસ સૂત્ર નવી પ્રોડક્ટ માટે સજ્જ થઈ રહ્યું છે. યુવાનોના જીવન સાથે સંકળાયેલી બાબતો જેમ કે, ટ્રાવેલ, સ્પોર્ટ્સ અને એન્ટરટેઈન્મેન્ટ જેવી બાબતોને ધ્યાનમાં રાખીને તેઓ પોતાની બ્રાન્ડની રેન્જ આપે છે અને કપડાં તથાં એકસેસરીઝ વિકસાવે છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને કેમ્પસ સૂત્ર દ્વારા ફંક્શનલ વેરેબલ લાવવામાં આવ્યા છે.

ટ્રાવેલ બડી તેમની આવી પહેલી પ્રોડક્ટ છે જેમાં પિલો હૂડી, પેડેટ એલ્બો પેચ, આઈ પેચ, હેડફોન વાયર લૂપ, ફોન અને આઈપોડ હૂડ વગેરેનો સમાવેશ થાય છે. તેના દ્વારા ટ્રાવેલની લગતી અન્ય વસ્તુઓ ટૂથબ્રશ, પેસ્ટ, ફોન, આઈપોડ, ચાવીઓ, પાસપોર્ટ અને ટિકિટ વગેરેની પણ જાણકારી મળે છે.

યોરસ્ટોરીનું મંતવ્ય

બજારમાં જોતા ખ્યાલ આવે છે કે અપરેલ અને મર્ચેન્ડાઈઝ માર્કેટ એવું બજાર છે જે સરળતાથી શરૂ કરી શકાય છે.

આલ્મા મેટર, જેક ઓફ ઓલ થ્રેડ અને વોક્સપોપ જેવી મલ્ટિનેશનલ કંપનીઓ આ ક્ષેત્રમાં વિકસતી બ્રાન્ડ છે. સામાન્ય નવા અને નાના પરિવર્તન, સર્જન, ફિલોસોફી અને ડિઝાઈન દ્વારા તેઓ એકબીજાથી જૂદા પડે છે.

આ ક્ષેત્રમાં સ્પર્ધાની વાત કરીએ તો ફ્રીક્લટર અને શોપો એવી છે જે એકબીજાને પ્રોત્સાહન આપીને ડિઝાઈન તૈયાર કરવા કહે છે.

કેમ્પસ સૂત્ર દ્વારા ટ્રાવેલ વેરના વેચાણમાં ખાસ્સો વધારો કરવામાં આવ્યો છે અને તે નોંધનીય છે.

કોઈ પણ વ્યક્તિ એ વાત નકારી શકે નહીં કે આ ક્ષેત્રમાં કેટલાક વાસ્તવિક સંશોધનો પણ થઈ રહ્યા છે.


લેખક- તરુષ ભલ્લા

અનુવાદક- YS ટીમ ગુજરાતી